નાથુભાઈ તેના રૂમમાં એક પલંગ ઉપર પગ પર પગ ચડાવીને બેઠા હતા તેની બાજુમાં ભરાવદાર શરીર વાળા બે માણસો તેની સેવા સાકરી કરી રહ્યા હતા.
" ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે."
"નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..."
એક યુવાન છોકરી ને જોઈને નાથુભાઈ ઊભા થઈ ગયા અને બન્ને માણસો થોડાં દૂર ખસીને ઊભા રહી ગયા. આમ તો નાથુભાઈ પોલીસ આવે કે મોટો પૈસાદાર માણસ આવે તો પણ ક્યારેય તેની પલંગ માંથી ઊભા થયા હતા નહિ પણ આજે એક યુવાન છોકરી ને જોઈને તેની દીકરી યાદ આવી ગઈ. જે દીકરી ને તેના ખરાબ કામ ની અસરથી તેં ભોગ બની હતી અને મૃત્યુ પામી હતી.
સહજ રીતે નાથુભાઈ એ આવેલ યુવાન છોકરી એટલે કોમલ ને પૂછ્યું.
કેમ બેટા અહી આવવું પડ્યું.? તને તો ખબર છે ને આ વિસ્તાર કેવો છે. મારી કોઈ મદદ ની જરૂર હોય તો અવશ્ય કહે.
આજુ બાજુ કોમલે નજર કરી અને જે બોલવા જઈ રહી હતી તે ખચકાટ અનુભવવા લાગી. આ જોઈને નાથુભાઈ સમજી ગયા કે પાસે ઉભેલ માણસો ને જોઈને આ છોકરી કઈ બોલી શકતી નહિ.
આંખ ના ઈશારા થી બન્ને માણસોને ત્યાંથી નીકળી જવા કહ્યું અને તે રૂમમાં હવે નાથુભાઈ અને કોમલ બન્ને હતા.
એક એવી જગ્યા જ્યાં પોલીસ પણ જવા માટે ડરતી હોય તો કોમલ કોઈ જાતના ડર વગર પહોંચી હતી અને એવા ગુંડા પાસે પહોંચી હતી જેને મળવા માટે હિંમત જોઈએ.
નીડર થઈને કોમલ વાત કરવા લાગી.
મારી બહેન ને એક યુવાન બળજબરી કરે છે અવાર નવાર ધમકી આપીને તેની સાથે લઈ જાય છે અને તેને પીંખી નાખે છે. તે યુવાન ઘણો પૈસાદાર અને લાગવગ વાળો છે એટલે અમારાથી કઈ થઈ શકે તેમ નથી. મારી બહેન જીવવા માંગે છે એટલે તે આત્મહત્યા ક્યારેય કરશે નહીં. બસ એને હવે તેની સ્વતંત્રતા વાળી જિંદગી જોઇએ છે.
તે યુવાન કોણ છે અને તેનું નામ શું છે ? જાણવાની જિજ્ઞાસા પૂર્વક નાથુભાઈ બોલ્યા.
તે યુવાન આ શહેરમાં રહેતા એક મોટા બિલ્ડર નો છોકરો છે. તેનું નામ રાજ છે પણ તેના પિતાનું નામ મને ખબર નથી.
તે રાજ નો કોઈ ફોટો હોય તો આપ.
ફોન માંથી કોમલે રાજ નો ફોટો નાથુભાઈ ને બતાવ્યો એટલે નાથુભાઈ એ તેમના ફોનમાં તે ફોટો લઇ લીધો અને કહ્યું.
"રાજ નાં હાથ પગ ભાગવા માટે પાંચ લાખ થાશે અને તેનું ખૂન કરવાના વીસ લાખ રૂપિયા થશે."
બોલ તારે શું કરવું છે.
કોમલ તો કોઈ પણ સંજોગો માં રાજ ને દૂર કરવા માગતી હતી એટલે નાથુભાઈ ને કહ્યું.
"રાજ ને ખતમ કરી દો પણ એટલું ધ્યાન રહે મારું નામ આવવું જોઈએ નહિ."
હું નાથુભાઈ છું નાથુભાઈ.
સીતેર પોલીસ કેસ અને વીસ ખૂન કરીને પણ હરતો ફરતો રહું છું. આજ સુધી કોઈનું નામ મારા મોઢેથી આવ્યું નથી તું ચિંતા કરીશ નહિ તારું નામ ક્યાંય આવશે નહિ.
કોમલ જાણતી હતી નાથુભાઈ ને ખૂબ કરવાની સોપારી ના આટલા બધા રૂપિયા પણ નથી તો પણ હું આ સોદો પાડવા અહી આવી છું. જો કામ થયા પછી હું એક પણ રૂપિયો નહિ આપીશ તો આ નાથુભાઈ મારું ખૂન પણ કરી નાખશે પણ કોમલ નાં મનમાં શું ચાલી રહ્યું હતું તે ફક્ત કોમલ જ જાણતી હતી.
ચાર, પાંચ દિવસ ની અંદર તારું કામ કરી નાખીશ. પણ અત્યારે એડવાન્સ પેટે એક લાખ રૂપિયા જોશે. નાથુભાઈ એ ડીલ પાકી સમજીને કોમલ આગળ પૈસા ની માંગણી કરી નાખી.
કોમલ તો એક રૂપિયો પણ લાવી હતી નહિ એટલે કહ્યું.
અત્યારે હું પૈસા લાવી નથી પણ જો તમારી ઈચ્છા હોય તો કામ પત્યા પછી આખું પેમેન્ટ કરી આપુ તી ચાલશે ને..? એકદમ પ્રેમથી કોમલે કહ્યું.
પોતાની દીકરી સામે ઉભી રહીને વાતો કરતી હોય તેમ નાથુભાઈ ને લાગ્યું. એટલે પોતાની દીકરી છે એમ સમજી ને નાથુભાઈ એ કોમલ ને કહ્યું.
દીકરી મારે અત્યારે એક પણ રૂપિયો જોઈએ નહિ જ્યારે કામ થઈ જાય ત્યારે આપી દેજે.
સારું તો હું જાવ...!
આમ કહીને કોમલ ત્યાંથી નીકળી ગઈ. પણ કોમલ તો રાજ ને બે દિવસ ની અંદર જ ખતમ કરવા માંગતી હતી પણ નાથુભાઈએ તો પાંચ દિવસનો વાયદો મારી દિધો. એટલે આવતા પાંચ દિવસ હજુ રાજલ માટે ભારે છે.
કોમલ ઘરે આવવાને બદલે તે કોલેજનાં એક પ્રોફેસર ને મળવા ગઈ. તે પ્રોફેસર ને સારી રીતે જાણતી હતી અને તેને ખબર હતી તે પ્રોફેસર કોલેજ ની બાજુમાં આવેલ સોસાયટીમાં જ રહે છે એટલે તે સોસાયટીમાં જઈને ત્યાં ઉભેલ હોચમેન ને પ્રોફેસરનાં ઘરનું એડ્રેસ પૂછ્યું એટલે તેણે સામે નો બ્લુ કલર નો બંગલો પ્રોફેસર સાહેબ નો છે એમ બતાવ્યો.
બ્લુ કલર ના બંગલામાં કોમલ પ્રવેશી. જોયું તો બંગલો જાણે આખો કાચ નો હોય એમ બધું આરપાર દેખાઈ રહ્યું હતું. બે ઘડી તો કોમલ બંગલા ને નિહાળતી રહી પણ જેવી તે બીજા માળે પહોંચી ને જોયું તો પ્રોફેસર સાથે રાજ અને બીજા એક વડીલ માણસ બેઠા હતા. આ જોઈને કોમલ તરત પાછી ફરી. તેની આશા પર પાણી ફરી ગયું.
કોમલ પાસે નાથુભાઈ સિવાય કોઈ રસ્તો દેખાઈ રહ્યો ન હતો. પણ નાથુભાઈ પોતાનું કામ કરીને પૈસા માંગશે ત્યારે મુશ્કેલી આવી પડશે તે કોમલ જાણતી હતી. અને તે જાતે રાજ ને મારી નાખવા ઈચ્છતી ન હતી. કોમલ એમ સમજી ને રાજ ને મારી નાખવા માંગતી હતી.
રાજ ને એકવાર હું ધમકી આપ્યા પછી પણ તે નેની હરકતો થી બાદ નથી આવ્યો તો હજુ તેને ધમકી આપીશ તો કદાચ તેના મિત્રો સાથે મળીને મારી પર પણ બળજબરી કરી શકે છે અને ત્યારે હું કઈ જ કરી નહિ શકું.
કોમલ ઘરે પાછી ફરી એટલે રાજલ ને એટલું કહ્યું.
"થોડા દિવસમાં આપણું નું કામ થઈ જશે, રાજ હવે દુનિયા ને અલવિદા કરી દેશે."
કોમલ તું એવું શું કરવા જઇ રહી છે તે મને જણાવીશ.? જાણવાની જિજ્ઞાસા થી રાજલે પૂછ્યું.
હું કોઈ એવું કામ નથી કરવાની પણ આ કામ મે એવા વ્યક્તિ ને આપ્યું છે કે સાપ મરી જશે અને લાકડી પણ નહિ ટૂટે.
રાજલ જાણતી હતી કોમલ બહુ હોશિયાર સાથે હિંમત વાળી છે તેને પોતાના કરિયર ની બહુ ફિકર છે એટલે તે એવું કોઈ કામ નહિ કરે જેનાથી તેના કરિયર અને પરિવાર પર કોઈ આડ અસર પડે.
થોડા દિવસ ઘરે રહેવાની કોમલે સલાહ આપી પણ રાજલ ઘરે રહેવા માંગતી ન હતી એટલે ક્યાંક ફરવા જઇ આવીએ એવું રાજલે કહ્યું.
રાજલની વાત યોગ્ય લાગી એટલે કોમલે કહ્યું.
આપણે કાલે સવાર જ ફરવા નીકળી જઈએ.
શું નાથુભાઈ ને કોમલે સોંપેલું કામ પૂરું કરશે.? શું રાજ નું ખરેખર ખૂન થશે.? કોમલ અને રાજલ ક્યાં ફરવા જવાના હતા અને શા માટે.? આખી ઘટના માં વિરલ ની શું ભૂમિકા હતી તે જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ....