Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૬

(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા ના આગ્રહ થી સુરજ તેની સાથે બેસી જાય છે.હવે જોઈએ સંધ્યા સુરજને પોતાના મનની વાત કેવી રીતે કહે છે.)




સુરજ સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોતો હોય છે.જે વાતનો સંધ્યા ને અંદાજો લાગતા તે થોડું વિચારીને વાતની શરૂઆત કરે છે.
"સુરજ તું પહેલે થી જ આવો ગુમસુમ અને ગુસ્સાવાળો છે કે?"સંધ્યા આટલું બોલીને અટકી જાય છે.પણ,સુરજ તેની એટલી વાત માં જ પૂરી વાતનો તાગ મેળવી લે છે.પરંતુ,સુરજને વિચાર આવે છે કે હું આને ઓળખતો પણ નથી અને તેની સાથે પહેલી મુલાકાત માં જ મેં તેની સાથે ગુસ્સો કર્યો. છતાં,આ મારી સાથે આટલી સહજતાથી અને શાંતિથી વાત કરી રહી છે, કોઈ આટલું સારું કેવી રીતે હોઈ શકે?
સુરજને વિચારો માં ખોવાયેલ જોઈ સુરજને વિચારોમાંથી બહાર લાવવા સંધ્યા તેની સામે ચપટી વગાડતાં બોલે છે,"હેલો મિસ્ટર,ક્યાં ખોવાઈ ગયો?મેં તને કાંઈ એટલું પણ ખરાબ નથી પૂછી લીધું કે તારે એક સરળ જવાબ આપવામાં આટલો સમય લાગે.કોઈ ઉપર ગુસ્સો કરતાં સમયે તો આટલું નહીં વિચારતો,તો અત્યારે કેમ આટલું વિચારે છે."
સંધ્યા એકસાથે એટલું બોલી ગઈ કે સુરજને શું બોલવું એનું કાંઈ ભાન જ ના રહ્યું. છતાં,સુરજ એમ‌ કહે છે કે,"મને ગુસ્સો કરવાનો કોઈ શોખ નથી થતો.પણ,તું કારણ વગર જ અને કાંઈ જાણ્યા વગર જ તે દિવસે અમારા ઝઘડા માં પડી,અને પ્રોફેસર ને અમારી કમ્પલેઈન કરી દીધી.તો મારું તારા પર ગુસ્સે થવું વ્યાજબી હતું."
સંધ્યા ને લાગ્યું કે તેની ગુસ્સાવાળી વાતથી સુરજ તેને સફાઈ આપી રહ્યો હતો.એટલે,સંધ્યા એ તે વાતને ત્યાં જ અટકાવતાં સુરજને પોતે પૂછેલો સવાલ યાદ કરાવતાં હસતા હસતા કહે છે,"સુરજ હું તારી પાસે તે દિવસવાળી વાતની સફાઈ નથી માંગતી.તને યાદ હોય અને ભૂલવાની આદત ના હોય તો મેં એવું પૂછ્યું કે તારો સ્વભાવ પહેલેથી આવો છે કે તેની પાછળ કોઈ રહસ્ય છે?કેમ કે,મને તારી આંખોમાં સાફ દેખાય છે કે તું જે રીતે ગુસ્સે થાય છે એમા અને તારા સાચા સ્વભાવ માં ઘણો‌ ફરક છે.કેમ કે,મેં તને તે દિવસે એક નાના બાળકની મદદ કરતા જોયો હતો.તે અનાથ હતો.કેટલા દિવસ થી ભૂખ્યો હતો.તુ તેને જમવાનું આપીને એટલો ખુશ થતો હતો કે તું ક્યારેય ગુસ્સે થતો હોય એવું લાગતું જ નહોતું."
સંધ્યાની વાત સાંભળીને સુરજને આશ્ચર્ય થાય છે કે સંધ્યા એ આ બધું ક્યારે જોયું. ત્યાં જ સુરજ ફરી વિચાર માં ડૂબી જાય એ પહેલાં સંધ્યા સુરજને પોતાના જ વખાણ કરતા કહે છે કે,મારું ધ્યાન બધે હોય છે તો‌ મને એ વાતની કેવી રીતે ખબર એ વિચારવાનું છોડી દે.હુ તને એ બધું પછી જણાવીશ. અત્યારે તું મને મે પૂછ્યું તેનો જવાબ આપ."
સુરજ હજુ કાંઈ બોલવા જાય એ પહેલાં જ મીરાં સંધ્યા ને અને કાર્તિક સુરજને શોધતા શોધતા કેન્ટીન માં આવી પહોંચે છે.સંધ્યા મીરાંને જોઈ જાય છે,એટલે તે સંધ્યા ને સુરજ સાથે જોઈ જાય ને કોઈ સવાલ કરે એ પહેલાં તે જલ્દી થી ઉભી થઇ બીજા ટેબલ પર ગોઠવાઈ જાય છે,અને સમોસા નો ઓર્ડર આપીને પોતાની મમ્મી ને ફોન કરી વાત કરવા લાગે છે.
મીરાં સંધ્યા ને કેન્ટીન માં જોઈને તેની પાસે જાય છે,અને સંધ્યાને પૂછે છે,"તું કયારની અહીં શું કરે છે?હુ તને આખી કોલેજ માં શોધી આવી.પણ,મેડમ તો અહીં સમોસા ની મજા માણી રહ્યા છે."
મીરાં ના સવાલોના જવાબ ના આપવા પડે એટલે સંધ્યા મીરાં ના મોઢા માં સમોસુ મૂકી દે છે,અને કહે છે,"યાર બહુ ભૂખ લાગી હતી.ઘરે થી મમ્મી નો ફોન પણ આવ્યો હતો.તેની સાથે વાત પણ કરવાની હતી.તો થયું જમવાનું અને વાત કરવાનું બંને કામ સાથે કરી લઉં.
પછી બંને પોતાની વાતો અને નાસ્તો પૂરો કરી કેન્ટીન માંથી નીકળે છે.કોલેજ પૂરી થઈ ગઈ હતી તો આજ તો હવે સુરજ સાથે વાત કરવી શક્ય નહોતી.એમ સમજી મીરાં અને સંધ્યા ઘર તરફ જવા નીકળે છે.
પણ, સંધ્યાની વાતો સુરજને વિચારો માં મુકતી જાય છે.કોઈ તેના અંગત જીવન વિશે જાણવા એટલું ઉત્સુક છે એ જાણી સુરજને ખુશી તો થાય છે.પણ,આ બધું શા માટે થઈ રહ્યું છે એ બાબત પર ઘણા વિચારો પણ આવે છે.
એટલાં મા કાર્તિક સુરજને ઘરે જવાની વાત કરી ને તેના વિચારોમાંથી બહાર કાઢે છે.સુરજ હા કહીને ચાલતો થાય છે. કાર્તિક પણ તેની પાછળ પાછળ ચાલવા લાગે છે.બંને સુરજની જીપ માં બેસીને ઘરે જવા નીકળે છે.
સંધ્યા અને મીરાં પણ સંધ્યા ના એક્ટીવા પર ઘરે જાય છે.ઘરે પહોંચી ને સંધ્યા ડીનર કરી પોતાના રૂમમાં જાય છે.સંધ્યા સુવાનો ઘણો પ્રયત્ન કરે છે. છતાં, ઉંઘ આવતી નથી.બીજી તરફ સુરજ નો પણ એ જ હાલ હતો.સંધ્યા ના વિચારો તેના જીવનમાં એક વાવાઝોડા સ્વરૂપે આવ્યા હતા.જેનો અંત ક્યારે આવશે એ કોઈને ખબર નહોતી.બંને ઉપર એકબીજા ને જાણવાની વાતની કેવી અસર થશે એ વાતથી બંને અજાણ હતાં.
બીજી તરફ મીરાં પણ કોઈક વિચારોમાં ડૂબેલી હતી.
મીરાંના તે વિચારોથી સુરજ અને સંધ્યા ના જીવન પર માઠી અસર પડવાની હતી.જે વાત થી બંને અજાણ હતા.મીરા સંધ્યા ને મળી તેની સાથે કોલેજ કરવાનુ નક્કી કર્યું એ બધી વાત પાછળ મીરાંનો એક ખાસ મકસદ હતો.જે કોઈને ખબર નથી હોતી.





(હવે,સુરજ પોતાનો ગુસ્સાવાળો સ્વભાવ છોડી સંધ્યા સાથે નોર્મલી વાત કરી શકશે કે નહીં?ને સુરજ અને સંધ્યા ના વિચારોનો ક્યારે અંત આવશે તે જોશુ આગળ ના ભાગમાં.)