Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩૦ - છેલ્લો ભાગ

રાજલ ને બેભામ થઈ એટલે તેની તાત્કાલિક સારવાર કરવા બાજુમાં રહેલ ડોક્ટર બોલવવામાં આવ્યા અને રાજલ ને ત્યાંથી બહાર લાવીને તેની તપાસ કરતા માલુમ થયું કે આઘાતના કારણે રાજલ બેભાન થઈ ગઈ છે. પણ થોડી મિનિટોમાં રાજલ ને હોશ આવી ગયો. રાજલ બેભાન થઈ એટલે તરત પોલિસ ઇન્સ્પેક્ટર ને ખ્યાલ આવી ગયો કે રાજલ અને આ યુવાન સાથે કોઈ તો સંબંધ જરૂર છે અને વિશાલ નાં ખૂન સાથેનો બીજા પણ રહસ્યો બહાર આવશે.

રાજલ હોશમાં આવી એટલે તેને પૂછવામાં આવ્યું કે તું એ આરોપી ને જોઈને બેભાન કેમ થઈ ગઈ.? પહેલા તો રાજલ આ યુવાન જીવતો છે તે જોઈને શોક થયો અને ફરી તેની સાથે બનેલ ઘટના યાદ આવતા તે બેભાન થઈ ગઈ હતી.

હવે હિંમત કરીને રાજલ તે યુવાન સામે બેસીને તેની સાથે બનેલ ઘટના પોલિસ ઇન્સ્પેક્ટર ને કહેવા માંગતી હતી એટલે પોલિસ ઇન્સ્પેક્ટર ને કહ્યું.
"હું તે યુવાન ને સારી રીતે જાણું છું અને આ યુવાન ને કારણે મારી જીદગી બરબાદ થઈ છે અને હું તમને ખાતરી આપુ છું કે આ યુવાને જ વિશાલ નું ખૂન કર્યું હશે."

રાજલ ને તે યુવાન સામે બેસાડવામાં આવી. તે યુવાન એટલે બીજુ કોઈ નહિ પણ "રાજ" હતો. તેનું ખૂન થયું હતું જ નહિ તે તો વિદેશ અભ્યાસ માટે ગયો હતો. રાજલ ને જોઈને રાજ તો ગુસ્સે થઈ ગયો. રાજલ નાં કારણે પણ તેની જિંદગી ખરાબ થઈ હતી.

રાજલ પોતાની સાથે બનેલી ઘટના પોલિસ ઇન્સ્પેક્ટર ને કહે છે અને પોલીસ રાજલ ની સાંભળતી વખતે રાજ ને સવાલ કરતા કહે છે ત્યારે દરેક સવાલ નાં જવાબ રાજ સાચા આપે છે અને તે કબૂલ પણ કરે છે કે ને રાજલ જો ઉપયોગ કર્યો હતો પણ તેની પણ ઈચ્છા હતી નહિ તો એકલા હાથે થોડી તાળી પડે.! તે સામે ચાલીને મારી પાસે આવી હતી અને પછી મને લાગ્યું મારે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

રાજ કેવો છે અને તેણે કેવા ગુના કર્યા છે તે પોલિસ ઇન્સ્પેક્ટર ને ખબર પડી ગઈ હતી પણ પોલીસ ને વિશાલ નાં ખૂનનાં કેસ નો ભેદ ઉકેલવાનો હતો એટલે રાજલ ને થોડી દૂર બેસાડીને રાજ પર લાકડીના પ્રહારો પોલીસ કર્મી કરવા લાગ્યા ત્યાં તો રાજ તેમને થોભવાનું કહ્યું અને કહ્યું હું તમને સાચે સાચું કહું છું. બસ તમે મને મારશો નહિ.

રાજ આગળ માંડીને વાત કરે છે. જ્યારે રાજલ મારા પ્રેમ જાળમાં ફસાઈ ગઈ ત્યારે હું તેનો ઉપયોગ કરવા લાગ્યો પણ એક દિવસ મારાથી મોટી ભૂલ થઈ ગઈ. રાજલ સાથેના મારા સંબંધ વિશે મે વિરલ ને જાણ કરી દીધી અને આ વિરલે એક દિવસ મારા ફાર્મ હાઉસમાં છૂપાઈને મારા અને રાજલ નો વિડિયો બનાવી લીધો. અને તેણે એ વિડિયો મને બતાવીને કહ્યું.
"જો તું પણ મને રાજલ સાથે મઝા નહિ કરવા દે તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ."

વિડિયો વાયરલ થવાના ડરથી મે તેની વાત માની લીધી અને મારી હાજરીમાં રાજલ સાથે તેણે રેપ કર્યો. અને ત્યાર પછી તે અવાર નવાર મને ધમકી આપીને મારી પાસે પૈસા પડાવવા લાગ્યો. આખરે મે વિચાર બનાવી લીધો કે ગમે તેમ કરીને વિરલ ને હું મારી નાખીશ. હજુ તો મે વિરલ ને મારી નાંખવાનો પ્લાન બનાવી લીધો હતો ત્યાં મારા પપ્પા ના કહેવાથી મારે પરેદેશ અભ્યાસ માટે જવાનું થયું અને વિરલ બચી ગયો.

પોલીસે લાકડી પછાડીને કહ્યું.
આગળ શું થયું..?

હું વિદેશ થી પરત આવ્યો એટલે મારા ઘણા વિડિયો વાયરલ થઈ ચૂક્યા હતા તેનું કારણ પણ વિરલ હતો એટલે તરત વિરલ ને મારી નાંખવાનો ફરી પ્લાન બનાવ્યો. તે ક્યારે ઓફિસે જાય છે અને કયારે આવે છે તે હું મોનીટરીંગ કરવા લાગ્યો.

જે દિવસે વિરલ નું ખૂન કરવાનું હતું તે દિવસે હું તેના ઘરથી દૂર લાકડી લઈને ઊભો રહી ગયો. જ્યારે તે ઘરેથી નીકળ્યો ત્યારે મારી નજર ત્યાં હતી નહિ પણ ઘરથી આગળ વધ્યો એટલે મારી નજર તેની પર પડી. તે ત્યાંથી આવી રહ્યો હતો જ્યાં તેનું ઘર હતું અને તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. મે લાકડી નો પ્રહાર કર્યો ને તેની બાઈક સ્લીપ થઈ. અને તે જોતા હું સમજી ગયો કે આ વિરલ બચી નહિ શકે.

રાજ ની વાત સાંભળીને પોલિસ ઇન્સ્પેક્ટરે રાજ ને ગાલ પર જોર થી તમાચો માર્યો અને કહ્યું. તે વિરલ નહિ વિશાલ હતો. તે વિરલ નાં વહેમમાં એક નિર્દોષ માણસ નું ખૂન કરી નાખ્યું.

એક નિર્દોષ માણસ નું ખૂન થયું છે તે જાણીને રાજ ને પણ દુઃખ થયું પણ વિરલ જીવતો રહ્યો તે ગુસ્સો તેના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહ્યો હતો. રાજ ને હથકડી પહેરાવીને પોલીસ કર્મી બીજી ઓરડીમાં ગયા.

પોલિસ ઇન્સ્પેક્ટરે વીણા અને રાજલ ને તેના કેબિનમાં બોલાવ્યા.
વીણા ને કહ્યું. અમે જેની ધડપકડ કરી તે આરોપી એ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. તે બીજા કોઈને મારવા માંગતો હતો અને વિરલ માર્યો ગયો. પોલિસ ઇન્સ્પેકટરે રાજલ નો બચાવ કરતા તેણે કોઈ નામનો ઉલ્લેખ કર્યો નહિ. પણ રાજલ ને પૂછવામાં આવ્યું.
વિરલ વિરૂદ્ધ તું કેસ દાખલ કરી શકે છે તું કહે તો વિરલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.?

વિરલ હવે રાજલ નો પતિ હતો અને પહેલા કરતા ઘણો સુધરી પણ ગયો હતો. હા બન્ને વચ્ચે ઝગડો રહે છે પણ સાથે સાથે પ્રેમ પણ છે એટલે રાજલ કહે છે.
સાહેબ હવે મારો સુખી સંસાર થયો છે. હું માંડ માંડ આઘાત માંથી બહાર આવી છું ફરી હું આઘાતમાં આવવા માંગતી નથી એટલે મારે મારા પતિ વિરલ વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરવી નથી.

પોલીસ કાર્યવાહી આગળ ચાલી અને રાજ ને આજીવન કેદ ની સજા થઈ. જ્યારે વિરલ ને વિશાલ નાં ખૂન વિશે ખબર પડી ત્યાર થી તે વધુ બદલાઈ ગયો અને રાજલ સાથે ઝગડો કરવાનું ભૂલી ને તેને સાચો પ્રેમ કરવા લાગ્યો. તો વીણા પોતાના પિયર જતી રહી.

****

આ સ્ટોરી ની મુખ્ય હેતુ હતો સાચો પ્રેમ અને તમારી જીવવાની સાચી રીતે. અત્યાર નાં યુવાનો જલ્દી મેળવવાની હોડ તેને ઘણા નુકશાન તરફ લઈ જાય છે. રાજલ નું પાત્ર ભલે નિર્દોષ હતું પણ તેણે જે ભૂલ કરી તેનું પરિણામ તેને આજીવન ભોગવવું પડયું. કોમલ ભલે રાજલ ની દોસ્ત હતી પણ જે તેની વિચારધારા હતી તે મહદઅંશે ખોટી હતી. જેના કારણે તેને પણ ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા જવું પડ્યું.

વિરલ અને રાજ નાં માં બાપ નો નિર્ણય બરોબર હતો. માં બાપ આવા જ હોવા જોઈએ પણ રાજલ ના માતા પિતા જે રીતે રાજલ નું ધ્યાન રાખતા ન હતા તે સારી બાબત ન હતી જેના કારણે રાજલ ની જીદગી ખરાબ થઈ તેમાં તેનો પણ મહત્વ નો ફાળો ગણી શકાય.

ટૂંકમાં એટલું કહીશ. જે સમયે જે કરવાનું યોગ્ય હોય તે કરવું જોઇએ. જે આગળ મળવાનું જ છે તેને વહેલા પામીને તમે ખુદ નુકશાની માં જશો. સમય પ્રમાણે મળે તે જ યોગ્ય હોય છે.

સમાપ્ત.....

મારી આ નોવેલ આપને કેવી લાગી તે કૉમેન્ટમાં જણાવજો. તમારો અમૂલ્ય સમય આ નોવેલ વાંચવામાં આપ્યો તે બદલ હું તમારો આભારી રહીશ...

વીરગાથા 1, વીરગાથા 2, પ્રેમ પુઝારણ, ધ કાવ્યા, પ્રેમનો પગરવ, એક દિલ દો ઝાન વાંચશો તો તમને ખૂબ ગમશે.

જીત ગજ્જર