પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૮ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૮


"પ્રેમ માં પડ્યો, પણ પ્રેમ નથી થતો,
તને પ્રેમ કરું છુ, પણ કહી નથી શકતો,
તારા વિના નથી ગમતુ, પણ તારી સાથે રહી નથી શકતો,
રહું છુ તારી સાથે, પણ પ્રેમ નથી કરી શકતો,
કહેવું છે આટલુજ કે તને હું બહુજ પ્રેમ કરું છુ."

મૂંઝવણ માં મુકાયેલ કમલ એટલું કહી શક્યો.
"હું તને પ્રેમ તો કરું છું પણ અત્યારે પ્રેમ કરતા મારા સપનાં ને મારે પહેલા મહત્વ આપવું પડશે."

ઘણા લોકો એવા હોય છે કે પ્રેમ ખાતર પોતાના સપનાઓ ને મારી નાખતા હોય છે અને પછી પસ્તાવો કરતા હોય છે. પણ આજ એક સજજન માણસ ની નિશાની છે જે પહેલા તેનો પરિવાર એટલે કે સપના ને પહેલું મહત્વ આપે છે અને પછી બીજુ. તે સમજે છે જે જરૂર છે તે પહેલાં કરવું જોઈએ, પ્રેમ તો પછી પણ થઈ શકે.

કમલ ની આ વિચારધારા થી કોમલ ને પોતાની પસંદ પર ગર્વ અનુભવવા લાગી પણ પ્રેમ ન મળ્યો તે બદલ અંદર થી દુઃખી જરૂરથી થઈ હતી તો પણ પોતાનું મન મનાવવા કમલ ને કહે છે.

"તું ભલે અત્યારે મારો પ્રેમ ને સ્વીકાર ન કરે પણ એક દિવસ તું જરૂરથી મારા પ્રેમનો સ્વીકાર કરજે અને તું હંમેશા મારી સાથે રહીશ એવું હું ઈચ્છું છું."

કમલ અને કોમલ હવે પ્રેમ ને ભૂલી ને દોસ્તી ની વાતો કરવા લાગ્યા. વાતો કરતી વખતે કોમલ ઘડિયાળ પર નજર કરતી અને જાણે કઈક ગણતી હોય તેમ હોઠ મલકાવતી હતી. આ જોઈને કમલ સમજી ગયો કે કોમલ પણ આ ઘરની મહેમાન છે એટલે વધુ અહી રહેવું ઉચિત નથી.

કમલ ઊભો થઈને કોમલ ને કાલે કોલેજ માં મળીશું કહીને દરવાજા તરફ ચાલતો થયો. તો કોમલ તેની આગળ વધીને તેણે જાતે દરવાજો ખોલીને બહાર નજર કરી કે કોઈ જાણીતી વ્યક્તિ બહાર ઊભી તો નથી ને. પણ કોઈ હતું નહિ એટલે કમલ ને તરત નીકળી જવા કહ્યું. કમલ દૂર પાર્ક પડેલું સ્કૂટર લઈને ચાલતો થયો.

કમલ પાસેથી જે પ્રેમની અપેક્ષા હતી તે અપેક્ષા પર પાણી ફરી ગયું હતું. જાણે કોમલ નાં બધા અરમાન વહેતા પાણી માં વહી ગયા હોય તેવું લાગવા લાગ્યું અને કમલ નાં ગયા પછી તેના રૂમમાં જઈને પોતાના પર કોસવા લાગી.

"ખોવાઇ એટલું ગયું કે પાછું મળ્યું નહીં

પ્રેમ તો કરી લીધું પણ કહેતા આવડ્યું નહીં

ગમી તો તમે અમને પહેલી નજરમાં જ ગયા હતા.

બસ અમને તમારા દીલ મા પ્રેમ સમાવતા આવડ્યું નહીં"


કોમલ, રાજલ, કમલ અને રાજ આ ચારેય ની જાણે જિંદગી બદલાઈ ગઈ હોય તેમ અભ્યાસ પર ધ્યાન આપવા લાગ્યા હતા આ ચારેય ની વચ્ચે વિરલ અભ્યાસ ની સાથે સાથે બીજી પ્રવુતિ કરતો રહેતો હતો અને હંમેશા એકલો બેસીને વિચાર કરતો રહેતો. તો ક્યારેક તેના મિત્ર કમલ સાથે બેસીને ચા પી લેતો.

બધું બરોબર ચાલતું હતું. તે સમયે રાજલ જ્યારે કોલેજ નાં કેમ્પસ માં બુક વાંચી રહી હતી ત્યારે ત્યાં વિરલ આવી પહોંચ્યો.
વિરલ ને રાજલ ખાસ ઓળખતી ન હતી પણ એટલી ખબર હતી કે કોમલ નાં મિત્ર નો એ મિત્ર છે. જે રીતે વિરલ તેની પાસે આવ્યો હતો તે જોતાં રાજલ સમજી ગઇ કે વિરલ કઈક વાત કરવા માંગે છે.

રાજલ પોતાની બુક ને સંકેલી ને બેગમાં નાખી અને ઊભી થઈને વિરલ ને કહ્યું.
વિરલ કોઈ વાત કરવી છે કે...?

વિરલ બોલ્યો.
રાજલ થોડી વાર નીચે બેસીશ મારે તને એક અગત્યની વાત કરવી છે જે હું ખુદ જ જાણું છું.

રાજલ નીચે બેસી ગઈ અને વિરલ પણ તેની પાસે બેસી ગયો. રાજલ ને અજોગતું લાગી રહ્યું હતું કે આ વિરલ સાથે કોઈ ઓળખાણ કે વાતચીત પણ ક્યારેય થઈ નથી તો કેમ મને અગત્ય ની વાત કરવા આવ્યો છે. હવે રાજલ ને એ વાત જાણવાની જીજ્ઞાશા જાગી એટલે વિરલ ને કહ્યું.
શું વાત છે વિરલ..?

વિરલ આજુબાજુ નજર કરી ને ધીમેથી બોલ્યો.
રાજલ તને ખબર છે રાજ કેમ આટલો સુધરી ગયો.!

ગંભીર બનીને રાજલ બોલી. "ના"..!!

તો સાંભળ કહીને વિરલે આગળ વાત કરી.
મને જ્યારથી તારી અને રાજ વિશે ખબર પડી એટલે મે તમારા બન્ને નાં સંબંધ વધુ જાણવા નો પ્રયાસ કર્યો કેમકે હું રાજ ને જાણતો હતો કે તેના દિલમાં કોઈ પ્રેમ નથી બસ હવસ ભરેલી છે. પણ જ્યારે તમારા બંને વચ્ચે ખબર પડી ત્યારે તમે બંને ખૂબ આગળ વધી ગયા હતા. અને પછી ખબર પડી કે તારી સાથે બ્લેકમેઇલ કરીને બળજબરી કરે છે ત્યારે મે વિચારી લીધું કે આ રાજ ને મારે પાઠ ભણાવવો જ પડશે.

એકચિત્તે સાંભળી રહેલી રાજલ આગળ તેણે શું કર્યું તે જાણવા ઉત્સાહિત થઈ અને વિરલ ને કહ્યું.
પછી આગળ શું થયું.?

વિરલ ફરી આગળ વાત કરતા કહે છે. જ્યારે મારા મિત્ર કમલ ને રાજ દ્વારા માર પડ્યો ત્યારે જ નક્કી કર્યું કે બે દિવસ ની અંદર રાજ ને પણ હું ન મારું તો મારું નામ વિરલ નહિ. બસ બે દિવસ તેનો પીછો કર્યો અને એક સૂનસાન જગ્યા પર તેની આવતી ગાડી રોકીને હું તેને લાકડી વડે મારવા લાગ્યો. મારા મોં પર કપડું બાંધેલું હતું એટલે તે મને ઓળખી ન શકતો. વિચાર તો આવ્યો હતો કે આ હરાની ને અહી જ પૂરો કરી દવ પણ બે વાર લાકડી નાં ઘા કર્યા ત્યાં તો ત્યાંથી બીજી કાર આવતી જોઈને હું મારી બાઈક લઈને ભાગી ગયો. સદનસીબે તે સમયે રાત નો સમય હતો એટલે તે મારી બાઈક નંબર જાણી શક્યો નહિ. બસ પછી તો રાજ સીધો દોર જેવો થઈ ગયો.

વિરલ ની આખી વાત સાંભળીને રાજલ નાં ચહેરા પર સ્મિત આવી ગયું. કોઈએ તો રાજ ને પાઠ ભણાવવો અને સુધારી દિધો. વિરલ નો આભાર વ્યક્ત કરતી રાજલ બોલી.
વિરલ તે જે કામ કર્યું છે તે હું જીદગી ભર નહિ ભૂલું. અને આજ થી તું મારો દોસ્ત.

રાજલે હાથ લંબાઈ દોસ્તી કરવા વિરલ ને કહ્યું. એટલે વિરલે રાજલ ને હાથ મિલાવી તેના દોસ્તી નો સ્વીકાર કર્યો.

મનમાં વિરલ ની ઈચ્છા હતી કે હું કોમલ સાથે એવી દોસ્તી કરું કે હંમેશા અમે સાથે રહીએ. પણ કોમલ તો કમલ સાથે રહેતી હતી અને તે કમલ ને છોડીને તેની પાસે આવી શકે તેમ હતી નહિ એટલે કોલેજ માં મિત્ર વગર નો વિરલે રાજલ સાથે દોસ્તી કરી લીધી. આમ વિરલ કોલેજ ની દરેક ચહેલ પહેલ ને જાણી જતો. એટલે જ તેણે રાજલ ને ફરી નોર્મલ લાઇફ જીવવામાં મદદરૂપ થયો.

વિરલ ને એક વાત ની ખબર હતી કે રાજ ને મારા વિશે ખબર પડશે તો ગમે તે ભોગે બદલો લેશે. એટલે તે રાજ થી થોડો દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો. તો રાજ પણ કોલેજ માં શાંત રહીને તેની પર કોણે હુમલો કર્યો હતો તેની તપાસ હજુ કરી રહ્યો હતો. તે માટે તે રાજલ કરતા તે પોતાની સાથે થયાનો બદલો લેવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યો હતો. અને તેને ખાતરી હતી એક દિવસ હું જરૂર થી મારા પર હુમલો કરનાર વ્યક્તિ ને પકડી ને જ રહીશ અને તેને મારા કરતાં વિશેષ સજા આપીશ.

શું રાજલ અને વિરલ ની મિત્રતા ગાઢ બની રહેશે કે બસ સામાન્ય.? રાજલ ની ખરાબ હાલત રાજે કરી હતી તે જાણ છતાં વિરલે કેમ દોસ્તી સ્વીકારી.? શું રાજ જાણી શકશે કે મારી પર હુમલો કરનાર વિરલ છે.? જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ....