કેમ છો મિત્રો, હું રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકમાં નોકરી કરૂ છું.. જોકે નામ માત્રની નોકરી કરૂ છું.સંગીત અને વ્યાયામનો જબરો શોખ છે.. એની સાથે જ મને લેખન અને વાંચનનો ગાંડો શોખ છે.. કદાચ માતૃભારતી પર કોઈને ન વાંચ્યા હોય તો ક્ષમાપાર્થી છું..પ્રતિલીપિ જોઈ લેજો તો ખ્યાલ આવશે..એક નવી કલ્પના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..જો કે દરેક યુગમાં હંમેશા નારીનું અપમાન, ઉપેક્ષા થતા રહ્યા છે.. આપણે આ યુગમાં પણ એમ જ કરીએ છીએ..મારી રચનાઓ લગભગ નારીના પ્રશ્નોને વાચા આપશે જ.. જે ખોટું થાય છે એ સ્પષ્ટ કહેવું એ મારો અંગત મત છે.. મુંબઈ સેન્ટ્રલ પાસે
Full Novel
મધદરિયે - 1
કેમ છો મિત્રો, હું રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકમાં નોકરી કરૂ છું.. જોકે નામ માત્રની નોકરી છું.સંગીત અને વ્યાયામનો જબરો શોખ છે.. એની સાથે જ મને લેખન અને વાંચનનો ગાંડો શોખ છે.. કદાચ માતૃભારતી પર કોઈને ન વાંચ્યા હોય તો ક્ષમાપાર્થી છું..પ્રતિલીપિ જોઈ લેજો તો ખ્યાલ આવશે..એક નવી કલ્પના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..જો કે દરેક યુગમાં હંમેશા નારીનું અપમાન, ઉપેક્ષા થતા રહ્યા છે.. આપણે આ યુગમાં પણ એમ જ કરીએ છીએ..મારી રચનાઓ લગભગ નારીના પ્રશ્નોને વાચા આપશે જ.. જે ખોટું થાય છે એ સ્પષ્ટ કહેવું એ મારો અંગત મત છે.. મુંબઈ સેન્ટ્રલ પાસે ...વધુ વાંચો
મધદરિયે - 2
પરિમલ વિચારવા લાગ્યો કે શું કરવું? રાત આખી પરિમલ વિચારતો રહ્યો.. આખરે મનોમન તેણે ત્યાં જવાનું નક્કી કર્યું..સવાર તેણે રિક્ષા પકડી અને આપેલા સરનામે તે પહોંચી ગયો.. એક જગ્યાએ સરનામું પૂછી પરિમલ સાંકડી ગલીમાં વળ્યો... નાનકડાં ઝૂંપડાંમાં દાખલ થતા તીવ્ર વાસનો અહેસાસ થયો... પોતાની ગરીબાઇની ચાડી ખાતુ ઝૂંપડું ખખડધજ હાલતમાં કંગાળ હતું!!! પરિમલ અવઢવમાં ઝૂંપડીમાં દાખલ થયો. નાનકડી ખાટલી, તૂટેલી પાંગત,ને ફાટેલા ગોદડામાં કોઈ વૃદ્ધ ખાંસી ખાય છે!!!! પરિમલને જોઈ તેમણે પરિમલને આવકાર આપ્યો... તેમણે સાદ પાડી કહ્યું "પુષ્પા જો કોઈક આવ્યું છે બેટા" લાલ રંગની સાડીમાં પુષ્પા બહાર નીકળી.. પરિમલ જોઈ રહ્યો..ખૂબજ જુની સાડીમાં પણ પુષ્પા સુંદર લાગી ...વધુ વાંચો
મધદરિયે - 3
પરિમલ તેના પપ્પાને વાત કરે છે.. પરિમલને પણ માનવતામાં પાછો પાડી દે એવા તેના પિતાને અણસાર તો આવીજ ગયો પરિમલે ખુલ્લા દિલથી બધીજ વાત કરી દીધી... તેના પિતા બોલ્યા "હં.... તારી વાત પરથી તને પુષ્પા પ્રત્યે ખાલી લાગણી કે, હમદર્દી હોય એવું નથી લાગતું પરંતુ ક્યાંક દીલના ખૂણામાં એના પ્રતિ પ્રેમ હોય એવું દેખાય છે"... પરિમલ વિચારતો રહ્યો એનુ હ્રદય પાસે કાંઈ ઊપજ્યું નહીં!!!દિલ કે દીમાગ પર એનો કોઈ કાબુ રહ્યો નહોતો!! ઉનાળાના અસહ્ય બફારાથી ત્રસ્ત ધરતી આકાશ સામે અનિમેશ દ્રષ્ટિએ જોયા કરે અને વરસાદની પહેલી બુંદ ધરતી પર ઝીલાય અને ધરતી ટાઢક પામી આશિર્વાદ ...વધુ વાંચો
મધદરિયે - 4
પુષ્પા પરિમલના ઘરેથી એક અજબ ખુશી અને પિતાના મૃત્યુનું દુઃખ લઇને જતી હતી... પોતે હવે શું કરશે એ વિચાર મનમાં ન હતો.હા તેણે પરિમલનો જેટલો સંગાથ કર્યો હતો તેના પરથી એક ઉત્તમ મિત્ર અને પરિમલના પિતાના રૂપમાં જાણે પોતાનાજ પિતાને પામી હોય તેવી લાગણી થઈ રહી હતી.. પરંતુ તેના કારણે કોઈ પરિમલ ના પરિવાર ને નડતર થાય તો? બસ આ ડરથી તે નીકળી ગઈ હતી. પરિમલ મિરર માં તેને જ જોઈ રહ્યો હતો. પુષ્પા પણ જાણતી હતી કે પરિમલ તેને જ જોઈ રહ્યો છે.. પુષ્પા બોલી "ગાડી ચલાવવા માં ધ્યાન આપો, મને શું જોઈ રહ્યા છો? " ...વધુ વાંચો
મધદરિયે - 5
પરિમલ પૂરપાટ ગાડી ચલાવતો પોતાના ઘરે જાય છે... રમાબેન કે જે તેમના ઘરે કામ કરતા હતા તેમણે કહ્યું "પુષ્પાબેનને આવતા તેઓ પડી ગયા એટલે મેં જ તમને બોલાવ્યા છે." પરિમલ તરત પુષ્પા પાસે ગયો..એ અંદર દાખલ થયો કે તરત પુષ્પાએ પોતાનુ કામ ચાલુ કરી દીધું. પરિમલ:"પુષ્પા શું થયું હતું કેમ તને ચક્કર આવ્યા હતા? તારે મને ફોન તો કરવો જોઈએ ને?? " પુષ્પા:"અરે શાંતિ રાખો બધું આજેજ પૂછી લેશો કે શું? આજે મજા જેવું નહોતુ એટલે જરા ચક્કર આવી ગયા હતા. પરિમલ:"અરે પણ તો તારે ઉપવાસ કરવાની જરૂર ક્યાં છે? હવે ઉપવાસ ન કરતી " પુષ્પા:"ઓકે હવે નહીં કરુ ...વધુ વાંચો
મધદરિયે - 6
આગળના ભાગમાં આપે જોયું કે પુષ્પાને કેન્સર હતું અને એ પરિમલના બીજા લગ્ન કરાવે છે.. એની પુત્રી અવની (રીવા) પરિમલ રીવા અને પુષ્પા અવની કહે છે.. જે પુષ્પાની કૂખે અવતરી છે... પુષ્પાને તો જાણે પાંખો લાગી હતી..એ દરેક કામ દોડતા કરતી હતી.. સૌને ખબર પડી ગઈ હતી કે પુષ્પાને કેન્સર છે,એ બહુ થોડા દિવસની મહેમાન છે..આમ તો આ દુનિયામાં પરિમલ સિવાય પુષ્પાનું કોઈ હતું નહીં,છતા પણ એના પ્રત્યે બધાને લાગણી થાય એ સ્વાભાવિક હતું.. એક સ્રી બધું સહન કરી શકે,બધું વહેંચી શકે પરંતું જીવતે જીવ પોતાના પતિને ક્યારેય ન વહેંચી શકે.. એના પ્રેમ પર પોતાનો અધિકાર જ રહેવા દેતી ...વધુ વાંચો
મધદરિયે - 7
પુષ્પાના ગયા બાદ પરિમલના પપ્પાએ બધો કારોબાર પરિમલને સોંપી દીધો..પોતાની હવે ઉંમર થઇ છે.. આ નાનકડી જીંદગીમાં કાંઇક સારું કરી શકે એ માટે એમણે વૃદ્ધાશ્રમ ખોલી અને અસહાય માવતરની સેવામાં મન પરોવી દીધું.. એમને જ્યારે જરૂર પડતી ત્યારે એ પરિમલ પાસે મદદ માંગતા,અને પરિમલ પણ પોતાની શક્તિ મુજબ મદદ કરતો હતો.. અવની હવે ખુબજ મોટી થઈ ગઈ હતી..એ ખૂબ જ સમજણી હતી.. પુષ્પા જેવા જ નાક નક્શ હતા.. એને જોઈને હજું પણ પરિમલને પુષ્પા યાદ આવી જતી હતી.. પુષ્પાની મરણ તિથી હોય એટલે ઉત્સવ જેવો માહોલ સર્જાતો હતો.. બધા 'પુષ્પા વૃદ્ધાશ્રમમાં' ભેગા થતા..પ્રાર્થના કરતા,પુષ્પાના આત્માની શાંતિ માટે બધા પ્રભુને ...વધુ વાંચો
મધદરિયે - 8
આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની બેવફાઈથી એટલો ગમગીન બની ગયો છે કે પોતાના જીવનનો અંત આણવા સુધી આવી ગઈ..એણે કારણ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતું કેમેય એને સુગંધાનો વ્યવહાર એને સમજાયો જ નહીં..હવે આગળ.... કેમ આ હ્રદય એવું હશે કે એને પ્રેમ થઈ જાય છે?ને પ્રેમ કર્યા બાદ કેટલું તડપવું પડે છે એની જાણ હોવા છતા પ્રેમ કરે છે??? એક પુષ્પા હતી કે જે વ્યવસાય થી જ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી હતી, એની મજબૂરી હતી.. પરિમલ સાથે લગ્ન કર્યા પછી એણે કોઇની સામે નજર ઉઠાવીને જોયું પણ ન હતું.. એનું શરીર અપવિત્ર હતું, પણ એનો આત્મા ગંગા જેટલો ...વધુ વાંચો
મધદરિયે - 9
આપે આગળના ભાગમાં જોયું કે પરિમલ કોઇને કશું જણાવવા માંગતો ન હતો.. એ એના પિતાને સુગંધાની બેવફાઈ વિશે જણાવતો પરંતું એ જગતની સામે સુગંધાનું સત્ય બહાર લાવવા પ્રતિબદ્ધ થાય છે.. સૌથી પહેલા તો પરિમલ હવે દુકાન સંપૂર્ણ રીતે મેનેજર ને હવાલે કરી દે છે.. પોતાના ઘરમાં એ સિક્રેટ કેમેરા ગોઠવી દે છે જેથી સુગંધા પર વૉચ રાખી શકાય..એને મળવા કોણ આવે છે,એ કોની સાથે રિલેશનમાં છે એ બધી બાબતો જાણવા માટે એ પૂરતો બંદોબસ્ત ગોઠવી દે છે.. પરિમલ ઘરેથી કાયમ નીકળી જતો પણ એની ચાંપતી નજર ઘરમાં જ રહેતી હતી.. એક દિવસ રેકોર્ડ કરેલો કેમેરો જોતા પરિમલના પગ તળેથી ...વધુ વાંચો
મધદરિયે - 10
આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની સચ્ચાઇ સામે લાવે છે પણ પ્રિયા જે સુગંધાની નાની બેન હતી..એની વાત સુગંધા પોતાનો બચાવ કરે છે... પરિમલ:પણ પ્રિયાની લાશ તમને મળી પછી તુ કઈ રીતે પ્રિયાને જીવતી બતાવી શકે છે.??? સુગંધાએ હવે માંડીને વાત કરી.. "પ્રિયા નાનપણથી જ જિદ્દી હતી.. એ પોતાની જીદ ક્યારેય ન મુકતી..પપ્પા અને મમ્મી એને બહુ સમજાવતા હતા પણ પ્રિયાના વર્તનમાં કોઈ ફેરફાર થતો જ નહીં..જો કે ક્યારેય એની માંગણી ખોટી ન હોતી.. ઘરકામથી લઇ અભ્યાસમાં દરેક ક્ષેત્રમાં એ પારંગત હતી..એ રમતગમતમાં પણ કાઠું કાઢે એવી હતી.. એક વખત 12 ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે એને અમિત ...વધુ વાંચો
મધદરિયે - 11
આગળના ભાગમાં આપે જોયું કે અમિત એકદમ અલગ માટીમાંથી બનેલો ઈન્સાન હતો.. એ જરાય ચલિત નહોતો થયો.. સુગંધાએ અમિતને માટે પાસ કરી દીધો હતો.. એણે પરિમલને આગળ કહેવાનું શરૂ કર્યુ. "એ રાત આજે પણ મને યાદ છે જ્યારે હું સ્કુટી લઇ ઘરે આવવા નીકળી હતી..અચાનક મને એમ થયું કે અમિતના ઘર તરફ જાઉં.. મેં મેઈન રસ્તો મુકીને વચ્ચેની શેરી પકડી..એ રસ્તો સૂનસાન હતો.. પણ ડર રાખ્યા વગર હું એ રસ્તેથી નીકળી.અચાનક મને એમ લાગ્યું કે અમિતને ફોન કરી દઉં કદાચ બહાર હોય તો?? મેં એને ફોન કર્યો..મેં કહ્યું ક્યાં છો અમિત?હું તારા ઘરે જાઉં છું.. મને કહે.. હું બહાર ...વધુ વાંચો
મધદરિયે - 12
આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા આપઘાત કરે છે.. એક સુસાઈડ નોટ પણ મળી હતી.. સુગંધાએ આગળ વાત શરૂ પિતા પ્રિયાની લાશ જોઈ ભાંગી પડ્યા હતા.."એમણે કહ્યું'જો મને ખબર હોત કે તારો પ્રેમ ન પામી શકવાથી તુ આપઘાત કરી લઈશ તો હું રાજીખુશીથી તારો હાથ અમિતના હાથમાં આપી દેતો..' અમિત અમને ત્યાં ભેગો થયો. એની હાલત પણ એકદમ ખરાબ હતી..રડીને એની આંખો સૂઝી ગઈ હતી..એ એટલું બોલ્યો"મારા પ્રેમને તમે મારી નાખ્યો છે.. પ્રિયા મને પ્રેમ કરતી હતી..એના માટે હું કોઈનો જીવ પણ લઈ શકું,અને મારો જીવ દઈ પણ શકું.. પણ તમને હું કંઈ નહીં કહું.. જ્યારે જ્યારે પ્રિયાને યાદ ...વધુ વાંચો
મધદરિયે - 13
આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા સુગંધાને જણાવે છે જે અમિતની બેવફાઈ અને એના ખોટા આપઘાતને બધા સામે સાચો કરીને પ્રિયાને કેદ કરે છે.. પ્રિયા અને બીજી છોકરીઓને કોઈ ચંકી સર પાસે લઈ જાય છે.. હવે આગળ... એકદમ અંધારામાંથી અજવાળામાં આવતા અમારી આંખો અંજાઈ ગઈ..થોડીવાર બાદ અમને દેખાયું એક મોટા હોલમાં અમને લઈ જવામાં આવ્યા હતા..સામે એક નાનકડી કેબીન હતી..એ કેબિનમાં કાચ કાળા હતા.. એની અંદર કંઈ જોઈ શકાય એવું ન હતું.. કદાચ એ ચંકી જ હતો.. એક તો કાળા કાચ અને એમા પણ મોં પર માસ્ક એટલે એ કોણ છે,કેવો દેખાય છે એ કોઈ કહી શકે એમ હતું ...વધુ વાંચો
મધદરિયે - 14
અગાઉ આપે જોયું કે સુગંધાએ પરિમલને પ્રિયાની સચ્ચાઈ જણાવી.. ચંકી અને અમિત વિશે પણ જણાવ્યું..કઈ રીતે એ ભોળી છોકરીઓને હતા એ બધું જણાવ્યું..પરિમલ પોતાની ફાઈલ સુગંધાને આપીને એની લડાઈમાં પોતે સાથ આપશે એવું જણાવે છે.. હવે આગળ.. સુગંધાએ ફાઈલ વાંચવાનું શરૂ કર્યું..પહેલું જ નામ આવ્યું.મુમતાઝ ભટ્ટી.. પરિમલે અત્યાર સુધી જે કંઈપણ સંશોધન કર્યું હતું એની તમામ વિગતો આ ફાઇલમાં હતી.. મુમતાઝ ભટ્ટી...દાહોદના એક નાનકડા ગામમાં રહેતી હતી..કામની લાલચે રહીમ પાયક એને અમદાવાદ પોતાની સાથે આવવાનું કહે છે.. અમદાવાદમાં એ ગયો પછી પૈસેટકે સુખી હતો.. એકલી મુમતાઝ કેમ જાય??એની મા એને આનાકાની કરે છે પણ રહીમ સાથે વારંવારની મુલાકાતે આંખ ...વધુ વાંચો
મધદરિયે - 15
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા પરિમલની ફાઈલ વાંચે છે અને ચંદાબાઈ તેમજ અન્ય યુવતીઓ વિશે વાંચે છે.. ચંદાબાઈના શબ્દો એના હ્રદયને હચમચાવી જાય છે.. એ કોઈપણ ભોગે આ દેહવિક્રયનો ધંધો બંધ કરાવી એ બધી સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવા મળે અને વ્યવસાયની તકો મળે એ માટે એક સંસ્થા નિર્મળ નારી નિકેતન કેન્દ્ર ખોલે છે.. હવે આગળ.. પરિમલ એના પિતાના શબ્દો સાંભળી વિચારમાં પડી જાય છે.. શું હજુ પણ કોઈ વસ્તુ એવી છે જેનાથી હું અજાણ છું??એ રહસ્ય શું હશે?? ઘણી મથામણને અંતે પણ એને જવાબ મળતો નથી..સાંજે પરિમલ વિદાય લે છે.. "પિતાજી હું ઘરે જાઉં છું,પણ જતા પહેલા મને ...વધુ વાંચો
મધદરિયે - 16
આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ હોટેલમાં પ્રિયાને જૂએ છે.. અચાનક પોતાને જોઈ રહ્યું છે એ જાણીને પ્રિયા ખીજાય સુગંધા બધું સંભાળી લે છે.. પ્રિયાએ પોતાના જીજાજી નહોતા જોયા અને પરિમલ પણ પહેલી વખત પ્રિયાને જોઈ રહ્યો હતો..પ્રિયા ચંકીની પાર્ટી વિશે જાણ કરે છે.. સુગંધા પ્રિયાની જગ્યાએ પોતે એ પાર્ટી એટેન્ડન્ટ કરવાની વાત કરે છે.. હવે આગળ..પરિમલ વિચારે છે કે ગમે તેમ કરીને મારે સુગંધાની સાથે જવું છે પણ કેમ જાય??સુગંધાની અને પ્રિયાની ચોખ્ખી ના હતી..આખરે પરિમલે પોતાનું મન વાળી લીધું..પરિમલે એના પિતાને બધી જાણ કરી દીધી..સુગંધા હોટેલમાં જવાની છે એ વાત જાણ્યા બાદ એ ઘેર આવ્યા..પરિમલ આજે રાજી ...વધુ વાંચો
મધદરિયે - 17
આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયાની જગ્યાએ સુગંધા ચંકીની પાર્ટીમાં જવા તૈયાર થાય છે.. પરિમલના પિતા પોલીસખાતામાં ઊચ્ચ હોદ્દા હતા.. જરૂરી તમામ મદદ કરવા એ તૈયાર હતા.. મોટો પ્રશ્ન એ હતો કે ચંકીનું સાચું નામ કે મોં કોઈ એ જોયું ન હતું..સુગંધાએ સાવચેતીથી પાર્ટીમાં પકડાઈ ન જાય એનું ધ્યાન રાખ્યું..ચંકી કોણ છે એ એને જાણવું હતું..પાર્ટી પૂર્ણ થયા બાદ એ ઘરે જવા નીકળે છે પણ કોઈ એનો પીછો કરતું હોય એવો એને ભાસ થાય છે.. ઘેર પહોચે છે ત્યારે પરિમલ સાથે એ વાત કરતી હોય છે ત્યાં કોઈ બંદૂકધારી લોકો આવી જાય છે..હવે આગળ.. સુગંધાએ જોયું તો સામે અમિત ...વધુ વાંચો
મધદરિયે - 18
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા બહાદુરીથી અમીત અને એના સાગરિતોને પકડી લે છે. એ અમિતને મારી જ નાખવાની પરિમલના પિતા એમ કરતા એને રોકે છે અને એમના મિત્રના ફાર્મહાઉસમાં પાંચેયને નજરકેદમાં રાખે છે.. હવે આગળ.. "આ કઈ જગ્યા પર છીએ આપણે?" છોટું બોલ્યો.. "સાલા ઘડીક ચુપ મરને..આ સાલી સુગંધાએ બહુ માર્યા છે.. હજુ દુખે છે.. અત્યારે ચાલવાનો પણ વેંત નથી અને આ રૂમ પણ એકદમ અંધારીયો છે.. અાટલો અંધકાર તો રાત્રે પણ નથી હોતો.. હજુ આપણી આંખો અંધારામાં જોઈ નહીં શકે,કદાચ એકાદ કલાક પછી કંઈક દેખાય તો દેખાય..બાકી આપણું પુરૂ થઇ જવાનું છે..."મગને જવાબ આપ્યો..ત્યાં કશો ખખડાડ થયો.. ...વધુ વાંચો
મધદરિયે - 19
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને પરિમલ નારીકેન્દ્રમાં જવા નીકળે છે.. આ તરફ ડીઆઈજી રાણા બરાબરનો મેથીપાક પાંચેયને છે.. રૂમ બંધ થતા એ લોકો ભાગવાનો મોકો શોધે છે.. દિવાલ તોડી બાંકોરૂ કરવામાં એ લોકો સફળ પણ થાય છે,ત્યાં દરવાજો ખૂલે છે.. હવે આગળ.. સુગંધા ટિફિન ભરીને તૈયારી કરે છે.. પરિમલ તરત બોલ્યો"પણ આપણે બધા ત્યાં બધાની સાથે જ જમી લઈએ તો એ બધાને પણ આનંદ થશે અને એ બહાને થોડી વાતચીત પણ થઈ શકે..તુ ટિફિન ભરવાનું રહેવા દે.." "અરે પણ પપ્પા કેટલા દિવસે ઘરે આવતા હોય છે?? તમને તો ખબર છે,એમને તેલ વાળું ને ગળ્યું બહુ ભાવે છે.. ...વધુ વાંચો
મધદરિયે - 20
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પૈસાના ત્રાજવે તોલાઈ જાય છે.. અમિત અને એના સાથીદારોને છોડાવી એ ભાગવામાં સફળ છે,પણ રાણાના આવતા એ એકને ગોળી મારી દે છે.. હવે આગળ.. રાણા તરત એ રૂમમાં જાય છે.. હજુ એમનો એક સાથીદાર ત્યાં હાજર હોય છે.. રાણા એને તરત પોતાની હિરાસતમાં લઇ લે છે..રાણા એની ખાતિરદારી કરે છે અને ચારેય લોકો ક્યાં ગયા છે એ પૂછે છે.. રાણાની માર એક વખત ખાધી હતી એટલે એ પોપટ જેમ બધું બોલી નાખે છે.. રાણા એ તરત કોલ કોન્ફરન્સ કરીને પરિમલના પપ્પાને અને સુગંધાને ફોન લગાવ્યો.. "આપણો પ્લાન સફળ થયો છે.. જે વ્યક્તિ આપણે ...વધુ વાંચો
મધદરિયે - 21
મધદરિયે આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થવા જાય છે,સૂરજની જીંદગી અને સુલતાનના ત્રાસ વિશે પણ એક વૃદ્ધને સુલતાનના માણસો મારે છે અને સૂરજ એની મદદ કરે છે..હવે આગળ.. સુલતાનને ખબર પડી ગઈ હતી કે સૂરજે પેલા વૃદ્ધની મદદ કરી હતી,એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો"સુલતાન ગઢમાં કેટલાય દિવસોથી તને કેસ નહોતો મળતો ને?? લે આ કેસ આપી દીધો..સૂરજ પર કેસ દાખલ કરી દેજે.." "પણ એના પર ખૂનનો આરોપ લગાવવામાં બહુ તપાસ થશે અને એને કાંઈ નહીં કરી શકાય.."પોલીસ વડાએ કહ્યું.. "તને પોલીસ કોણે બનાવી દીધો?? સાલા ચોરી ચપાટીનો કેસ બનાવીને થોડાક મહીના અંદર કરાવી દે..આમ ...વધુ વાંચો
મધદરિયે - 22
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પરીક્ષા આપી પોતાના વતન જવા તૈયાર થાય છે ત્યાં એના મામા ફોન કરીને મકવાણાને શકીલ મારતો મારતો સુલતાન પાસે લઈ ગયો છે એવી જાણ કરે છે.. મકવાણાની હાલત ખરાબ છે છતા પહેલવાન એની સાથે લડવા જાય છે,ત્યાં કોઈ રોકે છે.. હા એ સૂરજ હતો..પોતાના જીવની પરવા કર્યા વિના મકવાણા સાહેબનું ૠણ ઉતારવા એમને બચાવવા જાય છે.. એના મામા એને ના પાડે છે,પણ સૂરજનું દિલ એને આગળ જતા અટકાવે છે.. મકવાણા સાહેબનું જીવન સુખી જ હતું,પોતાની કારકિર્દી બચાવવા એમણે સુલતાન વિરુદ્ધ કામ કર્યું એની જ સજા એ ભોગવે છે.. પોતે નહીં જાય તો માનવતા ...વધુ વાંચો
મધદરિયે - 23
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને સુલતાન વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે.. યુદ્ધમાં સૂરજ જીતે છે અને સુલતાનને છોડીને સરાહનીય કામ કરે છે.. હવે ત્યાં સુલતાન સૂરજ બને છે.. સુલતાન સભા સંબોધિત કરે છે.. હવે આગળ.. "હું અહીં સુલતાન બનવા નહોતો આવ્યો..હું તો કોઈની મદદ કરવા માટે સુલતાન સામે લડ્યો છું..મારી જીત સચ્ચાઈની જીત છે.. અહીં બધા પ્રેમથી રહેશે અને યાદ રહે,ચોરી,લૂંટફાટ બધું છોડીને સારા માણસો બની જજો, કોઈને હેરાન કરતી વખતે તમારા પરિવાર વિશે પણ વિચારો,જો એ ઘટના તમારા પરિવાર સાથે બને તો?? કોઈની જીવનભરની પૂંજી લૂંટીને કોઈનો શ્રાપ ન લેતા,હા કોઈને મદદ કરી એના આશિર્વાદ જરૂર ...વધુ વાંચો
મધદરિયે - 24
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને ગૌરી એકબીજાના પ્રેમમાં પડે છે,પણ એકબીજાએ પ્રેમનો એકરાર કર્યો નહોતો..અલ્તાફ પોતાની નવી બનાવે છે જે સુલતાનના નિયમો તોડી એનાથી વેર બાંધે છ.. રોજ કોલેજ સુધી મુકવા જતા સૂરજે આજે ગૌરીને ન જોઈ,ત્યાં શકીલનો ફોન આવે છે.. સૂરજ પોતાના રહેઠાણ પર પહોંચે છે..શકીલે અલ્તાફના લોકોએ કરેલા હુમલાની વાત કરતા એ ગુસ્સે થયો હતો.. અલ્તાફના લોકો વધારે હતા.. સુરજના માણસો તૈયાર ન હતા લડવા માટે,હુમલો કરનારા લોકોએ ઉંઘતા ઝડપી લીધા હતા..હથિયાર વગર સુલતાનના લોકો કશું ન કરી શક્યા. સુલતાનના 10 વિશ્વાસુ લોકો એમા મર્યા,17 ઘાયલ થયા હતા..એ હવે એના સાથીદારોમાં શકીલ સિવાય બીજા 8 ...વધુ વાંચો
મધદરિયે - 25
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અમિતનો વિશ્વાસ જીતવામાં સફળ બને છે.સુગંધા પ્રિયાને પોતાની પાસે લઈ આવે છે. ચંકી આ વાત જાણે છે ત્યારે ગુસ્સાથી રાતોચોળ થઇ જાય છે.. હવે આગળ.. વૃદ્ધાશ્રમને અઢળક દાન આપનાર યુવા બિઝનેસમેન બ્રિજેશ ચૌધરી સાથે નવા એજન્ડા માટે પરિમલે બોલાવ્યા છે.. પોતાના મૃદુ સ્વભાવ માટે જાણીતા એવા બ્રિજેશ ચૌધરી કામકાજ અર્થે મોટા ભાગે બહાર રહેતા હતા.. એમણે જાતે જ ફોન કરીને પરિમલને બોલાવ્યો હતો.. "બ્રિજેશભાઈ તમે જે રકમ દાન કરો છો એ રકમથી વૃદ્ધાશ્રમ તો બરાબર ચાલે છે,એમા હવે વધુ પૈસા લગાવવાની જરૂર નથી,પણ હવે જે એક નવી સંસ્થાનું નિર્માણ કર્યું છે એના માટે ...વધુ વાંચો
મધદરિયે - 26
આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થાય છે,સાથે જ તે 'સ્થા'એવું બોર્ડ વાંચે છે.. આ તરફ સાથે પરિમલ કપડાનો નવો બિઝનેસ શરૂ કરે છે.. આ તરફ અવનીને કોઈ કિડનેપ કરી લે છે.. હવે આગળ.. સુગંધાએ જોયું તો એ સૂરજનો ફોન હતો..પરિમલે ફોન ઉપાડ્યો.. "આપના કહ્યા મુજબ હું ચંકીની ગેંગમાં સામેલ થઈ ગયો છું..અહીં એક પળ પણ રહી શકાય એમ નથી..મને તો એમ થાય છે કે આ બધાને અહીં જ પૂરા કરી નાખું.આ ચંકીતો માણસના નામ પર કલંક છે. એને આસાનીથી પકડી શકાય એમ નથી.."સૂરજે કહ્યું.. સામેથી રડવાનો અવાજ આવતા સૂરજ થોડો ચિંતિત થયો.. સુગંધાએ ફોન લઈને ...વધુ વાંચો
મધદરિયે - 27
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા સૂરજ પાસેથી બધી માહિતી મેળવે છે. અવનીને જે જગ્યા પર રાખવામાં આવી છે વિશે સૂરજને જેટલી માહિતી હતી એટલી માહિતી આપે છે.. આસ્થા નામની બિલ્ડીંગ એમને મળે છે,બધા અંદર જવાની તૈયારી કરે છે.. હવે આગળ. "સુગંધા આપણે હજુ અંધારામાં તીર મારીએ છીએ..આ બિલ્ડીંગમાં જ બધી છોકરીઓ હશે એવું પાક્કું કેમ કહી શકાય??ને માન કે બધી છોકરીઓ હોય અને અવની જ નહીં હોય તો?? ચંકી અવનીને જીવતી નહીં છોડે.. અરે એતો એટલો નરાધમ છે કે અવની જેવડી નાની છોકરી પર પણ જરાય દયા નહીં રાખે.."પરિમલના પિતા બોલ્યા.. "પિતાજી,આપણી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો જ ...વધુ વાંચો
મધદરિયે - 28
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા,ડીઆઈજી રાણા, ત્રિવેદી સાહેબ એ બધા આસ્થા બિલ્ડીંગમાં છાપો મારે છે..બિલ્ડીંગની નીચે ગુપ્ત ભોંયરામાં રાખેલી હતી એમને કોઈપણ જાતનું નુકશાન ન થાય એ માટે બહુ સાવચેતીથી એક માણસને બહાર બોલાવી કેદ કરી લે છે..થોડીવાર બાદ ગોળી મારવાનો અવાજ આવતા બધા ચિંતીત થઈ જાય છે.હવે આગળ.. "સુગંધા એક તો બહાર આવ્યો,હવે બે બાકી છે.. ખાસ્સી વાર થઈ પણ હજુ એમાથી એકેય બહાર પણ નથી આવ્યો અને ગોળી પણ ચલાવી.. શું હશે??ત્રિવેદી સાહેબ બોલ્યાં.. વોચમેનને બોલાવી રાણાએ બંદૂક એના લમણા પર મૂકી અને અંદરથી ગોળી ચાલવાના અવાજનું રહસ્ય પૂછ્યું..વોચમેનને હવે ખ્યાલ હતો જ.. રાણા સામે સાચું ...વધુ વાંચો
મધદરિયે - 29
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા 35 જેટલી દેહ વ્યવસાયમાં રોકાયેલી છોકરીની સાથે અવનીને છોડાવે છે.. પ્રીયા અમિતને બહુ છે.. સુગંધા ચંકીના અડ્ડા પર રેડ પાડવાનું નક્કી કરે છે.. હવે આગળ.. "હેલ્લો. " "કોણ?" "આટલી જલ્દી દુશ્મનને ભૂલી ગઈ?" "ઓહ ચંકી! તને તો આખી જિંદગી નહીં ભૂલુ.જયાં સુધી તારા આ ગોરખધંધા અને તારા શ્વાસ બંધ નહીં થાય ત્યાં સુધી તો નહીં જ. " "ચંકી સુધી પહોંચવાનો એક જ રસ્તો છે.. તુ આવી જા મારી પાસે,મારી રખાત બની રહેજે. શું રાખ્યું છે આ નોકરીમાં? મારી સાથે દુશ્મની એટલે તારૂ મોત,મારી સાથે દોસ્તી મતલબ તારી હરેક રાત રંગીન..એશ કરીશ એશ.પ્રિયા નહીં ...વધુ વાંચો
મધદરિયે - 30
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધાને કેસમાંથી હટાવવા માટે ચંકી ભ્રષ્ટ મંત્રીઓ ખરીદી લે છે.. સુગંધા પોતે જ રિઝાઈનની કરે છે.. સૂરજ સોશિયલ મીડિયામાં અને ન્યુઝ ચેનલ મારફતે સુગંધાને કેસમાં પાછી લાવવા રાણાની પણ મદદ લે છે .હવે આગળ.. મોબાઇલમાં મેસેજ ફરતા થઇ ગયા.ટીવીમાં પણ સરકારની ટીકા થવા લાગી..સતાપક્ષ નબળો પડવા લાગ્યો,પોતાની ખુરશી હવે ડગમગવા લાગી.જે ભ્રષ્ટ મંત્રીઓ સુગંધાને કેસમાંથી હટાવવા માંગતા હતા એમને પણ સતાની લાલચ હતી.જો સુગંધાને પાછી નહીં લેવાય તો હાથમાં કશું નહીં આવે એ ફાઈનલ હતું..સુગંધાને કેસમાં પાછી લાવવા માટે હવે એમણે જ મુખ્યમંત્રી સાથે મીટીંગ કરી.. કેન્દ્ર સરકાર સુધી મેસેજ ગયા અને એમણે જ ...વધુ વાંચો
મધદરિયે - 31
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા બંને ચંકીના અડ્ડા નેસ્તનાબૂદ કરવા નીકળે છે..રસ્તામાં અચાનક ખીલી વાળું મોટું આવી જતાં પચંર પડે છે..સ્ટેફની લગાવવા ગયા ત્યાં કોઈ એમને બંદૂકની અણીએ પકડી લે છે.. હવે આગળ. "તમે કોણ છો? કેમ અમને આમ બંદૂક બતાવી છે?"રાણાએ કહ્યું.. "મોતનું નામ ન હોય..ચંકીસરને પકડવા નીકળ્યા છો પણ એના સુધી તો તમારી લાશ જ પહોંચશે.."એક જણ બોલ્યો.. રાણા અને સુગંધાને આગળ રાખી બંને બંંદૂકધારી પાછળ ચાલવા લાગ્યા,સુગંધાએ રાણા સામે જોયું અને આંખ મીચકારી..આંખોના ઈશારે વાત થઈ અને બંનેએ પોતાના પગ વડે પાછળ ચાલી રહેલા લોકોને બે પગ વચ્ચે એટલા જોરથી લાત મારી કે ...વધુ વાંચો
મધદરિયે - 32
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને રાણા ચંકીના માણસોના હાથે પકડાઈ જાય છે.. શેટ્ટી ફોન કરાવી સૂરજને પણ લે છે.. એ ત્રણેને એકસાથે મારી નાખવા માંગતો હતો..સૂરજ ઘેરથી નીકળી જાય છે.હવે આગળ.. "હમણા સૂરજ આવતો જ હશે.. આજે ચંકી સરના તમામ દુશ્મન એક સાથે મરશે..હમણાં એમનો ફોન મારા પર આવશે.."શેટ્ટી બોલ્યો.. સુગંધા મનોમન પ્રભુને વિનવી રહી હતી.. હે ભગવાન!!સૂરજ અહીં આવશે તો એ પણ વગર વાંકે મરશે.. એની જીંદગીમાં આમ પણ પ્રશ્નો ક્યાં ઓછા હતા.પ્રભુ કંઈક ચમત્કાર બતાવો..રાણાની હાલત પણ બગડતી જતી હતી..સતત વહેતું લોહી અને હાથમાં વાગેલી ગોળીથી એના શરીરમાં ઝેર થઈ જાય તો એ જીવથી જશે. ...વધુ વાંચો
મધદરિયે - 33
આગળના ભાગમાં આપે જોયું કે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો..એ પૂર્ણ થતા જ એક જોરદાર ધમાકો થાય છે અને ભોજનાલય તરફ દોડે છે..હવે આગળ.. સુગંધા આવી દશા જોઈને ચિંતામાં મૂકાઈ જાય છે.. તાત્કાલિક ધોરણે ડોક્ટર્સની ટીમ આવી જાય છે.એણે ક્યારેય એવો વિચાર શુદ્ધા નહોતો કર્યો કે કેન્દ્રમાં પોતાને ભરોસે રહેલી સ્ત્રીઓને આવા દિવસો પણ જોવા પડશે.. 40 જેટલી સ્ત્રીઓ હતી એમા દસને ઈજા થઈ હતી અને 2 ગંભીર રીતે દાઝી ગઈ હતી..બોમ્બ એટલો બધો શક્તિશાળી ન હતો અને બધા થોડા દુર હતા એટલે સદનસીબે મોટી દુર્ઘટના ન બની, પણ બધા હચમચી ગયા હતા..પોતાના જીવની કોને ન પડી હોય? રસોડાની ...વધુ વાંચો
મધદરિયે - 34 - છેલ્લો ભાગ
આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને એની ટીમ બ્રિજેશના બંગલે જાય છે, પણ બ્રિજેશ બધાને કેદ કરી લે બહાર રહેલી વિશ્વાસુ પોલીસની વાનને પણ પોતાના બાતમીદારને ફોન કરી એ ગાડીમાં બોમ્બ મુકી દે છે.. ચંકી પોતાના સામ્રાજ્યને એમ વીંખાવા દેવા માંગતો ન હતો..સૂરજ ભીમાને મારે છે હવે આગળ. સૂરજને ખ્યાલ આવી જ ગયો હતો કે ગમે ત્યારે ચંકીના માણસો આવશે એટલે એણે એ મજબુત દરવાજાની બાજુમાં ઊભા રહેવું પડે એમ હતું બંગલાની અંદર ચંકીના કેટલા માણસો સંતાયા છે એની ખબર ચંકીને જ હતી.. "પરિમલભાઈ તમે અંદરથી ગમે તે એકને ફટાફટ ઉપર લાવો જેથી આપણે બધાને બચાવી શકીએ..જો આ ...વધુ વાંચો