Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૮


(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા મીરાં ની એ હાલત જોઈ ને પરેશાન હોય છે.તે કોઈ પણ રીતે મીરાંની એવી હાલત વિશે અને તેના મામા ના બદલાયેલાં વર્તન વિશે જાણવા માંગે છે.તો હવે જોઈએ આગળ શું થાય છે.)






સંધ્યા થોડા વિચારો કરીને સૂઈ જાય છે.સવારે ઉઠી ફટાફટ તૈયાર થઇ તે કોલેજ જવા નીકળે છે.સંધ્યા ને નાસ્તો કર્યા વગર જતી જોઈ ને રુકમણી બેન કહે છે,"સંધ્યા બેટા,નાસ્તો કરીને પછી કોલેજ જાજે."પણ,સંધ્યા તેના મમ્મી ની વાત સાંભળ્યા વગર જ પોતાનું એક્ટિવા લઇને કોલેજ તરફ ઉપડી જાય છે.
સંધ્યા ને કાલની પરેશાન જોઈને રુકમણી બેન ને ચિંતા થાય છે.સંધ્યા નાસ્તો કર્યા વગર જ ચાલી ગઈ હોવાથી પોતાની ચિંતા વ્યક્ત કરતાં રુકમણી બેન મોહનભાઈ ને પૂછે છે,"સંધ્યા કાલની થોડી પરેશાન હોય એવું લાગે છે,તમને તેણે કાંઈ કહ્યું હતું?"
રુકમણી બેન નાની-નાની વાતમાં પરેશાન થઈ જતાં.એટલે મોહનભાઈ તેમને કહે છે,"તમે ચિંતા ના કરો.આપણી દિકરી સમજદાર છે.તેને કાંઈ પણ પરેશાની હશે.તો એ તેને જાતે જ દૂર કરી દેશે અને કોઈ એવી મોટી વાત હશે તો એ જરૂર આપણને જાણ કરશે."
મોહનભાઈ ની વાત તો સાચી હતી.આથી મોહનભાઈ સાથે વાત કરી રુકમણી બેન હાશકારો અનુભવે છે.પણ,બધા આવનારી મુસીબત થી અજાણ હતાં.
*
સંધ્યા આજે મીરાંને તેની ઘરે લેવા જાય છે.પરંતુ, મીરાં નુ ઘર બંધ હોય છે.સંધ્યા કાંઈ પણ વિચાર્યા વગર મીરાંના મામા ને ફોન કરે છે.મીરાના મામા ફોન ઉપાડતા નથી.પછી, સંધ્યા તરત જ કોલેજ પહોંચે છે.સંધ્યા ને એમ હતું કે કદાચ મીરાં કોલેજ માં હશે.પરંતુ, મીરાં કોલેજ માં પણ નહોતી.મીરા સાથે ફરી તો કાંઈ નહીં થયું હોય ને એવા વિચારે તે ઝડપથી મીરાંના મામા ની ઓફીસ એ જવા નીકળે છે.ઉતાવળે જતી હોવાથી તે સુરજ સાથે અથડાય છે.પરંતુ,તે સુરજને જોયો જ ના હોય એમ વર્તે છે,ને કોલેજ ની બહાર નીકળી જાય છે.
કોલેજની બહાર નીકળતા જ સંધ્યા મીરાં ને જોવે છે ને તે એકદમ દોડીને તેને ભેટી પડે છે ને કહેવા લાગે છે,"ક્યાં હતી તુ અત્યાર સુધી? હુ તારા ઘરે પણ ગઈ હતી.પણ,ઘર બંધ હતું.મે તારા મામા ને ફોન કર્યો.પણ, તેમણે ઉપાડ્યો નહીં.મને થયું તું કોલેજ આવી ગઈ હશે.તો તું અહીં પણ નહોતી."
‌‌‌‌‌‌ સંધ્યા ના એકસાથે આટલા સવાલથી મીરાં હસતાં હસતાં સંધ્યા ને કહે છે,હવે તું બંધ થાય તો હું કાંઈ બોલું."
આવી પરિસ્થિતિમાં પણ મીરાંને હસતી જોઈ સંધ્યા ને થોડો ગુસ્સો આવે છે,ને તે નાક ફુલાવીને મીરાં ને બોલવા માટે કહે છે.સંધ્યા ના ચૂપ થતાં જ મીરાં કહે છે કે,"આજ મામા ને તેની ઓફિસે વહેલું જવાનું હોવાથી તેણે મને કોલેજ મૂકી જવાનું કહ્યું.તેની ઓફિસ ના રસ્તા માં જ કોલેજ આવે છે તો મેં પણ હા પાડી દીધી.મે તને ફોન કર્યો હતો કે હું મામા સાથે જ કોલેજ પહોંચી જઈશ.પણ,તે ફોન ઉપાડ્યો નહીં.તો મને થયું તું સૂતી હશે.તો હું મામા સાથે જ કોલેજ આવી ગઈ."
સંધ્યા ને મીરાંની વાત ઉપર વિશ્વાસ નથી આવતો.એટલે તે મીરાંને કહે છે કે,"હું તો આજ વહેલી જ ઉઠીને તૈયાર થઈ ગઈ હતી.મારો ફોન પણ મારી પાસે જ હતો.પણ,તારો તો એમાં કોઈ ફોન આવેલો નથી."
સંધ્યા ને મીરાંની વાત પર વિશ્વાસ નથી આવ્યો.એવી મીરાંને ખબર પડતાં જ તે બહાનું બનાવે છે ને એમ કહી દે છે કે,"ચાલ, આપણા લેક્ચર ચાલુ થઈ ગયાં.હવે અહીં જ વાતો કરવી છે કે ક્લાસ માં પણ જવું છે?"
મીરાં વાત બદલી રહી છે.એ સંધ્યા ને ખબર પડી જાય છે.છતા, અત્યારે કાંઈ કહેવું યોગ્ય નથી એમ લાગતાં.તે મીરાં સાથે ક્લાસ માં જાય છે. ક્લાસ માં આવતાં ની સાથે જ તેનું ધ્યાન સુરજ તરફ જાય છે,ને તેને યાદ આવે છે કે કોલેજની બહાર જતી વખતે તે સુરજ સાથે અથડાઈ હતી.પણ, ત્યારે ઉતાવળ હોવાથી તે કાંઈ કહી નહોતી શકી.સંધ્યા હજી સુરજ સાથે વાત કરવાનું વિચારતી જ હતી.ત્યા જ સર આવે છે ને લેક્ચર ચાલુ થઈ જાય છે.
એક લેક્ચર ભરી તે બહાર જવા જેવી ઉભી થાય છે,એવી જ મીરાં તેનો હાથ પકડી તેને ફરી બેસાડી દે છે ને કહે છે,"આજ ફરી તારે ક્યાં જવું છે?આજ ક્યાંય જવાનું નથી.બધા લેક્ચર ભરી પછી જ અહીંથી ઉભી થાજે,"
મીરાં ને સુરજ વિશે કહેવાની સંધ્યાને અત્યારે ઈચ્છા ના હોવાથી સંધ્યા બેસીને લેક્ચર પૂરા કરે છે.થોડીવારમા બ્રેક પડે છે ને સંધ્યા કેન્ટીન તરફ જવા નીકળે છે.પણ,આજ મીરાં તેની સાથે જ જાય છે.એટલે,તે સુરજ સાથે વાત નહીં કરી શકે.એ વાતની સંધ્યા ને ખબર પડી જાય છે.પરંતુ, સંધ્યાને મીરાં ને શું થયું હતું એ પણ જાણવું હતું.એટલે,તે મીરાંને સાથે આવતા રોકતી નથી.
બંને કેન્ટિન તરફ જાય છે, ને બે કપ કોલ્ડ કોફી ઓર્ડર કરી ટેબલ પર ગોઠવાઈ જાય છે.બેસતા ની સાથે જ સંધ્યા મીરાં ને સવાલ કરે છે કે,કાલે તને શું થયું હતું?
મીરાં સંધ્યાના સવાલનો જવાબ શબ્દો ગોઠવતી હોય એમ આપે છે, કાંઈ નહીં એ તો બસ કાલ મારે ઉપવાસ હતો.એટલે,થોડા ચક્કર આવી ગયા હતા."
મીરાં નો‌ એક જવાબ પૂરો થતાં જ સંધ્યા બીજા સવાલનુ તીર છોડે છે,"તું મારી પહેલા જ કોલેજ માટે નીકળી ગઈ હતી.તો મારી પાછળ કોલેજ કેમ પહોંચી?"
મીરાં સંધ્યા થી નજર છુપાવીને કહે છે કે, "રસ્તા માં મામા ની ગાડી બંધ પડી ગઈ હતી.તો હું બસમાં આવી.આજ બસ પણ મોડી હતી.તો પહોંચવામાં મોડું થયું."
મીરાંની વાત પૂરી થતાં જ સંધ્યા ફરી બીજા સવાલનું તીર છોડે છે,"ગાડી બંધ પડી ગઈ.ને તું બસમાં આવી એ કરતાં મને ફોન કરાય ને!"
મીરાં સંધ્યાના સવાલોથી ગભરાય જાય છે.તેના શબ્દો લથડવા લાગે છે.તે ગંભીર અવાજે કહે છે કે,"ત્યારે મને થયું તું કોલેજ પહોંચી ગઈ હશે.તો ફરી મને લેવા માટે આવશે.એટલે, મેં તને ફોન કરીને હેરાન ના કરી."
મીરાં ખોટું બોલી રહી હતી.એ સંધ્યા જાણતી હતી.છતા,તે તેને કાંઈ કહેતી નથી.મીરા તેનાંથી કોઈ વાત છુપાવી રહી છે.એ વાત સંધ્યા ને ખબર પડી ગઈ હતી.પણ,શા માટે છુપાવે છે એ મીરાં કહેશે નહીં.એ વાત સંધ્યા ને ખબર હતી.સંધ્યા હવે મીરાંને કાંઈ ના પૂછીને જાતે જ બધું જાણવાનું નક્કી કરી લે છે.








(શું સંધ્યા મીરાં કેમ ખોટું બોલી રહી છે,એ જાણી શકશે? કે પછી મીરાં વિશે જાણવાના ચક્કર માં સંધ્યા જ કોઈ નવી મુસીબત માં પડી જાશે?એ જોઈશું આગળ ના ભાગમાં.)