Nafratni aag ma prem nu khilyu gulaab - 14 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૪

(આગળ નાં ભાગમાં આપણે જોયું કે, સંધ્યા સુરજ પાસે કાર્તિક ની વાત કરવા માટે જતી હતી.ત્યારે તે રૂમની બહાર નીકળી થોડું ચાલે છે, ત્યાં જ કોઈ તેનાં માથા પર ડંડો મારી તેને બેહોશ કરી દે છે.હવે જોઈએ આગળ.)




બધાં સવારે ઉઠી ફરી મુંબઈ તરફ રવાના થવાની તૈયારી કરતાં હતાં.બધા પોતાનો સામાન પેક કરી નીચે આવે છે.જેવા બધાં નીચે આવે છે,ને જોવે છે,તો બસ ત્યાં હાજર નહોતી.બધા પ્રોફેસર ને એ વાત જણાવા માટે જાય છે,"સર,બહાર તો બસ નથી.આપણે આજે મુંબઈ જવાનું છે ને! હવે આપણે મુંબઈ કેવી રીતે જશું?"
પ્રોફેસર વિધાથીર્ઓ ની વાત સાંભળી હસવા લાગે છે,ને કહે છે,"આજે આપણે મુંબઈ નથી જવાનું‌.કાલ જવાની વાત પર તમારાં બધાનાં મોઢા પર ઉદાસી છવાઈ ગઈ હતી‌.જેના પરથી અમે એક દિવસ વધુ મનાલી રોકાવાનું અને ફરવાનું વિચાર્યું."
બધાં પ્રોફેસર ની વાત સાંભળી ખુશ થાય છે,ને એક સાથે બોલી ઉઠે છે,"હુરેએએએ.હવે તો એક દિવસ વધું મજા કરવા મળશે."બધાં ખુશ થતાં થતાં ફરી પોતાનાં રૂમ માં જાય છે.
*** ‌ ‌ ‌‌‌‌
આ તરફ સંધ્યા ભાનમાં આવે છે,ને ધીમે ધીમે પોતાની આંખો ખોલે છે.આંખો ખોલી તે આજુબાજુ નજર ફેરવે છે,તો એ રીસોર્ટમા પોતાના રૂમમાં જ બેડ ઉપર સૂતી હતી.તે ઉભી થવા જાય છે,તો માથામા લાગ્યું હોવાથી તેનું માથું ભમવા લાગે છે,ને તે ફરી બેડ પર બેસી જાય છે.
થોડી વાર પછી અચાનક તેનાં રૂમનો દરવાજો ખુલે છે,ને સંધ્યા નું એ તરફ ધ્યાન દોરાય છે.દરવાજે કાર્તિક ઉભો હતો.કાર્તિક ને જોઈ સંધ્યા તેની પાસે જવા ઉભી થાય છે.પરંતુ, કમજોરી નાં લીધે તે ઉભી નથી થઈ શકતી.સુરજ દરવાજો બંધ કરી સંધ્યા પાસે જાય છે.સુરજને જોઈ સંધ્યા ને રાત વાળી વાત યાદ આવે છે.તે હજી સુરજને કાંઈ કહે એ પહેલાં જ તેનાં મોબાઇલ માં કોઈ નો મેસેજ આવે છે.સંધ્યા અત્યારે કોણે મેસેજ કર્યો હશે?એમ વિચારી મેસેજ જોવાં મોબાઇલ હાથમાં લે છે,ને મેસેજ વાંચે છે.
"જલ્દી નીચે આવો આપણે mountain trekking માટે જવાનું છે"મેસેજ ક્રિષ્ના એ કર્યો હતો.મેસેજ વાંચી સંધ્યા ચોંકી જાય છે.તે સુરજ ને પૂછે છે,"આપણે તો આજ મુંબઈ ચાલ્યું જવાનું હતું ને?"
સંધ્યા નાં સવાલ થી સુરજને ખ્યાલ આવી જાય છે,કે ટ્રિપ એક દિવસ લંબાવવામાં આવી છે,એની જાણ સંધ્યા ને થઈ ગઈ છે‌.એટલે સુરજ કહે છે,"કાલ આપણે બધા પરત જવાની વાત પર ઉદાસ થઈ ગયાં હતાં.એ જોઈ પ્રોફેસરે એક દિવસ હજુ અહીં રોકાવાનો પ્લાન બનાવ્યો છે.હવે આપણે આજ નહીં કાલ જવાના છીએ.સુરજ છેલ્લું વાક્ય બોલતી વખતે બહુ ખુશ હતો.એ ખુશી મનાલી ફરવા માટે ની નહીં.પણ, સંધ્યા સાથે વધુ એક દિવસ રહેવા મળશે.એ વાત ની હતી.મુંબઈ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌પણ બંને સાથે રહી શકે એમ હતા.પણ, ત્યાં મનાલી જેવું વાતાવરણ મળવું મુશ્કેલ હતું.
સુરજ ખુશ થઈને એક નજર સંધ્યા તરફ કરે છે.સંધ્યા નાં ચહેરા પર ખુશી નાં કોઈ ભાવ નહોતા.ઉલટાની તે પરેશાન હોય એવું લાગતું હતું.જે જોઈ સુરજ સંધ્યા નો હાથ પોતાના હાથમાં લઈ તેને પૂછે છે,"શું થયું સંધ્યા? તું કેમ પરેશાન છે? તું ખુશ નથી?ટ્રિપ એક દિવસ વધુ લંબાવી એ વાત પરથી."
સુરજે ટ્રિપ એક દિવસ લંબાવવામાં આવી છે.એ વાત કરી ત્યારે એ ખુશ હતો.એ વાત યાદ આવતાં સંધ્યા સુરજની ખુશી ને ધ્યાન માં રાખી ને કહે છે,"ના, એવું કાંઈ નથી.હુ ખુશ છું.એ તો બસ થોડી થાકી ગઈ છું.એટલે તને એવું લાગે છે."
સંધ્યા ની વાત સાંભળી સુરજ સંધ્યા ના કપાળ ને ચૂમે છે.સંધ્યા ના કપાળ નો સ્પર્શ થતાં સંધ્યા ને તાવ આવ્યો હોય.એવુ સુરજને લાગે છે.તે સંધ્યા નાં કપાળ પર પોતાનો હાથ મૂકી તેને તપાસે છે.સંધ્યા ને ખરેખર તાવ આવી ગયો હતો.સુરજ સંધ્યા ને આરામ કરવા કહે છે,પણ સંધ્યા કહે છે,"આરામ કરવો પડે એવું કાંઈ નથી.થાક નાં લીધે નોર્મલ તાવ આવી ગયો હશે.થોડી વારમાં સારું થઈ જશે." ‌ ‌
સંધ્યા ની જીદ સામે સુરજ હાર માની લે છે.છતા,તે સંધ્યા ને તાવ ની ગોળી આપી ને પાણી નો ગ્લાસ આપે છે,ને તેની નજર સામે એ ગોળી તેને ખાવા કહે છે.સંધ્યા ગોળી ખાઈને નહાવા માટે જાય છે.સુરજ સંધ્યા નાં રૂમમાં જ તેની રાહ જોઈને બેસી રહે છે.સંધ્યા બાથરૂમમાંથી બહાર આવે એ પહેલાં જ ફરી તેનાં મોબાઇલ માં ક્રિષ્ના નો મેસેજ આવે છે.સુરજ મેસેજ વાંચી ક્રિષ્ના ને મેસેજ કરી કહે છે,"બસ થોડી વાર માં જ આવું છું."
સુરજ નો એ મેસેજ વાંચી ક્રિષ્ના પછી કોઈ મેસેજ નથી કરતી.એટલે સુરજ સંધ્યા નો મોબાઈલ ટેબલ પર મૂકી બેડ પર બેસી સંધ્યા ની રાહ જોવા લાગે છે.ત્યા જ સંધ્યા આવે છે.સંધ્યા એ આજ ગુલાબી રંગ ની શોર્ટ કુર્તી અને બ્લુ કલર નું જીન્સ પહેર્યું હતું.ખુલ્લા ભીનાં વાળ અને કોઈ પણ શણગાર વગર પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સુરજ તેને આ રીતે જોઈ એક ક્ષણ માટે તો કોઈ અલગ જ દુનિયા માં પહોચી જાય છે.સુરજ ને આ રીતે જોતાં જોઈ.સંધ્યા પણ શરમાઈ ને નીચું જોઈ જાય છે,ને તૈયાર થવા લાગે છે.વાળ સૂકવી ને થોડાં વાળ ભેગાં કરી બટરફ્લાય લગાવી લે છે. આંખ માં કાજલ લગાવી,કપાળે એક નાની એવી ગુલાબી બિંદી લગાવે છે.સંધ્યા આમ તો ફેશનેબલ અને આધુનિક રીતે રહેવાવાળી છોકરી હતી.પરંતુ,તેને બિંદી નો બહુ શોખ હતો.તે કપડાં કોઈ પણ પહેરે પણ બિંદી લગાવવાનું ભૂલતી નહીં.એમા જેવાં રંગનાં કપડાં એવાં જ રંગની બિંદી લગાવતી.સુરજ ને પણ સંધ્યા ની બિંદી લગાવવા વાળી આદત પસંદ હતી.તેની એ આદત તેને એક અલગ જ લૂક આપતી હતી.
સંધ્યા જેવી બિંદી લગાવે છે,એવો જ સુરજ બોલી ઉઠે છે,"બસ એમ જ ઉભી રહેજે.જરા પણ હલતી નહીં."
સુરજ ના એવાં વર્તન થી સંધ્યા વિચારમાં પડી જાય છે,ને કહે છે,"અરે,તને વળી અચાનક શું થયું?"
સંધ્યા તેનું વાક્ય પૂરું કરે છે, ત્યાં જ સુરજ પોતાનાં મોબાઇલ માં સંધ્યા નો એક ફોટો પાડી લે છે,ને કહે છે,"આ ફોટો મને હંમેશા આપણે સાથે વિતાવેલી પળો ની યાદ અપાવશે."
‌‌‌સંધ્યા સુરજ ની વાત સાંભળી હસવા લાગે છે,ને કહે છે,"હવે તો હું હંમેશા તારી સાથે જ રહેવાની છું.તો તારે ફોટો ની નું જરૂર?હવે તો રોજ હું તને પરેશાન કરતી રહીશ.પછી જોવ છું, તું કેટલો સમય મારી સાથે રહી શકે છે."
સુરજ સંધ્યા ની વાત સાંભળી કહે છે,"અરે યાર, હું તો રોજ તારી સાથે રહેવા, તારાં થી પરેશાન થવા અને તને અઢળક પ્રેમ આપવા તૈયાર છું.બસ, તું ક્યારેય મારાથી દૂર નાં થતી.તારા માટે તો હું કાંઈ પણ કરવા તૈયાર છું.બસ, મારે તારો સાથ જોઈએ."
સંધ્યા સુરજ ની વાતો સાંભળી દોડી ને સુરજ ને વીંટળાઈ જાય છે.સુરજ સંધ્યા ને કસીને પોતાની બાહોમાં જકડી લે છે.હળવે થી તેનાં માથામાં હાથ ફેરવતાં ફેરવતાં તેનાં ગળે ચૂમવા લાગે છે, સંધ્યા નાં ખુલ્લા વાળ માં પોતાની આંગળીઓ પરોવીને તેને વધુ ને વધુ પોતાની નજીક ખેંચે છે.સંધ્યા નાં બંને ગાલ પર પોતાનાં બંને હાથ રાખી તેનાં હોઠો પર પોતાનાં હોઠ મૂકી દે છે,ને ધીમે-ધીમે બંને એકબીજાના હોઠો ને ચૂમવા લાગે છે.બંને સંપૂર્ણ રીતે એકબીજાનાં પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય છે.
અચાનક જ સુરજ નાં મોબાઇલ પર ગજની મુવી નું Benny dayal and Shreya ghoshal એ ગાયેલું ગીત વાગે છે,
કૈસે મુજે તુમ મિલ ગયી
કિસ્મત પે આયે ના યકી
ઉતર આઈ ઝીલ મેં
જૈસે ચાંદ ઉતરતાં હૈ કભી
સુરજ ખિસ્સામાંથી મોબાઈલ કાઢી સ્ક્રીન પર જોવે છે, તો કાર્તિક નું નામ ફ્લેશ થતું હતું.સુરજ તરત ફોન ઉપાડે છે.ત્યા સામે છેડે કાર્તિક કહે છે,"યાર, ક્યાં છે તું?બસ પણ આવી ગઈ.હવે જલ્દી આવ ને."
કાર્તિક ની વાત પૂરી થતાં સુરજ કહે છે,"બસ પાંચ મિનિટ માં આવું જ છું."એમ કહી સુરજ ફોન કાપી નાંખે છે.સંધ્યા નિર્દોષ અને પ્રેમ ભાવથી સુરજ સામે જોતી હતી.સુરજ નું ધ્યાન પડતાં સંધ્યા પોતાની નજરો ઝુકાવી લે છે.સુરજ સંધ્યા નાં કપાળને ચૂમીને પોતાનો મોબાઇલ ખિસ્સામાં મૂકી સંધ્યા ને કહે છે,"ચાલ હવે નીચે જઈએ.બધા નીચે આપણી રાહ જોવે છે.જો આપણે નહીં જઈએ તો બધાં આપણને બોલાવવા ઉપર આવી જશે."
સુરજ ના છેલ્લા વાક્ય પર બંને હસવા લાગે છે,ને સંધ્યા પોતાનો મોબાઇલ લઇને સુરજ સાથે નીચે જાય છે.જ્યાં બધાં ક્યારનાં તેની રાહ જોતાં હતાં.બધા બસમાં ગોઠવાઈ ગયા હતા.બસ માં તકલીફ હોવાથી ડ્રાઈવર તેને રિપેર કરવા લઈ ગયો હતો.જેવો ડ્રાઈવર આવ્યો બધાં બસમાં ગોઠવાઈ ગયા હતા.બસ સંધ્યા અને સુરજ ની જ રાહ જોવાતી હતી.તે બંને પણ આવીને બસમાં ગોઠવાઈ ગયા.
સંધ્યા બસ માં ચડે છે, ત્યાં જ ક્રિષ્ના તેને પોતાની પાસે બેસવા બોલાવી લે છે.મીરા કોમલ પાસે બેઠી હતી.તો સંધ્યા પાસે ક્રિષ્ના ની સીટ માં બેસવા સિવાય કોઈ રસ્તો નહોતો.સંધ્યા કાંઈ પણ બોલ્યા વગર ક્રિષ્ના પાસે ચાલી જાય છે,ને તેની પાસે બેસી જાય છે.સુરજ કાર્તિક પાસે તેની સીટમાં બેસી જાય છે.
સુરજ ને કાર્તિક પાસે બેસતાં જોઈ.સંધ્યા ને કાલ રાત ની ઘટના યાદ આવે છે.સંધ્યા ને બીજું બધું તો યાદ હતું.પણ,કાલ તે સુરજ સાથે વાત કરવા રૂમની બહાર નીકળી.ત્યાર પછીનું તેને કાંઈ યાદ નથી આવતું.અત્યાર સુધી માં સંધ્યા કેટલીવાર એ ઘટના રિપીટ કરી ચૂકી હતી.છતા તેને પોતે રૂમની બહાર નીકળી પછી શું થયું.તે યાદ જ નથી આવતું.મગજ પર બહુ જોર કરવાથી સંધ્યા ને માથું દુઃખવા લાગે છે.ત્યા જ તેને યાદ આવે છે,કે કાલ તે રૂમની બહાર નીકળી ત્યારે કોઈકે તેનાં માથા પર કોઈ વસ્તુ મારી હતી.જે વાગતાં જ પોતે જમીન પર ઢળી પડી હતી.પછી શું થયું?તે રૂમની બહાર થી પોતાનાં રૂમ ના બેડ પર કંઈ રીતે પહોંચી?એ કોઈ વાત તેને યાદ નથી આવતી.
સંધ્યા સાથે શું થઈ રહ્યું હતું.તે તેને સમજાતું નહોતું.ત્યા જ બધાં trekking ની જગ્યાએ પહોંચી જાય છે.બધા નીચે ઉતરી બરફ નાં ગોળા બનાવી એકબીજા પર ફેંકી રમત કરવા લાગે છે.સંધ્યા નીચે ઉતરી એક તરફ ઉભી રહી જાય છે.મીરા સતત સંધ્યા ઉપર જ નજર રાખી રહી હતી.તેના મનમાં ડર હતો.કાલ રાતે પેલા વ્યક્તિ એ જે વાત કરી.ને અચાનક જ ટ્રિપ એક દિવસ લંબાવવામાં આવી.એ બંને વાત ને મીરાં એકબીજા સાથે જોડી રહી હતી.પણ, બીજી જ ક્ષણે તે પોતાનાં આવાં વિચાર પર નાદાની ની મહોર લગાવી દેતી હતી.કેમ કે,ટ્રિપ લંબાવવા વાળી વાત ને અને પેલાં વ્યક્તિ ની વાત ને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો.છતા મીરાં નાં મનમાં સંધ્યા ને કોઈ કાંઈ કરશે તો નહીં ને?એ વાત નો ડર બેસી ગયો હતો.
બધાં mountain trekking ચાલું કરી દે છે.સંધ્યા ને થોડી કમજોરી હોવાથી તે જતી નથી.ક્રિષ્ના તેને કંપની આપવા સંધ્યા પાસે જ રોકાઈ જાય છે.બધા પોતપોતાની રીતે મસ્તી કરતા હતા.સુરજને સંધ્યા ની ચિંતા થતી હતી.છતા તે કાર્તિક નાં આગ્રહ નાં લીધે trekking કરે છે.
આખરે trekking કરી બધાં થાકીને એક જગ્યાએ બેસી જાય છે.બધા બેસે છે, એટલે સંધ્યા અને ક્રિષ્ના પણ બધાં પાસે જાય છે.બધા જ ત્યાં હતાં.બસ મીરાં અને કાર્તિક ક્યાંય દેખાતાં નહોતા.સંધ્યા મીરાં ને શોધવા માટે જાય છે.સંધ્યા થોડી દૂર જાય છે, ત્યાં જ મીરાં કાર્તિક સાથે કોઈ બાબતે ઝગડો કરતી હતી.સંધ્યા તે લોકો થી બહુ દૂર હતી.તો તેને કાંઈ સંભળાતું નથી.તે વાત સાંભળવા થોડી આગળ જાય છે.આગળ જતાં સંધ્યા ને તે બંને ની બધી વાતો સંભળાવા લાગે છે.
કાર્તિક મીરાં ને કહેતો હતો,"તે કાલ Mr.DK ની વાત શા માટે ના માની?તને ખબર છે,એ કાલ મારી ઉપર કેટલાં ગુસ્સે થયાં?"
કાર્તિક ને ગુસ્સે જોઇ મીરાં કહે છે,"હા,તો તેમણે વાત જ એવી કરી કે માનવાનો કોઈ સવાલ જ નહોતો.હુ પહેલેથી તેનાં લીધે પરેશાન છું.એમા હું સંધ્યા ને મારી ને વધુ પરેશાન થવા નથી માંગતી."
સંધ્યા મીરાં ના મોઢે પોતાના મરવાની વાત સાંભળીને કોઈ મૂર્તિ ની માફક કોઈ જ પ્રકારનાં હાવભાવ વગર બધું સાંભળતી રહે છે.તે જેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ સમજતી હતી.તે મીરાં અને જે કાર્તિક ને સુરજ પોતાનાં સગાં ભાઈ ની જેમ રાખતો હતો.એ કાર્તિક મીરાં સાથે મળીને સંધ્યા ને જાન થી મારી નાંખવાની યોજના બનાવતા હતા.
સંધ્યા જેમતેમ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખી.કાર્તિક અને મીરાં ની વાત સાંભળે છે.
મીરા નો એવો જવાબ સાંભળી કાર્તિક કહે છે,"ખાલી તું એક જ પરેશાન નથી.તારી ફ્રેન્ડ સંધ્યા નાં લીધે અમે બધા પરેશાન થઈએ છીએ.તને તારી એક ની પરેશાની દેખાય છે.અમારી પરેશાની નથી દેખાતી.સંધ્યા જો આપણાં વિશે જાણવા માટે સુરજ ને કાંઈ પૂછશે તો આપણું તો આવી બન્યું સમજ."
સુરજ ની વાત આવતાં મીરાં કહે છે,"જ્યારે તે સુરજને પૂછશે.ત્યારની વાત ત્યારે.અત્યારે તો એ કાંઈ નહીં પૂછે.તો આગળ વિચારવાનું બંધ કર.જ્યારે કાંઈ થશે.ત્યારે જોયું જાશે."
મીરાં નાં આવાં ઠંડા જવાબથી કાર્તિક આગની જેમ ભડકી ઉઠે છે,"તું તારો મગજ નથી ચલાવતી એ જ તો મોટી મુસીબત છે‌‌.સંધ્યા કાલ જ સુરજ પાસે જઈને બધી વાત કહી દેવાની હતી.આ તો કાલ તે સંધ્યા ને મારવાની વાતની ના પાડી.એટલે મને Mr.DK એ ફોન કરી સંધ્યા પર નજર રાખવા કહ્યું.ને હું સંધ્યા ને સુરજ ના રૂમ તરફ જતાં જોઈ ગયો.તો તેને માથામાં ડંડો મારી બેહોશ કરી દીધી.એટલે એક દિવસ માટે આપણે બચી ગયાં.પણ આવી રીતે વધુ સમય નહીં બચી શકાય."
ડંડો મારવાની વાત થી મીરાં ગભરાઈ ને પૂછવા લાગે છે,"તું પાગલ થઈ ગયો છે કે શું?સંધ્યા એ તને જોઈ લીધો હોત તો?"
મીરાં ની વાત સાંભળી કાર્તિક કહે છે,"તારે તારો મગજ ચલાવવાની જરૂર નથી.મે તેને પાછળથી ડંડો માર્યો હતો.તેના બેહોશ થઈ ગયા પછી તેને તેની જ રૂમનાં બેડ પર સુવડાવી દીધી હતી.તો તેને તેની સાથે શું થયું હતું.એ વાતની ખબર ક્યારેય નહીં થાય.ને આમ પણ એ સુરજ નાં પ્રેમ પાછળ પાગલ થઈને ફરે છે.તો તેને એવું વિચારવાનો સમય જ નહીં મળે.જે વાતનો ફાયદો ઉઠાવી આપણે આપણું કામ કરતાં રહીશું."
સંધ્યા એ કાર્તિક ને જોયો નથી.એ વાતની ખાતરી થતાં મીરાં નિરાંત નો શ્વાસ લે છે,ને બંને ત્યાંથી બધાં જ્યાં બેઠાં હતાં.એ તરફ જાય છે.
સંધ્યા ને તે બંનેની વાતોથી એટલી તકલીફ થઈ હતી.કે તે મીરાં અને કાર્તિક નાં ગયાં પછી પણ ત્યાં ને ત્યાં જ ઉભી રહી જાય છે.થોડીવાર પછી જાતે જ સ્વસ્થ થઈને તે પણ બધાં હતાં‌.ત્યા જાય છે.સંધ્યા ના આવતાં ની સાથે જ સુરજ દોડીને તેની પાસે જાય છે,ને પૂછવા લાગે છે,"તું અત્યાર સુધી ક્યાં હતી?હું ક્યારનો તને શોધું છું.હવે તારી તબિયત કેમ છે?"
સંધ્યા કોઈ પણ હાવભાવ વગર મીરાં અને કાર્તિક સામે જોઈને ઉભી હતી.સંધ્યા કોઈ જવાબ નથી આપતી.એટલે સુરજ ફરી પૂછે છે,"ક્યાં ખોવાઈ ગઈ?તને કહું છું.તારી તબિયત હવે કેમ છે?ને અત્યાર સુધી ક્યાં હતી?"
સુરજના ઉંચા અવાજથી સંધ્યા ભાનમાં આવે છે,ને કહે છે,"હં, શું કહ્યું તે?"
"શું હં?એક ને એક વાત મેં તને બે વાર પૂછી.તારી તબિયત કેમ છે?ને તું અત્યાર સુધી ક્યાં હતી? હું ક્યારનો તને શોધું છું.ને તું તો કોણ જાણે ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ છે,એ જ નથી સમજાતું."સુરજ સંધ્યા ના બંને ખભા પર હાથ મૂકી ને કહે છે. ‌
"સોરી યાર, મારું ધ્યાન નહોતું."સંધ્યા સુરજને કહે છે.
સંધ્યા ની વાત સાંભળી સુરજ કહે છે,"તારું ધ્યાન નથી.એટલે તો પૂછું છું.તારુ ધ્યાન ક્યાં છે?એમ."
સંધ્યા સુરજ ની વાત ટાળતી હોય એમ કહે છે,"મારું ધ્યાન ક્યાંય નથી.બસ હું થોડી રીલેક્સ થવા માટે ગઈ હતી.હવે મારી તબિયત પણ સારી છે.તુ ચિંતા ના કર."
સંધ્યા હવે ઠીક છે.એ જાણી સુરજને શાંતિ થાય છે.પરંતુ,સંધ્યા સુરજ થી કોઈ વાત તો છુપાવી રહી હતી.એની સુરજને ખાતરી થઈ જાય છે.પરંતુ,આ સમયે સંધ્યા ને કાંઈ પૂછવું.સુરજને ઠીક ના લાગ્યું.એટલે તે બંને બધાં સાથે બેસી વાતો કરવા લાગે છે.
સાંજ ના પાંચ વાગતાં.બધા રીસોર્ટ પર જવા નીકળે છે.બીજા દિવસે મુંબઈ પરત ફરવાનું હોવાથી.બધા એ તેની તૈયારી અને થોડાં આરામની જરૂર હતી.બધા થોડી વારમાં રીસોર્ટ પર પહોંચી પોતપોતાની તૈયારી માં લાગી જાય છે.મીરા અને કાર્તિક ની વાત સાંભળી સંધ્યા નાં મનને ક્યાંય ચેન નહોતું પડતું.ક્યારેક ‌‌‌તે સુરજને બધું કહી દેવા માંગતી હતી.તો ક્યારેક તેને એમ થતું હતું,કે સુરજ તેની વાત ઉપર વિશ્વાસ કરશે કે નહીં?કદાચ,તે વિશ્વાસ કરી પણ લે.તો પણ જે લોકો સંધ્યા ને મારવાનાં વિચાર કરી શકે.એ લોકો સુરજને હકીકત ની જાણ થતાં.તેને પણ નુકશાન પહોંચાડી શકે.એ વાત થી સંધ્યા પોતાનો વિચાર બદલી નાંખે છે.ફરી થોડી જ વારમાં તેને એમ થાય છે,કે સુરજને ક્યારેક તો ખબર પડવાની જ છે,ને જો મીરાં ની આવી હરકતો થી મને આટલું દુઃખ થાય છે,તો સુરજ તો કાર્તિક ને સગાં ભાઈ ની જેમ રાખે છે, જ્યારે સુરજને કાર્તિક ની હકીકત ખબર પડશે.ત્યારે સુરજને કેટલી તકલીફ થશે?
બધી વાતો વિચાર્યા બાદ સંધ્યાને કાર્તિકે કહેલા શબ્દો યાદ આવે છે.તેણે મીરાં સાથે વાત કરતી વખતે કોઈ Mr.DK નું નામ લીધું હતું.એ નામ યાદ આવતાં સંધ્યા વિચારમાં પડી જાય છે,કે આ Mr.DK કોણ છે?ને કાર્તિક અને મીરાં તેની સાથે મળીને શું કામ કરી રહ્યા છે?ને તે લોકો મને શા માટે મારવાં માંગે છે?
બધી વાતનાં વિચાર કર્યા પછી સંધ્યા ને આ બધું બહુ અઘરું લાગવા લાગ્યું હતું.હવે હકીકત જાણવા તેને કોઈની મદદ ની જરૂર હતી.ને સુરજ સિવાય કોઈ તેની મદદ કરી શકે એમ નહોતું.આખરે સંધ્યા મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી લે છે.





(સંધ્યા સુરજ ને બધી હકીકત જણાવશે.તો શું સુરજ તેનો વિશ્વાસ કરશે?ને આખરે આ Mr.DK કોણ હતા? મીરાં અને કાર્તિક તેની સાથે મળીને શું કામ કરી રહ્યા હતા?આ બધું જાણવા મળશે આગળ ના ભાગમાં.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED