કોમલ એકલી કોલેજ જવા નીકળી ત્યારે તેને બે વિચાર આવી રહ્યા હતા. રાજ ને સમજાવવી દેવાનો કે આજ પછી રાજલ ને ક્યારેય મળવાની કોશિશ ન કરે અને બીજો કમલ ને મળવાનો. કમલ જે રીતે કોમલ ને પસંદ આવ્યો હતો તે જોતાં એવું લાગતું હતું આ બન્ને વચ્ચે સારી મિત્રતા કાયમ બની રહેશે.
બસ પરથી નીચે ઉતરી ને કોમલ કોલેજના ગેટ પાસે પહોંચી તો તેણે રાજ કે કમલ બે માંથી એકપણ ને જોયા નહિ એટલે તે સીધી ક્લાસ તરફ ચાલતી થઈ.
ક્લાસ પૂરા થયા પછી કોમલ ઘરે જવા નીકળે છે ત્યારે પણ તેણે બે માંથી એકપણ ને જોયા નહિ એટલે મનમાં બહુ વિચાર કર્યા વિના તે ઘરે બસ દ્વારા નીકળી ગઈ.
બીજા દિવસે ફરી કોમલ કોલેજ જવા ઘર ની થોડે દુર બસ સ્ટોપ ઊભી રહીને બસ ની રાહ જોવા લાગી. પણ જે કોલેજ તરફ જવાની બસ આવી રહી હતી તે બધી બસ પેસેન્જર થી પૂરેપૂરી ભરેલી હતી એટલે તે બસ ત્યાં ઊભી રહેતી ન હતી. વારેવારે ઘડિયાળમાં જોઈને કોમલ વિચારમાં પડી ગઈ. હું કેવી રીતે કોલેજ પહોંચીશ.? લાગે છે હું એક લેક્ચર મિસ કરી દઈશ.?
આવા વિચારો ની વચ્ચે અચાનક ફટફયું સ્કૂટર ત્યાં આવીને ઊભું રહી ગયું. જોયું તો કમલ હતો. સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. ઉપરથી બ્લેક ગોગલ્સ પહેર્યા હતા એટલે જાણે હીરો લાગતો હોય તેવો કમલ લાગી રહ્યો હતો. પણ જે રીતે તૈયાર થઈને આવ્યો હતો તે રીતે તેનું સ્કૂટર બરાબર શૂટ કરી રહ્યું ન હતું પણ એટલું લાગી રહ્યું હતું કે આ કોમલ પર પોતાની અદા બતાવવાની કોશિશ કરી રહ્યો હોય.
ચાલ... આપણે સાથે કોલેજ જઈએ.? કોમલ ની સામે જોઇને કમલ બોલ્યો.
એક તો બસ માંડ માંડ આવતી હતી અને તે પણ ઊભી રહેતી ન હતી અને કોલેજ જવાનું પણ મોડું થઈ રહ્યું હતું એટલે કોમલ વધુ વિચાર કર્યા વિના કમલ ના સ્કૂટર પાછળ બેસી ગઈ.
કોમલ ના બેસવાની સાથે કમલે પોતાનું સ્કૂટર ચાલુ કરી હંકારવા લાગ્યો. કોમલ ને ચાલુ રસ્તે કમલ સાથે વાત કરવી હતી પણ સ્કૂટર નો એટલો અવાજ આવી રહ્યો હતો કે એકબીજાનો અવાજ પણ સાંભળી શકો નહિ. આખરે બંને ચૂપ રહીને કોલેજ પહોંચ્યા.
કોલેજ ના ગેટ પાસે પહોંચતા જ કોમલ જુએ છે તો રાજ ત્યાં ઊભો હોય છે. કોમલ ત્યાંથી પસાર થઈ એટલે રાજ તેને જોઈ રહ્યો. અને કોમલ કોલેજ નાં ગેટ ની અંદર દાખલ થઈ એટલે રાજે અવાજ કર્યો.
ઓ ..કોમલ....
કોમલે રાજ નાં સાદ ને નજર અંદાજ કરીને નીકળી ગઈ. સ્કૂટર પાર્ક કરી રહેલ કમલ ને કોમલે કહ્યું.
લેક્ચર પૂરા કરીને હું તને મળું છું તું મારી રાહ જોજે. આટલું કહીને રાજ તેની પાસે પહોંચે તે પહેલાં કોમલ કલાસમાં પહોંચી ગઈ.
ક્લાસ પૂરા કરીને કોમલ ક્લાસ ની બહાર નીકળી તો કમલ તેની રાહ જોઈ રહ્યો હતો. તેની પાસે જઈને કહ્યું.
ચાલ ગાર્ડનમાં બેસીને થોડી વાતો કરીએ.
બન્ને ગાર્ડનમાં બેસીને હજુ વાતો ની શરૂઆત કરી ત્યાં રાજ આવીને કોમલ ને કહેવા લાગ્યો.
રાજલ કેમ કોલેજ આવી રહી નથી.?
કઈ થયું તો નથી ને..?
તું તારી જાત ને પૂછ રાજ...?
તારા કારણે તો કોલેજ આવી રહી નથી. થોડો ગુસ્સો બતાવતી કોમલે રાજ ને જવાબ આપી દિધો.
રાજલ ને શું થયું છે તે કહીશ.?
જાણે રાજલ ની ચિંતા થતી હોય તેમ ફરી રાજ બોલ્યો.
તું અહીથી ચાલતો થા નહિ તો...?
કોમલ ઊભી થઈને રાજ ને ગુસ્સામાં કહી દીધું.
કોમલ જે રીતે રાજ તરફ જોઈ થઈ હતો તે જોતાં એવું લાગતું હતું. હમણાં જ એક બે થપ્પડ રાજ ને લગાવી દેશે. પણ રાજ ને ગુસ્સો આવી જ રહ્યો હતો પણ તે કોમલ ને જાણી ગયો હતો અને તે કોલેજમાં કઈ કરવા માંગતો ન હતો.
રાજ ના ગયા પછી કમલ પૂછે છે.
શું મેટર છે કોમલ.?
મને કહીશ...!
લઈ ખાસ નહિ બસ મારી બહેન રાજલ ને આ રાજ હેરાન કરી રહ્યો હતો એટલે થોડો ધમકાવ્યો.
"તું કહે તો રાજ ની ધુલાઈ કરી નાખીએ."
જાણે કમલ ને પણ ગુસ્સો આવ્યો હોય તેમ કોમલ ને સપોર્ટ કરતા બોલ્યો.
જેવી રીતે બહાર થી કોમલ શાંત હતી અને અંદર થી સિંહણ હતી તેમ કમલ પણ બહાર થી ભોળો અને અંદર થી વિલન લાગી રહ્યો હતો. આ બંનેએ એક બીજાને જાણી ગયા. કે જેવા બહારથી આપણે દેખાઈએ છીએ એવા અંદર થી નથી.
કમલ નો આવો સપોર્ટ થી કોમલ ખુશ થઈ અને કમલ સાથે ચા પીવાની ઈચ્છા થઈ એટલે કમલ ને સાથે લઈને બન્ને ચા પીવા કોલેજ ની બહાર આવેલા કેન્ટીન માં ચા પીવા ગયા. ત્યાં બેસીને એકબીજા વિશે થોડી વાતો કરી અને કોમલે ત્યાંથી બસ પકડી ને ઘરે પહોંચી.
બીજે દિવસે કોમલ કોલેજ જવા તૈયાર થઈ ત્યાં રાજલ પણ કોલેજ જવા તૈયાર થઈ ગઈ. રાજલ ને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હતું પણ આજે કોલેજ જવા તૈયાર થયેલી રાજલ ને કોમલે પૂછ્યું.
કેમ રાજલ તારે કોલેજ આવવું છે કે શું..?
તને ખબર છે ને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે.
હા, તારી વાત સાચી છે પણ મારે કોલેજ આજે આવવું જ છે. સ્કુટી તું ચલાવજે બસ. રાજલ બોલી.
સારું.. જેવી તારી ઈચ્છા. આમ પણ કોમલ સમજી કે ઘરે રાજલ ને કંટાળો આવતો હશે અને હવે કોઈ તકલીફ પણ નહિ હોય એટલે કોલેજ આવવું હશે. આમ વિચારતી કોમલે સ્કુટી બહાર કાઢી ને રાજલ ને પાછળ બેસાડી. બંન્ને કોલેજ જવા રવાના થયા.
કોલેજ ના ગેટ પાસે પહોંચતા જ એક તરફ કમલ ઊભો હતો અને એક તરફ રાજ ઊભો હતો. રાજલ અને કોમલ ને એક સાથે જોઈને કમલ ક્લાસ તરફ ચાલતો થયો પણ રાજ ત્યાં ઊભો રહીને હસી રહ્યો હતો. જાણે તેં ખુશી વ્યક્ત કરી રહ્યો હોય.
સ્કુટી પાર્ક કરીને કોમલ તેના ક્લાસ તરફ આગળ વધે તે પહેલાં રાજલ ને કહે છે.
"જો રાજલ તું ક્લાસ પૂરા કરીને મને ફોન કરી દેજે અને વચ્ચે સારું ન લાગે તો પણ. અને બીજું રાજ ને મળવાની કોશિશ કરીશ નહિ."
કોમલ કલાસમાં પહોચી એટલે રાજલ ત્યાં ઊભી રહી જાણે કોઈની રાહ જોઈ રહી હોય. રાજલ પાસે રાજ આવીને એટલું બોલ્યો.
"ચાલ મારી સાથે."
"નથી સમજાતું આ પ્રેમ છે કે હવસ,
અહી તો પોત પોતાના સ્વાર્થમાં મશગુલ."
ચૂપચાપ રાજલ તો રાજ સાથે ચાલતી થઈ. કોઈ વિરોધ કર્યો વિના. રાજ તો રાજલ ને કાર માં બેસાડીને પોતાના ફાર્મ હાઉસમાં લઈ ગયો.
ફાર્મ હાઉસમાં પહોંચતા જ રાજલ ને વાચા આવી હોય તેમ ગળગળી થઈને બોલી.
"મહેરબાની કરીને રાજ મને કોલેજ છોડી આપ. હજુ મને સારું નથી મને હજુ દુખાવો થઈ રહ્યો છે. પ્લીઝ મારી સાથે આવું કરીશ નહિ."
રાજ તો મોજ કરવા રાજલ ને લાવ્યો હતો એટલે રાજલ સાથે બળજબરી કરવા લાગ્યો અને રાજલ ના વિરોધ વચ્ચે પણ રાજલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો.
રાજલ ની તબિયત સારી ન હતી તો પણ કેમ કોલેજ આવી.? રાજ બળજબરી કરી રહ્યો તો પણ રાજલ કેમ ત્યાંથી ભાગી નીકળી નહિ. શા માટે તેનો શિકાર થતી રહી.? આખરે રાજ પાસે એવું તે શું હતું કે રાજલ તેના વસ માં થઇ ગઇ.? કોમલ અને કમલ ની દોસ્તી ક્યાં પહોંચશે.? જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ....