નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ

(1.6k)
  • 163.4k
  • 132
  • 81.9k

પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા. તો આવો જોઈએ આવા અલગ વિચારો અને નફરત ની આગમાં પ્રેમના ગુલાબ કઈ રીતે ખીલે છે.અને આ પ્રેમ કહાની ને કેટલી આગળ લઈ જઈ શકે છે. મુંબઈ માં બધા લોકો પોતાના જીવનમાં વ્યસ્ત રહેતા.કોઈને કોઈના કામ થી કોઈ ફરક

Full Novel

1

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 1

પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા. ...વધુ વાંચો

2

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨

આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં કોલેજમાં ફોર્મ ભરીને કેન્ટીન માં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે સાથે તેની પહેલી મુલાકાત થાય છે.હવે જોઈએ આગળ બંને વચ્ચે શું થાય છે. કોલેજ શરૂ થવા માં હજુ ત્રણ દિવસ ની વાર હોય છે એટલે સંધ્યા મીરાં ને ફોન કરી ને શોપિંગ કરવા માટે પૂૂૂૂછે છે.મીરા પહેલા તો ના પાડી દે છે, પછી સંંધ્યા ની જીદ ના કારણે માની જાય છે.આમ પણ સંધ્યા તેની કાલી ઘેલી વાતો થી બધાં ને મનાવી લેેેતી. બીજા ...વધુ વાંચો

3

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 3

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં પોતાના ક્લાસરૂમમાં આવે છે. ત્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડાઇ કરતો હવે જોઈએ આગળ.) સંધ્યા સુરજ નેે રોકવા માટે જાય છે.તો મીરાં તેેેને રોકે છે.પરંતુ સંધ્યા માનતી નથી.તે સુરજને કહે છે કે તમે અહીં ભણવા આવો છો કે બીજા ને હેરાન કરવા?સુરજ તેની વાતોમાં ધ્યાન નથી આપતો.એ વાત થી સંધ્યા વધુ ગુસ્સે થાય છે,અને સુરજ નો હાથ પકડી તેને રોકે છે.હજી સુરજ કાંઈ બોલવા જાય એ પહેલાં સર આવી જાય છે.તો બધા પોતાની જગ્યાએ જઈ બેસી ...વધુ વાંચો

4

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૪

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાંના મામા મીરાંને એક પ્રસંગ માં જવાનું ખોટું કહે છે.જેથી મીરાં સંધ્યા ની ઘરે જાય છે. જ્યાં મીરાં ના મામા નો એક આદમી સંધ્યા ના ઘરની બધી વાતો ઉપર ધ્યાન રાખે છે.હવે જોઈએ આગળ.) બીજા દિવસે સવારે સંધ્યા અને મીરાં કોલેજે જાય છે.જેવી તે બંને કોલેજ માં પ્રવેશ કરે છે.તેવા જ સુરજ અને તેના મિત્રો સંધ્યા અને મીરાં ને રોકે છે. "તે કાલ શુ કર્યું તેનું તને કાંઈ ભાન છે?"સુરજ સંધ્યા ને કહે છે. આ સાંભળી મીરાં ...વધુ વાંચો

5

નફરતની આગ માં પ્રેમ નુ ખીલ્યું ગુલાબ - ૫

(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને સુરજ બંને એકબીજા ના જ વિચાર કરતા હતા. સંધ્યા સુરજને શોધવા ક્લાસરૂમની બહાર આવે છે.પરંતુ થોડા વિચારો કર્યા બાદ પાછી ક્લાસરૂમમાં ચાલી જાય છે.હવે જોઈએ આગળ.) સંધ્યા અને સુરજ બંને એકબીજા ના વિચારો માં ખોવાયેલા હોય છે.સંધ્યા ને સુરજને મળવાની ઈચ્છા હોય છે.પરંતુ, કોઈ સંબંધ ના હોવાથી તે એવું કરતા અચકાય છે.આમ,જ કોલેજ નો ફરી એક દિવસ પૂરો થાય છે.સંધ્યા પોતાની એકટીવા પર મીરાંને તેની ઘરે છોડીને પોતાની ઘરે જાય છે. ઘરે પણ‌ સંધ્યા સુરજના ...વધુ વાંચો

6

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૬

(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા ના આગ્રહ થી સુરજ તેની સાથે બેસી જાય છે.હવે જોઈએ સંધ્યા સુરજને મનની વાત કેવી રીતે કહે છે.) સુરજ સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોતો હોય છે.જે વાતનો સંધ્યા ને અંદાજો લાગતા તે થોડું વિચારીને વાતની શરૂઆત કરે છે. "સુરજ તું પહેલે થી જ આવો ગુમસુમ અને ગુસ્સાવાળો છે કે?"સંધ્યા આટલું બોલીને અટકી જાય છે.પણ,સુરજ તેની એટલી વાત માં જ પૂરી વાતનો તાગ મેળવી લે છે.પરંતુ,સુરજને વિચાર આવે છે કે હું આને ઓળખતો પણ નથી અને તેની સાથે પહેલી મુલાકાત માં ...વધુ વાંચો

7

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૭

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા, સુરજ અને મીરાં ત્રણેય અલગ-અલગ વિચારોમાં રાત પસાર કરે છે,હવે જોઈએ આગળ શું છે.) ઘણા વિચારો બાદ થોડી ઉંઘ કરીને સંધ્યા જાગે છે.તેની આંખમાં રાતનો ઉજાગરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.તે ફટાફટ તૈયાર થઇ ને નીચે નાસ્તો કરવા જાય છે.નાસ્તો કરી તે તેની મમ્મી ને કહે છે,"મમ્મી હું કોલેજ જાવ છું." સંધ્યા ના મમ્મી હસતાં હસતાં કિચનમાંથી આવે છે,ને સંધ્યા ને કહે છે,"રાતે સરખી સૂતી નથી કે શું?" ...વધુ વાંચો

8

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૮

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા મીરાં ની એ હાલત જોઈ ને પરેશાન હોય છે.તે કોઈ પણ રીતે મીરાંની હાલત વિશે અને તેના મામા ના બદલાયેલાં વર્તન વિશે જાણવા માંગે છે.તો હવે જોઈએ આગળ શું થાય છે.) સંધ્યા થોડા વિચારો કરીને સૂઈ જાય છે.સવારે ઉઠી ફટાફટ તૈયાર થઇ તે કોલેજ જવા નીકળે છે.સંધ્યા ને નાસ્તો કર્યા વગર જતી જોઈ ને રુકમણી બેન કહે છે,"સંધ્યા બેટા,નાસ્તો કરીને પછી કોલેજ જાજે."પણ,સંધ્યા તેના મમ્મી ની વાત સાંભળ્યા વગર જ પોતાનું એક્ટિવા લઇને કોલેજ તરફ ઉપડી જાય છે. ...વધુ વાંચો

9

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૯

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાં સંધ્યાના બધાં સવાલના ખોટાં જવાબ આપતી હતી.એવુ સંધ્યા ને લાગે છે,એટલે સંધ્યા મીરાં વધું સવાલ ના કરતાં જાતે જ બધું જાણવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ.) સંધ્યા ને મીરા કેન્ટિન માંથી સીધાં ઘરે જવા નીકળે છે.સંધ્યા મીરાંને તેની ઘરે ડ્રોપ કરી પોતાની ઘરે જાય છે.ઘરે પહોંચતા જ સંધ્યા ના મમ્મી રુકમણી બેન સંધ્યા પર સવાલોના પ્રહાર ચાલુ કરે છે."તું આજકાલ ક્યાં વિચારોમાં ખોવાયેલી રહે છે?તને કોઈ પરેશાની છે?જે કાંઈ હોય તે તું મને કહી શકે છે.પણ, તું ...વધુ વાંચો

10

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૦

(સંધ્યા ને રુકમણી બેન બંને વાતો કરી સુઈ જાય છે.હવે,જોઈએ આગળ.) સંધ્યા સવારે ઉઠી નાસ્તો કરીને પોતાની એક્ટિવા પર કોલેજ જવા નીકળે છે.મીરા ની ઘરે પહોંચતા જોવે છે, મીરાં આજે ઘરની બહાર ઉભી રહી સંધ્યા ની રાહ જોતી હતી.પહેલા ની જેમ જ મીરાં ને ખુશ જોઈ સંધ્યા ને પણ ખુશી થાય છે.બંને વાતો કરતા કરતા કોલેજ જવા નીકળે છે.કોલેજ એ પહોંચી સંધ્યા ફરી સુરજ ને શોધવા લાગી જાય છે.આમ તેમ નજર કરતા સંધ્યા નું ધ્યાન સુરજની જીપ તરફ જાય છે. જ્યાં,સુરજ, કાર્તિક અને તેના બીજા બે મિત્રો નયન અને ચેતન ઉભા ...વધુ વાંચો

11

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૧

(આગળ આપણે જોયું કે, સંધ્યા ટ્રિપ ની પેકિંગ કરી ને સુઈ જાય છે,હવે જોઈએ આગળ.) સંધ્યા ટ્રિપ ની તૈયારી કરી સુઈ જાય છે.આજે સવારે ટ્રિપ જવાની હોવાથી વહેલી ઉઠી તૈયાર થઈ મોહનભાઈ ની ગાડી માં કોલેજ જવા નીકળે છે.મીરા ને રસ્તામાં થોડો સામાન લેવાનો હોવાથી તે તેના મામા ની ગાડી માં વહેલી નીકળી ગઈ હતી.મીરા એ સંધ્યા ને મેસેજ કરી કહી દીધું હોવાથી સંધ્યા તેના પપ્પા સાથે તેની ગાડી માં કોલેજ પહોંચે છે.ગાડીમાથી ઉતરી સંધ્યા તેના પપ્પા ને બાય કહી ગ્રાઉન્ડ તરફ જાય છે.મોહનભાઈ સંધ્યા ને બાય કહી ...વધુ વાંચો

12

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૨

(આગળ આપણે જોયું કે, સંધ્યા સુરજ ને ભેટીને તેને શાંત કરવાની કોશિશ કરતી હતી.ને અચાનક સુરજ ઉઠીને ચાલ્યો જાય જોઈએ આગળ.) સુરજ ટેરેસ પરથી પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સંધ્યા મુુક બની તેને જતો જોઈ રહે છે.થોડીવાર વિચાર કરી સંધ્યા પણ પોતાના રૂમમાં ચાલી જાય છે.તેને સુરજ નું અચાનક બદલેલુ વર્તન સુરજના વિચારો કરવા મજબૂર કરતું હતું.થોડીવાર આમતેમ પડખાં ફરી થાકના લીધે તેને નીંદર આવી જાય છે.સવારે ઉઠી ફ્રેશ થઈને તે નીચે જાય છે.બધા તૈયાર થઈ નીચે જ ઉભા હતાં.પણ સંધ્યા ની નજર તો સુરજને શોધતી હતી.ત્યા જ મીરાં સંધ્યા ...વધુ વાંચો

13

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૩

(આગળ આપણે જોયું કે, પહેલાં મીરાં બેહોશ થઈ હતી.પછી એવી જ રીતે કોમલ પણ બેહોશ થાય છે.અને બંને ઘટના એ જગ્યાએ એક કોથળી મળે છે.હવે જોઈએ આગળ.) બીજા દિવસે સવારે બધાં જોગીની વોટર ફોલ જોવા માટે જાય છે.સંધ્યા આખા રસ્તે બસ એક જ વિચારમાં ખોવાયેલી હોય છે,કે આખરે આ બધું શું થઈ રહ્યું છે.વિચારોમા ને વિચારોમાં ક્યારે બધાં તેના સ્થળે પહોંચી જાય છે,એની સંધ્યા ને જાણ પણ નથી રહેતી.જોગીની વોટર ફોલ આવી જતાં.બધા બસમાંથી નીચે ઊતરવા લાગે છે.સંધ્યા ને આ અંગે જાણ ન રહેતા તે પોતાની જગ્યાએ ...વધુ વાંચો

14

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૪

(આગળ નાં ભાગમાં આપણે જોયું કે, સંધ્યા સુરજ પાસે કાર્તિક ની વાત કરવા માટે જતી હતી.ત્યારે તે રૂમની બહાર થોડું ચાલે છે, ત્યાં જ કોઈ તેનાં માથા પર ડંડો મારી તેને બેહોશ કરી દે છે.હવે જોઈએ આગળ.) બધાં સવારે ઉઠી ફરી મુંબઈ તરફ રવાના થવાની તૈયારી કરતાં હતાં.બધા પોતાનો સામાન પેક કરી નીચે આવે છે.જેવા બધાં નીચે આવે છે,ને જોવે છે,તો બસ ત્યાં હાજર નહોતી.બધા પ્રોફેસર ને એ વાત જણાવા માટે જાય છે,"સર,બહાર તો બસ નથી.આપણે આજે મુંબઈ જવાનું છે ને! હવે આપણે મુંબઈ ...વધુ વાંચો

15

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૫

(આગળ આપણે જોયું કે, સંધ્યા મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી લે છે.હવે જોઈએ આગળ.) મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી.સંધ્યા સુવા માટે બેડ પર લંબાવે છે, પરંતુ,આજે પણ સંધ્યા ની આંખોમાં ઉંઘ નું નામ નહોતું.તેનો મગજ મીરાં અને કાર્તિક ની વાતો યાદ કરીને ચકરાવે ચડ્યું હતું. મોડા સુધી વિચાર કર્યા બાદ આખરે રાતે ત્રણ વાગે સંધ્યા ની આંખ બંધ થાય છે.હજુ જેવી તેવી ઉંઘ આવી જ હતી.ત્યા જ સવારે સાત વાગ્યે તેનો મોબાઈલ વાઈબ્રન્ટ ...વધુ વાંચો

16

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૬

(આગળ આપણે જોયું કે, સંધ્યાને મીરાં ની ઘરે જતી વખતે રસ્તામાં એક એંજલ નામની છોકરી મળે છે,જેને પોતાની ઘરે માટે સંધ્યા સત્ય શ્રીપાલ નગર જાય છે.હવે જોઈએ આગળ.) સંધ્યા એંજલ ને તેની ઘરે મૂકવાં જતી હતી.ત્યાં જ તેને રુકમણીબેન નો ફોન આવે છે.સંધ્યા જેવી ફોન ઉપાડે છે, એવાં જ રુકમણીબેન ચિંતિત સ્વરે કહે છે,"સંધ્યા બેટા, ક્યાં છે તું?ક્યારે ઘરે આવીશ?" રુકમણીબેન નો ચિંતિત અવાજ સાંભળી સંધ્યા રુકમણીબેન ને પૂછે છે,"શું થયું મમ્મી? તું કેમ ચિંતિત છે?ઘરે ...વધુ વાંચો

17

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૭

(આપણે આગળનાં ભાગમાં જોયું કે, સંધ્યા મીરાંની ઘરે, તેનાં કોલેજનાં કામની કોઈ બુક લેવાં ગઈ હતી.જ્યાં તેને પહેલાં મીરાંની પછી કોમલનાં રૂમમાં અને પછી આદિત્ય પાસે જોયેલી કોથળી મળી.જે લઈને સંધ્યા તેનાં કઝિન વિવેક પાસે,એ કોથળીમાં શું છે,એ જાણવાં જતી હતી.હવે જોઈએ આગળ.) સંધ્યા કાર લઈને વિવેકની ઘરે પહોંચી ગઈ.તેણે વિવેકને અગાઉ જ ફોન કરીને જાણ કરી દીધી હતી.આથી વિવેક તેનાં ઘરની બહાર જ ઉભો હતો. સંધ્યા નીચે ઉતરીને વિવેક પાસે ગઈ.તેણે બેગમાંથી એ કોથળી કાઢીને,વિવેકને આપી.વિવેકે કોથળી લઈને કહ્યું."આ શું છે,એ હું તને કાલ સવારે દશ વાગ્યે જ જણાવી શકીશ.હાલ આ તું ...વધુ વાંચો

18

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૮

(આગળનાં ભાગમાં આપણે જોયું કે, મીરાં અને કાર્તિકે સુરજને બધી હકીકત કહેવાની હાં પાડી એટલે સંધ્યા કાર્તિક અને મીરાંને સુરજની ઘરે ગઈ.હવે જોઈએ આગળ.)સંધ્યા કાર્તિક અને મીરાં સાથે સુરજની ઘરે આવી.બધાં સીધાં ઉપર સુરજનાં રૂમમાં ગયાં.સંધ્યા સાથે મીરાં અને કાર્તિકને પોતાની ઘરે જોઈને સુરજ વારાફરતી બધાં સામે જોવાં લાગ્યો."અરે,તમે બધાં અચાનક અહીં?""હાં સુરજ, મીરાં અને કાર્તિક તને એક અગત્યની વાત જણાવવા માંગે છે.""શું વાત છે કે,તમારે બધાંએ એકસાથે આવવું પડ્યું?""સુરજ હું અને મીરાં એકબીજાને પ્રેમ કરીએ છીએ,અમારે એકબીજા સાથે લગ્ન કરવાં છે.""અરે,એતો સારી વાત કહેવાય.એમાં તું આટલો ડરે છે કેમ?""ડરવાની વાત છે,એટલે ડરું છું.હું મારાં પપ્પા સાથે ડ્રગ્સનો ધંધો ...વધુ વાંચો

19

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૯

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૧૯કાર્તિક અને મીરાંએ સંધ્યા અને સુરજને બધી હકીકત જણાવી દીધી હતી. તે બંને સુરજ અને સંધ્યાનો સાથ આપવા લાગ્યાં હતાં. હવે જોઈએ આગળ.બીજાં દિવસે સંધ્યા તેનાં પપ્પા સાથે બેસીને નાસ્તો કરી રહ્યો હતો. બરાબર એજ સમયે સંધ્યા ત્યાં આવી. સંધ્યાને જોઈને હિતેશભાઈ ખૂબ જ ગુસ્સે થયાં. સંધ્યા સુરજ પાસે આવીને તેનો હાથ પકડી, તેને બહાર ખેંચી ગઈ.સંધ્યાની એવી હરકતથી સુરજ તેની પાછળ દોરવાયો. બહાર જઈને સંધ્યા સુરજ ઉપર ગુસ્સે થઈને બોલવાં લાગી."તને કોણે કહ્યું હતું, કોલેજમાં બધાંને એવું કહેવાનું કે, તું મને પ્રેમ કરે છે?""હાં, તો એમાં શું વાંધો? મેં માત્ર મારાં મિત્રોને ...વધુ વાંચો

20

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૦

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૦સંધ્યા અને સુરજ વચ્ચે લડાઈ થઈ હતી. સંધ્યા ઘરે આવીને બસ રડ્યે જ હતી. મોહનભાઈએ રુકમણીબેનના પૂછવાથી તેમને કાર્તિક અને સુરજના પપ્પા વિશે અને મીરાંના મામા વિશે, ને સુરજ અને સંધ્યાના પ્રેમસંબંધ વિશે જણાવ્યું. હવે જોઈએ આગળ.મોહનભાઈ અને રુકમણીબેનની વાતો સાંભળી, સંધ્યા નીચે આવી. સંધ્યા હજું કાંઈ બોલે એ પહેલાં જ સુરજ ત્યાં આવી પહોંચ્યો. સંધ્યાની આંખો જોઈને સુરજ સમજી ગયો કે, સંધ્યા બહું રડી હતી."યાર, આપણે જે કર્યું, એ એક નાટક હતું, તો તું શાં માટે રડી રહી છે??"સુરજની વાત સાંભળીને, રુકમણીબેન અને મોહનભાઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. બંને સુરજ સામે અચરજભરી ...વધુ વાંચો

21

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૧

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૧સંધ્યા અને સુરજે અલગ થવાનું નાટક કર્યું હતું. સુરજ હવે તેનાં પપ્પા સાથે બિઝનેસમાં જોડાવાનો હતો. એ વાત કાર્તિકની સમજમાં નથી આવતી. હવે જોઈએ આગળ."અરે, સુરજ તું અહીં? કોઈ ખાસ કામ હતું?" સુરજ મોહનભાઈની ઓફિસે આવ્યો હતો. "હાં, અંકલ. મારે તમને કંઈક પૂછવું હતું." સુરજે આવવાનું કારણ જણાવ્યું."બોલને બેટા." મોહનભાઈએ સુરજને પરવાનગી આપતાં કહ્યું."તમે મારી ઘરે આવ્યાં, ત્યારે તમે અમારો સાથ આપવા તૈયાર હતાં. હું તમારો સાથ આપવા માની ગયો, એ વાતે ખુશ પણ હતાં. તો કાલે તમે મારી મારાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાવાળી વાતથી બેચેન કેમ થઈ ગયાં હતાં?" સુરજે મોહનભાઈની ચિંતાનું ...વધુ વાંચો

22

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૨

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૨મોહનભાઈ સુરજને Mr.DK (ધનસુખભાઈ ખંડેરવાલ) અંગે બધી હકીકત જણાવે છે. બીજી તરફ ધનસુખભાઈએ સંધ્યા એંજલને ગઈ‌ હોવાથી તેને પોતાનાં બીજાં બંગલે લઈ ગયાં હતાં. હવે જોઈએ આગળ.સંધ્યા તેનાં મમ્મી સાથે કિચનમાં ઘટતી વસ્તુઓની ખરીદી માટે રિલાયન્સ સ્માર્ટમાં આવી હતી. "મમ્મી, તું તારી વસ્તુઓ લઈ લે. હું થોડાં ડ્રાય ફ્રુટ્સ લેતી આવું." "ઓકે, જલ્દી કરજે. પછી ઘરે‌ જઈને રસોઈ પણ‌ બનાવવી છે." બંને માઁ દિકરી પોતપોતાની રીતે ખરીદી કરવા લાગ્યાં. સંધ્યા ડ્રાય ફ્રુટ્સ લેતી હતી. ત્યારે જ એક છોકરી દોડીને તેની પાસે આવી. તેણે સંધ્યાનો સ્કાર્ફ પકડીને ખેંચ્યો. સંધ્યાએ પાછળ ફરીને જોયું. "અરે, એંજલ તું?" સંધ્યા એંજલ સામે હસીને બોલી."હાં, ...વધુ વાંચો

23

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૩

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૩શારદા એંજલને ઘરે લઈને જતી રહી. મોહનભાઈ એંજલના ઘરનું એડ્રેસ કે, તેનાં પપ્પાનું નામ, કાંઈ નાં શક્યાં. હવે જોઈએ આગળ."પપ્પા... પપ્પા... ક્યાં છો તમે?" એંજલ ઘરે પહોંચીને બૂમો પાડવા લાગી.ધનસુખભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં. અને દોડીને એંજલને ગળે વળગી ગયાં. ધનસુખભાઈની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં."પપ્પા, તમે મને એકલી મૂકીને ઘરે શાં માટે આવતાં રહ્યાં? હું તમને એક દીદી સાથે મળાવવાની હતી. તેમણે એક વખત હું ઓટો રિક્ષા સાથે અથડાવાની હતી. ત્યારે મને બચાવી હતી." એંજલ તેની કાલીઘેલી ભાષામાં બોલી."એ બધું પછી બેટા, પહેલાં તું જમી લે." ધનસુખભાઈ એંજલને તેડીને ડાઈનિંગ ટેબલ તરફ લઈ ગયાં. ...વધુ વાંચો

24

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૪

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૪સુરજે મોહનભાઈને એંજલ વિશે જણાવ્યું. મોહનભાઈના ગયાં પછી સુરજે એંજલને ધનસુખભાઈ વિશે કેવી રીતે જણાવવું? અંગે પ્લાન બનાવવાનું શરૂ કર્યું. સુરજ તેજસ સાથે એંજલની ઘરે આવ્યો હતો. તેજસે દરવાજો ખખડાવ્યો. શારદા દરવાજો ખોલવા આવી. તેજસની સાથે સુરજને જોઈને શારદા તેની સામે વિસ્મયતાથી જોવાં લાગી."આ કોણ છે??" સુરજ સામે જોઈને શારદાએ તેજસને પૂછ્યું."આ મારો મિત્ર છે. આ બાળકોને ડાન્સ શીખવાડે છે. એંજલની સ્કુલમાં હમણાં વાર્ષિક મહોત્સવ છે. તો હું આને એંજલને ડાન્સ શીખવાડવા માટે મારી સાથે લાવ્યો છું." તેજસે સુરજ અંગે ખોટી માહિતી આપતાં કહ્યું."આ આજે ઘરની અંદર નહીં આવી શકે. મારે આ અંગે પહેલાં સાહેબને વાત ...વધુ વાંચો

25

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૫

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૫સુરજના પ્લાન મુજબ જ બધું થઈ રહ્યું હતું. ધનસુખભાઈને એંજલની એવી હાલત જોઈને પછતાવો થઈ હતો. સુરજ ધનસુખભાઈ સાથે કારમાં બેસી ગયો. ધનસુખભાઈએ કારને સંધ્યાના ઘરની બદલે બીજી તરફ વાળી દીધી. સુરજની સમજમાં કાંઈ નાં આવ્યું. ધનસુખભાઈના ચહેરાનાં હાવભાવ પણ બદલાઈ ગયાં હતાં. થોડીવાર પહેલાં જે દુઃખ અને હતાશા તેમનાં ચહેરા પર હતી. એ ગાયબ થઈ ગઈ હતી. એની જગ્યાએ એક રહસ્યમયી હાસ્ય તેમનાં ચહેરા પર રમી રહ્યું હતું.આશરે અડધી કલાકનાં સમય બાદ ધનસુખભાઈએ એક આલિશાન બંગલાની સામે કાર રોકી. અદ્ભુત કોતરણી ધરાવતો એ બંગલો કોઈ હવેલી જેવો લાગતો હતો. પણ તેમાં એક મુખ્ય દરવાજા સિવાય ...વધુ વાંચો

26

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૬

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૬ હિતેશભાઈ, ધનસુખભાઈ, સુરજ અને મોહનભાઈ, બધાં મોહનભાઈની ઓફિસે એકઠાં થયાં હતાં. હિતેશભાઈ અને મોહનભાઈ રાઝની વાત કરી રહ્યાં હતાં. હિતેશભાઈ સુરજની પાસેની ખુરશીમાં બેઠાં. મોહનભાઈ હજું પણ ઓફિસની બારી બહાર નજર કરીને ઉભાં હતાં. ધનસુખભાઈ ખુરશીમાં સૂનમૂન થઈને બેઠાં હતાં. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. કોણ?? ક્યારે?? કેવો ઝટકો આપશે?? તેનું અનુમાન સુરજ લગાવી શકતો નહોતો.મોહનભાઈનો ઈશારો મળતાં જ હિતેશભાઈએ બધી વાત કહેવાની શરૂઆત કરી. સુરજ જાણે કોઈ કહાની સાંભળતો હોય, એમ સ્થિર થઈને બેસી ગયો."જો ધનસુખ, તું ઉર્મિલા વિશે જેવું વિચારતો એ સાવ ખોટું હતું. મારાં વિશે તારી જે વિચારસરણી છે, એ ...વધુ વાંચો

27

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૭

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૭ મોહનભાઈ ધનસુખભાઈને લઈને ખૂબ જ ખુશ હતાં. તે રુકમણીબેન અને સંધ્યાની મનપસંદ મીઠાઈ લઈને આવ્યાં. સંધ્યાએ તેનાં મનપસંદ રસગુલ્લા લઈને, એક મોંમાં મૂક્યું. ત્યાં જ અચાનક કોઈ ત્યાં આવ્યું. જે જોઈને રુકમણીબેનની આંખો ભીની થઈ ગઈ. એ વ્યક્તિ અંદર આવીને રુકમણીબેન પાસે જઈને, હાથ જોડી માફી માંગવા લાગ્યો. રુકમણીબેનના આંખની અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લઈ રહી. "અરે, તમે આમ હાથ નાં જોડો. એક બાપ દીકરી સામે હાથ જોડે, એ સારું નાં લાગે." રુકમણીબેન ગળગળા અવાજે બોલ્યાં. રુકમણીબેનના એ શબ્દોથી એટલું સાબિત થતું હતું કે, તેમની ઘરે આવેલ વ્યક્તિ તેમનાં પપ્પા હતાં. જેમનું વર્ષો પછી ...વધુ વાંચો

28

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ - ૨૮ (અંતિમ ભાગ)

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૮ (અંતિમ ભાગ)ઉમેશભાઈ સિવાય બધાંને પોતાની ભૂલ સ્વીકાર્ય હતી. બધાંએ પોતપોતાની ભૂલની માફી પણ માંગી હતી. મોહનભાઈની ઘરે એકસાથે ભોજન અને વાતો કર્યા બાદ બધાં ખુશ હતાં.પાંચ વર્ષ પછી...."અરે, સંધ્યા, ઉઠ ને હવે!!""સૂવા દે ને, મીરુ." "આજે આપણાં લગ્ન છે..ભૂલી ગઈ તું??" "ઓહ...અરે યાર...એ કેમ કરી ભૂલાય!!"સંધ્યા ફટાક દઈને ઉભી થઈ...સામે મીરાં ઘેરાં લાલ રંગનાં લહેંગામા સજ્જ, જાતજાતનાં ઘરેણાં અને કલીરે લટકાવેલ લાલ ચટાકેદાર બંગડીઓ પહેરીને ઉભી હતી."હાયે, આજ તો કાર્તિક ઘાયલ જ થઈ જવાનો!!" "પહેલાં તું તૈયાર થા..પછી ખબર પડશે...કોણ?? કોને?? ઘાયલ કરે છે!! જો તારે પહેરવાની બધી વસ્તુઓ તૈયાર કરીને રાખી છે..આજે તને હું મારાં હાથે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો