રાજલ ની ખુશી નો કોઈ પાર રહ્યો નહિ. તે ફરીથી હવે હું ખુશ રહીશ એવા સપના જોવા લાગી. પણ તેને ક્યાં ખબર હતી રાજ ભલે ગયો પણ દુઃખ નાં વાદળો તો ઘેરાઈ રહ્યા છે.
કોમલ સાથે ફરી રાજલ કોલેજ જવા લાગી અને કોલેજમાં વાતો થવા લાગી હતી કે રાજ ખબર ક્યાંય દેખાતો નથી. લાગે છે ક્યાંક દૂર નીકળી ગયો હોય. રાજ નુ જવું આમ તો કોલેજ માટે સારું જ હતું કેમકે તેણે પૈસા ના બળે કોલેજ ના ઘણા કામ કરી ચૂક્યા હતા જે અયોગ્ય હતા.
ઘણા દિવસથી કોમલની રાહ જોઈ રહેલો કમલ પણ કોમલ ને મળવા બેચેન હતો પણ રાજલ તેની સાથે હતી એટલે સામે ચાલીને કોમલ સાથે વાત કરવી જરૂરી ન હતી. એકવાર કોમલે કહ્યું હતું. હું રાજલ સાથે હોય ત્યારે આપણે મળીશું નહિ. બસ ત્યાર થી રાજલ સાથે કોમલ હોય ત્યારે કમલ દૂર રહેતો. પણ આજે ઘણા દિવસ પછી કોમલ ને મળવાનું મન થઇ રહ્યું હતું. એટલે કોમલ થી દુર ઊભો રહીને તેને જોવા લાગ્યો. આમ એકધારી કમલ ની નજર જોઈને કોમલ સમજી ગઈ કે કમલ મને મળવા માંગે છે. એટલે આંખના ઇશારે કહ્યું.
ક્લાસ પૂરા કરીને મળીશું.
ક્લાસ પૂરા કરીને કોમલ જ્યારે કમલ ને મળવા જાય છે ત્યારે પાછળ રાજલ આવી જાય છે અને પૂછે છે.
કોમલ ક્યાં જાય છે.?
કોમલ તો કમલ ને કોલેજ ની બહાર મળવા જઈ રહી હતી પણ રાજલ જોઈ ગઈ એટલે બીજું બહાનું આપ્યું.
ક્લાસ પૂરા થયા એટલે કોલેજ નાં ગેટ તરફ જઈ રહી હતી અને મને ખબર હતી તું પાછળ આવીશ.
કોમલ નો જવાબ થોડો રાજલ ને વિચિત્ર લાગ્યો તે સમજી ગઈ કે કોમલ કોઇને મળવા જઈ રહી છે પણ સામે કોઈ પુરાવા હતા નહિ એટલે આગળ કઈ બોલી નહિ અને પાર્કિગમાં જઈને સ્કુટી લઈને આવી.
કોલેજના ગેટ પાસે પહોંચ્યા ત્યાં કમલ ને જોઈને રાજલ બોલી.
જો કોમલ આજથી આપણે કોઈ છોકરા ને નહિ મળીએ. અરે કોઈ દોસ્ત પણ નહિ બનાવીએ. આજથી બધું બંધ અને અભ્યાસ પર જ ધ્યાન આપીશું. અભ્યાસ જ આપણું કરિયર છે.
કમલ તો જઈ રહેલી કોમલને જોઈ રહ્યો પણ કોલેજની બહાર ઉભેલ વિરલ પણ જોઈ રહ્યો કે રાજલ તો ઘરે જવા નીકળી ગઈ.
કમલ અને વિરલ બન્ને થોડા તો દુઃખી થયા હતા સાથે કોમલ પણ કમલ ને ન મળી શકી તેનું દુઃખ હતું. પણ રાજલ જાણે બદલાઈ ગઇ હોય તેવું લાગ્યું. પહેલા વિરલ પ્રત્યે તેને પ્રેમભાવ ની લાગણી હતી પણ આજે જાણે રાજ પાઠ ભણાવી ગયો હોય. "બધા પુરુષો સરખા હોય." આવી ભાવના ને કારણે રાજલે મનમાં નક્કી કરી લીધું હવે કોઈ સાથે દોસ્તી કે પ્રેમ રાખીશ નહિ બસ હું મારું સારું કરિયર બનાવવા અભ્યાસમાં ખૂબ મહેનત કરીશ.
કોમલ અને રાજલ બન્ને જાણે અભ્યાસ પ્રત્યે રુચિ વધારી દીધી હતી. કોલેજથી પાછી ફરે એટલે ઘરે વાંચવા બેસી જાય. ત્યાં સુધી કે ઊંઘ ન આવે ત્યાં સુધી. સાથે બંનેએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને અલમારી માં મૂકી દિધો હતો. કેમકે ફોન થી તેનું મન ભટકે તેવું બન્ને ઈચ્છતી ન હતી.
કોમલ નું આવું વર્તન જોઈને કમલ સમજી ગયો કે કોમલ મારાથી દૂર રહેવા માંગે છે એટલે તે તેના કામના અને અભ્યાસમાં મન પરોવી લીધું. પણ વિરલ થોડો અલગ પ્રકારનો માણસ હતો તે મનમાં કઈ પણ ધારી લે તે કરવા તેની પાછળ તનતોડ મહેનત કરવા લાગી જાય. રાજલ ને મળવાની તેની ઈચ્છા તેની તરફ વધુ આકર્ષિત કરનારી હતી પણ રાજલ તો કોઈ તરફ નજર પણ કરતી ન હતી. આમ રાજલ નું આવું બદલાયેલું રૂપ જોઈને જાણે વિરલ નું દિલ દુખાયું. તે રાજલ ની બધી વાત થી વાકેફ હોવા છતાં તે એકતરફી પ્રેમ પણ કરવા લાગ્યો હતો.
આખું વાતાવરણ ધીરે ધીરે બદલાઈ ગયું હતું. પ્રેમ, દોસ્તી ભૂલીને અભ્યાસમાં મન લગાવી દીધું હતું. પણ એની વચ્ચે વિરલ રાજલ ને ન મળવાને કારણે બેચેન બની રહ્યો હતો. પણ રાજલ તેને હવે ભાવ પણ આપતી ન હતી.
થોડા દિવસ પછી રવિવાર ની રજાએ રાજલે પોતાનો ફોન લીધો અને ફોન સ્વીચ ઓન કર્યો ત્યાં વિરલ નાં અઢળક મેસેજ પડ્યા હતા. રાજલ એક પછી એક મેસેજ વાંચતી ગઈ અને છેલ્લો મેસેજ વાંચીને તે ગભરાઈ ગઈ. તે મેસેજ હતો.
"ક્યા સુધી તું મને નજરઅંદાજ કરીશ એક દિવસ તો તારે મારી પાસે આવવું પડશે કેમ કે તારા ખરાબ વિડિયો મારી પાસે પણ છે. એટલે મારી પાસે નહિ આવે તો હું બધા વિડિયો વાયરલ કરી દઈશ."
વિરલ આવો હશે તે રાજલે સપનામાં પણ વિચાર્યું ન હતું. પણ આજે તેના મોકલેલા મેસેજ વાંચીને હવે તેને પાકી ખાતરી પણ થઈ ગઈ કે બધા પુરુષો સરખા જ હોય છે. પ્રેમના નામે પોતાની હવસ મિટાવતા હોય છે. પ્રેમ જેવું કંઈ જ છે નહિ.!!
રાજ નો માંડ છુટકારો મળ્યો હતો અને આજે ફરી બીજો રાજ પેદા થયો એમ સમજી ને રાજલ તો જાણે જિંદગી જીવવામાં રસ જ ઉડી ગયો હોય એવું લાગવા લાગ્યું. ફરી તે માનસિક તાણ ભોગવવા લાગી.
બહારથી જ્યારે કોમલ આવી અને રાજલ નો ચહેરો જોઈને બોલી.
રાજલ કેમ તારો ચહેરો ઉતરી ગયો છે.?
કઈ થયું છે.?
રાજલ ને એકવાર કોમલે મુસીબત માંથી બહાર કાઢી આપી હતી એટલે બીજી વખત કોમલ ને કોઈ મુસીબતમા નાખવા માંગતી ન હતી એટલે કહ્યું.
"બસ થોડું માથું દુઃખી રહ્યું છે એટલે.!"
કોમલ ને મનમાં પણ હતું નહિ કે રાજલ ફરી માનસિક તાણ અનુભવવા લાગી છે. ફરી રાજ ની જગ્યાએ વિરલ આવીને ઉભો છે.
તે દિવસે આખો દિવસ રાજલ આરામ કરતી રહી અને બીજે દિવસે સવાર થતાં પણ તે ઊભી થઈ નહિ એટલે કોમલે પૂછ્યું.
રાજલ હવે કેમ છે.?
સારું ન હોય તો આપણે દવાખાને જઈ આવીએ.
મને સારું છે બસ હું આરામ કરવા માંગુ છું. ધીમેથી રાજલ બોલી.
રાજલ ની તબિયત બરાબર નથી એમ સમજી ને કોમલ એકલી કોલેજ જવા નીકળી. કોલેજ ના ગેટ પાસે પહોંચી ત્યારે તેને વિરલ ને જોયો. વિરલ ની નજર ઘણું બધું કહી રહી હતી પણ તે નજર નો નજરઅંદાજ કરીને તે કોલેજમાં પહોચી.
આજે તે એકલી કોલેજ આવી હતી એટલે કમલ ને મળવાનું મન થયું. પણ કમલ તો ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. એટલે કમલ ને મળવાનું ટાળીને તેણે અભ્યાસમાં મન લગાવી દીધું. પણ લાઇબ્રેરીમાં કોમલ બુક લેવા ગઈ ત્યારે કમલ ત્યાં બુક વાંચી રહ્યો હતો. આ જોઈને તેને બોલાવવો યોગ્ય લાગ્યું નહિ એટલે ચૂપચાપ તે બુક લઈને ત્યાંથી નીકળી ગઈ.
કોલેજ ની બહાર નીકળતા જ્યારે ફરી વિરલ ને જોતા કોલમ સમજી ગઈ કે વિરલ કોઈક ની રાહ જોઈ રહ્યો છે. તે પાસે પહોંચી એટલે વિરલ એટલું બોલું.
ઓ... કોમલ... રાજલ ક્યાં છે.? રાજલ નું મારે કામ છે. તેને કહેજે વિરલ યાદ કરી રહ્યો છે.
કટાક્ષ ભાષામાં વિરલ ની વાત સાંભળીને કોમલ એટલું તો સમજી ગઈ કે વિરલ અને રાજલ વચ્ચે કઈક તો બન્યું છે એટલે જ તો વિરલ આવું બોલી રહ્યો છે.
શું હવે કોમલ અને કમલ ની દોસ્તી નો અંત આવી ગયો.? શું રાજ હંમેશા માટે દુનિયા ને અલવિદા કરી દીધી છે. આટલા દિવસ પછી પણ નાથુભાઈ એ પોતાના પૈસા ની માંગણી કોમલ આગળ કેમ કરી નહિ.? રાજ ની જેમ વિરલ પણ રાજલ નો ફાયદો ઉઠાવશે.? શું થશે હવે રાજલ નું જોઇશું આપણે આગળના ભાગમાં...
ક્રમશ...