Nafratni aag ma prem nu khilyu gulaab - 26 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૬

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૬હિતેશભાઈ, ધનસુખભાઈ, સુરજ અને મોહનભાઈ, બધાં મોહનભાઈની ઓફિસે એકઠાં થયાં હતાં. હિતેશભાઈ અને મોહનભાઈ કોઈ રાઝની વાત કરી રહ્યાં હતાં.હિતેશભાઈ સુરજની પાસેની ખુરશીમાં બેઠાં. મોહનભાઈ હજું પણ ઓફિસની બારી બહાર નજર કરીને ઉભાં હતાં. ધનસુખભાઈ ખુરશીમાં સૂનમૂન થઈને બેઠાં હતાં. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. કોણ?? ક્યારે?? કેવો ઝટકો આપશે?? તેનું અનુમાન સુરજ લગાવી શકતો નહોતો.

મોહનભાઈનો ઈશારો મળતાં જ હિતેશભાઈએ બધી વાત કહેવાની શરૂઆત કરી. સુરજ જાણે કોઈ કહાની સાંભળતો હોય, એમ સ્થિર થઈને બેસી ગયો.

"જો ધનસુખ, તું ઉર્મિલા વિશે જેવું વિચારતો એ સાવ ખોટું હતું. મારાં વિશે તારી જે વિચારસરણી છે, એ પણ બિલકુલ ખોટી છે. મેં ઉર્મિલાની છોકરીને અનાથાશ્રમમાં નહોતી મૂકી. ઉર્મિલા ખુદ જ તેને અનાથાશ્રમમાં મૂકી આવી હતી. ત્યાં તેણે નામ મારું આપ્યું કે, મને છોકરી આવી એ પસંદ નથી. જેનાં લીધે એ છોકરીને અનાથાશ્રમના હવાલે કરે છે. પણ હકીકત તો એ હતી કે, છોકરી તેને પસંદ નહોતી. તેને છોકરો જોતો હતો. તેનાં હિસાબે તેનાં ખોળે છોકરી હોય, તો બધી મિલકત સુરજને મળે. જે તેને મંજુર નહોતું." હિતેશભાઈ ગંભીર થઈને બધું બોલતાં હતાં.

ધનસુખભાઈ નિરાંતે બધું સાંભળી રહ્યાં હતાં. માત્ર એક વાત સાંભળીને જ તેમની અંદરનું બધું ચેતન જાણે કોઈએ છીનવી લીધું હોય. એવી તેમની હાલત થઈ ગઈ હતી. મોહનભાઈ તેમની પાસે બેઠાં. હિતેશભાઈએ ફરી વાત આગળ ધપાવી.

"તેને તારી ઉપર કોઈ પ્રેમ નહોતો. તેને બસ રૂપિયાથી મતલબ હતો. એટલે જ તેણે તારી બદલે મારી સાથે લગ્ન કર્યા. કારણ કે ત્યારે તારી પાસે કોઈ કામ કે ધંધો નહોતો. જેમાંથી રૂપિયા મેળવીને તું તેની ઈચ્છાઓ પૂરી કરી શકે. આ વાત જ્યારે મને ખબર પડી. એ જ સમયે તેને એંજલને જન્મ આપ્યો હતો. ત્યારપછી એ તેને મારી જાણ બહાર અનાથાશ્રમમાં મૂકી આવી. હું તેને લેવાં માટે જતો હતો. તો તેણે મને ધમકી આપી કે, તે ડ્રગ્સના ધંધા વિશે પોલીસને જાણ કરી દેશે. એ જ રાતે મેં તને ફોન કર્યો. તો તે મને તેનાં પ્રત્યેનાં પ્રેમભાવને કારણે માત્ર તેને રોકીને કેદ કરવાનું કહ્યું. જે મને યોગ્ય નાં લાગ્યું. એટલે મેં તેને તે દિવસે જ મારી નાંખી. આમ પણ જે એક દિકરીને સાચવી નાં શકે. એ કોઈની નાં બની શકે. એ પહેલેથી જ તારાં વિશે બધું જાણતી. એટલે મારી સાથે એ તને પણ જેલમાં નાંખવા માંગતી હતી. મારી રૂપિયા પ્રત્યે લાલચ હતી. પણ સુરજ અને એંજલ પ્રત્યે પ્રેમ પણ હતો. જેનાં લીધે મેં બધાંને હેરાન કરવા કરતા એકનો જીવ લેવો યોગ્ય સમજ્યું." હિતેશભાઈએ બધી હકીકત જણાવી, પોતાની વાત પૂરી કરી.

બધી વાત સાંભળીને ધનસુખભાઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. સુરજ પણ બધું જાણીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો.

એક વ્યક્તિ જેણે પોતાનાં પ્રેમ માટે કેટલાંય લોકોને હેરાન કર્યા. કેટલાંય પરિવારમાં ડ્રગ્સનુ ઝેર ઘોળ્યું. પોતાની દીકરીને પૂરતો પ્રેમ નાં આપી શક્યાં. બદલાની આગમાં દીકરી સાથે સમય નાં વિતાવી શક્યા. એ જ પ્રેમ તેને પોતાની લાલચનો શિકાર બનાવી ગયો. એ વાતનું ધનસુખભાઈને ખૂબ દુઃખ થયું હતું. તે પોતાની વિચારવાની શક્તિ ગુમાવી બેઠાં હતાં.

"હવે જે થયું તેને યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. સમય હજું પણ તારી સાથે છે. હવે આ બધું છોડીને નવું જીવન ચાલું કર. જેમાં એંજલ અને તેની ખુશીનું જ મહત્વ હોય." મોહનભાઈ ધનસુખભાઈને ભેટીને સમજાવવા લાગ્યાં.

ધનસુખભાઈએ પોતાનાં આંસુ સાફ કર્યા. તે ઉઠીને તરત જ પવનવેગે ઓફિસની બહાર નીકળી ગયાં. થોડીવાર પહેલાં જે એંજલ માટે તે દુઃખી હતાં. એ દુઃખ ભૂલીને તેમણે ફરી પોતાનું રૂપ બદલીને સુરજને જેલમાં નાંખવાની યોજના ઘડી હતી. પછી ફરી તેઓ મોહનભાઈની ઓફિસે આવીને રડતાં હતાં. અને હકીકત સાંભળ્યાં પછી ફરી આંસુ સારીને, એક અલગ જ જોશ સાથે ઓફિસની બહાર નીકળી ગયાં.

ધનસુખભાઈનુ એક જ દિવસમાં આટલી વાર બદલતું રૂપ જોઈને સુરજ તો ડઘાઈ જ ગયો હતો. આખરે કોઈ વ્યક્તિ એટલી જલ્દી કેવી રીતે પરિસ્થિતિને સમજી શકે?? એ સવાલ સમજવો તેનાં માટે અઘરું બની ગયું હતું

"સુરજ, હવે વધું વિચારવાની જરૂર નથી. હવે આ છેલ્લો મુકામ હતો. તે જે પ્લાન બનાવ્યો, એ હવે સફળતાની નજીક છે." મોહનભાઈએ સુરજના માથે હાથ મૂકીને કહ્યું.

ધનસુખભાઈના ગયાં પછી હિતેશભાઈ અને સુરજ પણ પોતાની ઘરે જવા નીકળી ગયાં.

મોહનભાઈ પોતાની ખુરશી પર બેસીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયાં. થોડીવાર એમ જ બેઠાં પછી તે પણ ઘરે ગયાં. બધું એટલી અચાનક થયું હતું કે, કોઈને વિચારવાનો પણ પૂરતો સમય નહોતો મળ્યો. તેમ છતાંય બધું વિચાર્યા કરતાં પણ સરખું થઈ રહ્યું હતું. એ વાતે બધાં ખુશ હતાં.

આજે વર્ષો પછી સુરજ અને હિતેશભાઈ એકસાથે જમવા બેઠા હતાં. હિતેશભાઈ સુરજને પોતાનાં હાથે જમાડી રહ્યા હતા.

"પપ્પા, આજે સાચાં અર્થમાં હું જમતો હોય. એવું મને લાગે છે. બાકી અત્યાર સુધી તો હું માત્ર જીવવા ખાતર જમતો હોય એવું જ લાગતું." સુરજ ભાવુક થઈને બોલ્યો.

"હવે રોજ આવાં જ દિવસો રહેશે. હવે રૂપિયા પાછળની દોટ મૂકી દીધી છે. હવે પ્રેમ માટે જ જીવવાનું છે. મારી બાકીની જિંદગી હવે માત્ર તારાં માટે જ છે." હિતેશભાઈ સુરજના માથે પ્રેમથી હાથ ફેરવીને બોલ્યાં.

હિતેશભાઈ પ્રેમથી સુરજને ભેટી પડ્યાં. સાથે જમ્યાં બાદ બંનેએ ઘણી વાતો કરી.

મોહનભાઈ પણ આજે બહુ ખુશ હતાં. ધનસુખભાઈ કાંઈ બોલ્યાં વગર જ નીકળી ગયાં હતાં. છતાં જાણે તે ઘણું બધું કહીને ગયાં હતાં. એમ મોહનભાઈની ખુશીનો પાર નહોતો. ઘરે જતી વખતે મોહનભાઈ રુકમણી બેનની મનપસંદ કાજુકતરી અને સંધ્યાના મનપસંદ રસગુલ્લા લઈને ઘરે આવ્યાં.

"શું વાત છે પપ્પા!! આજે તો બે-બે મીઠાઈ!! કોઈ મોટી ખુશીની વાત છે??" સંધ્યા મોહનભાઈના હાથમાંથી રસગુલ્લા લઈને, એક પોતાનાં મોઢામાં મૂકીને બોલી.

"હાં, ખુશીની વાત તો છે. જે તને બહુ જલ્દી ખબર પડી જાશે. પછી તો તારી ખુશીનો પણ પાર નહીં રહે. તારી મમ્મી તો ખુશીનાં લીધે જ પાગલ બની જાશે." મોહનભાઈ હસતાં હસતાં બોલ્યાં.

બધાંની વાતો ચાલું હતી. ત્યાં જ દરવાજે કોઈક આવ્યું. રુકમણી બેનની આંખોમાં તો એ વ્યક્તિને જોઈને આંસુ જ આવી ગયાં. સંધ્યા અલગ જ નજરથી એ વ્યક્તિ અને મોહનભાઈ સામે વારાફરતી જોવાં લાગી. મોહનભાઈને પણ થોડી નવાઈ લાગી.

એ વ્યક્તિએ ધીમે-ધીમે ડગ માંડીને ઘરની અંદર પ્રવેશ કર્યો. બધાનાં ચહેરાનાં હાવભાવ બદલાઈ રહ્યાં હતાં. રુકમણીબેન, સંધ્યા અને મોહનભાઈ એ વ્યક્તિ અને એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં.

ઘરમાં મનને અકળાવી મૂકે, એવું મૌન છવાઈ ગયું હતું. કહેવું ઘણું હતું. પણ જાણે શબ્દો ખોવાઈ ગયાં હતાં. મનમાં સવાલો ઘણાં હતાં. પણ એ પૂછવા માટે જીભ સાથ નહોતી આપી રહી. આંખમાં આંસું હતાં. પણ દિલમાં પ્રેમનો એક દરિયો ઉછાળા મારી રહ્યો હતો.

ઘરમાં શાંત વાતાવરણ હોવાં છતાં, કોઈ ઉત્સવની ઉજવણી ચાલતી હોય. એવું લાગી રહ્યું હતું.


(ક્રમશઃ)આખરે હવે મોહનભાઈની ઘરે કોણ આવ્યું હતું?? હવે શું નવું બનવાનું હતું??


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED