ચા ની કેન્ટીન ની બહાર હજુ કોમલે પગ મૂક્યો ત્યાં પાછળ કમલે તેનો હાથ પકડીને તે જગ્યાએ બેસાડી દીધી.
કોમલ તું પણ.... !
મનમાં આવે તે કરવા નીકળી પડે છે.
તને ભાન છે તું શું કરવા જઈ રહી હતી. શું તારે ફરી મને રાજ નો માર ખવડાવવો છે.? ગુસ્સે થઈને કોમલ ને કમલ કહેવા લાગ્યો.
પાછળ થી વિરલ ત્યાં આવીને બોલ્યો.
શું યાર.... તું પણ...!
કોમલ ને બધું સરખું કહેતો હોય તો કોમલ આવું ન કરે.
કેન્ટીનમાં ત્રણેય હજુ માથાકૂટ કરી રહ્યા હતા ત્યાં કેન્ટીન નો માલિક એટલું આવીને બોલ્યો.
"બીજા ગ્રાહક પરેશાન થાય તેવું વર્તન કરો નહિ."
તરત ત્રણેય ઊભા થઈને પોત પોતાના ઘરે જવા રવાના થયા. ગુસ્સામાં કોમલ હતી એટલે કમલ નાં સ્કૂટર પાછળ બેસી નહિ અને બસ પકડીને કોમલ ઘરે પહોંચી.
થોડા દિવસમાં રાજલ સાવ ઠીક થઈ ગઈ પણ કોલેજ જવા તૈયાર થઈ રહી ન હતી. કોમલે ઘણી સમજાવી એટલે કોલેજ આવવા તૈયાર થઈ પણ પોતાની સુરક્ષા માટે કોમલ ને એટલું કહ્યું.
"તું હંમેશા મારી સાથે રહીશ. હું કોઈને મળીશ નહિ બસ મારે હવે અભ્યાસમાં ધ્યાન આપવું છે."
રાજલ ની આ વાત સાંભળીને કોમલ બહુ ખુશ થઈ ગઈ. રાજલ ને હવે ભાન આવી હોય તેવું લાગ્યું પણ તેણે સુરક્ષા ની વાત કરી તે પરથી કોમલ એટલું તો સમજી ગઈ કે રાજ બળજબરી કોમલ પર કરતો જ હશે તોજ રાજલ આવું કહે.
કોમલ ને ખબર હતી રાજલ મારી સાથે હશે એટલે રાજ અમારી આજુબાજુ ફરકી પણ નહિ શકે.
રાજલ અને કોમલ ફરી એકસાથે કોલેજ જવા નીકળ્યા. ક્યાંક રાજ કોલેજ નાં ગેટ પર હશે અને મને કઈક કહેશે એ ડરથી રાજલ કંપી રહી હતી. પણ સાથે બેસેલી કોમલ તેની સાથે વાતો કરીને રાજલ નાં મનના રહેલ ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી. કોમલ ને એક વાત નું દુઃખ હતું કે રાજલ પોતાના જીવન સાથે બનેલી રાજ સાથેની દરેક ઘટનાક્રમ કહી શકી નહિ.
કોલેજ ના ગેટ પાસે પહોંચતા જ રાજલ અને કોમલ બન્ને જુએ છે તો નથી રાજ કે નથી કમલ.
સ્કુટી કોલેજ ની અંદર દાખલ કરીને બન્ને પોત પોતાના ક્લાસરૂમ તરફ આગળ વધ્યા.
ક્લાસ પૂરા કરીને બન્ને જ્યારે ઘર તરફ રવાના થયા ત્યારે પણ કોલેજ ની અંદર કે કોલેજ ની બહાર કોઈ જ ઊભું હતું નહિ. રાજ ને ન જોઈને રાજલ ને શાંતિ નો અનુભવ થઈ રહ્યો હતો તો કમલ કોલેજ માં ક્યાંય દેખાયો નહિ એટલે કોમલ ને ચિંતા થઈ.
રાજલ ની જીંદગીમાં જ્યારથી રાજ આવ્યો હતો ત્યારે સુખ દુઃખ ના પહાડો તેની સામે આવીને ઊભા રહેવા લાગ્યા હતા પણ આજે જાણે ધરતી ની હરિયાળી માફક શાંતિ નો અહેસાસ થયો હતો. હમણાં થોડા દિવસ થી રાજ તરફ થી અત્યાચાર થયો હતો તેમાંથી થોડી રાહત મળતી હોય તેવું રાજલ ને આજે લાગ્યું હતું એટલે ચહેરા પર થોડી ખુશી નું મોજું સાફ સાફ દેખાવા લાગ્યું હતું.
બીજે દિવસે હસતા ચહેરે જ્યારે રાજલ અને કોમલ સાથે કોલેજ જવા નીકળે છે. ત્યારે કોમલ ને વિચાર તો આવ્યો કે કમલ ક્યાંક બસ સ્ટોપ પર મારી રાહ તો જોતો નહિ હોય ને. ! આ વિચાર થી તેણે સ્કુટી ને તે બસ સ્ટોપ તરફ હંકારી. આ જોઈને રાજલ બોલી.
કેમ કોમલ આ રસ્તે થી સ્કુટી ચલાવી.?
આજે થયું બીજા રસ્તે થી કોલેજ તરફ જઈએ. પાછળ નજર ફેરવીને કોમલે જવાબ આપ્યો.
બસ સ્ટેન્ડ પર કમલ દેખાયો નહિ એટલે ત્યાંથી સ્કુટી ને આગળ હંકાવી. આમ પણ કમલ જો બસ સ્ટેન્ડ પર ઊભો હોત તો કોમલ ને તેને જોઈને જ આગળ નીકળી જવાની હતી. કેમકે રાજલ સાથે હતી એટલે કમલ ની બાઇક પર બેસવાનો મોકો મળે તેમ હતો જ નહિ.
કોલેજ ના ગેટ પાસે પહોંચતા જ રાજલ જીએ છે તો રાજ ત્યાં તેમના મિત્રો સાથે બેઠો હોય છે. રાજલ ની નજર રાજ તરફ ગઈ હતી પણ રાજ તો તેમના મિત્રો સાથે વાતો માં મશગુલ હતો. પણ રાજ ને જોઈને રાજલ નો ચહેરો ફિક્કો તો પડી જ ગયો. રાજ ને જોયા પછી રાજલ નું મન ક્લાસ તરફ જવાનું નાં પાડી રહ્યું હતું તે જલ્દી ઘરે જવા મનમાં વિચાર કર્યો પણ કોમલે તેનો હાથ પકડીને ક્લાસરૂમ તરફ લઈ ગઈ અને તેને ક્લાસરૂમ બેસાડીને તે પણ તેના ક્લાસરૂમ મા ચાલી ગઈ.
જ્યારે ક્લાસ પૂરા થયા ત્યારે રાજલ અને કોમલ ક્લાસ માંથી બહાર આવીને પાર્કિંગ તરફ આગળ વધે છે ત્યાં સામેથી રાજ ને આવતો જોઇને રાજલ ગભરાવવા લાગી. જેમ જેમ રાજ નજીક આવતો હતો તેમ તેમ રાજલ નાં ચહેરા પર ડર દેખાવા લાગ્યો હતો. રાજ તેની પાસે પહોંચે તે પહેલાં વિરલ સામે આવીને ઊભો રહી ગયો. ત્યાં તો રાજ એક બાજુએ થી નીકળી ગયો. રાજ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો એટલે રાજલ ને હાશકારો અનુભવ્યો પણ સામે અજાણ્યો યુવાન જોઈને રાજલ વિચારમાં પડી ગઈ. કે આ યુવાન આવી રીતે અચાનક કેમ સામે આવીને ઉભો રહી ગયો.?
હજુ તો રાજલ કઈક વિચાર કરે તે પહેલા કોમલ બોલી.
જો રાજલ આ છે મારો મિત્ર કમલ છે તેનો મિત્ર વિરલ.
હાથ લંબાઈ ને રાજલે હાય કહ્યું પણ વિરલ તો શું કમલ ને પણ રાજલ જાણતી હતી નહિ. અને આટલી જલ્દી કોમલ દોસ્ત બનાવી લીધા તે રાજલ માટે શોકમય હતો તો પણ અત્યારે કઈ પણ કોમલ ને પૂછવું યોગ્ય લાગ્યું નહિ એટલે ચૂપ રહીને રાજલ ઊભી રહી.
રાજલ ઘરે જવાની ઉતાવળ કરવા લાગી એટલે કોમલે વિરલ ને કાલે મળીશું એવું કહીને પાર્કિંગ તરફ ચાલવા લાગી.
વિરલ થોડો દૂર ગયો હશે ત્યાં રાજ પાર્કિંગ તરફ આગળ વધ્યો અને રાજલ પાસે જવા તેણે દોટ મૂકી. જાણે તે રાજલ ને કઈક કહેવા માંગતો હોય. આજે રાજ ને કોમલ નો ડર જરા પણ લાગ્યો ન હતો એવું તેની હિંમત પરથી લાગી રહ્યું હતું. રાજ પાર્કિંગ પાસે પહોંચે તે પહેલાં રાજલ સ્કુટી માં બેસીને નીકળી ગઈ. પણ રાજલે પાછું વળીને જોયું તો રાજ તેની તરફ આવી રહ્યો હતો. આ જોઈને રાજલ ફરી ડરવા લાગી હતી.
રાજલ કોલેજ થી નીકળી ગઈ એટલે રાજ તેની પાછળ જવા માટે પોતાની કાર લઈને તેનો પીછો કરવા લાગ્યો. કેમકે રાજલ સાથે ફોન નો કોન્ટેક્ટ રહ્યો ન હતો. રાજલે તેનો ફોન બંધ રાખ્યો હતો એટલે રાજ તેને ફોન કરીને હેરાન કરી શકે નહિ.
રાજલ ની સ્કુટી ઘણી આગળ નીકળી ગઈ હતી તો પણ તે રસ્તે રાજ તેની કાર ચલાવી તેનો પીછો કરવા લાગ્યો. પૂરપાટે કાર ચલાવીને રાજ તો રાજલ ની સ્કુટી ની નજીક આવી ગયો. રાજલ ને ખબર હતી નહિ કે રાજ મારો પીછો કરી રહ્યો છે પણ ચલાવી રહેલ કોમલે જ્યારે અરીસા માં જોયું તો રાજ ની કાર તેની પાછળ આવી રહી હતી. આ જોઈને કોમલ સમજી ગઈ કે રાજ તેમનું ઘર જોવા માંગતો હશે એટલે તે અમારો પીછો કરી રહ્યો છે. કોમલે સ્કુટી તો ફાસ્ટ ચલાવવા લાગી પણ રાજ ની કાર તેની પાછળ પાછળ આવી રહી હતી. કોમલ પોતાનું ઘર રાજ ને બતાવવા માંગતી ન હતી એટલે શું કરવું તે વિચાર કરવા લાગી.
વિરલ ની શું ભૂમિકા હતી.? રાજ ને શું થયું હતું કે બીજે દિવસે જ તેણે પાટો છોડી નાખ્યો હતો.? શું રાજ પોતાની કાર થી રાજલ પીછો કરીને તેનું ઘર જોઈ શકશે.? આખરે કોમલ શું કરશે.? તે જોઈશું આગળના ભાગમાં.,.
ક્રમશ....