Tari Sangathe book and story is written by Mallika Mukherjee in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tari Sangathe is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારી સંગાથે - નવલકથા
Mallika Mukherjee
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
2 જુલાઈ 2018, સોમવાર સવારના 10.00
----------------------------------------------------
- હેલો, અશ્વિન.
હું મલ્લિકા છું. આજે મેં તમને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. તમે કેમ છો? જો તમને યાદ હોય તો હું 1972 થી 1976 ના સમયગાળા દરમિયાન અમદાવાદની ભવન્સ કૉલેજમાં તમારી કલાસમેટ હતી.
03 જુલાઈ 2018, મંગળવાર રાતના 11.30
-----------------------------------------------------
- હાય, મલ્લિકા. તમે કેમ છો? કૉલેજ છોડ્યાને ઘણા વર્ષો વીતી ગયાં. માફ કરશો, તમારી ઓળખાણ ન પડી. તમારો મેસેજ વાંચીને સારું લાગ્યું. હું યુ.એસ.એ.માં રહું છું, સંપર્કમાં રહીશ. આભાર.
શું તમારી પાસે કૉલેજ ટાઇમનો કોઈ ફોટો છે?
તારી સંગાથે ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત મલ્લિકા મુખર્જી ** અશ્વિન મેકવાન ગુજરાતી અનુવાદ સ્મિતા ધ્રુવ ** નૃતિ શાહ ગુજરાતીમાં પહેલી ચેટ નવલકથા ******* સાદર સમર્પિત મારા જીવનસાથી પ્રિય પાર્થોને- આપના ભાવનાત્મક સહયોગે ...વધુ વાંચોમને પ્રોત્સાહન આપ્યું છે. 'સત્ય' પરનો મારો વિશ્વાસ હજી અકબંધ છે. પ્રિય સૌરભને- ભલે હું તારી જનની બની અને બહેન માલા તારી માતા, અમને બંનેને તારા માટે સમાન પ્રેમ છે. પ્રિય પુત્ર-પુત્રવધુ સોહમ-આકાંક્ષાને- તમે બંને સદા મારા મિત્રો રહ્યા છો. મારી ઉમ્મીદોનો પક્ષ લીધો છે, હંમેશાં મારી પ્રગતિને પ્રોત્સાહન આપ્યું છે. વ્હાલા પૌત્ર વિવાનને-
ભાગ 2 17 જુલાઈ 2018, મંગળવાર સવારના 7.15 ------------------------------------------------------ - તમારી તબિયત વિશે વાંચીને કાલે હું ખૂબ જ રડી, આજે તો જાણે કોઈ શબ્દ જ નથી મળી રહ્યા કે શું લખું? મને આશા જ નહીં, ભરોસો છે કે ...વધુ વાંચોસંપૂર્ણ સ્વસ્થ થઈ જશો. તમારી સાથે કેટલીયે વાતો શેયર કરવી છે. તમારી પાસેથી કેટલીયે વાતો સાંભળવી છે. - મલ્લિકા, મેં જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. હવે મોતથી પણ નથી ડરતો. શુભેચ્છા પાઠવવા બદલ આભાર. મારા માટે પણ 'તમે' ને બદલે 'તું' સંબોધન વધુ યોગ્ય રહેશે. - જેવી આજ્ઞા. તેં કાલે લખ્યુ હતું કે જો મેં શરૂઆત કરી હોત તો તું
ભાગ 3 20 જુલાઈ 2018, શુક્રવાર રાતના 11.00 -------------------------------------------------- - સાહિરનું પેલું ગીત યાદ આવે છે, મલ્લિકા? - કયું? - ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં...’ આજે એને ઊલટું કરી દઈએ અને કહીએ, ...વધુ વાંચોએક બાર ફિર સે દોસ્ત બન જાયેં હમ દોનોં...’ - આ મારું સૌભાગ્ય હશે, અશ્વિન. એક વાત તો કહેવી પડશે કે તેં મને મારી મનપસંદ ફિલ્મ, ગીત, ગઝલ અને સંગીતની દુનિયામાં પાછી લાવી દીધી! - ગીત-ગઝલની દુનિયા તને મુબારક હો, મલ્લિકા. - આજે પણ મારી ડાયરીમાં કેટલીયે કવિતાઓ સચવાયેલી છે. લાગે છે કે હું ભવન્સ કૉલેજના પરિસરમાં ફરી પાછી આવી
ભાગ 4 22 જુલાઈ 2018, રવિવાર સાંજના 7.00 -------------------------------------------------- - કેમ છો? - હું મજામાં છું ઐશ, તું કહે. - અત્યારે સવાર થઈ છે, મારા પેશન્ટ અન્કલ હજી ઉંઘે છે, તેથી થોડો ફ્રી છું. હું જૉબ પર ...વધુ વાંચોડાયરી અને ટૈબ્લેટ સાથે રાખું છું જેથી હું ફુરસદની ક્ષણોમાં કંઈક લખી શકું. મારી લખેલી એક કવિતા તને મોકલી રહ્યો છું. મને છંદો વિશે કોઈ જાણકારી નથી. વાંચીને કહે કેવી લાગી? ઉડ્ડયન ભલો હતો હું એકલો. આઝાદ હતુ દિલ ને મસ્તી ભરી મજા હતી. અચાનક આવી ચડ્યાં તમે મારા નભની ક્ષિતિજ પર! નજર મળી ને મળ્યાં દિલ, હાથમાં
ભાગ 5 24 જુલાઈ 2018, મંગળવાર રાતના 10.30 ------------------------------------------------------ - છોકરી, તું શું કરે છે? - ડિનર લીધું. થોડો આરામ કરી રહી છું, સાથે-સાથે તારા વિશે વિચારી રહી છું. - શું વિચારી રહી છે? - ગઈકાલે તારો ...વધુ વાંચોહતો. કેવી રીતે ઉજવ્યો? - મેં એક રેસ્ટોરન્ટમાં મારા અને મારા મિત્ર સંજીવના પરિવાર સાથે ડિનર લીધું. જમતી વખતે, મેં સંજીવને તારા વિશે વાત કરી, તેને તારો ફેસબુક નો ફોટો પણ બતાવ્યો તો તેણે કહ્યું, ‘ભાઈ, તારી તો વાત જ જુદી છે. એ જમાનામાં, ઘણી છોકરીઓ તારી દીવાની હતી.’ - તેણે સાચું જ કહ્યું, ઐશ. તારું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી