પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૧ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૧

પ્રેમ ની રીત કેટલી બદલાઇ ગઇ,
એક ક્ષણમાં જીદગી બદલાઈ ગઈ,
પ્રેમ તો રહ્યો નહિ આ જીવનમાં,
હવસ નો દબદબો ફેલાતો ગયો,
કોણ કોણ છે કેવું આ દુનિયામાં,
જાણવા જીદગી મારી ખર્ચાઈ ગઈ,
પ્રેમ કર્યો હતો પ્રેમ માટે મે આજે,
દિલ નું આજે કચડઘાણ થઈ ગયું..!

રાજલ સાથે જે ઘટના બની હતી તે કોમલ ને સંભળાવે છે.

ગઈ રાત્રે અચાનક રાજ મો ટેકસ મેસેજ આવ્યા. તેમાં લખ્યું હતું જો તું કાલે મને મળવા નહિ આવે તો તારી સાથે માણેલ અંગત પળો નો વિડિયો હું આ શહેરમાં વાઇરલ કરી દઈશ અને પછી તારા માટે એક જ રસ્તો રહેશે તે છે મરી જવું.

રાજ નો આ મેસેજથી હું આખી રાત ઊંઘી પણ નહિ. હું એમ વિચારતી હતી કે રાજ સુધરી ગયો પણ કુતરા ની પુછડી ક્યારેય સીધી થતી જ નથી.

આગળ જાણવા માટે કોમલ બોલી.
પછી શું થયું રાજલ.?

તું કોલેજ જવા નીકળી ત્યારે પણ હું સૂતી હતી પણ રાજ નો ફોન આવ્યો એટલે સફાળી જાગી. પહેલા તેનો કોઈ ફોન રિચીવ કર્યો નહિ. ફોન મે રીચીવ કર્યો નહિ એટલે તેણે ફરી મેસેજ કર્યો. અત્યારે હું બહાર તારી રાહ જોવ છું જો તું નહિ આવીશ તો હું તારા વિડિયો વાયરલ કરી દઈશ. આવી ધમકી થી હું ડરી ગઈ અને હાથ મો ધોઈ ને મમ્મી ને કહેતી ગઈ.
કોલેજ ના કામથી હું બહાર જાવ છું.

રાજે મને કાર માં બેસાડી અને દર વખતે મને તેના ફાર્મ હાઉસમાં લઈ જાય છે તેમ આજે પણ તે તેના ફાર્મ હાઉસમાં લઈ ગયો અને મારી સાથે બળજબરી પૂર્વક સેક્સ કર્યો. આવું તો ઘણી વાર તેણે કર્યું છે પણ આજે પાછળ થી બીજો કોઈ યુવાન તેની સાથે આવ્યો હતો પણ તેના મો પર કપડું બાંધેલું હતું એટલે હું તેને ઓળખી શકી નહિ પણ તેના છાતી નાં ભાગ માં એક લાલ કલારનું ત્રિશૂળ નું ટેટૂ હતું જે મે જોયું હતું. તે યુવાને પણ મારી પર રેપ કર્યો.

હું કઈ જ કરી શકી નહિ અને ચૂપચાપ તેનો શિકાર થઈ. આજે નહિ હું ઘણી વખત રાજ નો શિકાર થઈ ચૂકી છું. તે મારા વિડિયો ક્યાંક વાયરલ કરી દેશે એ બદનામી થી હું અત્યાર સુધી સહન કરતી આવી છુ. પણ આજે હદ થઈ. તે એકલો મારી પર બળજબરી કરતો તે બરોબર પણ આજે તેનો એક મિત્ર આવ્યો કાલે એક પછી ઘણા મિત્રો આવીને મારી પર તૂટી પડશે તે પહેલાં તો મારે મરી જવું સારું. પણ મરવા માટેની હિંમત ક્યાંથી લાવવી આટલું કહીને રાજલ રડવા લાગી.

રાજલ ની આખી ઘટના સાંભળીને કોમલ તો લાલઘૂમ ગઈ. તે અત્યારે જ રાજ નું ખૂન કરવાનો નિર્ધાર બનાવી લીધો. ગુસ્સામાં ને ગુસ્સામાં કોમલ ઊભી થઈને રાજ ને મારવા રૂમમાંથી બહાર નીકળે છે ત્યાં રાજલ નાં મમ્મી બોલ્યા.
કોમલ બેટા ક્યાં ચાલી.?
"તમારા બંને માટે નાસ્તો બનાવ્યો છે તે જમી લો."

મન ને થોડું શાંત કરીને કોમલ રસોડા તરફ આગળ વધી ને ત્યાં મુકેલ બે પ્લેટ નાસ્તો લઈને રાજલ પાસે આવીને કહ્યું.
રાજલ સવારનું તે કંઈ ખાધું નથી એટલે થોડો નાસ્તો કરી લે. અને હવે ચિંતા છોડી દે. આજ પછી રાજ આ શહેરમાં જોવા પણ નહિ મળે.

રાજલ વિચારમાં પડી ગઈ. કોમલ જિદ્દી સ્વભાવની છે તે રાજલ ને ખબર હતી તે કઈક કરી બેસશે તે પણ ખબર હતી એટલે કોમલ ને અત્યારે શાંત કરવા તેને પાસે બેસાડે છે અને બંને નાસ્તો કરવા લાગી જાય છે.

નાસ્તો કર્યા પછી ફરી કોમલ ઊભી થાય છે ત્યારે રાજલ સમજાવે છે.
કોમલ તું એવું કંઈ જ કરીશ નહિ જેનાથી તારા પરિવાર કે તારું ભવિષ્ય બરબાદ થઈ જાય. હું ઈચ્છું છું આપણે પોલીસ ફરિયાદ કરીએ અને રાજ ને જેલ ભેગો કરીએ.

કોમલ તો રાજ વિશે જાણી ગઈ હતી. તે કેટલો પૈસાવાળો અને તેની ઉચી પહોંચ છે તે જાણતી હતી. એટલે જો પોલીસ ની મદદ લેવા જઇશું તો તે ઉલટાનું આપણી પર આરોપ નાખશે અને આપણ ને ચૂપ કરાવી દેશે પછી આપણા થી કઈ જ નહિ થાય એટલે રાજલ તું ચિંતા કર નહિ હું રાજ ને જોઈ લઈશ.

હજુ ફરી એકવાર કહું છું કોમલ. તું એવું કોઈ કામ કરીશ નહિ જેનાથી આપણા પરિવાર ને નુકશાન થાય.

"જે થવાનું હતું તે થઇ ગયું,
પણ તું હીંમત રાખજે..
દુનિયા બહુ જ મતલબી છે,
પણ તું હીંમત રાખજે..
ડગલે ને પગલે મુશ્કેલીઓ આવશે,
પણ તું હીંમત રાખજે..
તું હીંમતવાન તો છો જ,
છતાં પણ તું હીંમત રાખજે.."

વાત વિચારવા જેવી કોમલ માટે હતી. કેમકે કોમલ પોતાનું કેરિયર બનાવવા આવી હતી અને ગરીબ પરિવાર ને તે કોઈ મુશ્કેલીમાં મુકવા માંગતી ન હતી એટલે તે કોઈ એવું કામ કરવાનું વિચારવા લાગી કે લાકડી પણ તૂટે નહીં અને સાપ પણ મરી જાય.

તે દિવસે રાજલ નાં કહેવાથી કોમલ ચૂપ રહી પણ અંદર થી વિચારતી રહી કે રાજ ને દૂર કરવો જ પડશે પછી ભલે કોઈ પણ રસ્તો લેવો પડે. આજે રાજલ શિકાર થઇ રહી છે કાલે કોઈ બીજી છોકરીઓ શિકાર થશે એ પહેલાં તેને તેની સજા આપવી જ રહી.

રાજલ પણ વિચારી રહી હતી. કે જ્યાં સુધી હવે રાજ મારી લાઇફ માંથી દુર નહિ થાય ત્યાં સુધી હું ઘરની બહાર પગ પણ મૂકીશ નહિ.

કોમલ આખી રાત વિચારતી રહી ત્યારે તેને રાજ ને દુનિયા થી દૂર કરવાનો રસ્તો મળ્યો.

સવાર થયું પણ આજે તો રવિવાર હતો એટલે કોલેજ જવાનું ન હોય અને કોમલ ને તો બહાર જવાનું હતું તો કેવી રીતે જવું તે મૂંઝવણ ભર્યું હતું. તો પણ લાઇબ્રેરીમાં એક બુક લેવા જવું છે એમ રાજલ નાં મમ્મી ને કહીને બહાર જવાની પરવાનગી લીધી.

અભ્યાસ માટે નું કોઈ પણ કામ હોય તો ભલા કોણ નાં પાડે અને ઉપરથી રાજલ નાં મમ્મી નો સ્વભાવ એકદમ સરળ, વધુ બોલવું નહિ, બાળકો જે કરે તે કરવા દેવાનું, તેની જરૂરિયાત પર ધ્યાન આપવાનું આવી સમજ બહુ હતી એટલે એમ કહીએ તો રાજલ અને કોમલ ને ઘરે થી છૂટછાટ હતી.

લાઇબ્રેરી નાં બહાને કોમલ બહાર નીકળી અને તેણે કમલ કે વિરલ નો સહારો લીધો નહિ પણ તે પહોંચી ગઈ એક એવા વિસ્તારમાં જ્યાં જુગાર, દારૂ, દેહવેપાર જેવા ધંધાઓ ચાલતા હતા. ત્યાં તે એક હિસ્ટી ચીટર નામશીન એવા નાથુભાઈ ને મળવા પહોંચી ગઈ.

નાથુભાઈ વિશે કોમલ ને ત્યારે ખબર પડી હતી જ્યારે સ્કૂલ ની અંદર બે યુવાનો વચ્ચે મોટો ઝગડો થયો હતો અને તે વખતે એક યુવાને નાથુભાઈ નું નામ લઈને કહ્યું હતું.
"જો હું નાથુભાઈ ને કહીશ તો તારું જીવવું મુશ્કેલ નહિ પણ દુનિયા થી અલવિદા કરી દેશે."
ત્યારે કોમલ ને નાથુભાઈ વિશે ખબર પડી હતી અને ત્યાર પછી તે ક્યાં રહે છે તે પણ જાણી લીધું હતું. પણ પાક્કુ એડ્રેસ મળ્યું ન હતું બસ એટલી ખબર હતી કે તે ઝૂંપડપટ્ટી ની બાજુનાં વિસ્તારમાં રહે છે.

નાથુભાઈ નું એડ્રેસ પૂછતી પૂછતી કોમલ આખરે તેના ઘર સુધી પહોંચી ગઈ. જેવું નામ હતું તેવું તેનું ઘર હતું નહિ. એક નાનો દરવાજો અને તેની અંદર પણ એક દરવાજો પસાર કરતી કોમલ તે જે ઓરડીમાં હતો તે ઓરડી પાસે પહોંચી. ત્યાં પહોંચતા તેણે અંધારા અને ચાર પાંચ માણસો પાસેથી પસાર થઈને પહોંચી હતી.

શું હવે રાજલ કોલેજ નહિ જઈ શકે
? નાથુભાઈ ને મળવા કોમલ શા માટે ગઈ હતી.? રાજ ને સજા આપવા કોમલ શું કરશે.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ.