પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૮ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૮

થઈ ગયો છે પ્રેમ,
પછી ભલે ને આકર્ષણ હોય.!
બે દિલ મળ્યા કાફી નથી,
અહી તો અંગો પણ એક.!!

રાજ અને રાજલ એકબીજા પ્રેમમાં ડૂબવા જવાની તૈયારીમાં હતા. રાજે પહેલી પહેલ રાજલ નો હાથ ચૂમી ને કરી ચૂક્યો હતો. તો રાજલ પણ પોતાના ચહેરા પર સ્માઇલ આપીને રાજ ને જાણે પરમિશન આપી દીધી હોય તેમ રાજ ની આંખોમાં ખોવાઈ ગઈ.

રાજ ધીરે ધીરે રાજલ ની આંખોમાં આંખો પરોવીને પોતાનો ચહેરો રાજલ ની ખૂબ નજીક લાવીને પહેલા કપાળ પર એક ચુંબન કર્યું અને એ જતાવવાનો પ્રયત્ન કર્યો કે હું તને દિલથી પ્રેમ કરું છું. રાજ દિલથી મને પ્રેમ કરે છે એ વિચાર થી જાણે રાજલ પુરે પુરી રાજ ને સમર્પિત થઈ ગઈ હોય તેમ રાજ ની દરેક પ્રક્રિયા ને મંજૂરી આપવા લાગી.

રાજ તો ધીમે ધીમે કપાળ પર ચુંબન કરીને રાજલ ના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને ગાઢ ચુંબન કરવા લાગ્યો. પહેલા તો રાજલ તેનો સાથ આપવા ખચકાટ અનુભવી રહી હતી પણ થોડીક પળોમાં તે પણ રાજ નો સાથ આપવા લાગી. જાણે હવે રાજલ ને એમ લાગી રહ્યું હતું કે મને રાજ પ્રેમ નો પૂર્ણ સંતોષ આપી રહ્યો છે.

કહેવાય છે ને પ્રેમ પામવા માટે સ્ત્રી પોતાનું શરીર પુરુષ ને સોંપી દે છે તેમ પુરુષ શરીર ના સુખ માટે સ્ત્રી ને પ્રેમ કરતો હોય છે. પછી ભલે ને એ નાટક હોય કે લાગણીમાં હોય કે પછી બળજબરી થી પણ એકંદરે તો સાચો પ્રેમ તો કોઈ ભાગ્યશાળી સ્ત્રી ને મળતો હોય છે બાકી તો હવસ....

રાજલ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હોય તેમ રાજ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. અને રાજલ તેનો વિરોધ કે ના પણ પાડી રહી ન હતી. આમ બંને એકબીજામાં એક થઈ ગયા અને હોશ ખોઈ બેઠા. જે રાજ ની ઈચ્છા રાજલ સાથે શરીર સુખ માણવાની હતી તે રાજ પોતાનો ઇરાદો પૂરો કરી ને રહ્યો. રાજલ પણ તેના આવેશમાં આવીને એક મોટી ભૂલ કરી બેઠી જે તેને કરવી જરૂરી ન હતી.

"સાચો પ્રેમ હોય ને,
વાસ્તવમાં એજ અધુરો રહી જાય છે,
બાકી હવસ હોય ને,તો
ક્યારે પુરી થઈ જાય છે એની ખબર નથી હોતી.."

શરીર સુખ માણી ને રાજ અને રાજલ ફાર્મ હાઉસ માંથી બહાર નીકળી કોલેજ તરફ રવાના થાય છે.

જ્યારે રાજલ સાથે રાજ કાર લઈને ગયો ત્યારે કોમલ કોલેજમાં બધા લેક્ચર પતાવીને પાર્કિગમાં આવીને રાજલ ની સ્કુટી લઈને કોલેજનાં ગેટ ની બહાર ઊભી રહીને રાજલની રાહ જોવા લાગી. જાણે હમણાં જ રાજલ આવી જશે એવી અપેક્ષા થી સામે ના રોડ પર કોમલે મીટ માંડીને રાહ જોવા લાગી હતી.

ઘણો સમય વિતી ગયા પછી પણ રાજલ આવી નહિ એટલે કોમલ સમજી ગઈ કે હવે રાજલ ને આવવામાં મોડું થશે અને મારે અહી રાહ જોવી ઉચિત નથી એના કરતા ફરી કોલેજ ના કેમ્પસમાં જઈને બુક વાંચવી યોગ્ય લાગી એટલે ફરી કોમલે સ્કુટી ને પાર્કિગમાં પાર્ક કરીને કોલેજના ગાર્ડન માં જઈને બુક વાંચવા લાગી.

કોમલ બુક વાંચવામાં મશગુલ હતી ત્યારે એક યુવાન છોકરો તેની પાસે આવીને ઊભો રહી ગયો. પાસે આવીને કોઈ છોકરો તેની પાસે ઊભો છે તે કોમલ ને ખ્યાલ પણ રહ્યો નહી. પણ જ્યારે તે યુવાને હેલ્લો કહીને બોલ્યો ત્યારે કોમલે તે પાસે ઉભેલ યુવાન પર નજર કરી.

એક સીધો સાદો યુવાન લાગી રહ્યો હતો. ચહેરો થોડો હસમુખો જોઈને કોમલ પણ બોલી.
હેલ્લો... તમે કોણ...?
મારું કઈ કામ છે.?

તે યુવાન થીડો નીચે ઝૂક્યો અને ધીમે થી કહ્યું.
"આપ જે વીરગાથા બુક વાંચી રહ્યા છો તે બુક ઘણા સમયથી હું શોધી રહ્યો છું. તમારે વંચાઈ જાય ત્યારે મને આપશો.?"

ઉભેલ યુવાને જ્યારે ધીમેથી બુક વાંચવા માંગી ત્યારે તે યુવાન ના અવાજમાં આદર હતો એક મીઠાસ હતી. આ આદર અને મીઠાસ જોઈને કોમલ ઊભી થઈ અને તેમના હાથમાં બુક આપતા કહ્યું.

હું તમને ઓળખતી નથી પણ તમારી બુક માંગવાની રીત મને ગમી એટલે હું તમને બુક આપુ છું. જ્યારે વંચાઈ જાય ત્યારે મને પાછી આપી દેજો.

ચહેરા પર સ્માઇલ લાવીને તે યુવાને કોમલ નો આભાર વ્યક્ત કરીને તે ચાલતો થયો. આજે પહેલી વાર આટલા મોટા અમદાવાદ શહેરમાં એક સજજન યુવાન ને જોયો હતો. એટલે તેમના ગામના લોકો યાદ આવી ગયા અને કોમલ પોતાના ગામમાં ખોવાઈ ગઈ.

કોમલ પોતાના ગામના વિચારો માં ખોવાઈ ગઈ હતી ત્યાં તેના ફોનમાં રોંગ વાગી. ફોન હાથમાં લઈને જોયું તો રાજલ નો હતો. તરત ફોન રિસિવ કરીને કોમલ બોલી.
રાજલ તું આવી ગઈ..?

હા. હું આવી ગઈ. તું જલ્દી કોલેજ ના ગેટ પાસે આવી જા. ફોન મૂકતા પહેલા રાજલ બોલી.

કોમલ ઊભી થઈને કોલેજના ગેટ પાસે પહોંચી તો રાજલ ઊભી હતી. રાજલ ના હાથમાં સ્કુટી ની ચાવી આપતા જ રાજલ પાર્કિગમાં જઈને સ્કુટી લઈને કોલેજ નાં ગેટ પાસે આવી પહોંચી તરત તેની પાછળ કોમલ બેસી ગઈ અને બન્ને ઘર તરફ રવાના થયા.

રાજલ નો હસતો ચહેરો જોઈને કોમલ સમજી ગઈ હતી આ બન્ને વચ્ચે કઈક તો રોમાન્સ થયો જ હશે પણ જે વાત કરવી કોમલ ને પસંદ હતી નહિ એટલે કોમલે ઘરે જતી વખતે રાજલ ને કોઈ વાત કરી નહિ.

ઘરે પહોંચતા ની સાથે રાજલ દોડીને બાથરૂમ તરફ જઈ રહી હતી ત્યારે કોમલ ની નજર રાજલ ના જીન્સ પર પડેલ લાલ ડાઘ પર પડી. અને સમજી ગઈ, નક્કી રાજ સાથે રાજલે શારીરિક સંબંધ બાંધ્યા હશે. પણ રાજલ ની મરજી થી થયું હશે તો મારા કહેવાનો કોઈ અર્થ રહેશે નહિ અને કદાચ પીરીયડ માં આવી હશે તો પણ બની શકે.! પણ પીરીયડ માં આવી હોય તો રાજ સાથે જવા તૈયાર જ ન થાય. આમ કોમલ સોફા પર બેસીને વિચારી રહી હતી ત્યાં રાજલ કપડાં બદલીને તેની પાસે આવીને બેસી ગઈ.

કોમલ ને વિચારમાં જોઈને રાજલ બોલી.
શું વિચારે છે કોમલ.?
ક્યાંક હું અને રાજ બહાર ગયા હતા અને અમે શું શું કર્યું તે વિચાર કરે છે કે શું.?

રાજલ જે કહી રહી હતી તે સાચું હતું પણ કોમલ આજ વિચારતી હતી તે જાણ રાજલ ને કરવા માંગતી ન હતી એટલે જવાબમાં કોમલ બોલી.
હા હું વિચારી રહી હતી પણ એમ જ. કઈ ખાસ નહિ.

રાજલ ને જે વાત કોમલ ને કહેવી હતી તે હવે બેઝિઝક થી કોમલ ને મો પર કહી દે છે.
જો કોમલ... મારા અને રાજ વચ્ચે દોસ્તી નહિ પણ એથી વિશેષ સંબંધ છે અને આ સંબંધ વિશે મારા ઘરના કોઈ પણ સભ્ય ને જાણ થવી ન જોઈએ નહિ તો....

આટલામાં કોમલ સમજી ગઈ. એટલે રાજલ ને કહ્યું.
મે પેલા પણ કહ્યું હતું અને હવે પણ કહું છું.
હું મારા કામથી કામ રાખીશ બસ....

કોમલ ના આપેલા વિશ્વાસ ના શબ્દો થી રાજલ તેને ભેટી ને તેના પર ગર્વ અનુભવવા લાગી.
વાહ મારી સહેલી... વાહ....

શું રાજ અને રાજલ વચ્ચે રોજ મળવાનું અને શારીરિક સંબંધ રહેશે.? શું રાજલ નો ઉપયોગ કરીને રાજ તેને તરછોડી દેશે.? શું ફરી એકવાર કોમલ પર રાજ તેની ખરાબ નજર કરશે.? શું રાજલ ની આવી હરકત તેના પરિવાર ને કોમલ કહેશે કે તે પોતાના અભ્યાસમાં ધ્યાન આપશે.? કોમલ પાસેથી જે યુવાન બુક લઈ ગયો હતો તે શું પાછી આપશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...