Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૮

(આગળનાં ભાગમાં આપણે જોયું કે, મીરાં અને કાર્તિકે સુરજને બધી હકીકત કહેવાની હાં પાડી એટલે સંધ્યા કાર્તિક અને મીરાંને લઈને સુરજની ઘરે ગઈ.હવે જોઈએ આગળ.)



સંધ્યા કાર્તિક અને મીરાં સાથે સુરજની ઘરે આવી.બધાં સીધાં ઉપર સુરજનાં રૂમમાં ગયાં.સંધ્યા સાથે મીરાં અને કાર્તિકને પોતાની ઘરે જોઈને સુરજ વારાફરતી બધાં સામે જોવાં લાગ્યો.

"અરે,તમે બધાં અચાનક અહીં?"

"હાં સુરજ, મીરાં અને કાર્તિક તને એક અગત્યની વાત જણાવવા માંગે છે."

"શું વાત છે કે,તમારે બધાંએ એકસાથે આવવું પડ્યું?"

"સુરજ હું અને મીરાં એકબીજાને પ્રેમ કરીએ છીએ,અમારે એકબીજા સાથે લગ્ન કરવાં છે."

"અરે,એતો સારી વાત કહેવાય.એમાં તું આટલો ડરે છે કેમ?"

"ડરવાની વાત છે,એટલે ડરું છું.હું મારાં પપ્પા સાથે ડ્રગ્સનો ધંધો કરું છું.મીરાં પણ તેનાં મામાના દબાવના લીધે આ ધંધામાં સંપડાઈ છે.હવે અમારે એમાંથી નીકળવું છે.જેનો રસ્તો સંધ્યાને મારવાથી જ ખુલશે."

કાર્તિકની સંધ્યાને મારવાવાળી વાત સાંભળી સુરજે કાર્તિકનાં ગાલે એક તમાચો ચોડી દીધો.

"તું પાગલ થઈ ગયો છે? તું કોને મારવાનું કહે છે, એનું તને ભાન છે?અને તે આવાં ધંધા કયારથી ચાલું કર્યા?એ પણ મારી જાણ બહાર!"

"સોરી યાર, મેં તારાથી બધું છુપાવ્યું.પણ હવે મારે આમાંથી નીકળવું છે, હું તારી મદદ માંગવા જ અહીં આવ્યો છું.મારે સંધ્યાને પણ નથી મારવી.પણ મારી મજબૂરી છે, હું તેને નહીં મારું,તો અમે જેની સાથે આ ધંધો કરીએ છીએ,એ સંધ્યાને અને મને બંનેને મારી નાંખશે.હવે તું જ કોઈ રસ્તો બતાવ."

"આમાં હું શું કરી શકું?"

"તું તારાં પપ્પાને મનાવ, હું મારાં પપ્પાને મનાવું.જો તે લોકો માની જાય,તોજ હવે કાંઈ થઈ શકે."

"પણ મારાં પપ્પાને શાં માટે?તેને તો આ વિશે કાંઈ ખબર પણ નથી.તો એ શું મદદ કરી શકે?"

"તારાં પપ્પા પણ આ ધંધામાં સામેલ છે,એટલે એજ આપણી મદદ કરી શકે."

કાર્તિકની વાત સાંભળીને,સુરજે ફરી તેને મારવા માટે હાથ ઉઠાવ્યો.પરંતુ આ વખતે સંધ્યાએ તેને રોકી લીધો.સુરજ સંધ્યાની આવી હરકતથી તેની ઉપર પણ ભડક્યો.

"તે મને શાં માટે રોક્યો?આ કેવી બકવાસ કરી રહ્યો છે,એ તને નથી દેખાતું?"

"એ સાચું કહી રહ્યો છે, તારાં પપ્પા તો શું, મીરાંનાં મામા પણ આ ધંધામાં સામેલ છે."

"મારાં પપ્પા ક્યારેય એવું કરી જ નાં શકે."

"રહેવા દે બેટા,એ નહીં માને.જો તેને માનવું જ હોત,તો જ્યારે તેનાં મમ્મીનું એક્સિડન્ટ થયું,અને પોલીસે એમ કહ્યું કે,તે એક મર્ડર કેસ છે, એક્સિડન્ટ નહીં.ત્યારે જ એ સમજી જાત,અને આગળ તપાસ કરત,પણ તેને કોઈની વાત સમજવી જ નથી."

પાછળથી કોઈ ઉંચા અવાજે બોલ્યું.એ અવાજ સાંભળીને, સંધ્યા અને મીરાં બંને ચોંકી ગઈ.સંધ્યાએ તરત પાછળ ફરીને જોયું.સામે સંધ્યા નાં પપ્પા મોહનભાઈ ઉભાં હતાં.

"પપ્પા તમે? અહીં?"

"હાં બેટા,મને નહોતી ખબર કે,સુરજ અને કાર્તિક તારાં મિત્રો છે.જો પહેલાં ખબર હોત,તો હું તને બધી હકીકત પહેલાં જ જણાવી દેત."

"મતલબ?તમે કંઈ હકીકતની વાત કરો છો, પપ્પા?"

"સુરજના પપ્પા હિતેશભાઈએ મને પણ આ ધંધામાં સામેલ કરવાની ઘણી કોશિશ કરી હતી.પણ મારાં મક્કમ નિર્ણયનાં લીધે,તેઓએ હાર માની લીધી હતી.ત્યારે જ તેમને કાર્તિકનાં પપ્પા મનિષભાઈની રૂપિયાની લાલચ વિશે ખબર પડી,એટલે તેમણે મારી જગ્યાએ મનિષભાઈને આ ધંધામાં સામેલ કરી લીધાં.જ્યારે સુરજના પપ્પાને ખબર પડી કે,તેમની પત્નીને તેમનાં ધંધા વિશે જાણ થઈ ગઈ છે,અને તે પોલીસને જાણ કરવા જઈ રહ્યાં છે, ત્યારે તેમણે ખુદ જ તેમનું એક્સિડન્ટ કરાવીને,તેમને મોતને ઘાટ ઉતારી દીધા.પોલીસ તપાસ દરમિયાન તેને મર્ડર કેસમાં જોડવામાં આવ્યો, પરંતુ સુરજના સાથથી હિતેશભાઈને કોઈ કાંઈ કરી નાં શક્યું."

મોહનભાઈની વાત પૂરી થતાં,સુરજની આંખો ભીની થઈ ગઈ હતી.સુરજને આજે તેની ભૂલ સમજાઈ રહી હતી.

"તો બેટા,હવે તને આ બધાંની વાત પર વિશ્વાસ આવ્યો? તું તો સંધ્યાને પ્રેમ કરે છે ને?તો શું તને તેની વાત ઉપર પણ વિશ્વાસ નથી?"

મોહનભાઈનાં છેલ્લાં વાક્યથી બધાનાં ચહેરા પર એક ગંભીરતા છવાઈ ગઈ.બધાંના ચહેરા પર રહેલી ગંભીરતા જોઈને મોહનભાઈ સંધ્યાની સામે જોઈને બોલ્યાં.

"આવો ચહેરો કરવાની જરૂર નથી.મને આ બધી વાત મારી ઓફિસમાં કામ કરતાં, મારાં વિશ્વાસુ કર્મચારીએ જણાવી.આજે તેણે તમને લોકોને અહીં આવતાં જોયાં.ત્યારે તેને મને બધી વાત કરી કે,સંધ્યા કદાચ સુરજને પ્રેમ કરે છે.તે તેનાં મિત્રો સાથે અત્યારે સુરજની ઘરે આવી છે,અને આની પહેલાં પણ તેમણે તને સુરજ સાથે જોઈ હતી.ત્યારે મને ખબર નહોતી કે,એ સુરજ આ છે.આજે જ્યારે મારાં કર્મચારીએ મને સુરજના ઘરનું એડ્રેસ આપ્યું, ત્યારે મને ખબર પડી કે,આ એજ સુરજ છે,એટલે મારે તાત્કાલિક અહીં આવવું પડ્યું."

"મને માફ કરી દો અંકલ,આજે મારાં પપ્પાનાં લીધે સંધ્યાના જીવ ઉપર બની આવી છે,મને આ બાબતે અત્યાર સુધી કોઈ જાણકારી નહોતી.હા, પોલીસે મારાં મમ્મીનાં એક્સિડન્ટને મર્ડર કહ્યું હતું, પરંતુ એ મારાં પપ્પાએ કર્યું છે,એ મને નહોતી ખબર,મને તો તેમનાં આ ધંધાની જરાં એવી જાણકારી પણ નહોતી."સુરજ હાથ જોડીને મોહનભાઈની માફી માંગી રહ્યો હતો.

"જો હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ હોય,તો માંફી માંગવાને બદલે,આ લોકોનો સાથ આપીને, તારાં પપ્પાને સમજાવ,અને તારાં મિત્ર કાર્તિક અને તારો પ્રેમ સંધ્યાનો જીવ બચાવી લે."

"હું જરૂર મારાં પપ્પા સાથે વાત કરીશ,તેમને સમજાવીશ કે,તે ક્યાં સુધી થોડાં એવાં રૂપિયા પાછળ બધાનાં જીવ લેતાં ફરશે?"

"તમે બધાં જે કરો એ સમજી વિચારીને કરજો.આ Mr,DK બહું ચાલાક છે,એ કોણ છે? એ અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી.તે પોતાનાં ચહેરા પર હંમેશાં માસ્ક પહેરીને રાખે છે.માત્ર ત્રણ વર્ષની અંદર તેમણે તેમનો આ ધંધો એટલો વિકસાવી લીધો છે,કે અમુક પોલીસ પણ તેની નીચે કામ કરી રહી છે."

"એકવાર હું અને કાર્તિક અમારાં બંનેનાં પપ્પાને સમજાવીને,આ ધંધામાંથી બહાર કાઢી લેશું,તો એ Mr,DK ને જેલમાં જવાથી કોઈ રોકી નહીં શકે."

સુરજે બધી વાતનો સ્વીકાર કરીને, બધાંનો સાથ આપવાનું નક્કી કર્યું,એ વાતે સંધ્યા ખુશ હતી.સુરજ સંધ્યાની અને તેનાં પપ્પાની વાત માન્યો,એજ સંધ્યાના પ્રેમની સાચી જીત હતી.સંધ્યાને હવે કદાચ મરવું પડે,તો પણ કોઈ દુઃખ નહોતું.તેનાં બધાં મિત્રો ફરી એકવાર સારાં રસ્તે આવી ગયાં હતાં.એમાં સૌથી મોટી ખુશીની વાત તો એ હતી કે,આ બધું પણ પ્રેમનાં કારણે જ શક્ય બન્યું હતું.જો કાર્તિક અને મીરાંને એકબીજા સાથે પ્રેમ નાં થાત,તો હજું આ શક્ય નાં બન્યું હોત.હજી પણ સુરજને આ હકીકતની ખબર નાં પડી હોત.

ચારેય મિત્રોએ મોહનભાઈનાં આશીર્વાદ લીધાં,અને એકબીજાને ગળે મળ્યાં.

"સંધ્યા મને માફ કરી દે,મેં તારાથી અત્યાર સુધી બધી હકીકત છુપાવી.જો મેં પહેલાં જ કહ્યું હોત,તો આ બધું આટલે સુધી પહોંચ્યું જ નાં હોત."

"અરે પાગલ,દરેક વસ્તુનો સમય નિશ્ચિત હોય છે, જ્યારે જે થવાનું હોય, ત્યારે જ એ થાય.ક્યારે શું થાશે?એ કોઈને ખબર નથી હોતી.તો આમાં કોઈનો કાંઈ વાંક નથી.તો આજનાં આ દિવસે ફરી અમારાં મિત્રો અમને હતાં એવાં જ મળી ગયાં,એ વાતે ચાલો નાનું એવું સેલિબ્રેશન કરીએ.તો શું વિચાર છે, તમાંરો બધાંનો?મારો આ પ્રસ્તાવ બધાંને મંજૂર છે?""

"તું તો અત્યારથી જ જર્નાલિસ્ટ બોલે એમ બોલવાં લાગી હો!"

"હાં તો, પ્રેક્ટિસ કરવી પડે ને?"

"સારું ચાલો,હવે બીજું બધું પછી, પહેલાં હું અને કાર્તિક અમારાં બંનેનાં પપ્પાને કેવીરીતે મનાવવા આપણો સાથ આપવા.એ બાબતે વિચારશુ.હાલ તું અને મીરાં બંને તમારી ઘરે જાવ.જ્યા સુધી અમે કોઈ નિર્ણય નાં કરી લઈએ, ત્યાં સુધી તમારે સાવચેત રહેવાનું છે."

"ઓકે."

સંધ્યા અને મીરાં બંને એકસાથે બોલી પડી.સંધ્યા સુરજને અને મીરાં કાર્તિકને,બંને પોતપોતાના પ્રિયતમને ભેટીને ઘરે જવા નીકળી ગઈ.




(ક્રમશઃ)




શું કાર્તિક અને સુરજ બંનેનાં પપ્પાને મનાવી શકશે? શું બંનેનાં પપ્પા પોતાનાં છોકરાવની વાત માનશે?એ જોશું આગળનાં ભાગમાં.