પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૯ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૯

સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે,
બાકી જિંદગીમાં તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે..

રાજલ જે કરે તે તેની જિંદગી છે એમ માની ને કોમલ ભૂલી ગઈ અને રાત્રે વાંચતી વાંચતી સૂઈ ગઈ. મોડે સુધી વાંચતી રહી એટલે સવારે ઊંઘ ઉડી નહિ.

સૂતી રહેલી કોમલ પાસે રાજલ આવીને માથા પર હાથ ફેરવતા બોલી.
કોમલ ઉઠી જા.....
કોલેજ જવાનું મોડું થઈ રહ્યુ છે.!

કોમલ જ્યારે આવી હતી ત્યારે એક બે દિવસ આવી રીતે રાજલ વ્હાલ કરતી ઉઠાડી રહી હતી પણ રાજ ના આવવાથી બન્ને વચ્ચે સવાર નો લાગણીસભર પ્રેમ વિસરાઈ ગયો હતો પણ આજે ફરી રાજલ નો આવો પ્રેમ જોઈને કોમલ તેને ગળે વળગી ગઈ.

બન્ને તૈયાર થઈને કોલેજ પહોંચ્યા જાણે રાજ પહેલેથી રાજલ ની રાહ જોતો હોય તેમ કોલેજ નાં ગેટ પાસે ઊભો હતો. રાજ ને જોઈને રાજલે સ્કુટી ઊભી રાખી ત્યાં રાજ બોલ્યો.

"ચાલ રાજલ ફરવા જઇએ."
રાજ સાથે રાજલ હમેશા સમય પસાર કરવા માંગતી હતી અને ફરી રાજે સામે ચાલીને ફરવાનું કહ્યું એટલે સ્કુટી કોમલ ને આપીને રાજલ રાજ ની કોલેજ નાં ગેટ બહાર કાર પડી હતી તેમાં જઈને બેસી ગઈ.

ફરી આજે રાજ તેના ફાર્મ હાઉસમાં રાજલ ને લઈ ગયો. અને ગઈ કાલ ની જેમ આજે પણ બન્ને વચ્ચે રોમાન્સ સાથે શારીરિક સંબંધ બંધાયો. ગઈ કાલે રાજલ ને પીડા થઈ હતી તો પણ તે આજે તૈયાર થઈ ગઈ એ વાત થી રાજ બહુ ખુશ હતો. તે સમજી ગયો કે રાજલ હવે મારી ગર્લ ફ્રેન્ડ નહિ પણ મારી દાસી બની ગઈ છે હું જેમ કહીશ તેમ કરી શકીશ.

રાજ સાથે રાજલ ફરવા નીકળી ગઇ એટલે કોમલ કોલેજના ક્લાસ પૂરા કરીને કોલેજના ગાર્ડનમાં બેસીને બુક વાંચવા લાગી તેને ખબર હતી કાલ નાં સમયે જ રાજલ આવશે એટલે એમ જ રાહ જોવા કરતા શાંતિ થી બુક વાંચવી યોગ્ય છે.

કોમલ શાંતિ થી બુક વાંચી રહી હતી ત્યાં કાલે જે યુવાન તેની પાસેથી વીરગાથા બુક વાંચવા માટે લઈ ગયો હતો તે યુવાન ત્યાં આવીને ઊભો રહી ગયો. કઈ બોલ્યો નહિ બસ કોમલ તેની સામે જુએ તેની રાહ જોવા લાગ્યો.

ઘણો સમય એમ જ તે યુવાન ઊભો રહ્યો પણ વાંચવામાં મસગુલ બનેલી કોમલ નું ધ્યાન પણ હતું નહિ કે તેની પાસે કોઈ આવીને ઊભું રહ્યું છે.

સતત વાંચવાથી આપણી આંખો ખેંચાતી હોય છે તેમ કોમલ ની બુક પર વાંચતી વખતે આંખો માં થાક જેવું લાગ્યું એટલે તેણે બુક બંધ કરીને આજુબાજુ નજર કરી. ત્યાં તની નજર બાજુમાં ઉભેલ યુવાન પર પડી.

કોમલ કઈ વિચારે તે પહેલાં પેલા યુવાને કોમલ ના હાથમાં બુક આપીને આભાર વ્યક્ત કર્યો. તે કઈક કહેવા માંગતો હતો પણ કઈ બોલ્યો નહિ બસ બુક આપીને તે ચાલતો થયો.

આટલો સજજન માણસ ને કોમલ પહેલી વાર આ શહેરમાં જોયો હતો એટલે તે યુવાન દૂર નીકળી જાય તે પહેલાં તેને સાદ કર્યો.
ઓ... મિસ્ટર..
તમે અહી આવશો.?

કોમલ ના અવાજથી તે યુવાન ને પાછું વળીને જોયું તો કોમલ પોતાના હાથ વડે તેને બોલાવી રહી હતી. ધીમે પગલે તે યુવાન કોમલ તરફ આગળ વધ્યો.

તે યુવાન કોમલ પાસે આવ્યો એટલે કોમલ હસીને બોલી.
"બુક વાંચી તેનું મહેનતાણું તો આપતા જાવ."!!

કોમલ ની આ વાત તે યુવાન સમજી શક્યો નહિ પણ તેને લાગ્યું કોમલ પૈસા માંગી રહી છે એટલે પોકેટ બહાર કાઢીને પૈસા કાઢવા જાય ત્યાં કોમલ બોલી.

"તમે સજજન એટલે સજજન જ રહ્યા. !
હું મહેનતાણું એટલે પૈસા નહિ પણ વસ્તુ સામે વસ્તુ માંગી રહી છું."

તે યુવાન હજુ કઈ સમજી શક્યો નહિ તો પણ તેણે કોમલ ને કહ્યું.
"બોલો તમારે શું વસ્તુ જોઈએ છે.?"

કોમલ ને આ માણસ ગામડા નો માણસ હોય તેવું લાગ્યું પણ જે રીતે તેણે એક રાત ની અંદર તેણે આપેલી બુક વાંચી નાખી તે એક નવાઈ ની વાત હતી. તો પણ કોમલ ને જે જોઈતું હતું તે માંગી લીધું.

"બુક માં બદલામાં એક કપ ચા મળશે.?"

ચાલો ઊભા થાવ અત્યારે જ આપને બાજુમાં આવેલ કેન્ટીન માં ચા પીવા પીવડાવી દવ.

બન્ને કોલેજ ની બાજુમાં આવેલ ચા ની કેન્ટીન જઈને બેઠા.
હાથ લંબાવી ને કોમલે પોતાનો પરિચય આપ્યો.
સામે તે યુવાને પોતાનો પરિચય આપતાં પોતાનું નામ કહ્યું.
હું કમલ છું અને દ્વારકા બાજુના ગામડા માંથી આવું છું.

ચા પીતા પીતા બન્ને વચ્ચે ઘણી વાતો થઈ અને આ બન્ને ની વાતો થી બન્ને વચ્ચે ચા પીતા પીતા દોસ્તી પણ થઈ ગઈ.
કોમલ ને કોઈ ફ્રેન્ડ હતો નહિ તેમ કમલ ને પણ કોઈ ફ્રેન્ડ હતી નહિ ઉપરથી બન્ને ગામડે થી આવલા અને સ્વભાવે શાંત એટલે દોસ્તી થવામાં વાર લાગી નહિ. હજુ કોમલ અને કમલ વચ્ચેની વાતો ચાલી રહી હતી ત્યાં રાજલ નો ફોન આવ્યો. રાજલ ફોન પર બોલી.
"હું આવી ગઈ છું તું ગેટ પર આવી જા."

કમલ ને આવજો કહીને ફટાફટ કોમલ કોલેજ ના ગેટ પાસે પહોંચી જ્યાં રાજલ ઊભી હતી. પણ તે સ્કુટી પર સવાર હતી. તેણે સ્કુટી ને બાજુમાં ઊભી રાખીને તે ત્યાં ઉભી હતી. કોમલ પાસે આવી એટલે તેના હાથમાં ચાવી આપીને કહ્યું.
"લે કોમલ આજે તું સ્કુટી ચલાવ."

આજ સુધી કોમલે ક્યારેય સ્કુટી ચલાવી હતી નહિ એટલે રાજલ ને કહ્યું.
રાજલ મને ક્યાં સ્કુટી ચલાવતા આવડે છે. !

"ન આવડતી હોય તો પણ સ્કુટી તારે ચલાવવી પડશે."
જાણે કે રાજલ કોઈ પીડા સહન કરી રહી હોય તેવા અવાજે બોલી.

રાજલ થાકી ગઈ હશે એમ સમજી ને કોમલે હિંમત કરીને સ્કુટી સ્ટાર્ટ કરીને ધીરે ધીરે ચલાવવા લાગી. કોમલ પાસે જબરી હિંમત હતી. તે માનતી હતી. "જો આપણી પાસે ડર ન હોય ને તો આપણે બધું જ કરી શકીએ."
સ્કુટી સીખી જવામાં જરાય પણ વાર લાગી નહિ તેનું કારણ હતુ તેણે અત્યાર સુધી સાઇકલ ચલાવી હતી. કોમલ ની પાછળ બેઠેલી રાજલ એક સરખી બેઠી રહી ન હતી આમ તેમ પોતાનું શરીર હલાવીને સ્કુટી કંટ્રોલ બહાર લાવી રહી હતી. કોમલ વારે વારે કહેતી.
રાજલ સરખી બેસ ને....!
તને ખબર છે ને મને સ્કુટી નથી આવડતી.

માંડ માંડ કરીને કોમલે સ્કુટી ને ઘરે પહોંચાડી દીધી. કોમલ સ્કુટી પાર્ક કરીને ઘર ની અંદર દાખલ થઈ. ધીમે પગલે રાજલ ને ચાલતી જોઈને કોમલ બોલી.
રાજલ કેમ આવી રીતે ચાલે છે.?
તને કઈ થયું તો નથી ને..!

પાછળ નજર કરીને હોઠ પર આંગળી રાખીને રાજલે ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

ફ્રેશ થઈને રાજલ આવી એટલે તેની પાસે જઈને કોમલ બોલી.
રાજલ તું ઠીક તો છે ને..?

આજે પહેલી વાર વિશ્વાસ આપીને રાજલ બોલી.
રાજે મને આજે અતિચય પીડા આપી. હું નાં પાડતી હતી તો પણ તે મારી પર બળજબરી કરતો રહ્યો. મારું બ્લિડિંગ પણ કામ કરતા વધુ ચાલુ થઈ ગયું હતું. તો પણ તે મને સમજી શક્યો નહિ. આટલું કહીને રાજલ રડવા લાગી.

રાજલ એક કામ કર તું રાજ ને ભૂલી જા. એજ તારા માટે સારું રહેશે. અને તું કહે તો આપણે તેની સામે એક્શન લઈએ. એટલે ક્યારેય આવું કરે નહિ. કોમલ સમજતી હતી રાજલ જ સામે ચાલીને ગઈ હતી એટલે રાજ નો બધો વાંક કાઢવો યોગ્ય નહિ.

શું કોમલ અને કમલ ની દોસ્તી વધુ મજબૂત બનશે.? શું રાજલ ફરી રાજ સાથે શારીરિક બાંધશે.? શું રાજલ હવે રાજ ને ભૂલી જશે.? શું રાજલ અને કોમલ સાથે મળીને રાજ સામે એક્શન લેશે. ? બધું જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ....