મધદરિયે - 19 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 19

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને પરિમલ નારીકેન્દ્રમાં જવા નીકળે છે.. આ તરફ ડીઆઈજી રાણા બરાબરનો મેથીપાક પાંચેયને ચખાડે છે.. રૂમ બંધ થતા એ લોકો ભાગવાનો મોકો શોધે છે.. દિવાલ તોડી બાંકોરૂ કરવામાં એ લોકો સફળ પણ થાય છે,ત્યાં દરવાજો ખૂલે છે.. હવે આગળ..

સુગંધા ટિફિન ભરીને તૈયારી કરે છે.. પરિમલ તરત બોલ્યો"પણ આપણે બધા ત્યાં બધાની સાથે જ જમી લઈએ તો એ બધાને પણ આનંદ થશે અને એ બહાને થોડી વાતચીત પણ થઈ શકે..તુ ટિફિન ભરવાનું રહેવા દે.."

"અરે પણ પપ્પા કેટલા દિવસે ઘરે આવતા હોય છે?? તમને તો ખબર છે,એમને તેલ વાળું ને ગળ્યું બહુ ભાવે છે.. એ કોઈને કહે નહીં ને બધાની સાથે જમી લેતા હોય છે.. તો એમના માટે આજે સ્પેશિયલ જમવાનું લઇ લઉં તો એમને પણ મજા આવે.."

"અરે વાહ!! હું એમનો પુત્ર થઇને ધ્યાન ન રાખી શક્યો,પણ તે પુત્રવધૂનો ધર્મ બરાબર નિભાવ્યો હો..ખરેખર તારા જેવી પત્ની નસીબદારને જ મળે.."

"બસ હવે મસ્કા મારવાનું બંધ કરો અને જલ્દી આપણે જઈએ.ગાડી ચાલું કરો.."

થોડીવારમાં બધા ત્યાં પહોંચી ગયા.. અવની દાદાને ભેટી પડી.. દાદા પણ પૌત્રીને જોઈને ખુશ થઈ ગયા..જમ્યા બાદ નારીકેન્દ્રમાં બેસીને ચર્ચા શરૂ કરી..હજુ નવી જગ્યા હતી એટલે થોડી ઘણી તકલીફ તો રહે જ,પણ છતા બધી બહેનો ખૂબ ખુશ હતી.. અત્યાર સુધી નર્કની સબડતી જીંદગી જીવી હતી.. હવે મહેનતનો રોટલો મળે તો ખુશી થાય જ ને.. સુગંધાને બધા ધન્યવાદ આપવા લાગ્યા..સુગંધાએ પોતાની ઓળખ હજુ કોઈને આપી ન હતી..પોતાનું સિક્રેટ મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને કશું કહેવું એ મિશનને નિષ્ફળ બનાવી શકે એમ હતું..સુગંધાએ બધાને પોતાના અનુભવ શેર કરવા કહ્યું..

કેન્દ્રમાં રહેલી બહેનો એ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યુ..એ સાંભળીને હાજર રહેલા તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ..
એક બહેને તો જે વાત કરી એ ખરેખર હ્રદયદ્રાવક હતી.."વેશ્યા એ કોઈ પોતાની માના પેટની અંદરથી બનીને નથી આવતી.. વેશ્યા બનવા મજબુર કરે છે એની પરિસ્થિતિ..સમાજના સુધરેલ અને આબરૂદાર લોકો જ એને પ્રોત્સાહન આપે છે.. આ સમાજ હાથીના દાંત જેવો છે.. સરસ રીતે તૈયાર થઈ ગ્રાહકોને ઇશારા કરી બોલાવતી વેશ્યા પણ આખરે એક નારી જ છે.. બહારની ઝાકમઝોળ અંદરથી એકદમ ખોખલી હોય છે.. નાનકડી ખોલીમાં એને રાખીને ઘેટાબકરાં કરતાય બદતર જિંદગી જીવવા મજબુર કરે છે..ઘણી વખતે એઇડ્સ,સીફીલીસ,ગોનોરીયા ને ન જાણે કેટલાય ભયંકર રોગનો ભોગ આ વેશ્યા અને એના ગ્રાહકો બનતા હોય છે.. આવનાર ગ્રાહક કે વેશ્યાની કોઈ શારિરીક તપાસ નથી કરવામાં આવતી..રોગનો ભોગ બનેલી વેશ્યા જીવતેજીવ મરવાના વાંકે છોડી દેવામાં આવે છે..અમારી મજબૂરી નહીં પણ અમારા ધંધાને તુચ્છકાર ભરી નજરે જોનારા કરોડો લોકો મળે છે.. જ્યાં સુધી આ શરીરનું યૌવન સારૂ હોય ત્યાં સુધી એને બે ટંક જમવાનું અને થોડાક પૈસા આપવામાં આવે છે,મોટા ભાગનું દલાલ ખાઈ જતા હોય છે.. એમ લાગે કે કોઈ ગ્રાહક પસંદ નથી કરતું એવી સ્ત્રીનું વેશ્યાલયમાં કોઈ સ્થાન નથી રહેતું.. ઘણી વખતે પોતાની કૂખે જન્મ લેતું બાળક જો છોકરો હોય તો મારી નાખવામાં આવે છે. છોકરીના જન્મને વધાવી લેવામાં આવે છે,કેમ કે છોકરી થોડા જ વર્ષોમાં એમની કમાણીનું સાધન બને છે.. જેનો શીલભંગ ન થયો હોય એવી કાચી કુંવારી છોકરીના મોં માંગ્યા દામ દેવા આ સમાજના ઈજ્જતદાર લોકો તૈયાર હોય છે.. નાનકડી છોકરી જવાન દેખાય એ માટે ઈન્જેક્શન આપવામાં આવે છે.. પોતાની કૂખે જન્મ લીધો હોય એની આ દશા કઈ મા જોઈ શકે?? કદાચ પાછલા ભવમાં કરેલા કર્મના બદલા આ જન્મે વેશ્યા રૂપે મળી જાય છે.. આ દોજખભરી જીંદગી ક્યારેય નિવૃત નથી થવા દેતી.. જો એના રૂપને પૈસાને ત્રાજવે તોલનાર કોઈ ન મળે એ આ નર્કભરી જીંદગીમાંથી મુક્તિ મેળવે છે,પણ આ સભ્ય સમાજ એને પોતાની વચ્ચે જીવવા નથી દેતો..આ વેશ્યાઓ પણ અંતે માણસ છે,પણ એને વાસના સંતોષવાનું સાધન માત્ર ગણવામાં આવે છે.. ખરેખર નારી તરીકે જન્મ લેવો એ અમારો સૌથી મોટો ગુનો છે.. દરેક નજર અમારા પર કામલોલૂપ જ હોય છે..મંત્રીઓ, નેતાઓ બધા પોકળ દાવા કરે છે,ખરેખર તો એમની મીલીભગતથી જ આ વ્યવસાય ફૂલેફાલે છે.. ઘણા સમાજસેવા સંગઠનો એમાથી અમને બહાર કાઢવા મથે છે,પણ જેણે આ યાતનાઓ વેઠી છે એને યોગ્ય માર્ગદર્શન કે ધંધો નથી આપી શકતા એટલે આ ધંધો કોણ મૂકે..ને મજબુરીથી આ ધંધો કરનાર બહાર નીકળી શકે છે પણ પરાણે આ ધંધામાં જે જોડાય છે એની તો લાશ જ બહાર નીકળે છે.. જે લોકો પૈસાથી ખરીદીને લાવે છે એ બહારનો સૂરજ પણ જોવા દેતા નથી.પૈસા વસૂલ થયે કાગડા કૂતરાના મોતે મારીને ફેંકી દેતા હોય છે.."

આ બધું સાંભળી સુગંધા વધુ મક્કમ બને છે..પરિમલ એમને ભરોસો આપે છે કે "કોઈ મજબૂર બનીને હવેથી એ ધંધામાં નહીં જોડાય..આ સંસ્થા દરેક નારી માટે ખુલ્લું છે.. સ્વમાનભેર જીવી શકો એ માટે જ આ સંસ્થા બનાવી છે.. રહેવા જમવાની કોઈ ફી નથી..તમે જે કમાઓ છો એ તમારી પોતાની મૂડી છે..મને તમારા બધાની સેવા કરવાનો મોકો મળ્યો છે એ ફક્ત મારા પિતા અને સુગંધાને આભારી છે..અહીં તમને કોઈ જાતની પરેશાની નહીં થાય.."

તાળીઓના ગડગડાટથી એને વધાવી લેવામાં આવ્યો..

===========================

દરવાજો ખૂલતા જ એક પડછંદ કાયા ધરાવતો વ્યક્તિ ઊભો હતો..અમિતને પોતાના સો વરસ અહીં જ પૂરા થઈ ગયા એમ સમજી આંખો મીંચી જાય છે..

"તો તમે આ કેદમાંથી ભાગવા ઈચ્છો છો એમ?? હું છું ત્યાં સુધી તમને અહીંથી ભાગવાની તક નહીં આપું.. આવનાર રાણાનો વિશ્વાસું સૂરજ હતો..એનું પડછંદ શરીર જોઈ ઘડીક તો બધાને પરસેવો વળી ગયો.. પાંચમાંથી એકેય ભાગી શકે એવા કોઈ સંજોગો હતા નહીં,રાણાના હાથની માર ખાય એ પાંચ દિવસ સુધી ચાલી પણ ન શકે..

સૂરજને પણ આ લોકોને જમવાનું લઈને રાણાએ મોકલ્યો હતો..રાણાને વિશ્વાસ હતો કે એ લોકો ગમે તેમ કરે તોય આ કેદમાંથી છૂટવું અશક્ય હતું. સૂરજે ટિફિન આપીને કહ્યું"જમી લો ધરાઈને,હમણા હું રાણા સાહેબને વાત કરૂ છું,કે ભાગવાના પ્લાન ઘડાય છે અહીં."

પાંચેય કરગરવા લાગ્યા, પણ સૂરજે ચોખ્ખું જ સંભળાવી દીધું,"જમવું હોય તો જમી લો નહીંતર રાણા સાહેબ તો ખવડાવશે જ હો,ભુખ્યા માર ખાઓ એના કરતા ચુપચાપ જમી લો..

પાંચેય ભોજન પર ટૂટી પડ્યા.. જમતાં-જમતાં અમિતનું મગજ સતત વિચારવા લાગી ગયું..અચાનક એના મગજમાં ઝબકારો થયો..

"કેટલો પગાર આપે છે તમને અહીં?"અમિત બોલ્યો.

"કેમ તારે પણ અહીં નોકરી કરવી છે કે શું??સુરજે કહ્યું..

"ના મારે નોકરીની કશી જરૂર જ નથી..તારા રાણા જેવા કેટલાયને ખરીદી શકું એટલી મિલ્કત છે..આવતો રે અમારા ધંધામાં,રોકડાની સાથે રોજ જલસા કરવા મળશે.."અમિત બોલ્યો.

"આ અમિત બોસ નક્કી આપણને આજે ધરાઈને માર ખવડાવવાના સમ ખાઈને બેઠા છે.. પેલાનો મગજ તપશે તો એ પણ મારશે અને રાણા તો મારશે જ એ જુદું.."મગન બોલ્યો..

"મને શું તારી જેમ દલાલ સમજ્યો છે??"સૂરજ બરાબરનો ગુસ્સે થયો હતો. એનો ચહેરો હવે કરડાકીથી ભરેલો હતો..

"ચાલો ત્યારે ફરી પાછા માર ખાવા માટે તૈયાર થઈ જાવ.. તારી વાત સાચી પડી મગન.."છોટું બોલ્યો..

"ના,પણ તારા આ ઈમાનદારી વાળા ધંધામાં તુ આખી જિંદગીભર મહેનત કરીશ તોય લાખ રૂપિયા ભેગા નહીં કરી શકે.. ગરીબની હાલત કેટલી ખરાબ હોય છે એ મને ખબર છે..હજુ કહુ છું મારા ધંધામાં આવી જા.. લાખ નહીં પણ 15 લાખ તો હું તને અમારી આઝાદીના આપીશ..વિચાર કરી જો તારી પાસે પૈસા હશે તો આવા લોકો રાણાની નોકરી કરવાની તારે કોઈ જરૂર નહીં પડે.."સૂરજ તરત બહાર ગયો..

"જોયું એ માની ગયો છે,હમણા આપણે છુટી જઈશું.."અમિત બોલ્યો..

"બોસ એ ક્યાંક બંદૂક લેવા તો નથી ગયો ને?? આપણી જીંદગીનો આજે છેલ્લો દિવસ તો નથીને??"છોટુ બોલ્યો..
સૂરજના હાથમાં એક મોટી લાકડી લઈને આવ્યો.એણે જોરથી લાકડી અમિતને મારવા ઉગામી.. "તને શું લાગે છે?? 15 લાખમાં હું મારૂ ઈમાન વેચી દઈશ એમ??"

"અરે ઓછા હોય તો 30 લાખ આપ્યા જા,પણ તુ ખોટો ગુસ્સો ન કર.."અમિતે છેલ્લો પાસો ફેંક્યો..

30 લાખનું નામ સાંભળતા જ સૂરજે લાકડી નીચે મૂકી દીધી.. કંઈક વિચારીને બોલ્યો.. "પણ રાણા સાહેબને ખબર પડશે તો ગમે ત્યાંથી શોધીને મને મારી નાખશે એ ખબર છે??ને હું તમારા ધંધામાં જોડાઉં તો પણ હું રહું ક્યાં??'"

"અરે મારા કેટલાય ફ્લેટ પડ્યાં છે એમાંથી તારે જે ફ્લેટમાં રહેવું હોય એ ફ્લેટમાં રહેજે બસ.."

સૂરજનું મન હજુ ગભરાતું હતું,પણ એ પૈસાદાર બનવા માંગતો હતો..એણે અમિત સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું,પણ બાઈકમાં વધીને ત્રણ લોકો બેસી શકે ..
એણે અમિત અને મગનને પોતાની પાછળ બેસાડી દીધા..પોતે બહુ જલ્દી પાછો આવશે અને એ ત્રણેયને છોડાવી લેશે એવો વાયદો કરી એણે બાઈક સ્ટાર્ટ કર્યું ..

પૂરપાટ ચાલતા બાઈકે એક કલાકમાં તો અમિતને એના ફ્લેટ પર પહોંચાડી દીધો..અને તરત એ બીજા ત્રણને લેવા માટે પરત ફર્યો..

એ રાણાના ફાર્મહાઉસ પાસે પહોંચ્યો અને પેલા ત્રણ લોકોમાંથી ગમે તે બે ને બાઈકમાં બેસવાનું કહીને ફટાફટ નીકળવાનું કહે છે..

એણે છોટુ અને જગ્ગુને પોતાની પાછળ બેસાડ્યા અને રવાના થયો..ત્યાં તો બીજા રસ્તેથી રાણાની જીપ આવતી દેખાણી.સૂરજે બાઈકને ફૂલ સ્પીડમાં ભગાવ્યું.. જો કે રાણા એવડા નાનકડા રસ્તા પર પોતાની જીપ ચલાવી શકે એમ ન હતો ને ચલાવે તો પણ બાઈકને પકડી શકે એમ ન હતો.

પણ રાણા પરિસ્થિતિ પામી ગયો હતો.. એણે તરત ખીસ્સામાંથી પિસ્તોલ કાઢી અને નિશાન તાકીને ભડાકો કર્યો.. પાછળ બેઠેલા છોટુંના બરડામાં આબાદ ગોળી ઊતરી ગઈ..એક ચીસ પાડીને છોટું નીચે પડી ગયો.. પણ એને હવે લેવા રોકાવાય એમ હતું નહીં.રાણાની બંદુકમાં બે ગોળી જ હતી એમા એક ખાલી ગઈ અને એક છોટુને વાગી હતી,એટલે જગ્ગુ અને સૂરજ ભાગવામાં સફળ રહ્યા..જગ્ગુને પણ ઈજા પહોંચી હતી,પણ પોતાના દર્દને છૂપાવી એણે બાઈક ભગાવવાનું કહ્યું..હવે એ બંને રાણાની પહોંચથી ઘણા દૂર હતા..

અમિત હવે શું કરશે??

શું પ્રિયા બચી શકશે??

સુગંધા પર કોઈ આફત તો નહીં આવી પડેને??

રાણા હવે શું કરશે??