પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૨ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૨

રાજે પોતાની હવસ મીટાવી ને રાજલ ને કોલેજ મૂકીને તે ત્યાંથી નીકળી ગયો. રાજલ ક્લાસ ની અંદર દાખલ થઈ નહિ અને બહાર ઊભી રહીને કોમલ ને ફોન કર્યો.
ક્લાસ ચાલુ હતો અને ફોન વાઈબ્રેટ થયો એટલે કોમલે પર્સ માંથી ફોન કાઢીને જોયું તો રાજલ નો ફોન હતો. ચાલુ ક્લાસમાં ફોન કટ કરીને કોમલ બહાર નીકળી. તે સમજી ગઈ કે રાજલ ની તબિયત બરાબર નહિ હોય એટલે ફોન કર્યો હશે.

આમતેમ નજર કરીને રાજલ ને શોધતી કોમલ પાર્કિંગ તરફ આગળ વધી. પાર્કિંગ પહેલાં કોલેજના ગાર્ડન આગળ બેન્ચ પર રાજલ ને બેઠેલી જોઈને તેની પાસે પહોંચી.
"કેમ રાજલ તબિયત બરાબર નથી કે શું.?"

હા.. મને ફરી દુખાવો થવા લાગ્યો છે ચાલ મને ઘરે મૂકી જા.

પાર્કિંગ સુધી હાથ પકડીને રાજલ ને કોમલ લઈ ગઈ અને સ્કુટી પાછળ બેસાડીને ઘરે જવા રવાના થઈ. રસ્તામાં ડો. પુષ્પા રાઠોડ નું ક્લિનિક આવતા જ કોમલ ને થયું ફરી રાજલ ને ડોક્ટર પાસે બતાવવું યોગ્ય રહેશે. એટલે રાજલ ને ધીમે ધીમે હાથ પકડીને ડો. પુષ્પા રાઠોડ ના ક્લિનિક માં દાખલ થઈ.

ડૉ. પુષ્પા રાઠોડે રાજલ ને પોતાના કેબિન માં બોલાવી અને ચેકઅપ રૂમમાં જઈને રાજલ નું ચેકઅપ કરીને બહાર આવ્યા. આવતા ની સાથે ડો. પુષ્પા રાઠોડ ગુસ્સે થઈ ને બોલ્યા.

"તમને કઈ ભાન છે કે નહિ હજુ તકલીફ હતી તો પણ રાજલે આવું કર્યું."

ડૉ. પુષ્પા રાઠોડ ની વાત સાંભળીને કોમલ શોકી ગઈ. તરત વિચાર આવ્યો.
શું આજે પણ રાજલે રાજ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હશે.?
અહી રાજલ સાથે કોઈ સવાલ કરવા યોગ્ય લાગ્યા નહિ એટલે કોમલે ડો. પુષ્પા રાઠોડ ને કહ્યું.

જે થયું તે આની સારવાર કરો.
હળવે થી કોમલ બોલી.

ડો. પુષ્પા રાઠોડે ફરી રાજલ ને ચેતવી અને દવા લખીને આરામ કરવાનું કહ્યું.

રાજલ અને કોમલ ઘરે પહોંચ્યા પછી રાજલ ને કોમલ તેના બેડરૂમમાં સુવડાવી અને રાજલ ને ધમકાવવાનું શરુ કરી દીધું.

તને કઈ ભાન છે કે નહિ રાજલ.
આટલી હદ સુધી તું રાજ નાં વસ માં થઈ ગઈ અને જો તારી હાલત જો.
પરિવાર ને શું જવાબ આપીશ.?
આજ પછી હવે તું રાજ ને ક્યારેય નહિ મળે. અને જ્યાં સુધી સંપૂર્ણ ઠીક નહિ થઈ જાય ત્યાં સુધી તું કોલેજ નહિ આવે. સમજી ને....!! આટલું સમજાવી ને કોમલ તે રૂમ માંથી બહાર નીકળી ને રાજલ ના મમ્મી રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યાં જઈને તેમને વાત કરતા કહ્યું.

"આંટી રાજલ ની તબિયત સારી જ છે પણ તેણે થોડું ધ્યાન રાખ્યું નહિ એટલે વિકનેસ આવી ગઈ છે. તેમને થોડા દિવસ આરામ કરવા દેજો."

રાજલ ના મમ્મી સાવ ભોળા હતા અને રાજલ પાછળ તેણે ક્યારેય સમય લીધો ન હતો. બસ રાજલ જે કરતી તે કરવા દેતી. એટલે જ રાજલ આજ સુધી છુટ થી રહે છે.

કોમલ પોતાના રૂમમાં જઈને વિચારવા લાગી. હવે તો રાજ નું કઈક કરવું જ પડશે નહિ તો આ રીતે રાજલ ની જીંદગી ખરાબ કરી નાખશે. પણ કઈક કરવા વિચારે છે ત્યાં તેને તેની કારકિર્દી સામે આવી જાય છે તે ઈચ્છતી નથી મારું એક ખરાબ કામ મારી કારકિર્દી ની ખતમ કરી નાખે. એટલે હજુ આ બાબતે સમય લેવાનું નક્કી કર્યું.

કમલ પોતાનું સ્કૂટર લઈને કોમલ ની ઘર પાસેના બસ સ્ટોપ પર ઊભો રહીને કોમલ ની રાહ જોવા લાગ્યો. કોમલ ને જોઈને કમલ ના ચહેરા પર સ્મિત આવી ગયું. કમલ ને જોઈને કોમલ પણ સહેજ મલકાઈ. જાણે બન્ને વચ્ચે હવે ચહેરાઓ વાતો કરવા લાગ્યા હોય તેઓ બન્ને ના ચહેરા ના હાવભાવ બતાવી રહ્યા હતા.

કમલ પાસે આવીને સ્કૂટર પાછળ બેસી ગઈ. પિતાનું ફટફટયું સ્કૂટર ચાલુ કરીને કમલે ધીરે ધીરે ચલાવવું શરૂ કર્યું. કમલે સ્કૂટર ને કોલેજ તરફ જવા આગળ વધે છે ત્યાં કોમલ કહે છે.
યાર આજે કોલેજ થોડા મોડે થી જઈએ. તે પહેલાં આપણે બંને કોઈ સારી જગ્યાએ જઈને થોડી વાર બેસીએ.!!

કોમલ ની વાત કમલ ને પસંદ આવી પણ તે પણ કોમલ ની જેમ અભ્યાસમાં રુચિ ધરાવતો હતો એટલે તે પહેલો લેક્ચર મિસ કરવા માંગતો ન હતો એટલે કોમલ ને કહ્યું.
"કોમલ આપણે અત્યારે કોલેજ જઈએ. ચાર લેક્ચર લઈને તું અને હું કોલેજ બહાર આવી જઈશું પછી તું કહે ત્યાં જઈશું."

કમલ ની વાતમાં હા પરોવીને કોમલ હવે આગળ કશું બોલી નહિ અને બન્ને કોલેજ પહોંચ્યા.

કોલેજ ના ચાર લેક્ચર પૂરા કરીને બન્ને એક સાથે પોતાના કલાસ માંથી બહાર આવ્યા અને સ્કૂટર લઈને નીકળી ગયા.
કોમલ કઈ બોલે તે પહેલાં કમલ કહે ચાલ આજ તને કાકરિયા તળાવ લઈ જાવ.
કમલ ના કાનના કોમલ બોલી.
હા, ભલે જેમ તને સારું લાગે તેમ.

આમ તો કોલેજ થી નજીક હતું કાકરિયા તળાવ એટલે દસ મિનિટના તો પહોંચી ગયા. ત્યાં તળાવના કિનારે બન્ને બેસીને વાતો કરવા લાગ્યા.

કોમલ કોઈ ચિંતા હોય તેવું વાતો પરથી કમલ ને લાગ્યું એટલે બીજી વાતો અટકાવીને કમલ બોલ્યો.
કેમ કોમલ તારો ચહેરો પડી ગયો હોય તેવું લાગે. કોઈ પ્રોબ્લેમ છે.?
હોય તો મને કહે. હું બનતી કોશિશ કરીશ.

કોમલ દિલ ખોલીને વાત કરે છે.
મારી સહેલી રાજલ ને તું જાણે જ છે તેનો એક બોય ફ્રેન્ડ છે રાજ અને રાજલ અને રાજ વચ્ચે ટૂંકા ગાળામાં દોસ્તી માંથી પ્રેમ થયો અને આ પ્રેમ શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો. ત્યાં સુધી કે આ સંબંધ ના કારણે રાજલ પથારીવસ થઈ ગઈ છે. રાજ ના કારણે રાજલ ખૂબ પીડા અનુભવી રહી છે. ડોક્ટર ને બતાવ્યું છે પણ તેમણે કહ્યું.
એક મહિના સુધી એકલા રહેજો નહિ તો હાલત ખુબ ખરાબ થઈ જશે. હવે રાજલ ના મગજ માંથી રાજ જતો નથી અને રાજ પણ જાણે રાજલ પાછળ પડી ગયો હોય તેમ તેની રાહ જોઈને બેઠો જ હોય છે. હવે કઈક કરવું પડશે નહિ તો રાજલ ની જીંદગી આ રાજ ના કારણે ખરાબ થઈ જશે.

કોમલ ની આખી વાત સાંભળીને કમલ બોલ્યો.
"તું કહે તો હું રાજ ને એવો પાઠ ભણાવી દવ કે આજ પછી રાજલ ની સામે તો શું કોલેજ આવવાનું બંધ કરી દેશે."

ભોળો લાગતો કમલ આવી રીતે ગુસ્સામાં બોલીને કોમલ માં હિંમત આવી ગઈ તે કઈક એવું જ કરવા માંગતી હતી કે રાજ ને રાજલ થી દુર કરી દવ અને મારી કારકિર્દી પર કોઈ અસર ન પડે. એટલે કમલ નો હાથ પકડીને કોમલ બોલી.
જો કોમલ તું મારો એક માત્ર વિશ્વાસુ દોસ્ત છે અને મને ખબર છે તું મારી આ બાબતમાં જરૂર થી મદદ કરી શકે તેમ છે. એટલે તું એવું કોઈ પગલું ભરીશ નહિ જેના કારણે તારી કારકિર્દી પર અસર પડે. બસ મારે કોલેજ નથી રાજ ને દુર કરી દેવો છે એટલે રાજલ ખુશીથી અભ્યાસ શરૂ કરી દે.

પ્રેમ થી કમલ ને કોમલે એટલો સમજાવ્યો કે તે રાજ ને કોલેજ માંથી હંમેશા દૂર કરવા માટે તૈયાર થઈ ગયો.

શું રાજલ ની તબિયત વધુ ખરાબ થશે કે જલ્દી ઠીક થઈ જશે.? શું રાજલ ફરી રાજ ને મળવા જશે.? શું કોમલ ના કહેવાથી કમલ રાજ ને કોલેજ માંથી હંમેશા માટે દૂર કરી શકશે.? શું થશે આગળ.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ....