ANUBANDH book and story is written by ruta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ANUBANDH is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનુબંધ - નવલકથા
ruta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે મારા મનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી
પ્રકરણ :1 પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે ...વધુ વાંચોમનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી
પ્રકરણ :2 દિલ તો પાગલ છે મેં સાંજે મારા વતન જવાનું નક્કી કર્યું.હમણાં બે-ત્રણ દિવસ કોલેજ નહીં જઇ શકું.ઋત્વિકાને નિહાળી શકાય અથવા તેનો અવાજ સાંભળી શકાય એવી કોઈ વસ્તુ આજના દિવસ માટે તો શક્ય નહોતી.અનિચ્છાએ અમદાવાદ છોડ્યું.બસની સફરમાં મહેબૂબાની ...વધુ વાંચોઝાંખીઓ યાદ કરતો રહ્યો.બસની ગતિ સાથે મારા વિચારોનો વેગ પણ ઝડપથી ચાલતો હતો.ગામડું આવી ગયું તેની જાણ આંખથી નહીં પરંતુ ભીની માટીની સુગંધથી થઈ.હું બસસ્ટોપ પર ઊતર્યો,ઘર તરફ જવા પગને ઉપાડ્યા.રસ્તામાં ધીરૂચાચાનું ઘર આવતું હતું.તેમણે મળીને "જયશ્રીકૃષ્ણ" કહ્યા.આવી ગયો ભઇલા,તેમણે કહ્યું.અમારા ઘરની બાજુમાં એક ગોર રહેતા હતા.એમની સાથે અમારે ઘર જેવો સંબંધ હતો.એમની ત્રણ દીકરીઓમાંથી એક વચેટ દીકરી દર્પણા મારી
પ્રકરણ :2 દિલ તો પાગલ છે આગળ વાંચો રાત્રે જ્યારે હું. પથારીમાં પડ્યો ત્યારે અચાનક એક વિચારના ઘેરાવાથી એકદમ પથારીમાં બેસી ગયો,પછી મારાથી મૂછમાં હસી જવાયું.અરે,વાહ આજે તો મેં પેલી કબૂતરી સામે જોયું જ નથી.મારૂ મક્કમ દિલ ઝાલ્યું રહ્યું ...વધુ વાંચોખરું. અરે જોવાની વાત તો બાજુ પર રહી,પરંતુ મને ઋત્વિકાની ઉપસ્થિતિનો પણ ખ્યાલ રહ્યો નહોતો.હું મારી જાતના મનોમન વખાણ કરતો હતો.એવામાં મમ્મીનો પડખું ફર્યાનો અવાજ કાને પડ્યો.મેં ઝડપથી પથારીમાં લંબાવી દીધું.મારા મગજમાં મનમાં અંકિત થયેલો ચેહરો જે આજ પૂરતો અજાણ્યો બની ગયો હતો તેનું ગડમથલ ચાલતું હતું અને એ ગડમથલમાં જ આખી રાત પસાર થઈ ગઈ.આજ તો સવારથી જ ચિત્ત
પ્રકરણ:૨ "" દિલ તો પગલ છે" - આગળ વાંચો તે મારી સામે જોઈ રહ્યા. મેં સંકોચ અનુભવતા કહ્યું, "કશું નહીં,મમ્મી તને ખબર છે ને દર્પણાને મને ચિઢવવાની આદત પડી ગઈ છે.રેહવા દે તું.આના રવાડે ના ચઢીશ.અરે,હા ઘરમાં તું જોવા ...વધુ વાંચોમળી,તો ક્યાં ગઈ હતી તું?" મમ્મીએ કહ્યુ", મંદિરે ગઈ હતી.ત્યાં પાછી દર્પણા વચમાં બોલી," કેમ આન્ટી,શું મારા ભાઈ માટે સુંદર કન્યાની પ્રાર્થના કરવા ગયા હતા ને...!એવું જ સમજ ને બેટા" મમ્મી કહ્યું "મેં કહ્યું",અરે,મમ્મી તમે આ બઘી લપ છોડો.બે દિવસ પછી મારે અમદાવાદ પાછા જવાનું છે.પછી ખબર નહીં હું પાછો ક્યારે આવીશ.મેં મમ્મીનો હાથા મારા હાથમાં પસારતા કહ્યું,મમ્મી મારો વિચાર
પ્રકરણ 3 : પ્રેમ જંગ જીતવો છે . મેં વિચાર્યું,હવે મારે જીવનના નવા સંગ્રામની તૈયારી કરવાની હતી.એ સુરજ કેવો હશે અને કેવી સવાર લઈને આવશે તેનાથી હું અજાણ હતો.આમ વિચારતો હું આવતીકાલની સવારની રાહ જોતો પથારીમાં આડો પડ્યો.આંખો છત ...વધુ વાંચોટીકી ટીકીને જોઈ રહી હતી,ચિત્તમાં તોફાન ઊમટ્યું હતું અને પાછો થાક પણ લાગ્યો હતો.આ તંદ્રામાં મને ઊંઘ પણ આવી ગઈ. સૂરજનાં કિરણ અને કલબલ કરતાં પંખીડાનો અવાજ સાંભરતાં જ હું પથરીમાં સફાળો બેઠો થઈ ગયો. હાથમાં ન્યૂઝપેપર લીધું, હેડિંગ અને નાની કોલમો વાંચી.મહા મુસીબતથી બાર વગાડ્યા જમવાની તો ઇચ્છા ન હોતી.કાકીને "જયશ્રીકૃષ્ણ" કહીને બહાર નીકળ્યો. બસસ્ટેન્ડ પર પહોંચી ચાલીસ નંબર