Prem no Purn Santosh - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૬

"લાંબી આ સફરમાં જીંદગીના રૂપ ઘણા મે જોયા છે.
તમે એકલા કેમ મુંજાવ છો અહી તો દરેક દુઃખ લઈને બેઠા છે."

સ્કુટી લઈને કોમલ ઘરે પહોંચવા આવી જ હતી. તો પણ રાજ હજુ તેની સ્કુટી નો પીછો કરી રહ્યો હતો. મનમાં નક્કી કરી રાખ્યું હતું આજે ગમે તે ભોગે રાજ ને હું મારું ઘર બતાવીશ નહિ એટલે રોડ ની એકબાજુએ લઈને એક સાંકડી ગલી માં સ્કુટી હંકારી અને આગળ નીકળી ગઈ. પાછળ નજર કરી તો રાજ ની કાર ત્યાં થોભી હતી. તે કાર આ ગલી ની અંદર આવી શકે તેમ હતી નહિ. હજુ રાજ આગળ જઈને ઊભો રહીને અમને જોઈ ન લે એટલે કોમલે સ્કુટી ની સ્પીડ વધારી ને ઘરે પહોંચી ગઈ.

ઘરે પહોંચતા જ રાજલ બોલી.
કોમલ તને કંઈ થઈ તો ગયું નથી ને.? સ્કુટી ગમેતેમ રીતે ચલાવવા લાગે છે.

અરે.... રાજલ હું બસ આડા અવળા રસ્તા જોવા માટે તો આવું કરું છું. આમ પણ તું પાછળ બેઠી હોય એટલે હું ક્યાંય ભૂલી તો નથી જ પડવાની આટલું કહીને કોમલ હસવા લાગી અને ઘરની અંદર બન્ને દાખલ થયા.

તે રાતે કોમલ વિચારવા લાગી હતી કે જ્યાં સુધી રાજ હશે ત્યાં સુધી રાજલ સુખેથી રહી શકશે નહિ. કઈક તો કરવું પડશે જેનાથી રાજ કા સીધો માણસ થઈ જાય અને કા તો તેને દુનિયા છોડાવી દેવો પડશે. પોતે એવું કરીને પોતાની કારકિર્દી ખતમ કરવા માગતી ન હતી અને તેના મિત્ર કમલ ને એકવાર આવું કરવા કહ્યું તો તે બિચારો માર ખાઈ ને આવ્યો. હવે કઈક એવો રસ્તો શોધવો પડશે જેનાથી મારી કારકિર્દી જળવાઈ રહે અને રાજ હંમેશા માટે રાજલ નાં રસ્તા નો કાંટો કાયમ માટે દૂર થઈ જાય. મનમાં કઈક વિચાર બનાવીને કોમલ સૂઈ ગઇ.

સવારે ફરી કોલેજ જવા કોમલ તો તૈયાર થઈ ગઈ પણ રાજલ હજુ તૈયાર થઈ ન હતી. તેની પાસે જઈને કોમલે કહ્યું.
કેમ રાજલ તારી તબિયત તો સારી છે ને.? કોલેજ આવવાનો વિચાર છે કે નહિ.?

તબિયત તો સારી છે કોમલ પણ આજે કોલેજ આવવાનું મૂડ નથી. નર્વસ થઈ ગયેલી રાજલે ધીમેથી કહ્યું.

રાજલ નો હાથ પકડીને ઊભી કરીને કહ્યું. આજે તો તારે કોલેજ આવવાનું છે. આજે કોલેજ માં તારા ચહેરા પર સ્માઇલ ન આપી દવ તો મારું નામ કોમલ નહિ.
જાણે આજે સિંહણે ત્રાડ મારી હોય તેમ કોમલે મોટા અવાજ થી રાજલ ને કહ્યું.

કોમલ આવી રીતે ક્યારેય રાજલે જોઈ ન હતી પણ એટલી ખબર હતી કોમલ જે ધારે તે કરી બતાવી શકે તેવી હિંમત વાળી છોકરી છે. કોમલે આપેલી હિંમત થી રાજલ માં પણ હિંમત આવી અને તે કોલેજ જવા ફટાફટ તૈયાર થઈ ગઈ.

કોલેજ પહોંચતા ની સાથે જ કોલેજ નાં ગેટ પાસે રાજ ને બન્ને જોઈ જાય છે. પણ સ્કુટી ત્યાંથી આગળ હંકારીને કોમલે પાર્કિંગમાં જઈને સ્કુટી પાર્ક કરી અને સ્કુટી ની ચાવી આપતા કોમલે રાજલ ને કહ્યું.
તું કલાસરૂમ તરફ જા હું થોડી વારમાં આવું છું.

રાજલ ક્લાસ રૂમ તરફ આગળ વધી ત્યાં કોમલ કોલેજ ના ગેટ પાસે પહોંચી ને રાજ ને એકબાજુએ આવવાનું કહ્યું.
ચૂપચાપ રાજ એકબાજુએ આવ્યો તો ખરી પણ ચૂપ રહ્યો.

ગુસ્સા માં કોમલે તરત કહી દીધું.
"જો રાજ હવે પછી મારી બહેન રાજલ ની નજીક આવવાની કોશિશ કરીશ તો બહુ ખરાબ પરિણામ તારે ભોગવવું પડશે."

ગળગળો થઈને રાજ બોલ્યો.
કોમલ હવે ક્યારેય હું રાજલ ની નજીક નહિ આવુ પણ હવે મહેરબાની કરીને કોઈ માણસ ને મોકલીને મારી સાથે મારપીટ કરાવીશ નહિ. તે મોકલેલ માણસે મને ખૂબ માર્યો અને પાટો પણ આવ્યો હતો. તે કોણ હતું એ હવે ખબર પડી. પણ હવે હું કોઈ ઝગડો કરવા નથી માંગતો. એટલે હું તમારા બધા થી દુર જ રહીશ.

રાજ નાં મોઢે થી આ વાત સાંભળીને કોમલ ને નવાઈ લાગી. કોમલે કોઈ માણસ ને રાજ ને મારવા માટે મોકલ્યો ન હતો તો પછી રાજ કેમ આવી વાતો કરે છે. હવે જો કોમલ કહે કે મે કોઈ માણસ ને મોકલ્યો નથી તો અત્યારે જે રાજ તેનાથી ડરી રહ્યો છે તે હવે સાચું જાણીને ફરી તેનામાં હિંમત આવી જાય એટલે કોઈ ચોખવટ કર્યા વિના ફરી રાજ ને ધમકી આપતી આપતી નીકળી જાય છે.
"જો હવે પછી તારી કોઈ ફરિયાદ આવી તો તારી ખેર નથી."

ક્લાસ તરફ કોમલ ચાલતી થઈ પણ વિચારે ચડી. આખરે રાજ ને કોણે માર્યો હશે. એવો કોણ હશે જે અમારી ખાતર રાજ જેવા સાથે દુશ્મની કરી બેઠો. જે હોય તે એકવાર સામે જરૂરથી આવશે એમ માનીને ક્લાસમાં દાખલ થઈ.

ક્લાસ પૂરા થયા એટલે રાજલ અને કોમલ બન્ને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કોમલ બોલી.
"રાજલ આજ પછી હવે રાજ તારી નજીક તો ઠીક પણ તારી સામે નજર કરવાની હિંમત પણ નહિ કરે."

તે કઈ કર્યું તો નથી ને.? થોડી ગંભીરતાથી રાજલ બોલી.

ના, નાં રાજલ. બસ મે હવે રાજ ને સમજાવી દિધો છે અને તેની વાત પરથી લાગ્યું કે તેં હવે સુધરી ગયો છે.

કુતરા ની પુછડી ક્યારેય સીધી ન થાય. પોતાના મનની ભરાસ કાઢતી હોય તેમ રાજલે કટાક્ષમાં કોમલ ને કહી દીધું.

"સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ ..... આટલું માનવી કરે કબુલ, તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ..."

આમ રાજ ની વાતો કરતા કરતા બન્ને ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ રાજલ નો હાવભાવમાં બદલાવ આવી ગયો. જાણે તે હવે આઝાદ પંચી થઈ ગયું હોય તેમ ઘરનું કામ મસ્તી કરતી કરતી કરવા લાગી ગઈ. આ જોઈને કોમલ નાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

કમલ ચા ની કેન્ટિંન પાસે આવીને ચા પીવા માટે તેના મિત્ર વિરલ ને ફોન કરે છે. વિરલ ને ફોન કરતાની સાથે વિરલ ત્યાં આવી પહોંચે છે અને બંને ચા પોતા પીતા વાતો કરવા લાગે છે. ત્યારે કમલ વાતોમાં રાજ ની વાતો છેડે છે.

રાજ નાં કારણે ઘણી મુશ્કેલી છે. રાજલ ની પરેશાની હું જોઈ શકતો નથી અને હું રાજ સાથે કઈ કરી શકતો નથી. એકવાર તેને સમજાવવા ગયો તો હું ખુદ તેના હાથનો માર ખાઈને આવ્યો. એટલે હવે હું પણ ચૂપચાપ જોયા સિવાય કઈ જ કરી શકું તેમ નથી. યાર... તું કઈક ઉપાય બતાવ ને.! જેથી રાજ સુધરી જાય.

ચહેરા પર સ્માઇલ લાવીને વિરલ બોલ્યો.
"કમલ તને નથી લાગતું થીડા દિવસ થી રાજ માં ઘણો ફેરફાર આવ્યો હોય. તે હવે સુધરી ગયો હોય.! મને સમાચાર મળ્યા હતા કે તેને કોઈએ ઢોર માર માર્યો હતો અને તેને પાટો પણ આવ્યો હતો તે પછી તે સુધરી ગયો છે એવું મને સાંભળવા મળ્યું હતું. ક્યાંક તે તો રાજ ને ઢોર માર માર્યો નથી ને..?"

ના.નાં.. વિરલ મે તને કહ્યું ને હું ખુદ તેના હાથ થી માર ખાઈ ચૂક્યો છું તો હું કેવી રીતે તેને મારી શકું. પણ તું જાણતો હોય તો તું કહે. રાજ ને સુધારનાર એ વ્યક્તિ કોણ છે.

શું ફરી હવે રાજલ ને રાજ પરેશાન નહિ કરે.? શું સાચે રાજ સુધરી ગયો છે કે પછી ઢોંગ કરે છે.? રાજ ને માર મરનાર એ વ્યક્તિ કોણ હતો.? શું રાજ કોઈ વ્યક્તિ નો માર ખાતા પછી તે ચૂપ રહેશે કે તે પણ તે વ્યક્તિ ની ધૂલાઈ કરશે.? જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો