આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા અને એની ટીમ બ્રિજેશના બંગલે જાય છે, પણ બ્રિજેશ બધાને કેદ કરી લે છે, બહાર રહેલી વિશ્વાસુ પોલીસની વાનને પણ પોતાના બાતમીદારને ફોન કરી એ ગાડીમાં બોમ્બ મુકી દે છે.. ચંકી પોતાના સામ્રાજ્યને એમ વીંખાવા દેવા માંગતો ન હતો..સૂરજ ભીમાને મારે છે હવે આગળ.
સૂરજને ખ્યાલ આવી જ ગયો હતો કે ગમે ત્યારે ચંકીના માણસો આવશે એટલે એણે એ મજબુત દરવાજાની બાજુમાં ઊભા રહેવું પડે એમ હતું બંગલાની અંદર ચંકીના કેટલા માણસો સંતાયા છે એની ખબર ચંકીને જ હતી..
"પરિમલભાઈ તમે અંદરથી ગમે તે એકને ફટાફટ ઉપર લાવો જેથી આપણે બધાને બચાવી શકીએ..જો આ લોકો વધારે હશે તો આપણે કોઈને બચાવી નહીં શકીએ..હું દરવાજાની બાજુમાં જ ઊભો છું."
પરિમલે બંને હાથથી પરદાનો છેડો પકડીને બીજો છેડો નીચે નાંખ્યો..
સૂરજની શંકા સાચી હતી.ચંકીના માણસો દરવાજો બહારથી ખખડાવતા હતા..ભીમો પાછો ન આવ્યો અને ગોળીનો અવાજ થતા એ બધા આવી ગયા હતા.. ચંકીએ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો..પોતાના ખાસ વિશ્વાસુ લોકોને એણે પોતાના બંગલે બોલાવી લીધા હતા..જેથી સુગંધાની સાથે તમામ લોકોને એ મારી શકે..પોતાની ઓળખ દુનિયાથી છૂપાવતો ચંકી હવે પોતાની ઓળખ છતી કરી ચૂક્યો હતો,પણ આ વાત ચંકીના ખાસ માણસો અને સુગંધાની ટીમ સિવાય કોઈને ખબર ન હતી..પોતાના દુશ્મનોને મારી એ થોડો સમય દુબઈ ભાગી જવાનો પ્લાન કરીને બેઠો હતો.. પરિસ્થિતિ થોડી ઠંડી પડે પછી ભારત આવવાનો પ્લાન હતો..
"સાલાઓ તમને શેનો પગાર આપુ છું..તોડી નાખો દરવાજો.. અંદર જેટલા હોય એ બધાને પૂરા કરી નાખો.ગન સાઈલેન્સર વાળી વાપરજો..બંગલાથી થોડે દૂર જે ધમાકો કર્યો છે એને લીધે પોલીસનો કાફલો ખડકાઈ ગયો છે. જો બહાર અવાજ જશે તો દુનિયા આખી ચંકીને ઓળખી જશે."
દરવાજો બહૂ મજબુત હતો.. એમના ધક્કાથી એ ખુલી જાય નહીં એટલે સૂરજે પોતાનું તમામ બળ એ દરવાજાને આપ્યું હતું.ત્યાં બહારથી એક ગોળી વછૂટી, સીધી સૂરજના પગ સોંસરવી ઉતરી ગઈ.."આહહહ"સૂરજ કરાહી ઊઠ્યો.
"શું થયું સૂરજ?કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને?"પરિમલ બોલ્યો.
"તમે જલ્દી ઉપર ખેંચો મારી ચિંતા ન કરો..હું વધારે વખત અહીં ઊભો નહીં રહી શકું."
સૂરજે તરત પ્રિયાને ફોન કરી દીધો.."પ્રિયા ત્યાં જેટલા પોલીસ છે એ બધાને બ્રિજેશના ઘરે હથિયાર સાથે મોકલી દે..બ્રિજેશ જ ચંકી છે,ને બહાર કોઈ જાણ ન કરતી. જો મીડીયા,અહીં,અહીં આ,આવી જશે તો, તો બીજી અમારી લડાઈ અધૂરી રહી જશે."
"હા હું અત્યારે જ જાણ કરી દઉં છું,પણ તમારો અવાજ કેમ રૂંધાય છે?બધુ હેમખેમ તો છેને?
સૂરજ હજુ બોલવા જતો હતો ત્યાં કુહાડીનો જોરદાર ઘા એ બારણા પર ઝીંકાયો.. કુહાડીની ધાર એના એણી કોણીની નીચે ચીરતી નીકળી ગઈ..સૂરજે હવે પોતાની પાસે રહેલી ગન લઇ બારણાથી થોડે દૂર રહીને ગોળીબાર શરૂ કરી દીધો..ત્રણ-ચારને એ ગોળી વાગી ગઈ હતી..ત્યાં રાણા સાહેબ ઉપર આવી ગયા..
"સૂરજ શું થઈ ગયું તને? તારા પગમાંથી આ લોહી!!!"રાણા સાહેબ ઉપર આવીને તરત બોલ્યા..
"રાણા સાહેબ અત્યારે પૂછવાનો સમય નથી..તમે પરિમલભાઈની મદદ કરો,હજુ ત્રિવેદી સાહેબ અને સુગંધામેમને ઉપર લાવો.."
રાણા અને પરિમલ સુગંધાને ઉપર લાવી રહ્યા હતા..બારણાની બહાર હવે ગોળીનો અવાજ નહોતો સંભળાતો.સૂરજની રિવોલ્વર પણ હવે ખલાસ થઇ ગઇ હતી..પોતાની અર્ધ બીડાયેલ આંખોમાં વેદનાની એક રેખા દેખાઈ રહી હતી..હવે એ મરણીયો બની દરવાજાની અંદર કોઈ આવે એની રાહ જોતો હતો..ત્યાં જ બંગલાની બહાર કોઈ શોર થતો એ સાંભળીને જોશમાં આવી ગયો..
પ્રિયાએ જાણ કરતાં જ પોલીસ વાનની નજીક તપાસ માટે જે ટીમ આવી હતી એ ટીમ ચંકીના બંગલા પર ત્રાટકી હતી..ચંકીએ બધાને ત્યાં મોકલી દીધા અને 10 જેટલા લોકોને એણે અહીં દરવાજા બહાર રાખ્યાં..સૂરજ ઘાયલ થયો, રાણાનો હાથ પણ એટલો સશક્ત ન હતો.. ત્રિવેદી સાહેબ વૃદ્ધ છે એટલે એ કશું કરી નહીં શકે એમ વિચારીને એણે પોતાનો સૌથી ખતરનાક માણસ ટોની ત્યાં રાખ્યો હતો..ટોની એકલો જ દસ લોકો બરોબર હતો..ટોનીએ જોરદાર ધક્કો મારતા દરવાજો ટૂટી ગયો..સૂરજે તરત ઊભા થવાની કોશિશ કરી પણ એના પગમાં વાગેલી ગોળીને લીધે એ ઊભો ન થઈ શક્યો..સુગંધા છેક ઉપર સુધી આવી જ ગઈ હતી પણ ટોનીએ રાણાને પોતાના હાથથી ઉપાડીને નીચે પટકી દીધો.. રાણાએ એને લાત મુક્કા મારવાનું શરૂ કરી દીધું..સુગંધાની લડાઈ બીજા વિલન સાથે જામી હતી..હવે ત્રિવેદી સાહેબ એક નીચે વધ્યા હતા. પરિમલ એમને બહાર કાઢવાની કોશિષ કરવા જાય તો ચંકીના ગુંડા આ બધાને ભારે પડે એમ હતા..સુગંધા બધા વચ્ચે ઘેરાઈ ગઈ હતી.ચંકી પણ આવી ગયો હતો..એના હાથમાં ગન હતી,એણે સુગંધાને નિશાન બનાવી ટ્રીગર દબાવ્યું પણ સૂરજે પોતાની બધી તાકાત ભેગી કરી એના હાથ પર જોરદાર પ્રહાર કરી દીધો.. એની ગન રાણાના હાથમા આવી ગઈ.રાણા હજુ કંઈ વિચારે એ પહેલાં તો ચંકીના બીજા માણસો આવી ગયા..એમણે પોતાની બંદુકમાંથી ગોળીબાર શરૂ કરી દીધો..સુગંધાને એક ગોળી સાથળ પર વાગી ગઈ..
"ચંકીઈઈ!!!પરિમલ ગુસ્સે થઈને સીધો ચંકી પર કુદી પડ્યો.. રાણાને ચંકીની ખોપરીજ ફાડવાની હતી,પણ એની ઉપર પરિમલ કુદી પડ્યો હતો એટલે હવે નિશાન લેવું અશક્ય હતું..એ ત્યાં સુધી જાય એવી કોઈ શક્યતા ન હતી..ટોની નામનો પહાડ એની સામે હતો..રાણા પર બેત્રણ લોકો કુદી પડ્યા,પણ રાણાએ એમના પેટમાં ગોળી ધરબી દીધી હતી..હવે બધા નિશસ્ત્ર હતા. ચંકીની ગેંગમાં તોય વધુ સભ્યો બચ્યા હતા..એક રાણા જ હવે સલામત બચ્યો હતો.. ત્રિવેદી સાહેબ હજુ નીચે જ હતા.. સૂરજ ઘણી કોશિષ કરી રહ્યો હતો પણ એ પગથી લાચાર હતો.. ટોનીએ પોતાનું બળ વાપરીને રાણાને જોરદાર લાત મારી, રાણાને બે લોકોએ પકડી રાખ્યો હતો એટલે એ પણ લાચાર બની ગયો હતો..સૂરજ તોય ત્યાં સુધી પહોંચી ગયો હતો.. રાણા સાહેબને પકડનાર બંનેના પગ પકડી એણે નીચે પાડી દીધા અને એ એમની ઉપર ચડી બેઠો.. એણે પોતાના હાથ વડે જોરદાર પ્રહારો એમની છાતી પર કર્યા.
પરિમલ ઘણું બળ વાપરી રહ્યો હતો, પણ ચંકી જેવા ખૂંખાર માણસ સામે એ સાવ સામાન્ય હતો.. એની હાલત કફોડી થઇ ગઈ હતી.ચંકીના હાથમાં રહેલો ડંડો પરિમલના હાથપગને લોહીલુહાણ કરી રહ્યો હતો..ચંકીને પણ પહેલી વખત એમ થઈ રહ્યું હતું કે જો બધા હથિયાર અહીં હાજર હોત તો સુગંધા સેના ઘડીકમાં પૂરી થઈ જાય.. પણ એ પણ ગફલતમાં રહી ગયો હતો. ઉપરથી બહાર પોલીસ સામે પણ એના માણસો લડી રહ્યા હતા એટલે એમની પાસે પણ હથિયાર હોવા જરૂરી હતા..
"સાથીઓ આપણે ભલે મરવું પડે પણ આપણે લડાઈ તો કરવી જ પડશે. ચંકી હું મરીશ,પણ તને માર્યા વિના નહીં મરૂ."સુગંધા બોલી..
સૂરજ એક ચીસ પાડીને ઊભો થયો.. પરિમલ તો બેહોશ જ થઈ ગયો હતો.. રાણાની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી..સૂરજ ઢસડાતો આવ્યો અને ટોનીના ઢીંચણની પાછળ જોરદાર મુક્કો માર્યો.ટોનીનું બેલેન્સ બગડ્યું અને એ નીચે પછડાયો.સૂરજે પોતાનું બળ વાપરીને એનું ગળું પકડી લીધું હતું.ટોનીએ સૂરજના પગમાં પોતાનો પ્રહાર કર્યો..સૂરજની ચીસ નીકળી ગઈ."આહહ."પણ એણે તોય ટોનીનું ગળું ન છોડ્યું. રાણાએ પરદો લઇ ટોનીના ગળે વીંટાળી દીધો અને પોતાનું બધું બળ વાપરીને એના ગળા પર પોતાની ભીંસ વધારી..સૂરજ પણ ટોનીને પકડીને બેઠો હતો.. ટોની થોડી જ વારમાં બેહોશ થઈ ગયો..
ચંકીએ ડંડાથી સુગંધાના માથા પર જોરદાર પ્રહાર કરી દીધો..સુગંધાનું માથું નાળીયેરના કાચલા જેમ ફાટી ગયું.. હવે એણે રાણા પર પોતાનો પ્રહાર કર્યો..હજુ ટાંકા પણ તાજા તોડેલા હતા એના પર એણે ડંડાથી જોરદાર પ્રહાર કર્યો..રાણાના હાથમાંથી લોહીની ધાર વહી રહી હતી..એ પોતાનો હાથ પકડીને રાડો પાડતો હતો..હવે વારો સૂરજનો હતો, એણે સૂરજ પર પણ પોતાના ડંડા વડે પ્રહાર કર્યો..
"આવો હજુ કેટલા બાકી છો?? ચંકીની સામે કોઈ નહીં લડે?? તમારો બાપ છું બાપ, કોઈ તો આવો..શું માનો છો ચંકીને?? હું કોઈ નાનોમોટો અપરાધી છું??ડોન છું ડોન.. હજુ તો આ બહાર રહેલી પોલીસ પણ મારૂ કશું નહીં બગાડી શકે.. ચંકી તોય ભાગી છુટે.."
ચોકી તરત બહાર નીકળ્યો, હવે એ વધુ રાહ જોઈ શકે એમ ન હતો..હવે લડાઈ આરપારની હતી, અહીંથી બચીને એ ગમે ત્યાં અંધારી આલમનો બાદશાહ બની જશે,હવે ભલે આખી દુનિયા મને જાણી જતી હોય પણ હવે એકેયને જીવતા નહીં છોડું એમ નક્કી કરી બહાર ગયો અને એક રિવોલ્વર લીધી.. પોતાનું બુલેટપ્રુફ જેકેટ પણ એણે પહેરી લીધું..પોતાની સાથે બોમ્બ પણ લઈ લીધો..એ બોમ્બ હવે સુગંધાની સાથે તમામને મારી નાખવા વાપરવાનો હતો..બંગલાની બીજી તરફ ગુપ્ત રસ્તે એ ભાગી જાય તો એને કોઈ પકડી શકે એમ ન હતું..
આ તરફ પોતાની બધી તાકાત વાપરી સુગંધાએ ત્રિવેદી સાહેબને ઉપર ખેંચી લીધા હતા.. ઉપર રહેલા તમામ લોકો અધમરી હાલતમાં હતા..
ચંકીને સમય બગાડવો ન હતો એણે સુગંધાને જોઈને કહ્યું"ઓહ હજુ તારા કાંડામાં તાકાત છે એમ? પણ તુ ઊભી કેમ થઈશ,ચંકીને જે જોઈ જાય છે એ બધાને મરવું પડે છે.. તમે બધા પણ મરવા તૈયાર થઇ જાઓ.."પોતાની રિવોલ્વર સુગંધા તરફ ઘુમાવી એ ટ્રીગર દબાવે એ પહેલા સુરજે એના પર તરાપ મારી. એની રિવોલ્વર પડી ગઈ..સુગંધા પણ જોશમાં આવી ગઈ એણે ત્રિવેદી સાહેબની મદદથી ચંકી પાસે રહેલો બોમ્બ પડાવી લીધો..સૂરજ અને રાણા પણ દર્દથી કણસતાં હોવા છતા ચંકીને પકડી પાડ્યો.. રૂમની બહાર સુધી ચંકીને ઢસડીને એને નીચે ફેંક્યો.. સુગંધાએ બોમ્બની કડી કાઢીને ચંકી પર જોરથી બોમ્બ ફેંક્યો.. એક જોરદાર ધમાકો થયો.. બધા જે દિવાલ પર હતા એ દિવાલ પણ નીચે પડી..ત્રિવેદી સાહેબ અને સૂરજ એક દિવાલની નીચે ફસાયા હતા.. પણ સદભાગ્યે લોખંડના કાટમાળમાં એમનું રક્ષણ થયું હતું..પોલીસ કાફલો પણ વધતો જતો હતો..પોતાનો બોસ ચંકી મરતાં બધાએ પોલીસને શરણે થવું પડ્યું..
તરત સુગંધા,સૂરજ,પરિમલ,રાણા અને ત્રિવેદી સાહેબ બધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા..લગભગ બધાને વાગ્યું હતું, પણ સુગંધા અને રાણાનો ઘાવ બહુ મોટો હતો..
ખૂદ ચીફ મિનિસ્ટર દવાખાને આવીને બધાને અભિનંદન આપે છે..
પંદર દિવસ પછી સુગંધા અને રાણાને પણ રજા આપવામાં આવે છે..એમનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે..
કેન્દ્રમાં આવતા સુગંધા બોલી"અમિતને પોલીસની કસ્ટડીમાં રાખ્યો છે ને?"
"દી, અમિત તો તમે ગયા પછી તરત મારા હાથે માર્યો ગયો છે.. ત્યાં તમે કેટલાને મારી નાખ્યા? છે એનો હિસાબ?? તો આ અમિત પણ ચંકીનો જ સાથી હતો એ મરે એમા શું નવાઈ?એની લાશ ચંકીના બંગલે પોલીસ સાથે જ મોકલાવી દીધી હતી..બધાની સાથે મુઠભેડમાં એ પણ માર્યો ગયો એમ પોલીસે જ નોંધ્યું."
"ભલે તે જે કર્યું હોય એ, મને તારા પર ગર્વ છે.. હવે જલ્દી તારા હાથ પીળા કરવા છે..એણે તરત સૂરજ સામે જોયું..
"સૂરજ ખરેખર આ બધી સ્ત્રીઓ માટે તે ઘણું યોગદાન આપ્યું છે.. ખરેખર હું ફોર્સ નહીં કરૂ,પણ પ્રિયા તને ચાહે છે, એની આંખોમાં તારા પ્રત્યેના પ્રેમને મેં જોયો છે..શું તું પ્રિયા સાથે લગ્ન કરવા રાજી છો?એ આ ધંધામાં હતી એ તને ખબર જ છે, જો તને કોઈ વાંધો ન હોય તોજ વાત કરવાની છે. "
"હા મને એના શરીર સાથે કોઈ વાંધો નથી,એનુ મન આજે પણ નિર્મળ છે.. હું મારી જાતને ભાગ્યશાળી માનીશ કે મને પ્રિયા જેવી પત્ની મને મળશે."
બધાને એમની પુત્રીઓ વિશે જાણ કરવાંમાં આવી.. ઘણા માબાપ હરખથી પોતાની દીકરી લેવા આવ્યા..પ્રિયાના માતાપિતાની સાથે ઘણા માતાપિતા પોતાની પુત્રી મળી જવાથી રાજી હતા..
બધાની હાજરીમાં પ્રિયાના લગ્ન સૂરજ સાથે કરવામાં આવ્યા..
જ્યારે-જ્યારે પાપ વધે છે ત્યારે ત્યારે પરમાત્મા આવા લોકોને મોકલે છે જેમના વડે સત્યનું રક્ષણ થાય છે.. બૂરાઈનો નાશ થાય છે..
સમાપ્ત....