મધદરિયે - 11 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મધદરિયે - 11

આગળના ભાગમાં આપે જોયું કે અમિત એકદમ અલગ માટીમાંથી બનેલો ઈન્સાન હતો.. એ જરાય ચલિત નહોતો થયો..

સુગંધાએ અમિતને પ્રિયા માટે પાસ કરી દીધો હતો..

એણે પરિમલને આગળ કહેવાનું શરૂ કર્યુ. "એ રાત આજે પણ મને યાદ છે જ્યારે હું સ્કુટી લઇ ઘરે આવવા નીકળી હતી..અચાનક મને એમ થયું કે અમિતના ઘર તરફ જાઉં.. મેં મેઈન રસ્તો મુકીને વચ્ચેની શેરી પકડી..એ રસ્તો સૂનસાન હતો.. પણ ડર રાખ્યા વગર હું એ રસ્તેથી નીકળી.અચાનક મને એમ લાગ્યું કે અમિતને ફોન કરી દઉં કદાચ બહાર હોય તો??

મેં એને ફોન કર્યો..મેં કહ્યું ક્યાં છો અમિત?હું તારા ઘરે જાઉં છું..

મને કહે.. હું બહાર છું..તમે પછી આવજો દીદી..

મેં ફોન કટ નહોતો કર્યો..એ કોઈની સાથે વાત કરી રહ્યો હતો..

આ સાલીને સલીમ લંગડા પાસે મોકલી દો.. એ સનકી મગજનો છે.. આવી તો કેટલીયે એણે વશ કરી છે..

કોઈ છોકરી રડતી હતી..મને સ્પષ્ટ ન સમજાયું પણ એટલું તો હું જાણી ગઈ હતી કે નક્કી કંઇક ખોટું થઈ રહ્યું છે..

આમ પણ આ શહેરનો કોઈ ભરોસો ન હતો.. પણ અમિત કોને કહે છે એ મને સમજાયું નહીં..અચાનક મારું ધ્યાન નીચે ગયું.. કોઇનો પડછાયો મને દેખાયો.. મેં ઉપર જોયું તો લાઈટના અજવાળામાં મને એક ઓળો દેખાયો.. એ અમિત જ હતો..

મને પહેલા જ એવું લાગ્યું કે અમિત આટલામાં જ ક્યાંક છે.. કેમ કે એનો અવાજ એટલામાંથી જ આવી રહ્યો હતો..

હું સ્કુટી ખૂણા પર મુકી ને ઉપર ધીમા પગલે શું છે તે જાણવા માટે ગઈ.

ઉપર એક ફ્લેટ એવો હતો જ્યાં દરવાજો મુકેલો હતો.. જોકે એ દરવાજો બંધ હતો..

મેં દરવાજા પાસે જઈ કાન રાખી અંદરનો સંવાદ સાંભળ્યો.. અંદર અમિત અને એની સાથે બીજું કોઈ પણ હતું..

મને સમજતા વાર ન લાગી કે આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા હતા..ભોળી યુવતીઓ ફસાવી એને વધું પૈસા આપે તેની સાથે સોદો કરી દેતા હતા..

અંદર જે યુવતી હતી..એ એમને વશ નહોતી થઇ રહી એટલે આ બધા એને ધમકાવી રહ્યા હતા..

અમિત બોલ્યો"આ હરામજાદી એમ નહીં માને.. એના ભાઈને ભીખા ભિખારીને આપી દો.. એ ભીખો એના ભાઈને થોડા દિવસ ભુખ્યો રાખીને ભીખ મંગાવશે એટલે આની અક્કલ ઠેકાણે આવી જશે. "

મારા પગ તળેથી ધરતી ખસી ગઇ હોય એવું લાગ્યું મને!! અમિત આટલો હરામી હશે એવી એવી તો મને સપને પણ જાણ ન હતી..

હું જલ્દી ત્યાંથી દુર જવા માંગતી હતી..વધારે રહેવું મારા માટે પણ જોખમી હતું.. હું ફટાફટ પગથિયા ઊતરી અને નીચે આવી.. મેં નીચે આવી તરત પોલીસને જાણ કરી..પણ નાનકડી બારીમાંથી એક ગુંડો મને જોઈ ગયો એટલે મારે ત્યાંથી નીકળી જવું પડ્યું..એ લોકો હજુ ઉપર હતા એટલે મારો પીછો ન કરી શક્યા.. અને મને ઓળખી પણ ન શક્યા. પણ અમિતની તેજ નજર મને ઓળખી ગઈ હતી..ઘરે આવતા મેં રાહતનો દમ લીધો..જાણે હજારો ગાઉનું અંતર કાપીને હું આવી હતી..

બીજા દિવસે અમિત અમારા ઘેર હતો.. એને જોઈને હું ખૂબ જ ડરી ગઈ..મારા મોઢામાંથી અવાજ નહોતો નીકળી શકતો..મમ્મીએ મને પૂછ્યું "કેમ બેટા તું આટલી બેબાકળી બની ગઈ છો? કંઈ તકલીફ છે?? તાવ તો નથી આવ્યો ને??"એમણે મારું કપાળ પણ તપાસ્યું..

અમિત તરત મારી પાસે આવ્યો અને બોલ્યો"દીદી શું થયું છે તમને?? ચાલો હું તમને દવાખાને લઈ જાઉં.. અચાનક શું થઈ ગયું??"

મેં ઇશારાથી ના પાડી એટલે એ મને સહારો આપી મારા રૂમ સુધી મને મુકવા આવ્યો.. મને રૂમની અંદર ધક્કો મારીને એ બોલ્યો"તારી લૂલી બહું ચાલે છે કેમ!! એને બંધ જ રાખજે નહિતર તારી બેનની હાલત પણ.....તુ સમજદાર છો.. મારા રસ્તાની વચ્ચે ક્યારેય આવતી નહીં..આ બધું હું પ્રિયા માટે જ તો કરુ છું..આમ ન કરુ તો હું પૈસાદાર કેમ બનીશ?? "

મહા મુસીબતે હું એટલું બોલી શકી"તુ લુચ્ચો,હરામખોર,પાપી છો.."

મને કહે"તારી બકબક બંધ કર.. હું ફક્ત તારી બેન સાથે જ સારો રહ્યો છું..બાકી હરામી તો એટલો છું કે તને પણ ધંધા પર બેસાડી દઉં.. ને યાદ રાખજે મારે ગમે તેમ કરીને પૈસાદાર થવાનું છે.. થોડા પૈસાતો તારો બાપ પણ આપશે... જો આડી આવીશ તો તારી બેન પણ સલામત નહીં રહે.. પૈસો મારા માટે પહેલો પ્રેમ છે એટલું સમજી જજે.. "

મેં કહ્યું "તો બગીચામાં તારુ જે નાટક હતું એ કેમ કર્યું??તે શરાફતની ચાદર કેમ ઓઢી હતી??"

અમિત બોલ્યો"મને ખબર હતી કે તુ ત્યાંજ હતી..અને કદાચ તુ ન હોય તો પણ હું ત્યારે એને કશું ન કરત.. એ મારા માટે હુકમનો એક્કો છે.. ને એમ જલ્દી એને ન ખોલાય..."

મેં કહ્યું"હું કોઈને કંઈ નહીં કહુ પણ તુ મારી બેનને છોડી દે..

પણ એને પૈસાની લાલચ હતી એટલે એ પ્રિયાને કેમ મુકે??

એ બહાર ગયો..હું ધીમેથી બહાર નીકળી અને જોયું તો એ મમ્મી સાથે વાત કરતો હતો.. "દીદીને મેં સુવડાવી દીધા છે એમને સારુ છે છતા દવાખાને બતાવી જોજો.."

મને આ અમિત પર એકદમ ગુસ્સો આવતો હતો,પણ હું કશું ન બોલી શકી.. એ ગયો એટલે મેં મમ્મી,પપ્પા,પ્રિયા એ બધાને અમિત વિશે વાત કરી..

મમ્મી-પપ્પાને મારી વાત માની,, છતા એમણે કહ્યું કે અમિત એવો દેખાતો નથી પણ આ સમયમાં કોણ કેવું નીકળશે એ કોઈ ન કહી શકે. પ્રિયા તરત બોલી "દીદી હું તમારી વાત નથી માનતી.. અમીત આવું ક્યારેય ન કરી શકે..એ ખરાબ જ હોત કે મને પ્રેમ ન કરતો હોત, કે પૈસા સાથે જ પ્રેમ હોત તો એ મને પહેલા જ ભોગવી ચૂક્યો હોત,, તુ પણ સાક્ષીમાં છો.. રહી વાત પૈસાની,તો એને બધી ખબર છે કે આપણા પૈસા ક્યાં રાખેલા હોય છે.. લાખો રુપિયા એ એમણામ ચોરી શકતો હતો.. પણ એ એક રુપિયો પણ નથી અડ્યો."

આખરે પપ્પાએ કહ્યું "તમે બન્ને ઝઘડો ન કરો.હું મારી જાતે ચેક કરીને પછી કહીશ કે શું કરવું છે..."

થોડાક દિવસની વૉચ રાખી અને એનો પોલીસના ચોપડે રેકૉર્ડ જોયા બાદ પપ્પાને ખબર પડી ગઈ કે અમિત એક ગુનેગાર છે અને એના પર ત્રણ-ચાર કેસ હજૂ પણ ચાલતા હતા..

પ્રિયાને જ્યારે આ વાત કરી ત્યારે પ્રિયા બોલી"હા મને ખબર છે એના પર કેસ ચાલે છે.. એણે મને બધી જ વાત કરી દીધી છે.. એ પણ એણે મને પ્રપોઝ કર્યુ એના બીજા જ દિવસે.. એ ગુના એણે નાનપણમાં કર્યા હતા.. અત્યારે એ સાવ સુધરી ગયો છે.. "

પપ્પાએ પોતાનો ફેંસલો સંભળાવી દીધો"તારા લગ્ન હું અમિત સાથે ક્યારેય નહીં થવા દઉં.એની સાથે લગ્ન મતલબ જીંદગી આખી રડવાનો વારો આવશે. તુ મારી ડાહી દીકરી છો.. જરા સમજ તારા માટે એકથી એક ચડિયાતા માંગા આવશે.. તને જ્યાં ગમે ત્યાં હું પરણાવવા રાજી છું.. હજુ બહુ સમય નથી થયો એટલે અત્યારથી ચેતી જવામાં ભલાઈ છે.."

પણ પ્રિયા પોતાની વાત પર અડગ રહી.

પપ્પાએ એને કહી દીધું કે આજથી તારે બાપ દીકરીનો સંબંધ પૂર્ણ કરવો હોય તો અમિતનું નામ લેજે.. અને એકવખત અહીં થી જઇશ પછી ક્યારેય પાછો પગ આ પેઢી પર ન મુકીશ..

પ્રિયા પહેરેલે કપડે ઘરેથી નીકળી ગઈ..પપ્પાએ એને બહુ રોકી, બહુ સમજાવી,મેં અને મમ્મીએ પણ ઘણું સમજાવી પણ એ એકની બે ન થઈ..

આખરે પપ્પાએ હવે છેલ્લે કહી દીધું કે મારે એક જ દિકરી હતી.. તારે ને મારે પૂરૂ..

પ્રિયા એ કહ્યું"જ્યારે મને સુખી દેખશો ત્યારે તમે રાજી થશો ને હું ત્યારે પાછી આવીશ.. તમે બધા એકવખત મને સામેથી લેવા આવશો.. અમિત તમે માનો એવો નથી.."

પ્રિયા ગઈ, પણ સાંજે એના સમાચાર આવ્યા કે પ્રિયા એ સુસાઇડ કરી લીધું હતું..એણે એક ચિઠ્ઠી પણ લખી હતી..

પપ્પા.

અમિત સાથે રાજીખુશીથી લગ્ન ન થતા હું આપઘાત કરુ છું..એના વગર મારી જીંદગી અધૂરી છે.. તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. હું એક સારી દિકરી ન બની શકી તેનું મને દુઃખ છે.. આમા અમિત કે મારા ઘરના કોઈનો વાંક નથી..મારા આપઘાતથી દુઃખ થશે પણ બને તો માફ કરી દેજો..

તમારી વ્હાલી દિકરી પ્રિયા..

લાશ તો ઓળખાય એવી હતી જ નહીં..બસ જ્યાં ત્યાં કૂચા હતા.. એ વીણીને અગ્નિદાહ આપ્યો..અમારું આખું ઘર રડતું હતું.. પ્રિયા આવું પગલું ભરી લેશે એ ખબર હોત તો પપ્પા એને લગ્નની ના પાડત જ નહીં..

થોડા સમયમાં એ ઘાવ હવે રૂઝાવા લાગ્યો હતો... પણ ત્યાં આપણા લગ્ન થયા અને પુષ્પા દીદી એ એક રહસ્ય ખોલ્યું...

શું હશે રહસ્ય???
શું પ્રિયા જીવતી હશે??

અમિતનું શું થયું??

વાંચતા રહો મધદરિયે..