અનુબંધ - 16 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 16

મમ્મી પાસેથી ખસીને મામા મારી પાસે આવીને બેઠા અને હસતાં હસતાં મને કહેવા લાગ્યા તારી માની આગળ મારે હથિયાર હેઠા જ મૂકવા પડે છે.મેં પણ મામાની હા માં હા મેળવી.મમ્મી રસોડામાંથી બોલતી જતી હતી કે,પહેલા ભાભી હતા અને હવે હું .....મારું જ ઘર છે ને....હું અને મામા પત્તા રમવા લાગ્યા.બે થી ત્રણ ગેમ રમ્યા હશે ત્યાં મમ્મી ભોજનની થાળી પીરસીને લાવી.  અમે ત્રણેય બેસીને જમ્યા.આરામ કરીને થોડો થાક ઉતાર્યો.સાંજે અમે ત્રણેય ગામની ભાગોળે આવેલા મંદિરે ગયા.દર્શન કરીને મંદિરના ઓટલે બેઠા.મારું ભ્રમિત મન પણ અહીં આવીને શાંતિનો અનુભવ કરી રહ્યું હતું.મારું પ્રતિબધ્ધ મન હળવું થઈ રહ્યું હતું.હું ચિત્ત મને એકાગ્રતા સાધવાનો અથાગ પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં મામાએ મને હલાવતા જ મારી એકાગ્રતા તૂટી.મામા બોલ્યા અલા ભાણિયા કયા વિચારોમાં ખૂંપી ગયો છે.શું મારી બેહને તને કાંઇ કીધું છે?ના મામા,મમ્મીએ કશું કીધું નથી...મેં મામાની વાતનો જવાબ આપ્યો.તો પછી ભાણિયા તું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી મારી બુઢી નજરોથી અજાણ નથી તારા ચહેરાના હાવભાવ.અરે,ના મામા એવું કશું નથી.આ તો કદાચ થાકને લઈને મન શાંત નહીં હોય....બાકી કશું નથી મામા....સારું ...સારું બેટા,મેં પણ તારી મમ્મીને ઘણીવાર કહ્યું છે કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે,એટલે તું હવે પહેલાની જેમ તેમના પર દાબ ન રાખી શકે ...ઈશ્વર જાણે એ સુધરી છે કે નહીં ....આમ બોલતા મામા બાંકડા પરથી ઊભા થયા,એટલે હું પણ એમની પાછળ ઊભો થયો.મમ્મી પણ અમારી પાછળ ચાલતી ચાલતી આવી.ઘરે જઈને મમ્મીએ રસોઈ કરી અને વારુ કરીને ઓરડામાં ઊંઘવા ગયા.બે દિવસનો સમય કયાં પસાર થઈ ગયો એની ખબર જ ન રહી.મામા પાસેથી રાજા લઈને અમે બસસ્ટેન્ડે આવીને ઊભા.બસ આવતા જ માં-દીકરો બસમાં ગોઠવાઈ ગયા. 

 

ગોઝારીયા પહોંચીને મેં મમ્મીને કહ્યું મમ્મી તું ઘરે જા,હું આવું છું.ક્યાં જાય છે પાછો ....મમ્મીએ જરા કડક શબ્દોમાં કહ્યું.મેં પણ નરમાશતાથી જવાબ આપતા કહ્યું હું જરા દર્પણાને મળીને આવું છું.હું દર્પણાના  ઘર તરફ્ વળ્યો...દર્પણાને મળીને મેં અમદાવાદનાં સમાચાર પૂછ્યા,પણ કોઈ જ સમાચાર નહીં હોવાને કારણે હું ઉદાસ ચિત્તે ઘર તરફ ચાલ્યો આવ્યો.મમ્મી રસોડામાં ચ્હા અને રસોઈની તૈયારી કરી રહી હતી.બહારના ઓરડામાં હૂઁ લાકડાની ખુરશીમાં ટેકે બેઠો.ઓફિસના કોઈ સમાચાર નહોતા એનો આનંદ હતો....તો બીજી બાજુ ઋત્વિ ....એનો પણ ફોન ન આવ્યો.કશું ગરબડ ...તેરી ઉલ્ફત મેં હમ ખો ગયે ઐસે  કે ન હમે ચેન હૈ....હું શાયરીને મગજમાં ગોઠવતો હતો ત્યાં મારા કાનમાં આવીને ધીમેથી દર્પણાએ જગ્ગુભૈયા જુઓ તમારા  દિલની ધડકન તો બંધ નથી થઈ રહીને ...તમે તો ....એમ કહીને ફૂંક મારી.હું એકદમ ચોંકી ગયો.એકદમ આંખ ખૂલી જતાં ... ...અરે,દર્પણા કયારે આવી તું?તમે જ્યારે ...હજુ દર્પણા કશું આગળ બોલવા જાય ત્યાં જ મમ્મી બોલી,દર્પણા તું આવી છે તો ચ્હા પીને જજે.મમ્મીએ મને અને દર્પણાને ચ્હા આપી રસોડામાં ગઈ.મેં નિરાંતનો શ્વાસ લીધો.હું અને દર્પણા હસીમજાક કરતાં કરતાં ચ્હાનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યાં દર્પણાની મમ્મીએ મારા નામની બૂમ પાડી.મેં ફટાફટ ચ્હાનો કપ દર્પણાના હાથમાં પકડાવી દીધો અને ઉતાવળે ભાગ્યો.ઋત્વિનો જ ફોન હોવો જોઈએ અને કેમ ન હોય....મને તો ચાર દિવસ પણ 14 વર્ષના વનવાસ જેવા લાગતાં હતા ....ફટાફટ હાથમાં રિસીવર લીધું અને એકશ્વાસે હેલો બોલ્યો ...સામેથી પણ હેલો કહેવામાં આવ્યું....અવાજ ઋત્વિનો નહોતો,પુરુષનો લાગ્યો ....શું ઋત્વિના ભાઈ ....પપ્પા ....ગોથે ચઢી ગયો હતો....

સામેથી મિસ્ટર પ્રથમેશ સ્પિંકિંગ ?...બે થી ત્રણ વખત પુછવામાં આવ્યું,પણ મારા મોઢામાંથી "યસ"કહેવાને પણ શબ્દો નહોતા નીકળતા.પછી એકદમ પરિસ્થિતિને સંભાળી લેતા કહ્યું હા,હું પ્રથમેશ બોલું છું .બોલો આપ કોણ બોલો છો ?સામેથી આઈ એમ મિસ્ટર રાવલ... "એડિટર ઓફ ગરવી ગુજરાત"યસ,બોલો સર,મિસ્ટર પ્રથમેશ ..."મન્ડે ઇઝ યોર ઇન્ટરવ્યુ  ઇન ગરવી ગુજરાત"... "આર યુ અવેલેબલ ઓન ધીસ ડે ?"સ્યોર " આઈ વીલ ....રિસીવર મૂકીને હું દર્પણાના ઘરમાંથી બહાર નીકળ્યો. મારા મુખ પર આનંદનો આભાસ હતો. હું ઘરમાં ગયો તો દર્પણા મારા અતિ આનંદિત મુખને જોયા જ કરતી હતી,પણ મમ્મી બાજુમાં હોય એટલે તે ઋત્વિનું નામ લઈ શકે તેમ નહોતી,એટલે મેં દર્પણાના મનમાં ચાલી રહેલા તરંગોને ઝડપથી અટકાવતા  બોલ્યો,અમદાવાદથી "ગરવી ગુજરાત"નાં એડિટરનો ફોન હતો.સોમવારે મારો ઇન્ટરવ્યુ છે એટલે મારે મારી રજાઓ ટૂંકાવીને અમદાવાદ જવું પડશે.તરત જ દર્પણા મને અભિનંદન આપતા ઝૂમવા લાગી.દુખ હતું તો મારી મમ્મીને હતું કે,હું તેને વધારે સમય આપી શક્યો નહીં.આમ છતાં મમ્મીએ મારા આનંદમાં તેનો આનંદ વ્યક્ત કર્યો.ખુશીના સમાચાર હતા એટલે મમ્મી શીરો બનાવવા રસોડામાં ગઈ.દર્પણા પણ થોડુંક વધારે રોકાઈ ગઈ.એ મારી બેગ ભરવા લાગી અને આ બાજુ મેં મારા બધા જ શર્ટિફિકેટની ફાઇલ બનાવવાનું શરૂ કરી દીધું. બીજે દિવસે સવારે મારે નીકળવાનું હતું એટલે દર્પણા પણ મારી સાથે સમય પસાર કરવા રોકાઈ ગઈ.મેં,મમ્મી અને દર્પણાએ પેટ ભરીને વાતો કરી. 

દર્પણા રાત્રે ઘરે ગઈ પછી હું પણ ઢાળેલા ખાટલામાં આડો પડ્યો.મન એટલુ બધુ પ્રફુલ્લિત હતું કે ખબર જ નહોતી પડતી કે તે નવી નોકરીના આનંદને લઈને પ્રફુલ્લિત છે કે પછી ઋત્વિને મળવાને લઈને આનંદ અનુભવી રહ્યું છે....એ જ પ્રફુલ્લિત કરતાં વિચારોમાં મારા લોચનિયા ક્યારે બિડાઇ ગયા તેનો અણસાર જ ન આવ્યો.સવારે જ્યારે મારી આંખ ખૂલી ત્યારે મારી અંદર  એક નવી આશાવાદી સવારનું ફિલિંગ આવી રહ્યું હતું.સવારનો નિત્યક્રમ પરવારીને હું મમ્મી સાથે બેઠો. બપોરની બસ હતી એટલે થોડોક સમય બચ્યો હતો તે મમ્મી સાથે પસાર કરવા બેઠો.થોડીકવાર રહીને દર્પણા પણ આવી ગઈ.આ ક્ષણોને હળવી કરવા માટે હું દર્પણાને  ચીઢાવવા લાગ્યો.હું ચેનચાળા કરતાં બોલ્યો લો ...મમ્મી તારી ચાંપલી આવી ગઈ ... ચાંપલી કોણે કહો છો જગ્ગાભૈયા ....હમણાં તમારી પોલ ખોલી નાખીશ ને તો ....મેં દર્પણાના મોઢા પર હાથ મૂકીને એની બકબક બંધ કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં મમ્મી વચમાં પડી.બોલી જગ્ગા પહેલા તારો હાથ એના મોઢા પરથી લઈ લેજો તો ....મારી જશે છોકરી ....ખબર જ નથી પડતી ....રમત રમતની જગ્યાએ રહી જશે ....છોડ એને ....મમ્મીના કહેવાથી મેં મારો હાથ હટાવી લીધો તો બીજા ખાડામાં પડ્યો.મમ્મી તરત જ બોલી જગ્ગા.....દર્પણા કઈ તારી પોલ ખોલવાની વાત કહી રહી હતી....દર્પણા પણ મમ્મીના આમ પૂછવાથી અવાક બની ગઈ.તેણે મારી સામે નજર કરી.મેં એને ઇશારાથી કહ્યું કે હવે સમજાવ તારી આન્ટીને.

મારા ઈશરાને સમજીને દર્પણાએ તરત જ મમ્મીને જવાબ આપ્યો કે,આન્ટી એ તો છે ને શહેરમાં જઈને જગ્ગાભૈયા પાન-મસાલા બહુ જ ખાતા થઈ ગયા છે,એટલે મેં એમ કહ્યું કે તમારી પોલ ખોલી નાખીશ ....પણ ...તને કોણે કહ્યું આ બધું ....પાછા સવાલથી દર્પણા વિમાસણમાં મુકાઇ,તે પણ હાર માને તેમાંની નહોતી.એણે મમ્મી સાથે ટક્કર લેતા કહ્યું એ તો માસી હમણાં દિવાળીમાં જગ્ગુભૈયાને પેલી બે બહેનપણી નહોતી આવી તેઓએ મને કહ્યું....હો ...તો એમ વાત છે ...હું તો બીજું જ સમજતી હતી,એમ કહીને મમ્મી બોલી જો જગ્ગા શહેરમાં રહીને મોર્ડન છોકરીઓના ચંગુલમાં ફસાતો નહીં.તને ખબર છે ને આપણી જ્ઞાતિમાં બહારની છોકરી આવતી નથી અને જો લાવવામાં આવે તો પંચાયત બેસે છે...તને તારી બહેનની ખબર છે,એટલે મારે કશું ઝાઝું નથી કહેવું...મમ્મીના આમ બોલ્યા પછી તો હું અને દર્પણા એકદમ સડક બની ગયા ....મને આભાસ થવા લાગ્યો કે,મમ્મીને મારી  અને ઋત્વિના પ્રેમસંબંધની ખબર તો નહીં પડી ગઈ હોય....જતાં જતાં પણ મન વ્યગ્ર બની ગયું હતું.જેટલો આનંદ અમદાવાદ જવાનો ગઇકાલે હતો એના કરતાં અત્યારે મારા મગજ પર ચાર ગણો બોજ લઈને જઇ રહ્યો છું.                   

દર્પણા મારી મનોસ્થિતિની હાલત સમજી ગઈ હતી એટલે તેણે મમ્મીને કહ્યું આન્ટી જલ્દી તૈયાર થઈ જાઓ.આપણે બંને જ્ગ્ગાભૈયાને બસસ્ટેન્ડે મૂકી આવીએ.આ વખતે આપણે એમને મૂકવા જઇએ.સારું કહીને મમ્મી અંદર તૈયાર થવા ગઈ.મેં અને દર્પણાએ હવે બસસ્ટેન્ડ સુધી કોઈ જ એવી વાત નહીં કરવાનું નક્કી કરી લીધું કે જે વાતથી મમ્મીની શંકા વધારે તેજ બને.દર્પણા અને મમ્મી મને બસસ્ટેન્ડે મૂકવા આવ્યા.અમદાવાદની બસ મૂકાતા હું તેની અંદર ચઢ્યો.મેં પહેલીવાર માઈ મમ્મીની આંખમાં આંસુ જોયા.બસ ઉપડી.ક્યાંય સુધી હું જોતો રહ્યો.મમ્મીનો એ દયામણો ચહેરો જાણે મને કોઈ સંકેત ન આપતો  હોય એવી પ્રતીતિ થવા લાગી.મને લાગ્યું કે બસ આ ક્ષણથી જ મારી જીંદગીની કસોટી શરૂ થાય છે ....અમદાવાદ પહોંચ્યો ત્યાં સુધી ભિન્ન-ભિન્ન વિચારોના છેદ મારા વિચારો ઉડાડતું રહ્યું.                                                                                                                                                                                         ક્રમશ: