મધદરિયે - 13 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 13

આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા સુગંધાને જણાવે છે જે અમિતની બેવફાઈ અને એના ખોટા આપઘાતને બધા સામે સાચો સાબિત કરીને પ્રિયાને કેદ કરે છે.. પ્રિયા અને બીજી છોકરીઓને કોઈ ચંકી સર પાસે લઈ જાય છે.. હવે આગળ...

એકદમ અંધારામાંથી અજવાળામાં આવતા અમારી આંખો અંજાઈ ગઈ..થોડીવાર બાદ અમને દેખાયું એક મોટા હોલમાં અમને લઈ જવામાં આવ્યા હતા..સામે એક નાનકડી કેબીન હતી..એ કેબિનમાં કાચ કાળા હતા.. એની અંદર કંઈ જોઈ શકાય એવું ન હતું.. કદાચ એ ચંકી જ હતો.. એક તો કાળા કાચ અને એમા પણ મોં પર માસ્ક એટલે એ કોણ છે,કેવો દેખાય છે એ કોઈ કહી શકે એમ હતું જ નહીં..એનુ સાચુ નામ કે એ કેવો લાગે છે એ વાતની જાણ કોઈને હતી નહીં..

કેબિનમાં અંધારૂ જ રાખ્યું અને એણે બારી ખોલી અને બોલ્યો"રઘુ આ વખતે કેમ આટલીજ ફુલઝડી છે?? તમને પગાર મફતનો આપુ છું??ને ઇસ્માઈલ આ બીચારીને માથામાં તેજ ડંડો માર્યો છે ને?? યાર એક તો બીચારી આપણું બિસ્તર ગરમ કરે અને આપણે એને મારીએ તો એને કેવું થાય??"

"પણ ચોંકી સર રોડ પર આવ્યા ને એણે બૂમો પાડવાનું શરૂ કરી દીધું..હવે તમે જ કહો શું કરુ?? એના અવાજથી પોલીસચોકીમાં ખબર પડી ગઈ હોત.."

"તો એ તારી સગલી થાય છે?? એને જીવતી કેમ છોડી.. ભૂંડી જ ગાળ દઈ એણે બંદૂકથી ભડાકો કર્યો..અમારી નજર સામે એ યુવતી ચીસ પાડીને નીચે ઢળી પડી.અમારી સામે એ તરફડીયા મારતી હતી..બચાવવા માટે એ કાકલૂદી કરી રહી હતી..એના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું..મને દયા આવી એટલે મેં નીચે નમી એનું માથું ખોળામાં લીધું..

પેલો રાક્ષસ તરત બરાડી ઉઠ્યો "કોણ છે કોણ છે આ દયાની પૂંછડી?? આને પણ મરવાની ઉતાવળ લાગે છે.."

અમિત ડરતા-ડરતા બોલ્યો"ચંકી સર એ મારી પ્રેમિકા પ્રિયા છે.. એની ભૂલ થઈ ગઈ..જવા દો સર.. "

"આ ધંધામાં કોઈ પ્રેમકહાની નથી હોતી.. તુ ચાહે તો તારી બેનને પણ લઈ આવ એના પણ ઉંચા દામ મળશે.. રોજ નવા પુરૂષો સાથે એને પણ મજા આવશે..પણ અત્યારે તો એને મારી પાસે મોકલી દે.. એને બધાની સામે પીંખી નાખુ એટલે એને ખબર પડશે.."

અમિત બોલ્યો"ચંકી સર હજુ નાજુક કલી છે. જરા ધ્યાનથી.. "

"ચૂપ, તુ મને શીખવે છે કે મારે શું કરવુ?? અહીં હું જ બોસ છુ અને મારો હૂકમ બધાએ માનવો પડશે..જે મારા કહ્યામાં રહેશે એ સુખ સાહ્યબી પામશે.. પણ જે નહીં માને એની હાલત આ નીચે પડેલી છોકરી જેવી થશે.."

હું ફફડી ઉઠી.. મેં અમિતને હાથ જોડ્યા મને બચાવવા માટે.. મદદ માટે ભીખ માંગી..પણ એ તો ચંકીના ઈશારે ચાલતી કઠપૂતળી હતો.. એ મને ઢસડીને ચંકી પાસે લઈ ગયો..બધી છોકરીઓ ખૂબ જ ડરી ગઈ હતી..એના ડરથી બધી હીબકાં ભરી રડવા લાગી હતી..પણ એક વખત શેતાન માને પણ આતો શેતાન કરતા પણ ખરાબ હતો..

મારે ચંકીને તાબે નહોતુ થવું પણ હમણાં જ મારી નજર સામે મેં પેલી યુવતીની હાલત જોઈ હતી..ને હું તો બધા સામે મરી ચુકી હતી..હવે મારું અસ્તિત્વ ક્યાં રહ્યું હતું..મેં મનથી સ્વિકારી લીધું કે જીવવું હોય તો આ કહે એમ કરવામાં જ ભલાઈ છે..

અમિત જાણેકે હું મારી સાથે પૈસા નહોતી લાવી એનું વેર ઉતારતો હતો.. એક તરફ મને એની પ્રેમિકા તો કહેતો હતો ને બીજી તરફ અધમ કૃત્ય થઇ રહ્યું હતું એનો પાશવી આનંદ લૂંટતો હતો.. હવે મારુ કરગરવું એ કદાચ મારા જીવ માટે જોખમ હતું..

ચંકી પૂરેપૂરો નરાધમ હતો.. એણે મારા વસ્ત્રો કાઢવાને બદલે ફાડવાનું શરૂ કર્યું..મને ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થતું હતું..આટલા બધા નરાધમ વચ્ચે કોઈ મને બચાવનાર ન હતું..આપણા આરાધ્ય દેવતા કૃષ્ણને યાદ કર્યા.. પણ હું ભૂલી ગઈ હતી કે આ કળિયુગ છે અને કોઈ દ્રોપદીની લાજ બચાવવા કૃષ્ણ આવે, પણ હું પોતાના પરિવારનું માની નહીં.મારી દી પર ભરોસો ન રાખ્યો,કદાચ એનું ફળ મને મળી રહ્યું હતું..

મારા શરીર પર એકે વસ્ત્ર એ પાપીએ છોડ્યું નહીં..શરમ અને ડરથી મેં મારા અંગો ઢાંકવા વ્યર્થ કોશિષ કરી.. પણ ચંકી ધાર્યા કરતા વધું ખરાબ ને નીચ ઇન્સાન હતો..બધી યુવતીઓ વચ્ચે પોતાની ધાક બેસાડવા એ કાયમ આમ જ કરતો હતો..

મેં મારી વર્જીનિટી હજુ ખોઈ ન હતી.. કોઇને પોતાની મરજીથી દેહ સોંપવો અને પોતાના પર બળાત્કાર થાય એમા હાથી ઘોડાનો ફેર પડે છે..આટલા લોકો વચ્ચે એણે કહ્યું'ચાલ મને રાજી કરી દે તો તુ હેરાન નહીં થા. નહિતર હમણા હું તારી જાતને પીંખી નાખીશ,અને તુ જે ભગવાન ભગવાન કરે છે એ ભગવાન હજુ સુધી આવ્યો નથી ને આવશે પણ નહીં.'

મારા મનમાં દશેરા વખતે રાવણને બાળેલો એ ઘટના યાદ આવી ગઈ..ફક્ત સીતા હરણ એટલો જ વાંક હોવા છતા આપણે એને કેટલા વર્ષોથી બાળીએ છીએ??આ રાવણતો ઘણો સારો કહેવાય!! એણે સીતામાતાની સામે નજર શુદ્ધા કરી નહોતી તોયે આપણે એને સળગાવીએ છીએ..જ્યારે આ ચંકી અને અમિત જેવા લોકો જેને આપણે છોડી દઇએ છીએ..

ચંકીએ કોઈપણ જાતના વિચાર વગર મને પીંખવાનું શરુ કરી દીધું..હું હજુ મારી જાતને બચાવવાનો પ્રયાસ કરતી હતી..'એણે દરેક યુવતીને આદેશ આપ્યો કે આની પ્રથમ સુહાગરાત છે તો બધાએ તાળીઓ પાડી સેલિબ્રેશન કરવાનું છે,અને હા જે નહીં જુએ એને અમિત ભડાકે દેજે..'

મને હવે શરમ ન હતી..શા માટે ખોટા ભ્રમમાં જીવું?? કૌમાર્યથી જ નારી સારી એવું કોણે કહ્યું??શા માટે સીતાએ અગ્નિપરીક્ષા આપી?? કેમ અહલ્યા શલ્યા બની?? અરે ઈતિહાસમાં નારીના શીલનું જ કેમ મહત્વ?? આ રાક્ષસ સામે કદાચ મરવાનું થાય તો એને કોઈ મારી શકે એમ હતું જ નહીં..પણ મેં નક્કી કરી લીધું હતું..આજ નહીં તો કાલે પણ ચંકીને એક દિવસ હું મારા પોતાના હાથે નહીં મારૂ ત્યાં સુધી એ જે કહેશે એમ કરીશ, પણ એને મારીશ તો હું જ..

એ મારા દરેક અંગોને બધા સમક્ષ બતાવતો રહ્યો.. એક પશુ કરતા પણ બદતર હાલતમાં મને નાખી હતી, પણ હવે મારામાં ફક્ત જીવ હતો.. મારૂ હ્રદયતો ક્યારનું ધબકવાનું છોડી ચૂક્યું હતું.. મારી આંખોમાં આંસુ પણ સુકાયા હતા.. હવે તો ફક્ત અંગારા હતા,પણ એ મારે અત્યારે કોઈને બતાવીને એમણામ મરવું ન હતું.જો હું વિરોધ કરૂ તો એમણામ મરવાનું થાય, ને મારા પછી બીજી કેટલી યુવતી પોતાના જીવનનો ભોગ આપે?? એના કરતા હું એને મારીને મરીશ એ નક્કી કર્યું હતું એટલે એ જેમ કરતો રહ્યો એમ કરવા દીધું..

મને સૌથી વધુ ગુસ્સો તો અમિત પર આવતો હતો..એ જાણે સાવ નપાણીયો હોય એમ તાળી પાડતો હતો.. એનું અટ્ટહાસ્ય હજુયે મારા કાનમાં ઘૂમરાયા કરતું હોય છે.. મેં પણ એને હીજડો સાબિત કરવામાં કોઈ પાછીપાની ન કરી..

ચંકી એકદમ જંગલી બની મારા પર ટૂટી પડ્યો.. એકમાત્ર વસ્ત્ર હતું એ પણ દૂર કરીને એણે બધાની સામે મને ઊભા થવાનું કહ્યું..મેં એમ પણ કર્યું ખાસ તો મારે અમિતને જ બતાવી દેવું હતું કે જો આ શરીર તો તને જ સોંપવાનું હતું પણ પૈસાની ઘેલછામાં તને ન સમજાયું.. પણ તારો વિનાશ એક વખત હું જ બનીશ.. મારી સામે નજર મીલાવવાની એની તાકાત પણ હતી,કેમકે એ માણસ જ ન હતો.. શરમ માણસને હોય!!

થોડી જ વારમાં મારા દેહ પર ચંકીએ શાસન જમાવી દીધું.. મારા અંગો પર ઉઝરડા હતા.. એ દર્દને હું હસતા મુખે સહન કરતી ગઈ..

ચંકી તરત બોલ્યો 'અમિત આતો એકદમ તૈયાર માલ છે.. જો આને કેવી મજા આવી રહી છે!! સાલા તે પહેલા સુહાગરાત મનાવી તો નથી લીધીને?? '

થોડીજ વારમાં બધાની નજર સમક્ષ એણે મારી સાથે સહવાસ (બળાત્કાર)શરુ કર્યો.. લોહીનો એક ફુવ્વારો છૂટ્યો..હું કારમી પીડાથી ચીસ પાડી ઊઠી..ભયંકર વેદના હોવા છતા મેં ઉંહકારો ન કર્યો..પેટમાં કોઈ છરી મારે તો પણ આટલી પીડા ન થાય,પણ મારા દેહનું દુ:ખ હવે મને ન હતું.. મારા બદલાની આગ એથી વધુ પ્રજવલ્લિત થઈ હતી.. મે એટલા જોરથી મારી ચીસને મારા હોઠ વચ્ચે દબાવી રાખી હતી કે હોઠમાંથી પણ લોહીની ટશરો ફૂટવા લાગી હતી..ચંકી હાંફતો હાંફતો પોતાની પાપલીલા આચરીને ઊભો થયો.. એક અભિમાની સંતોષનો ભાવ એના ચહેરા પર હું જોઈ શકતી હતી..નીચે લોહી ભરાયું હતું એ જોઈને ચંકી તરત બોલ્યો 'કેમ લ્યા અમિત તુ તો સાવ નામર્દ લાગે છે.. આટલો ગરમ માલ છે તારી પાસે અને હજુ તે કાંઈ કર્યુ જ નથી??ધુળ પડી કહેવાય તારી જીંદગીમાં.. '

અમિત કશુ ન બોલ્યો પણ મેં એના તરફ ગુસ્સાથી થૂંકી લીધું..

એણે અલગ અલગ બજારોમાં અમને વહેંચી દેવા આદેશ કર્યો.. એ ફક્ત આ શહેરનો નહીં પણ આખા દેશનો સૌથી મોટો દેહનો સોદાગર હતો.. છેક બાંગ્લાદેશ,નાગાલેન્ડ,નેપાળ,કલકતાને દેશના દરેક ખૂણેથી એ યુવતીઓ મંગાવતો હતો.. કોઈ ગરીબીથી કંટાળીને સામેથી આવતી, કોઈ વિધવા રોટલાની રાંક થઈ આવે, કોઈ ત્યકતા,કોઈ મારી જેમ પગ પર કુહાડી મારીને આવતી.. જે વશ ન થાય એમને એ અલગ જ કોઠામાં મોકલી આપતો હતો.. એના દલાલ પણ અલગ રહેતા હતા.. દરેક યુવતીના પરિવારજનોની વિગત ચંકી પાસે રહેતી હતી..કોઈ યુવતી પાસે ફોન રાખવા દેતો નહીં..ભલેચૂકે ફોન કર્યો હોય કે પરિવાર કે પોલીસને જાણ કરવાની કોશિશ કરી હોય એને એ જીવતી પણ ન મુકતો..દરેક યુવતીના આઈ.ડી એની પાસે રહેતા હતા.. સતત દલાલોની નજર અને ગ્રાહક આવે એમની સઘન તપાસ થતી.. દરેક રૂમમાં વેબ કેમેરા હતા એટલે ગ્રાહકને પણ ફોન કરવાનું કોઈ કહી ન શકતું.. '

'જે મરજીથી આવે એમને અલગ કોઠો હતો..પોલીસ સાથે સાંઠગાંઠ રાખીને એની ભક્તિ ચાલતી હતી..ક્યારેય પોલીસને પણ એણે પોતાનો ચહેરો બતાવ્યો ન હતો. એ પકડાય એવા કોઈ સંજોગો હતા જ નહી..'

'હું પ્રોફેશનલ કોલગર્લ બની ચૂકી હતી..દુનિયા સામે મરી ચુકી હતી, પણ યોગ્ય મોકાની તલાશ હતી.. હું એક નાનકડા રાક્ષસને મારીને શું કરુ?! મારે તો આ ધંધાના પાયામાં જ તિરાડ પાડવાની હતી.. એક ચંકીને અને બીજા અમિતને ન મારૂ ત્યાં સુધી મારે હસતા મુખે આ ધંધો કરવાનો હતો.. એ માટે મેં ચંકીસરનો વિશ્વાસ જીતવાનું પણ શરૂ કરી દીધું હતું..અમિતતો મારી પાસે આવતો જ ન હતો.. હું ચંકીસરની માનીતી પણ બનવા લાગી હતી,ત્યાં તુ મને મળી.. તને જોઈને હું મારા દિલ પર કંટ્રોલ ન કરી શકી.. મારી ભાવનાત્મક લાગણીઓને વ્યક્ત કરવી હતી, પણ મને મારુ લક્ષ્ય યાદ આવી ગયું..જો એમને જરા અમથી પણ શંકા જાત તો તને પણ મારી જેમ ધંધે બેસાડી દે.. પપ્પાને મમ્મીને મારતા પણ ચંકીને જરાય વાર ન લાગે,એટલે મારી ઓળખ છુપાવી અને તને કંઈ ન કહેવામાંજ મેં મારી ભલાઈ સમજી,પણ તારો એક્સિડન્ટ થતા હું મારી જાત પર કાબુ ન રાખી શકી.. અંતે તારી સામે મારે સત્ય જાહેર કરવુજ પડ્યું..હવે દી તુ જલ્દી નીકળી જા.. તને મારી સાથે કોઈ જોઇ જશે તો તને નાહક પરેશાની થશે અને મારી પ્રતિજ્ઞા પણ પૂરી નહીં થાય..'

"અમિત અત્યારે શું કરે છે?? એ કઈ જગ્યાએ છે??"મારી આંખોમાં આંસુ અને મારી બેનને આવી દર્દનાક સ્થિતિમાં લાવનાર અમિત અને ચંકી પ્રત્યે ભારોભાર ક્રોધ હતો..

'અમિત અત્યારે મુંબઈ રહે છે.એ પાપની કમાણી કરીને મોટા બંગલામાં રહે છે.. એના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે.. બહુ જલ્દી એનું સામ્રાજ્ય નેસ્તનાબૂદ કરીને જ હું ઝંપીશ..

પ્રિયાએ મને આ બધાથી દૂર રહેવા કહ્યું..તારા સુખી સંસારમાં જાતેજ આગ હું કેમ લગાવું??? એ લોકો પોલીસ કે સમાજનો ડર જરાય રાખતા નથી.તારી કલ્પના કરતા કેટલાય ક્રુર છે આ લોકો.. એ લોકો માણસને એવી રીતે મારે છે જાણે કે કોઈ મચ્છર મારતું હોય.. મારી વ્યથા, મારી પીડા બધું મારી પાસે જ રહેવા દે.. તુ બીજી વખત મને મળવા પણ ન આવતી.. કદાચ આ બધાને મારવામાં અને અસહાય યુવતીઓને આઝાદ કરાવતા કદાચ મૃત્યું પામું તો પપ્પાને મારા વિશે કહેજે,જો બચી જઈશ તો ગર્વથી પપ્પાને મળવા આવીશ.. હું ભલે વેશ્યા છું પણ એ મારી મજબુરીથી બની છું..મારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો જ ન હતો.. '

"મેં ઘણીવાર કોશિશ કરી પણ દરેક વખતે એણે ના પાડી દીધી..પણ મેં મનોમન નક્કી કર્યું કે દેહવિક્રયને નામે ચાલતા આ પાપને હું બંધ કરીનેજ રહીશ..

મેં આખરે પ્રિયાને મનાવી લીધી.. મારૂ મિશન બહુ સિક્રેટ રીતે શરૂ થયું.. ઘણી યુવતીઓને હું મળી અને એક ફાઈલ તૈયાર કરી.. એમા મોટાભાગના કાળા કામ કરનારા લોકો પકડાઈ જાય એમ છે,પણ એનો મુખ્ય ચહેરો ચંકી કોણ છે એ હજુ ખબર પડી નથી..

હજુ અમુક એવા ચકલા અને કોઠા છે જેના વિશે મને ખબર નથી..હજુ મારે ઘણું કામ કરવાનું બાકી છે.."

પરિમલની આંખો આ બધું સાંભળીને પસ્તાવાના આંસુથી ઉભરાઈ ગઈ..
સુગંધાને પોતાની બાહોમાં લઈને એણે કહ્યું"મને માફ કરી દે.. તારા પર મેં શંકા કરી,એ પણ વગર વિચાર્યે..પણ એ પરિસ્થિતિજ એવી હતી..તુ જાણે છેને કે જેની સાથે આપણે સ્નેહથી જોડાયા હોય એના પર જ વધુ શંકા થતી હોય છે.. મને એમ લાગ્યું કે તુ કોલગર્લ બની ગઈ છો.. મારી તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હતી..પણ હવે મને બધા જવાબ મળી ગયા છે.. તારે જરૂર હોય તો મારો પણ તને પૂરતો સપોર્ટ છે.. હું તારી સાથે જ છું..પણ તુ એકલી આ બધું કઈ રીતે કરી શકી એ તો કે.. તને જરાય ડર ન લાગ્યો??"

સુગંધા બોલી"બોર્ડર પર જેમ સૈનિક પોતાના પ્રાણની પરવા નથી કરતો એમ મને પણ મારા જીવની પરવા નથી..બોર્ડર પર રહીને જ દેશની સેવા ન થાય.. આવા લોકો ધુસપેઠીયા કરતા પણ વધુ ખતરનાક છે.. એક આતંકવાદી કરતા પણ વધુ નુકસાન આવા લોકોથી થાય છે.. અને ઉપરથી સવાલ મારી બેનનો હતો.. ડર કોનો લાગે??? પણ મારે આ પાપલીલા જડમૂળથી ઉખાડી ફેંકવાની છે એટલે બધા વિશે મારે સબૂત એકઠા કરવાના છે..મારે ટાઈમ જોઈશે.. બાકી એક દિવસ તમે જોશો કે કોઈ કોઠા કે ચકલા નહીં હોય..."

"વાહ! મને એમ હતું કે પુષ્પાનું સ્થાન તુ ક્યારેક નહીં લઈ શકે, પણ એ મારી માન્યતા ખોટી હતી..આજે મારા દિલમાં તારુ સ્થાન બહુ ઉંચુ છે.. મને તારા પર ગર્વ છે.. મારા અભ્યાસ દરમ્યાન મેં ઘણું સ્ટડી કર્યુ છે.. એ ફાઈલ કદાચ આપણને કામ લાગશે..તુ એક વખત જોઈ લે.."

સુગંધાએ ફાઈલ લઈ વાંચવાનું શરૂ કર્યું..એની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી..

એવું તે શું હશે ફાઈલમાં??

સુગંધા શું કરશે??

અમિત અને ચંકીને એ કેવી રીતે સજા અપાવશે??

પ્રિયા આ બધામાંથી છૂટકારો મેળવશે??

વાંચતા રહો મધદરિયે