વિરલ અને રાજલનાં લગ્ન થઈ ચૂક્યા હતા. રાજલ ન છૂટકે વિરલને અપનાવી જ રહી. વિરલ નાં ઘરની વિરલ સિવાય કોઈને ખબર હતી નહિ પણ રાજલ પોતાના ઘર વિશે જાણતી હતી. કે મે જે નિર્ણય લીધો છે તે મારા માતા પિતા તારું નશીબ છે એમ માનીને આ લગ્ન સ્વીકારી લેશે અને આગળ કોઈ ચોખવટ પણ કરવી નહિ પડે પણ તેમને જાણ કરવી જરૂરી હતી.
રાજલ નાં મનમાં રહેલ વિચાર વિરલ સમજી ગયો.
"રાજલ તું ઇચ્છે છે ને તારા ઘરે આપણે જઈએ અને મમ્મી પપ્પા ના આશીર્વાદ લઇએ.?"
હા, વિરલ હવે તો મારું એ ઘર પારકું કહેવાય. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈ લવ પછી આપણે તારા ઘરે જઇશું.
વિરલ પોતાના ઘર વિશે જાણતો હતો. એમના મમ્મી અને પપ્પા આ લગ્ન ક્યારેય સ્વીકારવા તૈયાર નહીં થાય અને સાથે તે બંનેને ઘર ની અંદર પણ દાખલ કરવા નહિ દે. એ વાત વિરલ ને ખબર હતી.
રાજલ અને વિરલ સાથે કોમલ પણ ઘરે જવા નીકળી. વિરલ ની બાઈક પર ત્રણેય સવાર થઈને ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા ની સાથે મમ્મી પપ્પા એક સાથે બેઠા હતા ત્યાં જઈને વિરલ અને રાજલે આશીર્વાદ લીધા. અને કહ્યું.
"અમે બંનેએ પરિસ્થિતિ ની આધીન લગ્ન કરી લીધા છે. એમને દુઃખ છે તમને કહ્યા વગર લગ્ન કરી લીધા. અમને માફ કરજો.!"
રાજલ નાં મમ્મી પપ્પાએ બન્ને ને આશીર્વાદ આપીને કહ્યું. બેટી તારું નસીબ તું જન્મ ની સાથે જ લઈને આવી હતી. આ નિર્ણય તારી નહિ પણ ઈશ્વર નો હતી. નહિ તો આમ માતા પિતા વિના લગ્ન ક્યારેય થાય નહિ. જે થયું તે સારું થયું. સુખી રહો...
રાજલ ને ભેટી પડીને કોમલ રડવા લાગી કેમકે આજ પછી હવે રાજલ તેની સાથે રહેવાની નથી તે પોતાનું ઘર છોડીને બીજા ઘરે જશે. અને હું એકલી અહી રહી નહિ શકું. મારે અભ્યાસ પૂરો કરવો છે એટલે હોસ્ટેલ માં જતી રહીશ.
રાજલ અને વિરલ ત્યાંથી નીકળી ને પોતાના ઘર તરફ રવાના થયા. વિરલ આવનારી પરિસ્થિતિ ને સારી રીતે જાણતો હતો. તને ખાતરી હતી મારા મમ્મી પપ્પા અમને અપનાવશે નહિ તો પણ એકવાર તેના આશીર્વાદ લેવા જરૂરી છે.
ઘર પર પહોંચીને વિરલે ડોર બેલ વગાડી. થોડોક ક્ષણમાં દરવાજો ખૂલ્યો ત્યાં વિરલ નાં મમ્મી હતા.
આ બન્ને ને જોઈને તેમણે અવાજ કર્યો.
સાંભળો છો...
આપણો દીકરો કોઈને લઈને આવ્યો છે. અંદર આવવા દવ કે કાઢી મૂકું.?
વિરલ નાં પપ્પા દોડીને દરવાજા પાસે આવ્યા અને જોયું તો દીકરો વિરલ લગ્ન કરીને આવ્યો હતો. પહેલેથી વિરલ સાથે તેના પિતા ને બનતું ન હતું. વિરલ દરેક કામ તેના પિતા વિરૂદ્ધ કરતો આવ્યો હતો એટલે આજે વિરલે જે નિર્ણય લઈને કર્યું તે જોતાં જ વિરલ પોતાનો દીકરો નથી એવું લાગવા લાગ્યું. તેણે કહ્યું.
"વિરલ આજથી તારા માટે આ દરવાજા બંધ છે. તું તારી જિંદગી જીવી લે." આટલું કહીને દરવાજો બંધ કરી દીધો.
રાજલ ને એમ હતું વિરલ સાથે લગ્ન કરીને તેના ઘરે જઇશ તો મારી નવી જિંદગી શરૂ થશે મને માતા પિતા સમાન સાસુ સસરા મળશે પણ અહી તો ઊલટું થયું.
"ન ઘરનો કે ન ઘાટ નો " એવું થયું..
ઘરેથી નીકળીને એક ગાર્ડનમાં જઈને બન્ને વાતો કરવા લાગ્યા. હવે આગળ ની જીંદગી માટે આપણે શું કરવું જોઈએ.?
ત્યારે વિરલ કહે છે. "રાજલ તું મારી વાત માનીશ અત્યારે તું તારી ઘરે જતી રહે. બધું સારું થઈ જશે ત્યારે આપણે સાથે રહેવા લાગીશું."
હવે જે રાજલે નિર્ણય કર્યો હતો તે નિર્ણય પર જ ચાલવા માંગતી હતી પછી ભલે મુશ્કેલીઑ આવી પડે. રાજલે પોતાનુ ઘર કાયમ માટે છોડી દીધું હતું અને હવે તે ઘરે પાછી ફરે તે સારી વાત નથી. એટલે વિરલ ને કહ્યું.
"હું ક્યાંય જઈશ નહિ હું તારી સાથે જ રહીશ."
વિરલે કહ્યું. તો આપણે આપણું ઘર બનાવવું પડશે. અને પરિવારથી દૂર રહેવું પડશે. તે માટે મારા એક મિત્ર નું ખાલી પડેલ મકાન માં તું કહે તો રહેવા જઈએ.? અહી થી ઘણું દૂર પણ છે.
હા.. હા.. મને કોઈ વાંધો નથી હવે નવી જિંદગી શરૂ જ કરી છે તો ભલે ને ગમે ત્યાં જવું પડે. થોડું હસીને રાજલ બોલી.
રાજલ અને વિરલ બંનેએ પોતાનો સામાન લઈને એક મિત્ર નાં મકાનમાં રહેવા જતા રહ્યાં. તો કોમલ પણ તે જ દિવસ થી હોસ્ટેલમાં રહેવા જતી રહી. કમલ બધું ભૂલીને પોતાના કામમાં અને અભ્યાસમાં વધું રસ આપવા લાગ્યો.
સમય વીતતો ગયો તેમ રાજલ નાં ઘાવ ભરાતાં ગયા અને વિરલે પણ નશીબ સાથે સમજોતા કરી લીધા. બન્ને ની લાઇફ હવે ધીરે ધીરે બદલાઈ ગઇ અને બન્ને પ્રેમ કરતા થઈ ગયા. પણ વિરલ નાં મનમાં જે ખટાસ હતી તે હજુ કાયમ રહી અને તેના કારણે તે અવાર નવાર રાજલ પર ગુસ્સે થતો. પણ બન્ને વચ્ચે જ્યારે વધું ઝઘડો થાય ત્યારે રાજલ પડોશમાં રહેતી વીણા પાસે જતી રહેતી અને વીણા બંનેનું સમાધાન કરી આપતી.
રાજલ સામે આખી કોલેજ લાઇફ અને તેની સાથે બનેલી ઘટના નજર સામેથી પસાર થઈ ગઈ અને ફરી વર્તમાનમાં આવી ગઈ. તેને ભાન થયું. હમણાં વિરલ આવી જશે અને મે હજુ રસોઈ પણ બનાવી નથી. ઊભી થઈને રાજલ કામ પર લાગી ગઈ.
વિશાલ નું ખૂન થયું છે કે અકસ્માત.? તેની તપાસ પોલીસે હાથ ધરી તે માટે તેમણે ઘટના નું મોનીટરીંગ કર્યું અને આજુ બાજુમાં રહેલી દુકાનવાળા ની પુછપરછ કરી પણ તેમને યોગ્ય જવાન મળ્યો નહિ.
કોઈ કહી રહ્યું અમને ખબર નહિ, અમારું ધ્યાન હતું નહિ.
તો કોઈએ કહ્યું. એક્સિડન્ટ થયું હશે એવું લાગ્યું.
તો કોઈએ કહ્યું.
સાહેબ આ ઘટના ને બારીકીથી તપાસ કરો એટલે ખ્યાલ આવી જશે પણ એટલું કહીશ રોડ પર તો અકસ્માત જ થાય.
પોલીસ ત્યાંથી નીકળીને વીણા નાં ઘરે પહોંચી. વીણા ઘરનું કામ કરતી હતી. આંખોમાં આશુ હતા અને મન તેનું વિચલિત હતું. અચાનક પોલીસ ત્યાં આવી એટલે વીણા એ કામ પડતું મૂકીને પોલીસ પાસે બેસી ગઈ.
ઉદાસ ચહેરો જોઈએ પોલીસ પણ સમજી ગઈ કે વિશાલ નાં ખૂનમાં વીણા નો કોઈ હાથ નથી પણ ખૂન નો ભેદ ખોલવા માટે પોતાના પર શંકા કરવી પોલીસ માટે જરૂરી બને છે એટલે વીણા ને પોલીસે એક સવાલ કર્યો.
વીણા જી આપ જણાવી શકશો કે વિશાલ ની સાથે તમારા સંબંધ કેવા રહ્યા અને બીજા સાથે સંબંધ કેવા છે.?
એક શંકાભર્યો સવાલ સાંભળીને વીણા ઊભી થઈ ગઈ ને કરવા લાગી.
સાહેબ તમને આ મારી આંખના આશુ જરાય પણ સમજી શક્યા નહિ. મે મારો પતિ ખોયો છે અને જે મારું બધું જ હતા. અને રહી વાત બીજા સાથે સંબંધ ની તો આપણે જેવા હોઈએ તેવા આપણા સંબંધો હોય છે. એક વાત ખાસ કહીશ.
વિશાલ એક ખુલી બુક હતો અને હું કોરી બુક છું જેમાં તમને કોઈ દાગ કે અક્ષર પણ નહિ મળે.
વિશાલ નું ખૂન આખરે કોણે કર્યું છે.? શું વિશાલ નાં ખૂન નો ભેદ પોલીસ ઉકેલી શકશો.? શું વિશાલ નાં ખૂનમાં ક્યાંક રાજલ કે વિરલ નો તો હાથ નહિ હોય ને.? જોઈશું રહસ્ય ખૂબ નો ભેદ આવતા ભાગમાં..
ક્રમશ....