શિર્ષક : એક માસુમ બાળકી પ્રસ્તાવના દિલની લાગણી અને પ્રેમની હુફ આ બંને થોડુક પણ મળી જાય તો જિંદગીની બધી જ મુશકેલી એમ જ ખતમ થઈ જાય છે. આ કહાની પણ પ્રેમ કહાની જ છે પણ અહીં પ્રેમ જુદો છે. અહીં છોકરા અને છોકરીની પ્રેમની વાત નથી અહીં કોઈ બાળકીના પ્રેમની વાત છે. શ્રેયાને રસ્તામાં એક સાત વર્ષની બાળકી મળે છે. અનજાન તે બાળકી પર તેની મમતા વરસી પડે છે. આ વાત્સલ્ય પ્રેમ કહાનીમાં અનેક વળાંક લઇ ને આવી રહી છે. પોતાના લોકો પર તો હંમેશા પ્રેમની લાગણી વરસતી હોય છે. પણ જયારે કોઈ

Full Novel

1

એક માસુમ બાળકી - 1

શિર્ષક : એક માસુમ બાળકી પ્રસ્તાવના દિલની લાગણી અને હુફ આ બંને થોડુક પણ મળી જાય તો જિંદગીની બધી જ મુશકેલી એમ જ ખતમ થઈ જાય છે. આ કહાની પણ પ્રેમ કહાની જ છે પણ અહીં પ્રેમ જુદો છે. અહીં છોકરા અને છોકરીની પ્રેમની વાત નથી અહીં કોઈ બાળકીના પ્રેમની વાત છે. શ્રેયાને રસ્તામાં એક સાત વર્ષની બાળકી મળે છે. અનજાન તે બાળકી પર તેની મમતા વરસી પડે છે. આ વાત્સલ્ય પ્રેમ કહાનીમાં અનેક વળાંક લઇ ને આવી રહી છે. પોતાના લોકો પર તો હંમેશા પ્રેમની લાગણી વરસતી હોય છે. પણ જયારે કોઈ ...વધુ વાંચો

2

એક માસુમ બાળકી - 2

અમે બંને ઘરે પહોંચ્યું. આજે આમ પણ થોડું મોડું થઈ ગયું જ હતું. અમે ઘરે પહોચ્યા તો મમ્મી મારી જોઈને બેઠી જ હતી. છેલ્લા એક વર્ષથી તે એમ જ બિમાર હતી. તે ઊભી થઈ પોતાનું કામ જાતે નહોતી કરી શકતી એટલે તેમની દેખભાળ માટે મે એક નર્સ રાખેલી. જે સાંજે મારા આવતા તેમના ઘરે જતી રહેતી. પણ આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે તે પહેલાં જ જતી રહી. હું તે બાળકી નો હાથ પકડી ઘરમાં લઇને આવતી હતી ત્યાં મમ્મીએ મને રોકી. "શ્રેયા, આ કોની છોકરી લઇ ને આવી ગઈ....??" મારી મમ્મી ચાલી નહોતી શકતી પણ ...વધુ વાંચો

3

એક માસુમ બાળકી - 3

"ઓ સોરી. હું તને દવા આપતા ભુલી ગઈ." અચાનક વિચારો માંથી હું બહાર આવી ને મને મમ્મીની દવા યાદ ગઈ. હું ત્યાંથી ઊભી થઈ મમ્મી ને દવા આપીને સુવાની મે તૈયારી કરી. વિચારો અને તે જુની યાદો મગજ ને થકવી રહી હતી. તે બાળકીના માથા પર હાથ ફેરવી તેના કપાળ પર હળવું ચુંબન કરી હું પણ ત્યાં જ સુઈ ગઈ. રાત આખી તે વિચારો સાથે પુરી થઈ ને સવાર પડયું. આજે રવિવાર હતો એટલે ઓફિસ પર છુટી. આખા અઠવાડિયામાં આ એક જ તો એવો દિવસ છે જયાં પોતાના માટે થોડો સમય મળે. હું રૂટિન સમયે સવારના ...વધુ વાંચો

4

એક માસુમ બાળકી - 4

"પ્લીઝ, મારે ત્યાં ફરી નથી જવું. તે લોકો બહું ગંદા છે. મારી પાસે ખરાબ ખરાબ કામ કરાવે છે." મારી છુપાઈ ને ધીમે અવાજે તે રડતા રડતા બોલી રહી હતી. મે તેમની પીઠ પર હાથ ફેરવ્યો ને તેમને શાંત કરવાની કોશિશ કરી. "તને કોઈ કહી નહીં મોકલે. તું હવે મારી સાથે રહેજે. " તેમના ચહેરા પર એક ખુશી પથરાઈ ગઈ. જાણે તે મારા આ શબ્દો જ સાંભળવા માગતી હોય. "બેટા, તે લોકો તારી પાસે શું શું કરવાતા હતા.......???"હું ચુપ બેસી ના શકું કેમકે મારે જાણવું હતું કે ખરેખર તેમની સાથે શું થયું હશે. "દીદી તે લોકો મને બહાર નાચવા મોકલે છે ...વધુ વાંચો

5

એક માસુમ બાળકી - 5

આંખના આસું સાફ કરી હાથમાં કપ લઈને હું રસોડામાં ગઈ. વાતોમાં સમય ધણો નિકળી ગયો હતો ને હજું બધું જ કામ બાકી હતું. હું સવારનો નાસ્તો તૈયાર કરવા બેઠી. ફટાફટ ઈડલી સભાર બનાવ્યો ને મમ્મી અને તે છોકરી ને જમવા ટેબલ પર બોલાવ્યા. ચુપચાપ કંઈ બોલ્યાં વગર જ અમે ત્રણેય જમી રહયાં હતા."તારું નામ શું છે..??? જમવાનું પુરું થતા જ મમ્મીએ તે છોકરીને પુછ્યું. હું પણ તેમનું નામ આતુરતાથી જાણવા તેમના ચહેરા સામે જોઈ રહી. "પરી....." પાણી પીતા પીતા તેમને જવાબ આપ્યો ને હું તે નામ સાંભળી સ્તંભ બની ગઈ. એક મિનિટમાં બધું જ વિચરાઈ ગયું ...વધુ વાંચો

6

એક માસુમ બાળકી - 6

"કોણ છે શ્રેયા...???" હું ફોન કાનેથી હટાવી રહી હતી ત્યાં જ મમ્મીએ પુછી લીધું. "ખબર નહીં." હું મમ્મીને કંઈ કરું તે પહેલાં જ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો. તે અજાણ્યા નંબર પરથી જ હતો. મે તે મેસેજને ખોલ્યો તો તેમાં ખાલી તેમનું એડ્રેસ હતું. "મમ્મી, આ એડ્રેસ તો મારી ઓફિસની પાછળનું છે....!!મતલબ તે જે કોઈ પણ છે તે મને જાણે છે." હું મમ્મીને વધારે કંઈ વાત કરું ત્યાં ફરી તેમનો કોલ આવ્યો. મે ફોન ઉપાડયો. "એડ્રેસ મોકલી દીધું છે. કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા શ્રેયા મેડમ....... નહીંતર તુ તો ફસાઈ જ ગઈ છો. સાથે તારી સાથે જોડાયેલા લોકો પણ ફસાઈ ...વધુ વાંચો

7

એક માસુમ બાળકી - 7

"નો ભગીરથ, તુ આવું નહીં કરે."- મારી આખંમાંથી આસું વહી ગયા. મારે તેની સામે કમજોર નહોતું થવું પણ હું ગઈ. " તું જાણે છે હું વિશાલ ને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. ""હા. ને એ પણ જાણું શું કે તું તેને મરવા નહીં દેઈ. તો જા તે છોકરી ને મારે હવાલે કરી દે, હું તારા વિશાલ ને છોડી દવ. ""શું બગાડયું છે મે તારું કે તે તું આટલી મોટી સજા મને આપ છે...????" હું કોશિશ કરી રહી હતી કે શાયદ ભગીરથ મારી કોઈ વાત સમજે પણ તેના મગજમાં અત્યારે મારા પ્રત્યેની નફરત સિવાય બીજું કંઈ નહોતું સમજાતું. "વિચારવામાં ...વધુ વાંચો

8

એક માસુમ બાળકી - 8

"તે વિશાલને મારવાનું કહયું......!! નો મમ્મી, તું મારા વિશાલને મારવાનું કેવી રીતે કહી શકે....!! " મારી લાગણી પળમાં બની મમ્મી પર તાડુકી પડી. હું ખરેખર ભાન ભુલી થઇ ગઈ. મને ના કંઈ સમજાય રહયૂં હતું. ના હું કંઈ સમજવા તૈયાર હતી. "તારો વિશાલ......કયારે હતો તારો....??""તારી બિમારીની સાથે તારી આખો પણ જતી રહી છે શું....??એટલે જ તો તને દૂખાતું નહીં હોય કે તે મારો સુહાગ છે. જેના નામનું હું રોજ સિંદુર લગાવું છું, જેના નામનું મંગળસૂત્ર મારા ગળામાં રોજ રહે છે. ""તો ભુસી નાખ તેને અને ફેકી દે આ ખોખલા રીશતા ને જેના કારણે તને ખાલી તકલીફ રહેતી હોય. ""તકલીફ. તકલીફ ...વધુ વાંચો

9

એક માસુમ બાળકી - 9

"તે વિશાલને ખરેખર.....!!" મારી આંખો ફરી છલકાઈ ગઈ. પ્રેમની લાગણી તે વિચારોને ફરી જીવીત કરી ગઈ. હું મમ્મી જોઈ રહી ને મમ્મી મારા ચહેરાને તાકી રહી. અમારી બંનેની નજર એક નજરે થંભી ગઈ. આજે વિશ્વાસ મને ખુદ મારા પર જ નહોતો આવી રહયો કે હું આટલી કઠોર કેવી રીતે બની ગઈ. પણ તેના સિવાય બીજો રસ્તો પણ કયાં કંઈ હતો. ડર તો હજું દિલના ખુણામાં હતો જ કે કંઈક તે ખરેખર વિશાલને મારી ના દેઇ. પણ તેના કરતાં એક વાતની નવી આશ જાગી હતી કે ભગીરથ ને વિશાલ સાથે કોઈ મતલબ ના હતો. એટલે જ તો ફરી ડરાવાની ...વધુ વાંચો

10

એક માસુમ બાળકી - 10

વિચારોની વચ્ચે આખી રાત પુરી થઇ ગઈ. હજુ સુધી ભગીરથનો કોઈ ફોન નહોતો આવ્યો. સવારના રૂટિન સમય પર ઉઠી કામ પુરું કરી હું દસ વાગ્યે ઓફિસે જવા નિકળી. ત્યાં નર્સ મારા સમય પહેલાં જ આવી ગઈ. તે પણ પરીને જોઈ બહું ખુશ થઈ ગઈ. કેમકે તેને આખો દિવસ બોરિંગ લાગતો હતો. હવે તેનો પણ થોડો સમય પસાર થશે. તે સ્વભાવથી બહું સારી છે એટલે તે ઘરે હોઈ ત્યારે મારે ઘરનું કે મમ્મીનું ટેશન બિલકુલ ના હોય. આજે તેમને એક નવી જવાબદારી પરીની અર્પણ કરી હું ઓફિસ માટે નિકળી ગઈ. ઓફિસ પહોંચીને મે ...વધુ વાંચો

11

એક માસુમ બાળકી - 11

"શિખા, પરીની સાથે શું થયું છે...??" ખરેખર હું જ અજાણ થઈ રહી છું. મને ખુદ સમજાય નહોતું રહયું કે શું વાત કરે છે. "તને ખરેખર ખબર નથી શ્રેયા કે તારા પતિએ પૈસા ખાતર તારી બેટી પરીને પણ વહેંચી દીધી." શિખા ના શબ્દો મારા કાન સુધી પહોંચતા જ હું એકદમ જાણે તુટી ગઈ. હું કેવી રીતે તેના પર વિશ્વાસ કરું કે વિશાલ આવું કરે."નો... શિખા, વિશાલ એવું કરે જ નહીં કયારે....!!તું આ બધું એટલે કહે છે ને કેમકે તેમને તારી જિંદગી ખરાબ કરી..?? તું હજું તેમના પર ગુસ્સે છે એટલે ને..!!! હું વિશાલ ને જાણું છું તે તેમની બહેનની ખુશી ખાતર ...વધુ વાંચો

12

એક માસુમ બાળકી - 12

"હા, મારે તને આ વાત પહેલાં જ કહેવી હતી પણ કયારે એવો સમય આવ્યો જ નહીં કે હું તને જણાવી શકું" તે બધી જ વાતો શરૂઆતથી કરવા માગતી હોય તેમ મારી સામે જોઈ રહી. હું તેને હજું તે જ નજરે જોઈ રહી હતી. "શ્રેયા, જે ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયાં તે ઘરના દરવાજા મારા માટે પણ બંધ થઇ ગયાં.""પણ, કેમ ફરી કંઈ થયું હતું...??" ખબર નહીં પણ કેમ મને તેની વાત સાંભળવાની ઈચ્છા જાગી રહી હતી. "હા. તારા ગયાં પછી તેમને સંજયને છોડાવી લીધો ને મને ફરી તેમની સાથે જવા માટે ફોર્સ કરી રહયા હતા. હું ફરી મારી જિંદગી ...વધુ વાંચો

13

એક માસુમ બાળકી - 13

પવન વેગે વિચારો દોડવા લાગ્યાં. હું ત્યાં જ દરવાજા પર થંભી ગઈ. આખમાં આસુંનો દરીયો વહી ગયો ને દિલ જાણે કેવા કેવા સવાલ કરી ગયું. આંખો સામે તે પળો ફરી જીવિત થઈ ગઈ. જે પળ મારી જિંદગીની સૌથી ખુબસુરત પળ હતી. પરીના જન્મની સાથે જ જિંદગી કેટલા અરમાનો લઇ ને આવી હતીને તે બધા જ અરમાનો જાણે આજે ક્ષણભંગુર બની ગયા હતા. "શ્રેયા, જા તારી પરીને ગળે લગાવી વહાલ કરી લે. તેને તારી જરૂર છે." ભગીરથના શબ્દો ફરી કાને અથડાણા ને હું ફટાફટ ગાડી લઇ ને ભાગવા લાગી. વિચારો હજું થંભી નહોતા શકયા. શું તે ખરેખર મારી ...વધુ વાંચો

14

એક માસુમ બાળકી - 14

"જો ખરેખર તમે લોકો કહો છો તે વાત સાચી છે તો હું પરીની સોગંદ ખાઈ ને કહું છે કે, વિશાલને તેમની સજા આપવામાં પાસો પગ નહીં કરું." આંખના આસું સાફ કરી મે હાથમાં ફોન લીધો ને સીધો વિશાલને ફોન કરી દીધો. બે રિંગની સાથે જ તેમને ફોન ઉપાડયો. તેના અવાજમાં તે ભારીપણ લાગી રહયું હતું. કેટલા વર્ષ પછી તેનો અવાજ સંભળાય રહયો હતો. થોડીવાર હું કંઈ બોલી ના શકી. તે હાલો હાલો કરતો રહયો. કેટલીકવારની છુપી પછી મે તેમની સાથે વાત કરી."વિશાલ, હું શ્રેયા. કયાં છે તું....???મારે તને મળવું છે આજે." ના હું તેમના હાલચાલ પુછી શકી, ...વધુ વાંચો

15

એક માસુમ બાળકી - 15

આજની રાત શિખા અને ભગીરથ અમારી સાથે જ રહી ગયા. મોડી રાત સુધી અમારી વાતો ચાલ્યા કરી. તે હસીન વાતો, જિંદગીની થોડી ખામોશી ભરી વાતોમાં સમય કયા નિકળી ગયો ખબર પણ ના પડી. પરી ને મમ્મી થોડા જલદી સુઇ ગયા હતા. મને કે શિખાને બંનેમાંથી કોઈને નિંદર નહોતી આવી રહી. થોડીવાર પછી ભગીરથ પણ સુઈ ગયો ને અમે બંને આખી રાત એમ જ બંને વાતો કરતા રહયા. આટલા વર્ષ પછી હું ને શિખા આવી રીતે ભેગા થયા હતા. કેટલી વાતો મનને હળવું કરી ગઈ. પણ, હજું એક વાત દિલને તકલીફ આપી રહી હતી કે ...વધુ વાંચો

16

એક માસુમ બાળકી - 16 - છેલ્લો ભાગ

"પપ્પા, મને એકલી મુકીને તમે કયાં ગયા હતા....???તે અંકલ બહું જ ખરાબ હતા. તેમને મને......"તેમના અધુરા વાકય પુરુ થાય પહેલાં જ મે તેમને ગળે લગાવી દીધી."મોમ, તું મારા પપ્પાને ઓળખે છે...??"તેના આ સવાલનો જવાબ અમને બધાને એકમિનિટ માટે શાંત કરી ગયો. પણ તેનો સવાલ ખોટો પણ કયાં હતો. "હમમમ" મે હકારમાં માથું હલાવ્યું ત્યાં જ વિશાલ બોલ્યો."શ્રેયા, તે પરીને જણાવ્યું નહીં કે તું તેમની રીયલ મોમ છે. " હું એક નજરે વિશાલને જોઈ રહી. આટલા વર્ષ સાથે હોવા છતાં પણ જયારે તે મારી ઓળખાણ ના કરાવી શકયો તો હું બે ત્રણ દિવસમાં કેવી રીતે કરાવી શકવાની હતી. "મને લાગતું જ હતું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો