પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૯ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૯

એક જ મુલાકાતમાં જાણે રાજલ તો વિરલ ની દીવાની બની ગઈ હોય તેવું લાગવા લાગ્યું. કેમ કે જિંદગીમાં પહેલી વાર કોઈએ આવી મદદ કરી હતી અને તે પણ નિઃસ્વાર્થ ભાવે એટલે રાજલ નું દિલ થોડું તો વિરલ પર આવી જ ગયું.

"તમારી સાથે જ જોડાઇ ગઈ હોય એવું લાગે છે,
મન તોફાને ચઢે છે તમારી મુલાકાત પછી,
તમારા દિલમાં કોઈ ફૂલ વાવ્યું હોય એવું લાગે છે,
પ્રત્યેક ક્ષણે સાથ મળ્યો છે આપનો,
તમારી જ યાદ જ દિલમાં છવાઇ હોય એવું લાગે છે..!"

કોલેજ જતી વખતે હવે રાજલ તો વિરલ ને જોવા આતુર બની હતી. તેની કાલીઘેલી વાતો તેના માનસપટલ પર છવાઈ ગઈ હતી એટલે વાતો કરવા બેચેન બની હતી. કયારે વિરલ મારી સાથે થોડી વાર વાતો કરવા આવે તે રાજલ રાહ જોવા લાગી.

ત્યાં સામેથી ચાલતો વિરલ ને જોઈને રાજલ હરખાવા લાગે છે પણ સાથે ચાલી રહેલી કોમલ ને કારણે તે સામે ચાલીને વિરલ પાસે જવા માંગતી ન હતી કેમ કે કોમલ એ ઈચ્છતી હતી રાજલ કોઈ સાથે મળ્યા વિના તે અભ્યાસ પર પૂરું ધ્યાન આપે. પણ પહેલે થી રાજલ નું મન ચંચળ એટલે અભ્યાસ તેની પર હાવી કેવી રીતે થઇ શકે. !

વિરલ જ્યારે સામેથી પસાર થયો એટલે રાજલે તેની સામે મીઠી સ્માઇલ કરી ને આંખ ના ઇશારે કઈક કહી દીધું. રાજલ નો એ આંખ નો ઈશારો વિરલ સમજી ગયો એટલે ત્યાં જ ઊભો રહી ગયો. કોમલ જેવી તેના ક્લાસ રૂમમાં પ્રવેશી કે તરત રાજલ પાછી વળીને વિરલ જ્યા ઊભો હતો તેની પાસે આવીને બોલી.

"હું ત્રણ લેક્ચર પૂરા કરીને તને મળું છું. અહી નહિ કોલેજ ની બહાર હો.."
આટલું કહીને રાજલ તેના ક્લાસ તરફ ચાલતી થઈ ગઈ.

ક્લાસ પૂરા કરીને રાજલ કોલેજના ગેટ પાસે ઊભી રહીને વિરલ ની રાહ જોવા લાગી. થોડી જ વારમાં વિરલ ત્યાં પહોંચ્યો એટલે બન્ને બાજુમાં આવેલી ચા ની કેન્ટીનમાં જઈને બેઠા.
રાજલ પોતાના દિલની વાત કહેવા માંગતી હતી પણ હજુ આ બીજી જ મુલાકાત હતી એટલે પ્રેમ નો એકરાર વહેલો થયેલો ગણાશે અને કદાચ વિરલ મારા પ્રેમ નો સ્વીકાર ન પણ કરે એ વિચારથી તે પ્રેમની વાતો કરવાને બદલે દોસ્તીની વાતો કરવાની શરૂઆત કરી. અને બંને વાતો કરવાના મશગુલ થઈ ગયા.

વાતો વાતોમાં ખ્યાલ પણ રહ્યો નહિ કે એક ક્લાક વીતી ગઈ અને નવાઈ ની વાત હતી કે ચા ની કેન્ટીન વાળાએ આ બન્ને જવા માટે પણ કહ્યું નહિ. કદાચ અત્યારે ત્યાં આં બન્ને સિવાય કોઈ હોય નહિ અને કેન્ટીન ગ્રાહક વગર ની રહેતી નથી એવું બતાવવા પણ આ લોકો ને કઈ કહ્યું નહિ હોય. પણ આ એક કલાકમાં રાજલ બે કપ અને વિરલ ત્રણ કપ ચા પી ગયો.

રાજલ નાં ફોનમાં કોમલ નો ફોન આવતા ની સાથે રાજલ સફાળી બેઠી થઇ અને ફોન ઉચકી ને રાજલ કઈ બોલે તે પહેલાં કોમલ બોલી.
ક્યા છે રાજલ તું....?
હું કોલેજનાં ગેટ પાસે તારી રાહ જોવ છું.

રાજલ ચિંતામાં મુકાઇ ગઇ. તે હવે જો કેન્ટીન થી કોલેજનાં ગેટ પાસે જશે તો કોમલ ઘણા સવાલ કરશે અને ડાટશે પણ. એટલે કઈક કરવા તે વિચાર કરવા લાગી. ત્યાં તેને વિચાર આવ્યો જો કોલેજના બીજા ગેટ માથી પ્રવેશી ને પહેલા ગેટ પર બહાર નીકળીશ તો કોમલ મને કંઈ કહેશે નહિ અને હું કહીશ લાઇબ્રેરીમાં બુક વાંચતી હતી.

આવજે કહીને રાજલ ચાલવા લાગી. કોલેજના બીજા ગેટમાં દાખલ થઈને પહેલા ગેટ પાસે પહોંચી જ્યાં કોમલ તેની રાહ જોઈ રહી હતી. પણ કોમલે કોઈ સવાલ કર્યા નહિ અને બન્ને ઘરે જવા પોતાની સ્કુટી લઈને નીકળી પડ્યા.

રાત્રે સૂતી વખતે રાજલ જ્યારે કોમલ પાસે બેસી એટલે તેને વિરલ સાથે દોસ્તી ની વાત કરવાનો વિચાર આવ્યો પણ હમણાં જ મે અભ્યાસમાં મન લગાવ્યું છે અને મન ફરી ભટકશે એમ કોમલ સમજ છે. વિરલ સાથે ની દોસ્તી નો અંત અહી જ આવી જશે. તો કોમલ પણ એવું જ વિચારી રહી હતી તે પણ કમલ સાથે ની દોસ્તી રાજલ ને કહેવા માંગતી હતી. પણ રાજલ નું જીવન અભ્યાસ તરફ લાવવાના હેતુથી તે કમલ સાથે ની દોસ્તી છૂપાવવા માગતી હતી આમ બંને પોતાના દિલના રહેલી વાતો એકબીજાને કહેવું ઉચિત લાગ્યું ને બને બુક વાંચવામાં મશગુલ થઈ ગયા.

મોડી રાત સુધી બુક વાંચીને બન્ને સૂઈ ગયાં. પણ રાત્રીના બે વાગ્યે રાજનો ટેકસ મેસેજ આવ્યો. પહેલો મેસેજ માં રાજલ જાગી નહિ પણ પછી ઉપરા ઉપરી ચાર પાંચ મેસેજ ની ટોન વાગી એટલે રાજલે ફોન હાથમાં લઈને મેસેજ વાંચવા લાગી. મેસેજ વાંચવાની સાથે જ આખમાં રહેલી ઊંઘ ઊડી ગઈ તે ઊભી થઈ ને બેચેન બનીને ને આમતેમ ચક્કર મારવા લાગી જાણે તે વિચારે ચડી હોય.

થોડી વાર વિચારે ચડીને પછી ફરી બેડ પર પડી પણ ઊંઘ જાણે રાજ નાં ટેકસ મેસેજે લઈ લીધી હોય તેમ જાગતી જાગતી વિચાર કરતી રહી અને સવાર પડી ગયું.

સવાર થયું એટલે કોમલ તો ઉઠી ને તૈયાર થઈ ગઈ. પણ રાજલ હજુ પથારી માં પડી હતી.
એક વાર કોમલે કહ્યું.
ઉઠી જા રાજલ... કોલેજ જવાનું મોડું થશે.!
પણ જાણે રાજલે નથી ઉઠવું એવું મન બનાવી લીધું હતું.
તૈયાર થયા પછી કોમલ તેની પાસે બેસીને તેનો હાથ પર અને ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો એ જોવા માટે કે રાજલ ની તબિયત તો બરાબર છે ને.!

રાજલ ની તબિયત બરાબર હતી તો પણ આજે ન ઉઠવાનું કોમલે કારણ પૂછ્યું. એટલે રજલે જવાબ આપતા કહ્યું.
આજે મારું મૂડ નથી તું એકલી કોલેજ નીકળી જા.

રાજલ આવું ઘણી વખત કરતી આવી છે એટલે કોમલે વધુ કઈ કહ્યું નહિ અને તે એકલી કોલેજ જવા નીકળી. આમ તે રાજલ વગર કોલેજ જવા માંગતી હતી. તેનું કારણ હતું તે કમલ ને મળવા માંગતી હતી.

કોમલ તો સ્કુટી લઈને નીકળી ને કોલેજ પહોચી. કોલેજ પહોંચતા ની સાથે કોમલે કમલ ને ફોન કરીને પૂછ્યું.
કમલ તું ક્યા છે.?
કમલ કોલેજ તરફ જ આવી રહ્યો હતો અને તે ટ્રાફિક માં ફસાયો હતો બસ એટલું બોલ્યો.
હું રસ્તામાં છું કોલેજ આવી રહ્યો છું.

કોલેજના ગેટ પાસે કોમલ તો કમલ ની રાહ જોવા લાગી પણ કમલ હજુ સુધી આવ્યો નહિ. કોલેજ ના લેક્ચર પણ શરૂ થઈ ગયા હતા. કોઈ જોઈ જશે ગેટ પર એ વિચાર થી તે કોલેજ ની બહાર નીકળી ને કમલ ની રાહ જોવા લાગી. તેટલામાં કમલ ત્યાં આવી પહોંચ્યો.

કમલ નાં આવતા ની સાથે કોમલે કહ્યું.
તું તારું સ્કૂટર અહી પાર્કિગમાં પાર્ક કરી દે આપણે મારી સ્કુટી લઈને કોઈક સારી જગ્યાએ જઈએ.!

આજે શનિવાર હતો એટલે બે થી ત્રણ લેક્ચર હોય તે પણ બહુ જરૂરી નહિ એમ સમજીને કોમલ ની વાત નો સ્વીકાર કરીને કમલે પોતાનું સ્કૂટર પાર્કિગમાં પાર્ક કરીને કોમલ ની સ્કુટી પાછળ બેસી ગયો.

કોમલ આ શહેર થી હજુ અજાણ હતી અને તે કોઈ સારી જગ્યાએ જવા માંગતી હતી એટલે કમલ ને કહ્યું.
આજે આપણે કોઈ સારી જગ્યાએ જઈએ જ્યાં આપણે મુક્ત મનની વાતો કરી શકીએ.

ચાલ હું રસ્તો બતાવું છું તે તરફ તું હંકારતી જા.
કોમલ તો કમલ જે રસ્તો બતાવતો હતો તે તરફ સ્કુટી ને હંકારવા લાગી.

વિરલ અને રાજલ નો પ્રેમ પાંગરશે.? શું ફરી રાજલ ને રાજ પોતાનો શિકાર બનાવશે.? રાજ નો એવો તે શું મેસેજ હતો જેનાથી તેણે કોલેજ જવાનું ટાળ્યું.? કમલ અને કોમલ આખરે ક્યાં જશે અને બન્ને વચ્ચે શું થશે.? એ બધું જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ...