તારી સંગાથે - ભાગ 29 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 29

ભાગ 29

 

31 ઓગસ્ટ 2018, શુક્રવાર રાતના 11.45

--------------------------------------------------- 

- વાહ, સખી! તારા હૃદયનો અવાજ આ પત્રમાં સત્યનાં અમી છાંટણાં કરી રહ્યો છે. સોળ વર્ષની કોમળ વયે એક કિશોરી કોઈ યુવક તરફ આકર્ષાય તે તો સમજી શકાય, પરંતુ તે આકર્ષણ પ્રેમનું એક વટવૃક્ષ બનીને તેનાં જીવનમાં આટલા લાંબા સમય સુધી છવાયેલું રહે, તે આશ્ચર્યજનક લાગે છે! પણ આવું બન્યું.

જો આપણે યુ.એસ.એ. જેવા વિકસિત દેશમાં રહેતા હોત, તો તારા મનમાં સમાજ કે ધર્મનો ડર ન હોત. અહીંનો સમાજ સંકુચિત વિચારસરણી ધરાવતો નથી અને ધર્મ પણ ઘર સુધી મર્યાદિત છે. આપણા દેશમાં ધર્મ ઉપર પંડિત, મુલ્લા, પાદરીઓનો અધિકાર છે, તેથી ધર્મમાં પ્રેમને કોઈ સ્થાન નથી. આ ધાર્મિક નેતાઓની સત્તાને પડકારવાનો સમય આવી ગયો છે, ડિયર. તેં જે લખ્યું છે, તેની સાથે હું સંપૂર્ણ સંમત છું - ‘પ્રેમ બધાથી ઉપર છે અને પ્રેમથી ઉપર કંઈપણ નથી.’

સ્ત્રી પ્રેમમાં ઊંડે ઉતરી શકે છે. અંદરથી ગમે તેટલી તૂટી ગઈ હોય, તો પણ તે પ્રેમ આપે છે અને પ્રેમ ઈચ્છે છે. આ પત્ર દ્વારા તેં મને પ્રેમનું સાચું રૂપ બતાવ્યું. તેં સાચું કહ્યું, પ્રેમ એટલે આધ્યાત્મિક શાંતિ. હું તારા પ્રેમને સમય અને સ્થળની મર્યાદાથી બહાર અનુભવી શકું છું. તારી સાથે વાત કરતી વખતે મારા હૃદયને અપાર શાંતિ મળે છે. પ્રેમનાં નામ ઉપર લવ જેહાદ, ઓનર કિલિંગ અને કોણ જાણે શું શું ઘટે છે, હજી સુધી મને સમજાયું નથી. તારો આ પત્ર સંકુચિત સમાજના ચહેરા પર જોરદાર તમાચો છે. હું તારા પ્રેમને સલામ કરું છું. હું તારી હિંમતને સલામ કરું છું, તને પણ સલામ કરું છું. હું વચન આપું છું કે આ જીવનમાં એકવાર હું તને જરૂરથી મળીશ. તે નિર્દોષ છોકરીને, જે હવે એક ધીરગંભીર મહિલા છે અને મારી ઇન્ટિમેટ ફ્રેન્ડ બનીને મારા જીવનમાં સમાઈ ગઈ છે.

અશ્વિન 

 

 

 

 

 

 

01 સપ્ટેમ્બર 2018, શનિવાર સવારના 9.50

-------------------------------------------------------

 

- અહા! આટલો નિર્દોષ, છતાં આટલો ધારદાર, મારા પત્રનો જવાબ! અશ્વિન, શું કહું? હકીકતમાં, પ્રેમ વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ એ પ્રેમ પત્ર જ છે કારણ કે આપણે આપણી લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકીએ છીએ. પ્રેમને પરિભાષિત કરવા માટે ઘણા પત્રો લખ્યા, પણ મારું નસીબ ક્યાં હતું કે હું કોઈને પ્રેમ પત્ર લખી શકું? હવે, તને જે પત્ર લખ્યો છે તેને પણ પ્રેમ પત્ર તો ન જ કહી શકાય. હા, પ્રેમ વ્યક્ત ન કરી શકવાની વિવશતાને દર્દની શાહીથી લખી, અને યોગ્ય વ્યક્તિને લખી.

- પ્રેમીઓ તારા આ પત્રને દસ્તાવેજ તરીકે ગણશે, મલ્લિકા!

- મારું હૃદય પ્રેમની ઊંડી લાગણીથી છલકાઈ ગયું.

- બસ, આવી જ મીઠી વાતો કરજે માય ડિયર ફ્રેન્ડ! અત્યારે શું કરે છે?

- હું હમણાં જ કિચનમાંથી બહાર આવી છું.

- બિઝી હો તો કાલે વાત કરીશું. તું રસોઈ બનાવતી હશે.

- હજી તો માત્ર સવારનો નાસ્તો જ બન્યો છે ઇડલી-ચટણી. રસોઈ બનાવવાની બાકી છે.

- વાહ! મને ઇડલી અને ડોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ ભાવે છે. ક્યારેક આપણે ભવન્સ કૉલેજની કેન્ટીનમાં સાથે બેસીને ખાઈશું.

- એટલે કે તું ભારત આવવાનું વિચારી રહ્યો છું, કેમ? બસ એકવાર આવ. આપણે મિત્રોની જેમ જીવી લઈશું એ જીવન, જે હથેળીમાંથી રેતીની જેમ સરકી ગયું.

- હવે હું તારા શહેરમાં વિદેશી બની ગયો છું, ડિયર. જે ક્યારેક મારું પોતાનું હતું. જ્યાં મારો જન્મ થયો, જ્યાં મારું બાળપણ અને યુવાની પણ વીતી. મારી પાસેથી બધું છીનવાઈ ગયું! હવે હું ક્યાંયનો ન રહ્યો, ન આ દેશનો કે ન મારા દેશનો. આ દુનિયામાં ખોવાઈ ગયો છું. 

- એવું ન બોલ દોસ્ત. આજે પણ આ દેશમાં કોઈ એવું છે કે જે તારા સ્વાગતની રાહ જોઈ રહ્યું છે.

- અમીક હનફીની ભાષામાં-

મૈ હવા હૂં, કહાં વતન મેરા? 

દશ્ત મેરા ન યે ચમન મેરા...

- અરે જનાબ, આવો તો ખરા, પછી જુઓ. ભવન્સ કૉલેજથી જ શરૂ કરીશું. પામવા-ગુમાવવાની સરહદ પાર, મિત્ર બનીને અમદાવાદના માર્ગો પર, અમદાવાદની ગલીઓમાં ખૂબ ઘૂમીશું. આપણી વચ્ચે ન તો ધર્મના વાડા હશે, ન જાતિના બંધન. ન સમાજની બેડીઓ, કે પરંપરાઓની હાથક્ડીઓ. આપણી વચ્ચે હશે માત્ર આધ્યાત્મિક પ્રેમ. આપણે પ્રેમ કહીશું, પ્રેમ સાંભળીશું, પ્રેમ લખીશું, પ્રેમ ગાઇશું.

- ઓ પ્રેમ દીવાની, આવો પ્રેમ સાંભળ્યો ય નથી કે જોયો ય નથી! હવે ઇન્ડિયામાં મારું પોતાનું કોઈ નથી. જ્યારે માતાપિતા હતાં ત્યારે આવવાનું મન થતું હતું. ત્યાં એક-બે મિત્રો છે, પરંતુ હવે તેમની સાથે એટલો કોન્ટેક્ટ રહ્યો નથી. હવે હું વિચારું છું કે તને મળવા આવું. તે છોકરીને મળવા, જેણે નાજુક ઉંમરે મને પ્રેમ કર્યો, પણ ક્યારેય ના કહ્યું. જીવન ચાલતું રહ્યું અને પિસ્તાળીસ વર્ષ પછી મને શોધવામાં સફળ રહી!

- અશ્વિન, હું આ જીવનમાં એકવાર તને મળવા માંગુ છું, 

- હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારી મનોકામના પૂર્ણ થાય.

- મારો પ્રેમ કૃતાર્થ બન્યો. આ દેશમાં તારું સ્વાગત છે. ભારત તારું જન્મસ્થળ અને કર્મસ્થળ પણ રહ્યું છે. ભારતથી વિસ્થાપિત થઈને તેં જીવનભર સંઘર્ષ કર્યો. એકવાર અહીં આવીને અહીંની માટીને ચૂમી લે! અહીં વહેતો પવન હજી તને યાદ કરે છે. ભવન્સ કૉલેજ, કૉલેજથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો, જેના પર તું વરસાદમાં એકલો જ ભીંજાતા જતો! કૉલેજની કેન્ટીન, ગીતા હોલ જ્યાં તું નાટકનું રીહર્સલ કરતો, દિનેશ હૉલ જ્યાં ટેલેન્ટ ઇવનિંગ યોજાતી, શહેરના સિનેમા હૉલ્સ જ્યાં તું મિત્રો સાથે ફિલ્મ જોવા જતો, સાબરમતી નદીનો એ કિનારો જે હવે રિવર ફ્રન્ટ બની ગયો છે.

- અહા! લાગે છે કે હું મહેમાન બનીને તારા ઘરે પહોંચી ગયો છું. આશ્રમ રોડ, ટાઉનહોલ, લાલ દરવાજા એરિયામાં પેલો અખાડો અને તે અખાડાના મારા પહેલવાન મિત્રો! ગુજરાત કૉલેજનો ડ્રામા વિભાગ, ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય, ઇસરો, માણેક ચોક, વી.એસ. હૉસ્પિટલના પ્રાંગણમાં અમારા સ્ટાફ ક્વાર્ટર્સ, બહાર ગેટ પાસે 'મહેતા રેસ્ટોરન્ટ', જીવરાજ પાર્કમાં અમારું પોતાનું હાઉસ, જ્યાં પપ્પા મને એટલા માટે મોકલતા કે જેથી મને વાંચવાનો માહોલ મળે.

- તું પપ્પાના આદેશનું પાલન કરતો ખરો?

- કેમ નહિ? પપ્પાના આદેશ મુજબ, હું આંગણામાં રોપેલી બાર કેરીની કલમોને પાણી પાતો, એ પણ હેન્ડપંપથી પાણી ખેંચીને!

- અને ભણવાનું?

- હેન્ડપંપથી પાણી ખેંચવામાં અને દરેક છોડને બે ડોલ પાણી પાવામાં અડધો દિવસ વીતી જતો, અને બાકીનો અડધો આરામ કરવામાં!

- જો છોકરા, અંકલને એ વાતની ખબર હતી કે તું કેટલું વાંચવાનો છું, એટલે બીજું એક સારું કામ પણ કરાવી લેતા તારી પાસે. 

- અરે છોકરી, તું પણ તેમનો પક્ષ લેવા લાગી! આમ તો હું એકાદ કલાક વાંચી પણ લેતો, સમજી?

- કેમ ન સમજું? એટલે જ તો પરીક્ષામાં નકલ કરવી પડતી હતી, મારી આન્સર શીટમાંથી!

- તું મને આટલું બધું યાદ કરાવી રહી છો તો વિચારું છું કે શું વીતેલા દિવસો પાછા લાવી શકાય ખરા? જીવનના મજેદાર દિવસો જાણે પલકારામાં વીતી ગયા!

- પાછા લાવી શકાતા નથી, પરંતુ તે દિવસોને નિશ્ચિતપણે અનુભવી શકાય છે. વતનથી વિખૂટા પડેલા મારા બન્ધુ, રસ્તાઓ બેતાબ છે તારા કદમોની આહટ સાંભળવા માટે. તારો દેશ, તારું શહેર, તારી શેરીઓ, હવે તો મારા આંગણામાં ઊભેલા વૃક્ષો પણ તારી રાહ જોઈ રહ્યા છે. એકવાર આ દેશમાં આવ.

- આટલી ઈમોશનલ ન બન, ડિયર. હું આવીશ, મારું વચન છે. 

- તું આખી જિંદગી મારી સાથે ચાલ્યો, કોઈએ ન જાણ્યું! મેં જીવન પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા જાળવી રાખી. મારા જીવનમાં જેટલા દાયિત્વ, જેટલી ફરજો, બધી મેં હૃદયપૂર્વક નિભાવી. ઈશ્વરે મારા માટે જે માર્ગ નિર્ધારિત કર્યો, તે જ મેં અનુસર્યો. 

- મલ્લિકા, હવે ઈશ્વરે જ નક્કી કર્યું છે કે મારે એક વખત તને મળવાનું છે.

- મેં મારા સ્વજનોની ખુશી માટે મારું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દીધું. મારા હાથ ખાલી રહી ગયા! સહરાની રુક્ષતા સાથે મારા એજ હાથ કદાચ છેલ્લી વખત આસમાન તરફ ઊઠ્યા અને મારી દુઆ કબૂલ થઈ! સાત સમન્દર પારથી તું મારા જીવનમાં પ્રેમનો લહેરાતો દરિયો બનીને આવ્યો!

- તું આવી મીઠી ભાષા બોલવાનું ક્યાંથી શીખી?

- તારી જ પાસેથી,અશ્વિન. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તું મારા પ્રેમને સ્વીકારશે!

- આજે ફરી મારે આંખોમાં આંસુ સાથે સૂવું પડશે. રડું છું પણ છોકરીઓની જેમ. આંખોમાંથી બોર જેવડાં આંસુ ટપકવા લાગે છે.

- પ્લીઝ, રડીશ નહીં. તને મારી યાદોમાં સાચવીને, મેં આ ધરતી પર જીવનનો આટલો લાંબો પંથ કાપ્યો! બધી ભૂમિકાઓ ભજવી, બધી ફરજો બજાવી, પણ તારા પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરવાની ઇચ્છા મારા હૃદયના ઊંડાણમાં હજી ક્યાંક શ્વાસ લેતી હતી.

- તેથી જ તું મને શોધી શકી.

- સમય અને સંજોગોનાં સઘળા અવરોધોને પાર કરીને, દૂર-દૂર વસેલા આપણે, 360 ડિગ્રીના એક સંપૂર્ણ વર્તુળને પૂર્ણ કર્યા પછી ફરીથી મળ્યાં! આ કુદરત ની અજાયબી છે કે મારા પ્રેમની કસોટી, એ તો ફક્ત ઈશ્વર જ જાણે છે.

- હવે આપણા સંબંધોને નામની ક્યાં જરૂર છે? મારી હમનશીન દોસ્ત. ભલે ઘણું મોડું થયું, ભલે ખૂબ દૂર હોય, તું મારા જીવનમાં એવા સમયે આવી કે જયારે હું અંદરથી મરી ચૂક્યો હતો.

- મારા અચેતન મગજમાં હું સતત તને જીવી, એટલે તું મળ્યો.

- બસ, આ રીતે જ રહેજે મારી નજરમાં. તેં મારા વેરાન જીવનમાં નવા રંગો પૂર્યા, નવી આશાઓ ભરી. તારા પ્રેમે મને જીવવાની નવી શક્તિ આપી.

- મારા પ્રિય મિત્ર, તારી સાથે વાત કરતાં મેં અનુભવ્યું કે પ્રેમ સત્ય છે. પ્રેમ પવિત્ર છે, પ્રેમ ફક્ત પ્રેમ છે, તેનો કોઈ હેતુ નથી. તેં મારા જીવનમાં વ્યાપેલી એ પીડા દૂર કરી, જેને લીધે હું શાંતિથી મરી પણ શકત નહિ!

- સૈફુદ્દીન સૈફે જે કહ્યું તે આપણે કર્યું –

કોઈ ઐસા અહલ-એ-દિલ હો કિ ફસાના-એ-મોહબ્બત

મૈં ઉસે સુનાકે રોઉં, વો મુઝે સુનાકે રોયે..... 

 

- પિસ્તાળીસ વર્ષના લાંબા ગાળા પછી, જે નિર્ભયતા અને ઇમાનદારીથી હું તારા પ્રત્યે મારો પ્રેમ વ્યક્ત કરી શકી, તેને દુનિયાની કોઈ પરંપરા કે ધર્મ રોકી શક્યો નહીં!

- કેવી રીતે રોકી શકે, પ્રીતિ? ઈશ્વર પણ તારા મૂક પ્રેમને જોઈને રડ્યો હશે! તેને ક્યાં ખબર હતી કે પ્રેમ માટે ન તો સમયનું કોઈ અંતર છે કે ન સ્થાનનું. આપણો સંબંધ વિશ્વ માટે એક મિસાલ બની જશે, આત્માથી આત્માનો સંબંધ!

- હવે મૃત્યુ સામે પણ કોઈ ફરિયાદ નથી, મારા કવિ. એક કવિતા આજ માટે –

    

    ખૂબ મિલે હમ 

ફૂલ બને હમ, લહરાયે હર એક ચમન મેં.

હર મૌસમ મેં ખૂબ ખિલે હમ, વન-ઉપવન મેં!

લક્ષ્ય એક થા હમ દોનોં કા ખુશિયાં પાના,

ખુશ્બૂ બનકર ખૂબ બહે હમ, મત્ત પવન મેં! 

 

ગીત બને હમ, ચહક ઉઠે હર ઇક આંગન મેં.

હર ડાલી પર ખૂબ મિલે હમ, ઉસ કાનન મેં!

લક્ષ્ય એક થા હમ દોનો કા મંઝિલ પાના, 

પંછી બનકર ખૂબ ઉડે હમ, નીલ ગગન મેં!

 

લહર બને હમ, સમા ગયે નદિયા કે તન મેં.

હર સાવન મેં ખૂબ સજે હમ, મત્સ્ય નયન મેં!

લક્ષ્ય એક થા હમ દોનોં કા અમૃત પાના,

મંથન બનકર ખૂબ ઘુલે હમ, સિન્ધુ અયન મેં!

 

- બ્યુટીફુલ એક્સપ્રેશન! આપણી મુલાકાત માત્ર સંયોગ ન હોઈ શકે. જીવનની રાહમાં ઝેર તો બકેટ ભરી ભરીને મળે છે, પરંતુ અમૃતનાં ટીપાં ભાગ્યે જ પીવા મળે છે. તેં સહરાના રણ સમા મારા જીવનમાં તારી મીઠી વાણીથી જે અમૃત ઘોળ્યું છે, તે માટે હું જીવનપર્યન્ત તારો આભારી રહીશ.

- અશ્વિન મેં તારા શબ્દોમાં પ્રેમનું સૂફી રૂપ જોયું છે જે મારા રોમ-રોમમાં સમાઈ ગયું.

- તારા મીઠા શબ્દો સીધા હૃદયમાં ઉતરી જાય છે અને વર્તમાનને ખુશ કરવાની કળા શીખવે છે.

- સવારે ફરી મળીશું, દોસ્ત. હસીને વાત કરીશું, થોડી તકરાર અને થોડી શરારત! તેં મને જેટલાં નામ આપ્યાં છે, એટલાં મને નથી આવડતાં.

- કંઈ વાંધો નહીં, ડિયર, 

ગમ જો મેરે ઓઢે તુમને, નિષ્પ્રાણ ઉમ્મીદેં જી ઉઠી.

સહરા-સી તપતી સાંસો કો, મખમલી સહારા મિલ ગયા. 

- હવે મારી આંખો પણ છલકાઈ રહી છે. આજે તારે ત્યાં શુક્રવારની રાત છે, કાલે તારે કામ પર જવું પડશે. કોઈ છે જેણે તને નિસ્વાર્થ ભાવે પ્રેમ કર્યો છે, એવી મીઠી લાગણી સાથે મીઠી નિદ્રામાં પોઢી જા.

- મેં તારા ઇન્ડિયા આવવા માટેના ઇન્વિટેશનનું પોસ્ટર બનાવ્યું છે અને તેને મારા હૃદયની દિવાલ પર પેસ્ટ કરી દીધું છે. સાવધાન, ગમે ત્યારે આવી ચડીશ! 

- અહા! અહા! મારી આંખો હંમેશાં તારી રાહ જોતી રહેશે! લવ યુ, માય ડાર્લિંગ ફ્રેન્ડ. શુભ રાત્રિ. 

- શુભ દિવસ, આ રીતે જ મુસ્કુરાતી રહેજે, કવિતા.

- સંપૂર્ણ -