Nafratni aag ma prem nu khilyu gulaab - 1 books and stories free download online pdf in Gujarati

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 1

પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે
છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા.
તો આવો જોઈએ આવા અલગ વિચારો અને નફરત ની આગમાં પ્રેમના ગુલાબ કઈ રીતે ખીલે છે.અને આ પ્રેમ કહાની ને કેટલી આગળ લઈ જઈ શકે છે.




મુંબઈ માં બધા લોકો પોતાના જીવનમાં વ્યસ્ત રહેતા.કોઈને કોઈના કામ થી કોઈ ફરક ન પડે.એમા મુંબઈ ની જર્નાલિઝમ કોલેજમાં સંધ્યા અને સુરજ ની પ્રેમ કહાની ની શરૂઆત થાય છે.
સંધ્યા મુંબઈ ના બાન્દ્રા વિસ્તારમાં રહેતી એક સરળ સ્વભાવની અને નિખાલસ છોકરી છે.પરિવારમા મમ્મી-પપ્પા અને સંધ્યા ત્રણ જ રહે. મમ્મી-પપ્પા નું એક જ સંતાન હોવાથી બહુ લાડ-કોડથી ઉછરેલી.સંધ્યા ને કોઈ ઉપર નિર્ભર રહેવું પસંદ ન હતું.તો એ ભણીને પોતાનુ કરીઅર બનાવા માંગતી હતી.જેથી તે પણ પોતાના જીવનમાં કંઈક કરી શકે.એક જ સંતાન હોવાથી રુકમણી બેન ને સતત દિકરીની ચિંતા સતાવતી.જયારે સંધ્યા ના પપ્પા મોહનભાઈ હંમેશા દિકરીની બધી ઈચ્છાઓ પૂરી કરતા.
સંધ્યાની આ ઈચ્છા પણ તેના પપ્પા પૂરી કરશે એવું તેમણે જણાવ્યું.ત્યા જ રુકમણી બેન બોલ્યા.


આમ છોકરીઓને આટલી છૂટ ના અપાય.છોકરી છે કાલ પારકી ઘરે જશે ત્યાં થોડી આવી છૂટ મળવાની.

ત્યાં જ મોહનભાઈ રુકમણી બેન ની વાત વચ્ચે કાપતાં જ બોલે છે,હું મારી છોકરી જેમ કહેશે એમ જ કરીશ. ભણીને પોતાનુ કામ કરવું એમાં ખોટું શું છે.આજના યુગમાં રહીને આવા વિચારો ધરાવો છો તમે!

હું તો મારી દિકરીની વાત થી સહમત છું.હુ તેને ભણવાથી બિલકુલ નહિ રોકું અને તને રોકવા પણ નહીં દવ.

સંધ્યાની મમ્મી આટલું સાંભળતા જ ચૂપ થઈ જાય છે.મોહનભાઈ ના લાડ આગળ અને સંધ્યાની જીદ આગળ રુકમણી બેન નું ક્યારેય ક્યાં ચાલ્યું છે કે આજ ચાલે. રુકમણી બેન મોઢું મચકોડીને રસોડામાં ચાલ્યા જાય છે.મોહનભાઈ ચા નો કપ લઈને પેપર વાંચવામાં લાગી જાય છે.સંધ્યા પોતાના રૂમમાં જઈ પોતાની બેસ્ટ ફ્રેન્ડ મીરાંને ફોન જોડે છે,

હેલો! મીરાં

સામે છેડેથી મીરાંનો અવાજ સંભળાય છે.હા બોલ સંધ્યા.

સંધ્યા ખુશ થઈ ને કહે છે,મને તો કોલેજની મંજૂરી મળી ગઈ.

મીરાં ખુશ થઈ ને કહે છે, congrats યાર.

થોડીવાર વાતો કરી બંને કાલ મળીશું એમ કહી ફોન કટ કરે છે.
બીજા દિવસે સવારે સંધ્યા ફટાફટ તૈયાર થઇ બોરિવલી જવા નીકળે છે.બોરિવલીમા મીરાં તેના મામાની ઘરે રહેતી.મીરા ખાસ કોલેજ માટે જ મુંબઈ આવેલી.સંધ્યા અને મીરાં હિંદમાતા માર્કેટ માં મળ્યા હતાં. ત્યાં બંને ને એક જ ડ્રેસ પસંદ આવેલો.પહેલા તો સંધ્યા એ તે ડ્રેસ મીરાંને આપવાની ના પાડી દીધી.પછી મીરાંએ ઘણું સમજાવ્યું કે એ ડ્રેસ મીરાં માટે બહુ જરૂરી છે.કેટલા ડ્રેસ જોયાં પછી તેના બજેટ અને તેની પસંદગી ને ધ્યાનમાં રાખી આ એક ડ્રેસ મળ્યો છે.મીરાની વાત સાંભળી સંધ્યા તે ડ્રેસ તેને આપી દે છે.ત્યારથી બંને ની દોસ્તી ની શરૂઆત થાય છે.થોડી વાતો કર્યા પછી સંધ્યા ને ખબર પડે છે કે મીરાં પણ અહીં કોલેજ માટે જ આવી છે.બંનેનો એક જ ધ્યેય હતો કોલેજ કરી સારી એવી નોકરી મેળવી પગભેર થવું.આમ બંને સાથે જ કોલેજ કરવાનું નક્કી કરે છે.
સંધ્યા થોડીવારમા મીરાંના મામાની ઘરે પહોંચી જાય છે.મીરાના મામા પૈસાદાર હતાં.મીરાના પપ્પા પાસે એટલાં રૂપિયા ન હતાં કે તે મીરાંને કોલેજ કરાવી શકે.પરંતુ તે ક્યારેય કોઈ સામે હાથ લાંબો ના કરતા. જ્યાં સુધી તે મહેનત કરી પોતાના પરિવાર નું ભરણ-પોષણ કરી શકતા, ત્યાં સુધી તે કોઈ કોઈની મદદ ન લેતા.મીરાના મામા ઉમાશંકર આ વાત જાણતાં હતાં.જેથી તેમણે મીરાંને પોતાની કંપની માં નોકરી આપી‌, અને‌ તેમાંથી જે રૂપિયા મળે એ મીરાં એ પોતાના ભણતર પાછળ ખર્ચ કરવા એવું જણાવ્યું.આથી મીરાં ના પપ્પા મહેશભાઈ ઉમાશંકર ની વાત ટાળી ન શક્યા.

સંધ્યા અંદર આવતાં જ બુમો પાડવા લાગે છે, મીરાં ઓ મીરાં ક્યાં છે તું?


ત્યાં મીરાં ના મામા સીડીઓ ઊતરીને તેના રૂમ માંથી નીચે આવે છે,અને સંધ્યા ને બેસવા માટે કહે છે.


સંધ્યા ઉમાશંકર ને નમસ્તે કરી સોફા પર બેસે છે. ત્યાં જ મીરાં આવે છે અને સંધ્યા ને કહે છે,


બેસવું નથી ચાલ જલ્દી મોડું થાય છે.મીરા સંધ્યા નો હાથ પકડી બહાર નીકળી જાય છે.

બંને સંધ્યા ની એકટીવા પર બેસી કોલેજ માં ફોર્મ ભરવા માટે જાય છે.

થોડીવારમાં બંને કોલેજ એ પહોંચી જાય છે. જ્યાં જર્નાલિઝમ ના કોર્સ ના ફોર્મ ભરાતાં હતાં ત્યાં જઈને બંને ફોર્મ ભરી દે છે.
સંધ્યા ને નવી નવી જગ્યાએ જવું પસંદ હતું.અને તે બહુ બોલકી પણ હતી તો મીરાંએ જ તેને જર્નાલિઝમમાં એડમિશન માટે કહેલું. સંધ્યા ને પણ મીરાંની વાત સાચી લાગી.તો તેણે પણ મીરાંની સાથે જર્નાલિઝમમાં એડમિશન લીધું.
ફોર્મ ભર્યા બાદ બંને આખી કોલેજ ફરી વળે છે.પોતાનો ક્લાસરૂમ અને કેન્ટીન બધું જોઈ આવે છે.બધુ કામ પૂરું કરવામાં બપોર થઈ જાય છે,તો બંને કોલેજ કેન્ટીન માં જ નાસ્તો કરવાનું વિચારે છે.બંને કેન્ટીન માં નાસ્તો કરવા જાય છે. ત્યારે જ સંધ્યા સુરજ સાથે અથડાય છે.અને બંને ની પહેલી મુલાકાત થાય છે. સંધ્યા નું ધ્યાન સુરજ તરફ નથી હોતું.સુરજ પણ લેટ થઇ ગયો હોવાથી સંધ્યા તરફ નજર નથી કરતો.બંને એકબીજા સામે જોયા વગર જ સોરી કહીને ચાલતા થઈ જાય છે.



તો આવી હતી સંધ્યા અને સુરજ ની પહેલી મુલાકાત.હવે આગળ શું થાશે બંને સાથે એ આપણે આગળ ના ભાગમાં જોઈશું.

મારી "કોલેજની પ્રેમ કહાની" પ્રેમકથા આપને પસંદ આવે તો તેને લાઈક જરૂર થી કરજો.?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED