રહસ્યના આટાપાટા - નવલકથા
Hardik Kaneriya
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...વધુ વાંચોવળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...વધુ વાંચોવળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...વધુ વાંચોવળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.
“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય ...વધુ વાંચોવળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.
ડૉ. જેકિલનો પ્રતિભાવ... ડૉ. જેકિલ સામે હાઇડની વાત કેવી રીતે કાઢવીઉખેળવી તે બાબતે અટરસન મૂંઝાતો હતો. પરંતુ, પખવાડિયા પછી જેકિલે ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને અટરસન તથા તેના જેવી ...વધુ વાંચોહસ્તીઓને મહેમાન બનવા આમંત્રણ આપ્યું એટલે અટરસનને ઉકેલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે મહેમાનગતિ માણી બધા લોકો રવાના થાય ત્યાં સુધી તે જેકિલના ઘરે બેસી રહેશે અને પછી એકલા પડેલા જેકિલ સામે હાઇડની વાત ઉખેળશે. જોકે તેમાં કંઈ નવું ન હતું. અટરસન આવું ઘણી વાર કરતો. આમેય, જે લોકોને અટરસન ગમતો તેમને તે ખૂબ ગમતો. તેવા લોકો, અટરસન જવા માટે ઊભો થાય કે તરત કહેતા, ‘જવાય છે, શું
જયારે નોકરાણી ભાનમાં આવી ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. તેણે તરત પોલીસ બોલાવી. હત્યારો તો ક્યારનો ચાલ્યો ગયો હતો, પણ સજ્જનની લોહીલુહાણ લાશ રસ્તા વચ્ચે પડી હતી. જે દંડાથી તેમના પર હુમલો થયો હતો, તે ખૂબ જાડો હતો ...વધુ વાંચોભાગ્યે જ મળતા મજબૂત લાકડામાંથી બનાવાયો હતો. છતાં, તેનો દુરુપયોગ એટલી ક્રૂરતાથી થયો હતો કે તે વચ્ચેથી તૂટી ગયો હતો. બે ટુકડા થઈ ગયેલા દંડાનો એક ભાગ બાજુની ગટરમાં પડ્યો હતો અને બીજો ભાગ હત્યારો પોતાની સાથે લઈ ગયો હતો. સજ્જનના બટવા કે સોનાના પટાવાળી ઘડિયાળને હાઇડ અડ્યો ન હતો. અટરસનનું નામ - સરનામું લખેલું એક પરબીડિયું પણ ત્યાં
પત્ર આવ્યો સમીસાંજે અટરસન જેકિલના ઘરે ઊપડ્યો. ઘરમાં પ્રવેશી રસોડા પાસે થઈ તે પાછળની તરફ ગયો અને વાડો વટાવી લેબોરેટરી કહેવાતી ઇમારત તરફ ચાલ્યો. અત્યારે જે વાડો દેખાતો હતો ...વધુ વાંચોપહેલા બગીચો હતો. બીજી બાજુ, લેબોરેટરી તરીકે ઓળખાતી રહસ્યમય ઇમારત, પહેલાં સર્જન ડૉક્ટરનું દવાખાનું હતું, જેમાં નીચે ઑપરેશન થિયેટર પણ આવેલું હતું. બગીચા સહિતની તે ઇમારત જેકિલે ડૉક્ટરના વારસ પાસેથી ખરીદી હતી. જો કે જેકિલને મેડિકલ (શરીર રચના) કરતાં કેમિકલમાં (રસાયણોમાં) વધારે રસ હતો, આથી તેણે બગીચાની દરકાર લીધી ન હતી. આ જ કારણથી બગીચો ઉજ્જડ વાડો બની ગયો હતો અને દવાખાનું રાસાયણિક પ્રયોગશાળા ! અટરસન ઘરના આ
સૂરજથી ભાગતો અંધકાર સાંજ ઢળતાં માથું ઊંચકવા લાગ્યો હતો. ચંદ્ર વાદળની ચાદર પાછળ અલોપ થઈ ગયો હતો અને શેરીઓમાં ધુમ્મસ ફરી વળ્યું હતું. થાંભલા પર લટકી રહેલા ફાનસ ચામડી પર પડેલા લાલ ચકામાની જેમ પોતાની હાજરી પૂરાવતા હતા. પવન ...વધુ વાંચોઠંડો હતો કે તેનો સ્પર્શ ટાંકણીની જેમ ચૂભે પણ ઠંડી અને અંધકાર છતાં શહેરની ચહલપહલ અટકી ન હતી, અવિરત ધબકતા હ્રદયની જેમ તે ધબકી રહી હતી. ત્યારે અટરસનના ઘરમાં પૂરતો ગરમાવો હતો. ભઠ્ઠીમાં સળગતી આગની રોશનીથી રૂમના ખૂણામાં ગોઠવાયેલી વાઇનની બૉટલો ભપકાદાર લાગતી હતી. અટરસન પોતાના હાથ શેકતો હતો અને સામે એક પુરુષ બેઠો હતો. તે માણસ
અતિશય અશક્ત અને દૂબળા પડી ગયેલા લેનીયનને જોઈ એવું લાગતું હતું કે યમરાજ હમણાં તેના પ્રાણ હરી લેશે. મહેમાન તરીકે આવેલા અટરસનને તે કહેવા લાગ્યો, “મને ઝાટકો લાગ્યો છે. ...વધુ વાંચોએક એવી વસ્તુ જોઈ છે જેણે મને બીમાર કરી દીધો છે. મને લાગે છે કે હવે હું થોડા જ અઠવાડિયાનો મહેમાન છું અને ફરી ક્યારેય સાજો નહીં થાઉં. પણ, મને તેનો અફસોસ નથી. મારું આખું જીવન સુખ ચેનમાં વીત્યું છે અને મેં જિંદગીની દરેક પળને મન ભરીને માણી છે.” “એવું ના બોલ યાર, તું ફરી સાજો થઈ જઈશ. તને ખબર છે, જેકિલ પણ અત્યારે બીમાર છે ?”
કાયમની જેમ રવિવારના દિવસે અટરસન અને તેનો ખાસ મિત્ર એનફિલ્ડ ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ એ જ શેરીમાંથી પસાર થયા જ્યાં પેલી ઇમારત (જેકિલના ઘરની પાછળની પ્રયોગશાળા) આવેલી હતી. ધીમે ધીમે તેઓ પ્રાંગણના દરવાજા પાસે પહોંચ્યા અને એનફિલ્ડ થોભી ...વધુ વાંચોતેણે કહ્યું, “છેવટે વાર્તાનો અંત આવ્યો ખરો, મને નથી લાગતું કે હાઇડ હવે પાછો આવે.” “મને પણ એવું જ લાગે છે. મેં અત્યાર સુધી કહ્યું નથી, પણ આજે કહી દઉં છું કે હું ય તેને એક વાર મળ્યો હતો. વળી, તેને જોઈને મને પણ એવી જ લાગણી જન્મી હતી જેવું તેં કહ્યું હતું.” “ખબર નહીં કેમ, પણ
દીવાનખંડમાં ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હતો, તાપણું જોરશોરથી સળગી રહ્યું હતું અને બધા નોકરો ઘેટાંના ટોળાની જેમ એકઠાં થયા હતા. અટરસનને આવેલો જોઈ ઘરની જૂની નોકરાણીએ જેકિલના નામની પોક મૂકી, જાણે જેકિલ મૃત્યુ પામ્યો હોય તેવી તે પોક હતી. તે ...વધુ વાંચોઅટરસનને ભેટી પડી. પછી તો, “સારું થયું તમે આવી ગયા” કરીને રસોઇયણ પણ રડવા લાગી. “તમે બધા અહીંયા છો તો જેકિલ પાસે કોણ છે ? તમારો માલિક મુસીબતમાં છે ને તમે તેને એકલો છોડી દીધો છે ?” અટરસન અસ્વસ્થ થઈ ગયો. “અમે બધા ખૂબ ડરી ગયા છીએ.” પોલે નીચું જોઈને કહ્યું. બધાએ શરમથી મુંડી નમાવી દીધી. થોડી
ઇમારતની ઉપર આવેલી કૅબિનમાં ડૉ. જેકિલના બદલે બીજું કોઈ છુપાઈ રહ્યું છે એવી શંકા કરનાર પોલે તેને જોયો હોવાનો દાવો કર્યો એટલે અટરસન વિચારમાં પડી ગયો. થોડી વારે તે બોલ્યો, “તું કહે છે તે વિશે વિચાર કરતાં મામલો પેચીદો ...વધુ વાંચોછે, પણ તેનાથી જેકિલ મરી ગયો છે તેવું સાબિત થતું નથી. ઊલટું, મને તો આશાનું કિરણ દેખાય છે. કદાચ એવું પણ બને કે તેં જેને જોયો તે જ જેકિલ હોય, પણ કોઈ વિકૃત બીમારીનો ભોગ બન્યો હોવાથી મહોરું પહેરીને બહાર નીકળ્યો હોય. બદલાયેલો અવાજ, ચહેરા પરનું મહોરું, મિત્રોને મળ્યા વગર રૂમમાં પૂરાઈ રહેવું, કોઈ દવા માટે અજબ બેતાબી, વગેરે
“જેકિલ, હું તને મળવા આવ્યો છું” અટરસને ઊંચા અવાજે કહ્યું. “મને તારી સલામતીની ચિંતા થઈ રહી છે એટલે હું તને રૂબરૂ જોયા વગર જવાનો નથી. હું તને ચેતવણી આપું છું કે સ્વેચ્છાએ દરવાજો ખોલી નાખ, નહિતર અમે તે તોડી ...વધુ વાંચો “મહેરબાની કરીને એવું ન કરતા.” અંદરથી અવાજ આવ્યો. “આ જેકિલનો અવાજ નથી, હાઇડનો છે.” અટરસન બોલી ઊઠ્યો. “દરવાજો તોડી નાખ.” તેણે પોલને કહ્યું. પોલે સ્ફૂર્તિથી ખભે લટકાવેલી કુહાડી નીચે ઉતારી અને દરવાજા પર જોરથી ફટકો માર્યો. પ્રહાર થવાથી દરવાજાને ઝાટકો વાગ્યો અને અંદરથી વસાયેલી સાંકળ તેમજ આગળિયા ગાજી ઊઠ્યા. જાણે કોઈ જંગલી પ્રાણી ભયથી ચીસો પાડવા
ડૉ. લેનીયનનું વૃત્તાંત... “આજથી ચાર દિવસ પહેલાં, નવમી જાન્યુઆરીની સાંજે મને એક પત્ર મળેલો. તેના પર આપણા સ્કૂલ ફ્રેન્ડ હેન્રી જેકિલના અક્ષર હતા. આમ તો અમે કેટલીય વાર સાથે ...વધુ વાંચોછીએ, રમ્યા છીએ, જોડે બેસીને ગપ્પાં લડાવ્યાં છે, પણ ક્યારેય આવો પત્રવ્યવહાર કર્યો નથી એટલે પત્ર જોઈ મને સાનંદાશ્ચર્ય થયેલું. સાચું કહું તો અમારો સંબંધ જ એવો નથી કે તેમાં આવી ઔપચારિકતાની જરૂર પડે. તો ય ‘જેકિલે પત્ર કેમ મોકલ્યો હશે’ એમ વિચારી મેં કાગળ ખોલ્યો, અંદર લખ્યું હતું... “પ્રિય લેનીયન, તું મારો સૌથી જૂનો મિત્ર છે. ભલે, કેટલાક વૈજ્ઞાનિક મતભેદના કારણે આપણે એકબીજાથી અલગ થઈ ગયા હતા,
(લેનીયને અત્યાર સુધીમાં જણાવ્યું છે કે ડૉ. જેકિલના પત્ર પ્રમાણે વર્ત્યા પછી તે, જેકિલનો માણસ આવે તેની રાહ જોતો બેઠો હતો. બરાબર બાર વાગ્યે તેના ઘરનો દરવાજો ખખડ્યો અને તેણે દરવાજો ખોલીને જોયું તો બહાર એક બટકો માણસ ઊભો ...વધુ વાંચોહવે આગળનું વૃત્તાંત લેનીયનના શબ્દોમાં...) “શું તને ડૉ. જેકિલે મોકલ્યો છે ?” મેં પૂછ્યું. તેણે ‘હા’ કહી એટલે મેં દરવાજામાંથી ખસી તેને ઘરમાં પ્રવેશવા પરવાનગી આપી. જોકે, તે તરત દાખલ ન થયો. ‘કોઈ પીછો તો નથી કરતું ને’ તેવો ભય હોય તેમ તેણે પાછળ ફરીને જોયું. દૂર રસ્તા પર એક પોલીસવાળો પેટ્રોલિંગ કરતો ઊભો હતો. શહેરની સલામતી માટે
હેન્રી જેકિલનું કબૂલાતનામું... સદ્નસીબે મારો જન્મ પૈસાદાર સુખી કુટુંબમાં થયો હતો. સંસ્કાર ગણો કે પ્રકૃતિ, પહેલાથી જ મને સજ્જન અને સારા લોકોને આદર આપવો ગમતો પણ, સમાજમાં ...વધુ વાંચોમાન જળવાઈ રહે, માથું ઊંચું રાખીને ફરી શકાય એ માટે મનમાં ઊઠતી ગંદી ઇચ્છાઓને દબાવી દુનિયામાં સજ્જનની જેમ વર્તવું મને પસંદ ન્હોતું. છતાં, હું તે રીતે વર્તવાનો પ્રયત્ન કરતો. વર્ષો વીતતા મેં પ્રગતિ કરી અને સમાજમાં આગવું સ્થાન મેળવ્યું ત્યારે, મારા જીવનનું સરવૈયું કાઢી જોયું. ત્યારે મને લાગ્યું કે મારામાં સારા અને ખરાબ, બંને છેડાની વૃત્તિઓ પૂરજોશમાં પડી છે. હું જયારે સંયમ ગુમાવતો ત્યારે હું હું ન રહેતો અને બીજા
(દરેક માણસની અંદર સારા - ખરાબ ભાવો, ઇચ્છાઓ અને ગુણો રહેલા હોય છે. હેન્રી જેકિલે તે બંને પ્રદેશોને અલગ કરવા રાસાયણિક પ્રયોગો કર્યા હતા અને તેમાં સફળ પણ થયો હતો. પ્રયોગોના અંતે તે એવું દ્રાવણ બનાવી શક્યો હતો જેને ...વધુ વાંચોજેકિલ, રાક્ષસી વૃત્તિવાળા ‘હાઇડ’માં પરિણમી શકે. હવે આગળ...) હું માંડ અડધી મિનિટ સુધી અરીસા સામે ઊભો રહ્યો હોઈશ ત્યાં મને બીજો અને મહત્વનો પ્રયોગ કરવાની ચટપટી જાગી. મારું સ્વરૂપ અને ઓળખાણ કાયમ માટે બદલાઈ જશે કે હું ફરી હેન્રી જેકિલ બની શકીશ, મારે મારું જ ઘર છોડીને ભાગવું પડશે કે એવું નહીં થાય, તે
(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે... ડેન્વર્સ કેર્યુંની હત્યાના બે મહિના પહેલા એક સવારે, જેકિલને ઊંઘમાં કંઈક વિચિત્ર લાગણી અનુભવાઈ હતી અને તે જાગ્યો ત્યારે હાઇડ બની ગયો હતો. મતલબ, દ્રાવણ પીધા વગર જ તેનો દેહ આપમેળે પરિવર્તન પામ્યો હતો ...વધુ વાંચોહવે, જેકિલનું આગળનું કબૂલાતનામું વાંચો.) ‘હું રાત્રે જેકિલ તરીકે સૂતો હતો તો સવારે હાઇડ તરીકે કેવી રીતે જાગ્યો’ તે વિચાર આવતાં ધ્રૂજી ઊઠ્યો. હવે, હાઇડમાંથી જેકિલ બનવા દ્રાવણ પીવું જરૂરી હતું, પરંતુ તે માટેના જરૂરી રસાયણો લેબોરેટરીની કૅબિનમાં હતા અને હું જેકિલના બેડરૂમમાં હતો. વળી, સવાર પડી ગઈ હોવાથી નોકરો કામે લાગી ગયા હતા.
(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે ડેન્વર્સ કેર્યુંની હત્યા કર્યા પછી, જેકિલને હાઇડના અમાનુષી કૃત્ય બદલ જબરદસ્ત પસ્તાવો થયો હતો. બાદમાં તેણે, ફરી ક્યારેય હાઇડ ન બનવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. હવે આગળનું કબૂલાતનામું જેકિલના શબ્દોમાં...) ...વધુ વાંચો ડેન્વર્સ કેર્યુંની હત્યાના સમાચાર બીજા દિવસે ‘જંગલમાં આગ’ની જેમ પ્રસરી ગયા હતા. હત્યા કરનાર હાઇડ હતો તે પણ જાહેર થઈ ચૂક્યું હતું. લોકોમાં એટલો આક્રોશ ફાટી નીકળ્યો હતો કે હાઇડ ક્યાંક દેખાઈ જાય તો લોકો તેને રસ્તા પર જ મારી નાખે અથવા ફાંસીએ ચડાવી દે. માટે, હાઇડ પાસે છુપાઈ રહેવા (જેકિલ બની રહેવા) સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન
(અત્યાર સુધીમાં આપે વાંચ્યું કે રીજન્ટ પાર્કની બેંચ પર બેઠેલો જેકિલ આપમેળે હાઇડ બની ગયો હતો અને ત્યાંથી સોફિયા હોટેલ પર ભાગ્યો હતો. બાદમાં હોટેલ પરથી તેણે, પોલ અને લેનીયનને ચિઠ્ઠીઓ મોકલી હતી અને મોડી રાત્રે તે લેનીયનના ઘરે ...વધુ વાંચોનીકળ્યો હતો. હવે આગળની કબૂલાત જેકિલના શબ્દોમાં...) પછી જે થયું તે તને લેનીયને લખી મોકલ્યું છે એટલે હું તેનું પુનરાવર્તન કરતો નથી. છતાં એટલું ચોક્કસ કહીશ કે લેનીયનના ઘરે દ્રાવણ પીધા પછી હું નિશ્ચિંત થઈ ગયો હતો. હું ફરી જેકિલ બની ગયો હતો એટલે હવે હાઇડની ધરપકડ થવાની શક્યતા બિલકુલ ન્હોતી. હા, લેનીયન આ