Nafratni aag ma prem nu khilyu gulaab - 13 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૩

(આગળ આપણે જોયું કે, પહેલાં મીરાં બેહોશ થઈ હતી.પછી એવી જ રીતે કોમલ પણ બેહોશ થાય છે.અને બંને ઘટના બની એ જગ્યાએ એક કોથળી મળે છે.હવે જોઈએ આગળ.)


બીજા દિવસે સવારે બધાં જોગીની વોટર ફોલ જોવા માટે જાય છે.સંધ્યા આખા રસ્તે બસ એક જ વિચારમાં ખોવાયેલી હોય છે,કે આખરે આ બધું શું થઈ રહ્યું છે.વિચારોમા ને વિચારોમાં ક્યારે બધાં તેના સ્થળે પહોંચી જાય છે,એની સંધ્યા ને જાણ પણ નથી રહેતી.જોગીની વોટર ફોલ આવી જતાં.બધા બસમાંથી નીચે ઊતરવા લાગે છે.સંધ્યા ને આ અંગે જાણ ન રહેતા તે પોતાની જગ્યાએ જ બેસી રહે છે.અચાનક, તેના ખભા પર કોઈએ હાથ મૂક્યો હોય, એવો આભાસ થતાં તે પાછળ ફરી ને જોવે છે.
તેની પાછળ ક્રિષ્ના ઉભી હતી.બધા ઉતરી ગયા હોવાથી તે સંધ્યા ને બોલાવવા માટે આવી હતી.તે સંધ્યા ને પૂછે છે,"શું થયું સંધ્યા? ક્યાં વિચારોમાં ખોવાયેલી છે? બધાં નીચે ઉતરી ગયા.તારો શું અહીં જ બેસી રહેવાનો ઈરાદો છે?"
બધાં ઊતરી ગયા.એ શબ્દ સાંભળી સંધ્યા બસમાં ચારે તરફ જોવા લાગે છે.હકીકતમા આખી બસ ખાલી હતી.તેના અને ક્રિષ્ના સિવાય બસમાં કોઈ નહોતું.તે એક નજર તેની તરફ પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહેલી ક્રિષ્ના પર કરે છે ને કહે છે,"યાર,જો ને આ મારું પર્સ બસ ની સીટ માં અટવાઈ ગયું હતું.એ જ કાઢતી હતી.ચાલ,હવે આપણે બહાર જઈએ."
સંધ્યા નું પર્સ તો તેનાં હાથમાં જ હતું.છતા સંધ્યા ખોટું બોલી રહી હતી.ક્રિષ્ના ને એ વાત ખૂંચે છે, છતાં,એ કાઈ બોલ્યા વગર સંધ્યા ની સાથે બસ ની બહાર જતી રહે છે.બસમાથી ઉતરી સંધ્યા કોમલ અને મીરાં ને શોધવા લાગે છે.આમ તેમ નજર કર્યા બાદ કોમલ ને એક પથ્થર પર બેઠેલી જોવે છે.પણ, મીરાં ક્યાંય દેખાતી નથી.સંધ્યા થોડું ચાલી એક ઝાડ પાસે પહોંચે છે.તે જ ઝાડની પાછળ ઊભી રહી મીરાં કોઈ સાથે વાત કરતી હતી."હા,હું જેમ બને એમ સંધ્યા થી દૂર રહીશ.પણ,તેને આપણા પર જે શંકા ગઈ છે, એનું નિવારણ કર્યા વગર એ શાંત નહીં બેસે."
સામે છેડે કોણ હતું.એ તો સંધ્યા ને ખબર નથી પડતી.પરંતુ, મીરાં સંધ્યા થી જરૂર કંઈક છુપાવી રહી હતી.એ વાતનો ખ્યાલ સંધ્યા ને આવી જાય છે.અત્યાર સુધી તેને માત્ર મીરાં પર શંકા હતી.કે એ કોઈ વાત છુપાવી રહી છે.પરંતુ, અત્યારે તેને કોઈ સાથે આવી વાતો કરતા જોઈ.તેની શંકા વિશ્વાસ માં પરિવર્તિત થઈ જાય છે.
મીરાં જેવો કોલ કટ કરે છે,કે સંધ્યા તરત જ મીરાં ને ખબર ના પડે એમ છુપાઈ જાય છે.જ્યારે મીરાં ત્યાંથી ચાલી જાય છે,ત્યારે સંધ્યા થોડીવાર પછી મીરાં પાસે જાય છે.તે મીરાં પાસે જઈને હજી કાંઈ કહે એ પહેલાં જ મીરાં તેને કહે છે,"હું હમણાં આવી.જો પેલી જગ્યા કેવી સરસ છે.મારે ત્યાં ફોટોઝ ક્લિક કરવા છે."
મીરાં સંધ્યા ને ઈગ્નોર કરી ત્યાથી જતી રહે છે.સંધ્યા ને હવે બરાબર ખબર પડી ગઈ હતી.મીરા કંઈક તો ખોટું કામ કરી રહી છે.નહીતર તે આ રીતે મારાથી કાંઈ છુપાવે નહીં.સંધ્યા મીરાં શું છુપાવે છે,એ જાણવા માટે કંઈક વિચારતી હતી.ત્યા જ સુરજ સંધ્યા પાસે આવે છે,ને તેનો હાથ પકડી તેને વોટર ફોલ તરફ ખેંચી જાય છે.પહાડો પરથી પડતો પાણીનો ધોધ એક નયનરમ્ય વાતાવરણનો અનુભવ કરાવી રહ્યું હતું.ઉપરથી પડતું પાણી જોઈ સંધ્યા બસ તેને જ જોયાં કરે છે.એટલામા સુરજ હાથમાં થોડું પાણી લઈ સંધ્યા ના મોં પર ફેંકે છે.અચાનક મોંઢા પર પાણી પડતાં.સંધ્યાની તંદ્રા તૂટે છે,ને સુરજ સામે ગુસ્સો કરતી હોય એમ જોવે છે,ને પોતે પણ સુરજ પર પાણી ઉડાડવા લાગે છે.બંને નાના બાળકની માફક એકબીજા પર પાણી ફેંકે છે.
અચાનક સુરજ સંધ્યા નો હાથ પકડી તેને એક ઉંચા પથ્થર તરફ લઈ જાય છે,ને ત્યાં સંધ્યા ને બેસાડી પોતે પણ તેની પાસે બેસી જાય છે.બધા પોતપોતાની મસ્તી માં વ્યસ્ત હતાં.આવા અદ્ભુત વાતાવરણ વચ્ચે સુરજ સંધ્યા ને પોતાના મનની વાત કહે છે,"આજ સુધી મેં મારા અંગત જીવનમાં કોઈ વ્યક્તિ ને મારી નજીક આવવા નથી દીધાં.બધા પહેલેથી મારાં પપ્પાનુ મોટુ નામ અને ધન-દોલત ને જોઈને જ મારી સાથે રહેતાં.મારા મમ્મી ના ગયાં પછી મને દિલથી સમજે એવું કોઈ મળ્યું જ નથી.મારી એકલતાને લીધે કરવામાં આવતાં ગુસ્સાને પણ કોઈ સમજી ના શકતું.બધા મારાં આવા સ્વભાવને ખરાબ જ ગણતા.એ બધાં માં મારા પપ્પા પણ સામેલ હતા."
સુરજની અચાનક આવી વાતો થી સંધ્યા અચરજ ભરી નજરે તેની સામે જોવે છે.તેને આ રીતે જોતાં જોઈ સુરજ એક હાથે તેનો હાથ પકડી એક હાથ તેનાં ગાલ પર મુકીને કહે છે,"તને થતું હશે‌.હુ અચાનક આવું શા માટે કહું છું.તો એનું એકમાત્ર કારણ તું જ છે.તુ બીજાંની જેમ મને ખરાબ નથી સમજતી.તુ મારાં મમ્મી ની જેમ જ મને દિલથી સમજે છે,એટલે જ હું આ બધું તને કહું છું."
સુરજની વાત સાંભળી સંધ્યા થોડી ભાવુક થઈ જાય છે,ને પોતાના બંને હાથ ફેલાવી સુરજને કસીને ભેટી પડે છે. સુરજ પણ સંધ્યા ને પોતાની બાહોમાં જકડી લે છે,ને કહે છે,"મમ્મી ના ગયાં પછી મેં કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય.ને કોઈને મારી આટલી નજીક આવવા દીધું હોય.તો એ માત્ર તું જ છે.પ્લીઝ સંધ્યા, ક્યારેય મને છોડીને ના જતી. ક્યારેય મારો વિશ્વાસ ના તોડતી."
સુરજની વાતો થી સંધ્યા ની આંખો માં આંસુ આવી જાય છે‌.તે મનોમન વિચારે છે,કે સુરજ મેં વિચાર્યું હતું.એવો જ છે, તેનાં ગુસ્સાનું કારણ તેનાં મમ્મી નું અચાનક થયેલું મૃત્યુ,ને તેના ગયાં પછી તેને સતાવતી એકલતા જ છે.સંધ્યા પોતાની આંખો માં આવેલાં આંસુને લૂંછી ને સુરજને કહે છે,"હું ક્યારેય તારો સાથ નહીં છોડુ.તારા જીવનની એકલતાને હું દૂર કરીશ.ગમે તેવાં સંજોગોમાં હું તને સમજવાની પૂરી કોશિશ કરીશ."
સંધ્યા ની સહમતી એ સુરજના જીવનને એક નવી જ રાહ આપી દીધી.સંધ્યા ની વાતોથી ખુશ થઈ.તેણે સંધ્યા ને એક વચન પણ આપી દીધું."હું પણ તને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ.તારા બધાં વિચારોમાં તારો સાથ આપીશ.અને એક ખાસ વાત,હું મારા ગુસ્સા પર કાબૂ કરવાની પણ પૂરી કોશિશ કરીશ."
સુરજને વધુ ભાવુક થતો જોઈ.વાતાવરણ હળવું કરવા સંધ્યા કહે છે,"બસ કર,આજ જ લગ્ન નાં મંડપમાં અપાતાં બધાં વચન આપી દઈશ કે શું?"
સંધ્યા ની વાત સાંભળી બંને હસવા લાગે છે,ત્યા જ ક્રિષ્ના સંધ્યા ને બોલાવવા માટે આવે છે, બધાં ત્યાંથી વોટર ફોલ ની નજીક આવેલા વશિષ્ઠ મંદિર તરફ જતાં હતાં.સંધ્યા,સુરજ અને ક્રિષ્ના ત્રણેય બસ તરફ ચાલતાં થાય છે.થોડીવારમા બધા વશિષ્ઠ મંદિરે પહોંચી જાય છે.
વશિષ્ઠ મંદિર જોતાં જ અદભુત છે.મંદિરમા દિવાલો પર સાપ ની અને બીજી ઘણી અનોખી કોતરણીઓ કરવામાં આવી છે.મંદિર ની અંદર પાણીનો એક કુંડ છે.એ જ કુંડ ની બાજુ માં પૂજા ના પાણીનો એક અલગ નાનો એવો કુંડ છે.મંદિર અનોખી કલાકૃતિઓ થી સજ્જ છે.મંદિર બધી સુવિધાઓ થી સજ્જ છે.વશિષ્ઠ મંદિર બ્રહ્મર્ષિ વશિષ્ઠ નું પ્રાચિન મંદિર છે.ત્યા પહોંચતા જ બધાં ફોટોગ્રાફ લેવામાં વ્યસ્ત થઈ જાય છે.બધા દર્શન કરી ત્યાં ની નજીક ના rasta cafe પર પહોંચે છે.ત્યા જઈ બધાં મનાલી ની પ્રખ્યાત ડિશ khatta ખાય છે,જે pumpkin and dry mango powder માંથી બનાવવામાં આવતાં Crispy little balls હોય છે.જે સ્વાદમાં બહુ delicious હોય છે.
બધાં પોતાનું જમવાનું પૂરું કરી ફરી રીસોર્ટ તરફ જવા નીકળે છે.આજ ટ્રિપ નો છેલ્લો દિવસ હતો.બધાને કાલ નીકળી જવાનું હતું.બધાએ એટલી મજા કરી હતી,કે જવાનાં નામ થી બધાનાં ચહેરા પડી ગયાં હતાં.બહાર ફરવાની મજા તો બધાં સાથે હોય તો જ આવે.એમા આ તો કોલેજની ટ્રિપ હતી.તો કોઈ ખુશ ના હોય એવું બને જ નહીં.એમા આટલી મજા કર્યા બાદ જવાના નામ પર જો ચહેરા પર ઉદાસી છવાઈ ના જાય તો વાત જ ક્યાં રહી.
બધાં ખુશ પણ ઉદાસ ચહેરે રીસોર્ટ પર પહોંચી.પોતપોતાના રૂમમાં જાય છે.આજ આંખો દિવસ મીરાં એ સંધ્યા ને ઈગ્નોર કરી હતી.જે વાત સંધ્યા સારી રીતે સમજી ગઈ હતી.તેના મનમાં વિચારોનું ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતું.સવાલ અનેક હતાં.જવાબ એક પણ નહોતો.આખરે તે કંટાળી ને મીરાં ને જ પૂછવા માટે જાય છે,કે આ બધું શું ચાલી રહ્યું છે.સંધ્યા પોતાનાં રૂમમાંથી મીરાં ના રૂમ તરફ જવા ડગ ભરે છે.મીરા ના રૂમની થોડી દૂરી પર તે ઉભી રહી જાય છે.મીરા પોતાનાં રૂમમાંથી બહાર જતી હતી.તે આટલી રાતે બહાર શા માટે જાય છે,એ જોવા સંધ્યા તેનો પીછો કરે છે.
મીરાં ઉતાવળે પગલે રીસોર્ટની બહાર ગાર્ડન એરિયા માં પહોંચે છે.સંધ્યા પણ તેની પાછળ પાછળ જાય છે. ગાર્ડન માં પહોંચતાં મીરાં ના પગ રોકાય જાય છે.સંધ્યા તેનાથી દૂર રીસોર્ટ ની એક દિવાલ પાછળ ઉભી રહીને મીરાં ની હરકતો પર નજર રાખે છે.મીરા થોડી વાર ત્યાં ઉભી રહે છે, ત્યાં જ એક બીજી વ્યક્તિ ત્યાં આવે છે.સંધ્યા તે વ્યક્તિ નો ચહેરો નથી જોઈ શકતી.તેને માત્ર તેનો પડછાયો જ દેખાય છે.તે વ્યક્તિ ના આવતાં ની સાથે જ મીરાં ગુસ્સે થઈ ને બોલવા લાગે છે,"આ લે પકડ આને.અને હવે મને આ રીતે બોલાવી પરેશાન ના કરતો.એક તો સંધ્યા ને આપણી ઉપર પહેલેથી જ શંકા છે,જો એ જોઈ જશે તો તેની શંકા વિશ્વાસ માં પરિવર્તિત થઈ જશે.ને તે આપણી હકીકત જાણીને જ રહેશે."
સંધ્યા દિવાલ પાછળ ઉભી રહી મીરાં અને તે વ્યક્તિ ની વાતો ચૂપચાપ સાંભળી રહી હતી.મીરા ને ગુસ્સે જોઇ અને સંધ્યા નું નામ સાંભળીને પેલો વ્યક્તિ પણ ગુસ્સે થઈ જાય છે,ને કહે છે,"એ વાત નું ધ્યાન તારે રાખવું જોઈએ.સંધ્યા તારી મિત્ર છે.તો તેને કેવી રીતે સંભાળવી એ તને ખબર હોવી જોઈએ.અને આ આપણી આપણી શું લગાવી રાખ્યું છે?તેને માત્ર તારી ઉપર શંકા છે.મારા ઉપર નહીં.હુ તારી સાથે છું,એ તો તેને સપનાંમાં પણ જાણ નહીં થાય."
તે વ્યક્તિ નો અવાજ સાંભળી સંધ્યાના ચહેરાનાં હાવભાવ બદલાઈ જાય છે.સંધ્યા ને એ અવાજ થોડો જાણીતો લાગે છે.મગજ પર થોડું જોર કરીને તે યાદ કરે છે, ત્યાં જ તેને યાદ આવે છે.એ અવાજ તો કાર્તિક નો હતો.ખરેખર,એ કાર્તિક છે કે નહીં,એ જોવા સંધ્યા દિવાલ ની પાછળ થી પોતાનો ચહેરો આગળ લાવે છે.સામે હકીકત માં કાર્તિક જ ઉભો હતો.એ જોઈ સંધ્યા ને આશ્ચર્ય થાય છે.તે કાર્તિક જ છે,એ વાત હજી માન્યાં માં નહોતી આવતી.ત્યા જ સંધ્યા કાર્તિક ના હાથમાં, મીરાં ના ઘરે અને કોમલ ના રૂમ માં જે કોથળી મળી હતી એ જ કોથળી જોવે છે.સંધ્યા ના પગ નીચે થી જમીન જ સરકી જાય છે.તે એક પૂતળાં ની માફક કોઈ પણ હાવભાવ વગર ઉભી રહી જાય છે.
કાર્તિક નો ગુસ્સો જોઈ.ને તેના શબ્દો સાંભળી મીરાં ગુસ્સામાં લાલઘૂમ થઈ જાય છે,ને ત્યાં થી પાછળ ફરી પોતાનાં રૂમ તરફ ચાલવા લાગે છે.મીરા ને આવતી જોઈ.સંધ્યા થોડી સ્વસ્થ થાય છે,ને તરત પોતાનાં રૂમ તરફ દોટ મૂકે છે.અચાનક દોડવાથી તેનું બ્રેસલેટ પડદાં માં ભરાઈને તૂટી જાય છે,ને તે જ્યાં ઉભી હતી.તે જગ્યાએ પડી જાય છે.મીરા ગુસ્સામાં પગ પછાડતી એ જ જગ્યાએ પહોંચે છે,ને તેના સેંડલ નીચે સંધ્યા નું બ્રેસલેટ આવે છે.નીચે કંઈક પડ્યું છે, એવું લાગતાં મીરાં નીચે નમીને જોવે છે.તો તેની નજરમાં સંધ્યા નું તૂટેલું બ્રેસલેટ આવે છે,તે એ બ્રેસલેટ હાથમાં લઈને જોવે છે.થોડીવાર તો તેને યાદ નથી આવતું.એ બ્રેસલેટ કોનું છે,પછી તેને સવારે જ્યારે સંધ્યા તેની પાસે આવી એ વાત યાદ આવે છે,ત્યારે તેનાં હાથમાં એવું જ બ્રેસલેટ હતું.એ વાત પણ તેને યાદ આવે છે.
જે જગ્યાએ મીરાં અને કાર્તિક વાત કરતાં હતાં.એ જ જગ્યાએ સંધ્યાનું બ્રેસલેટ મળવું,એ કોઈ નાની વાત નથી.સંધ્યા નું બ્રેસલેટ હાથમાં લઈને મીરાં એક જ વિચાર કરતી હતી.જો સંધ્યા એ અમારી બધી વાતો સાંભળી લીધી હશે.તો અમને મોટી મુસીબત માં ફસાતાં કોઈ રોકી નહીં શકે.સંધ્યા નો વિચાર મીરાં નો ગુસ્સો એક પળ માં ઓગાળી નાંખે છે,ને તે પોતાનાં મન ને મુસીબતમાંથી બચવાના વિચારોનાં કામે લગાડી દે છે.મીરા દોડીને સંધ્યા ના રૂમ તરફ જાય છે.સંધ્યા ના રૂમ ની લાઈટ ચાલુ જોઈ.મીરા તેની સાથે વાત કરવા રૂમનાં દરવાજા તરફ આગળ વધે છે,ને એક જ પળમાં તે પોતાનો વિચાર બદલી પોતાના રૂમ તરફ વળી જાય છે.પોતાના રૂમમાં જઈ તે કોઈકને ફોન કરે છે. રીંગ પૂરી થતાં સામે છેડે થી જે વ્યક્તિ સાથે મીરાં એ કોમલ બેહોશ થઈ તે રાતે વાત કરી હતી.એ જ વ્યક્તિ નો અવાજ સંભળાય છે,"બોલ, શું કામ હતું?મેં તને કેટલીવાર ના પાડી છે.મને આટલી રાતે ફોન કરી પરેશાન નહીં કરવાનો.હવે નાની-નાની મુસીબત જાતે સંભાળતાં શીખી જા."
પેલા વ્યક્તિ નો ગુસ્સા ભર્યો અવાજ સાંભળી મીરાં ને પણ ગુસ્સો આવે છે,ને તે કહે છે,"તમને ના કહું તો કોને કહું? અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે,એ તમારાં લીધે જ થઈ રહ્યું છે.આજે સંધ્યા એ મારી અને કાર્તિક ની બધી વાતો સાંભળી લીધી છે."
મીરાં ના આ એક વાક્ય થી પેલાં વ્યક્તિ ની બધી ઉંઘ ઉડી જાય છે,ને તે બરાડી ને કહે છે,"મેં તને સંધ્યા થી દૂર રહેવાનું કહ્યું હતું.છતા તને અક્કલ નથી.તને મારી એક નાની અમથી વાત સમજમાં નથી આવતી."
તે વ્યક્તિ નો ઉગ્ર અવાજ સાંભળી મીરાં કહે છે,"હું સંધ્યા થી દૂર જ રહેતી હતી.તે મારાથી દૂર ના રહે તો હું શું કરું?મેં તમને કહ્યું જ હતું.તમે આ જે કરો છો.એ સારું નથી. ક્યારેક તો બધાને ખબર પડવાની જ હતી.જે આજે પડી ગઈ.હવે મને તમારી આ બાબત થી દૂર જ રાખજો.હવે જો સંધ્યા મને કાંઈ પૂછશે તો હું બધું સાચું જણાવી દઈશ.પછી જે પરિણામ આવે તેના માટે તૈયાર રહેજો."
મીરાં ની વાતો થી પેલાં વ્યક્તિ ને ઝટકો લાગે છે,ને તે સાવ નરમ પણ રહસ્યમયી અવાજ સાથે કહે છે,"જો સાંભળ,તમે અત્યારે જે જગ્યાએ છો.એ જગ્યાએ ઉંચા પહાડો તો હશે જ ને.!"
તે વ્યક્તિ નો બદલાયેલો અવાજ અને તેની વાતો થી મીરાં ને આશ્ચર્ય થાય છે,ને ડર પણ લાગે છે,તે અચકાતા અવાજે પૂછે છે,"તમાંરો કહેવાનો મતલબ શું છે?"
તે વ્યક્તિ એક અટહાસ્ય કરીને જવાબ આપે છે,"મારો કહેવાનો એટલો જ મતલબ છે,કે તું સંધ્યા ને એક ઉંચી પહાડી પરથી ધક્કો મારી દે.साप भी मर जाएगा और लाठी भी नहीं टूटेगी।સંધ્યા મરી જશે.તો તે આપણી વાત કોઈને નહીં કહી શકે.તેને તેના વિચારો થી મુક્તિ મળી જશે.ને આપણને તેના ડરથી મુક્તિ મળી જશે."
મીરાં તે વ્યક્તિ ની આવી વાતો થી ડરી જાય છે,ને કહે છે,"મેં તમારો આવા કામ માં સાથ આપ્યો.તેનુ પરિણામ હું હાલ ભોગવી રહી છું.હવે હું તમારો‌ કોઈ પણ ખરાબ કામ માં સાથ નહીં આપું."
મીરાં કોઈ કામ માટે એક વાર ના પાડી દે.તો પછી તે એ કામ કરવાની ક્યારેય હા ન પાડતી.એ વાત થી વાકેફ એ વ્યક્તિ સીધો ફોન કટ કરી નાંખે છે.અને અહીં તો વાત તેની મિત્ર ની હતી.તો મીરાં ને કોઈ પણ રીતે મનાવી શકાય એમ નહોતું.મીરા ફોન ટેબલ પર મૂકી.બેડ પર લંબાવે છે.આજે જે કાંઈ થયું હતું.એ પછી કોઈ મોટી મુસીબત આવવાની છે,એ વાત નક્કી હતી.એ વાતના લીધે મીરાં ને ઉંઘ આવે એ શક્ય નહોતું.
***
સંધ્યા પોતાનાં રૂમમાં મીરાં અને કાર્તિક શું રમત રમી રહ્યા છે,એ વિશે વિચારતી હતી ‌.મીરા ની જેમ સંધ્યા ની આંખો માં પણ ઉંઘ નું નામ નહોતું.તે પોતાના રૂમમાં આમતેમ આંટા મારતી હતી.
ક્યારેક તેને મીરાં સાથે વાત કરી હકીકત જાણવાનો વિચાર આવે છે,તો એક જ પળમાં તે પોતાનો વિચાર બદલી લે છે ‌.મીરા જે રીતે સંધ્યા થી વાતો છુપાવતી હતી.એ રીતે તે સંધ્યા ને એટલી આસાનીથી બધી હકીકત જણાવી દે એ વાત શક્ય નહોતી.
વિચારો માં ને વિચારો માં સંધ્યા ને સુરજ નો ખ્યાલ આવે છે. કાર્તિક સુરજ નો મિત્ર હતો‌.તો સુરજને કાર્તિક વિશે ખબર હશે કે નહીં.એ વિચાર હવે સંધ્યાને સતાવી રહ્યો હતો.થોડા વિચારો બાદ સંધ્યા સુરજ ને મળી બધી હકીકત જાણવાનો વિચાર કરે છે.તે પોતાનો વિચાર મક્કમ કરી.પોતાના રૂમ નો દરવાજો ખોલી સુરજના રૂમ તરફ જાય છે.
જેવી સંધ્યા પોતાનાં રૂમ નો દરવાજો ખોલી બહાર નીકળે છે,ને થોડું ચાલે છે, ત્યાં જ કોઈ તેનાં માથા પર એક ડંડો મારી તેને જમીન પર ઢાળી દે છે.




(કોણ હતું એ જે સંધ્યા સાથે આવું કરી રહ્યું હતુ.મીરા એ તો પેલા વ્યક્તિ નો સાથ આપવાની ના પાડી દીધી હતી.તો આ કોણ હતું.જેણે સંધ્યા ને ડંડો મારી બેહોશ કરી દીધી.શુ થવાનું છે હવે સંધ્યા સાથે?એ જોઈશું આગળ ના ભાગમાં.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED