અનુબંધ - 1 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અનુબંધ - 1

પ્રકરણ :1 પ્રેમ સંવેદનાનું ભાન છે 

સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે મારા મનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી તારી ગલી તારા ઘરે ઉતરી આવી છે.તું એકવાર ફરી તારી નગરીએ ચંદરવો બધાવ,જેની તારા દિલને વર્ષોથી તમન્ના હતી....!અરે,તારી એકાએક વિરાન પડી ગયેલ ધડકનમાં પ્રાણ પૂર પ્રથમેશ,પ્રાણ પૂર .....

 

મારી આસપાસ અમારા અતીતના વિચારોના આભાસથી ઘેરાયેલો હું એકાએક ખુરશીમાં બેસી પડ્યો.હજુ તો અતીતના લહેરે મને ભરડામાં લીધો જ હતો કે આ નયનો પણ આજે મસતીના રવાડે ચઢ્યા હતા.ત્યાં મારી નજર સામે ટેબલ પર દર્પણાએ મૂકેલી નવલિકા "અનુબંધ " પર પડી. નીછે લેખક ઋતા પટેલનું નામ વાંચીને વર્ષોથી થીજી ગયેલ મગજની નસો ઉત્તેજિત બનીને આ ક્ષણે પણ તેના નશામાં નશે મન બની ગઈ.જિંદગી ફરીથી બંધ કિતાબનું પાનું ખોલી રહી હતી.

આજે ચાંદની પૂરબહારમાં ખીલી છે કે મારી ભીતરમાં ગોપાયેલ પ્રિયતમાની યાદવિષાદ બનીને ટન-મન-બદનને તોડીને ચૂરચૂર કરી રહી છે.જો મારા યૌવનની પહેલી વસંતની ઋતુમાં કોઇની સાથે પહેલી પ્રીત જાગી હોય તો એ મારી સજની ઋત્વિકા સાથે. ઋત્વિકા,હા મારી ધડકન ઋત્વિકા મારા તનનો તરવરાટ..... ,મારું સ્મરણ,મારું સંભારણું,મારું સુમધુર સ્પંદન... જે ગણો એ.પણ મારા યૌવનના ગુલાબબાગની પહેલી પહેલી બહાર હતી મારી ઋત્વિ.કહેવાય છે ને દરેક પ્રેમી કે પ્રેમિકાના જીવનમાં પહેલા પ્યારની ઋજુતાનું સંભારણું અંતરના ઓરડામાં ગોપાઈ રહે છે. પણ,હા,નિરાંતની પળોમાં આવીને આપણા હ્વદયવીણાના તારાને હચમચાવી પણ જાય છે.હજી પણ આ ક્ષણે. 

છીપમાં મોતી ભરાયું હોય

એવું દર્દ મારા ભીતરમાં છે 

આંખનું મારુ પ્ર્તહમ સ્વપન 

હજી તો પલકોમાં જ છે 

હવાએ ટકોરા માર્યા મારા 

દિલના બારણે એવા કે,

બની ગયું આ જ ફરીથી 

દિલ એનું દીવાનું રે ....

આમ,તો હું દક્ષિણ ગુજરાતનો રેહવાસી હતો,અને મારું મૂળ વતન ગોઝારિયા હતું.મેં મારું ગ્રેજ્યુએશન મારા વતનમાં જ પૂરું કર્યું હતું.પરંતુ અમદાવાદની એક કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે થઈને એડમિશન મેળવ્યું.બસ ત્યારે મેં ઋત્વિકાને સૌપ્રથમ વાર જોઈ હતી અને મનોમન દલડું આપી બેઠો.બસ દિલ એનું થઈને રહી ગયું.હૈયાનો તાર એની સાથે ગૂંથાઈ ગયો પણ એ સમયે મને ખબર ન હતી,કે અમારી પ્યારઈપ્સા હરહંમેશ માટે અધૂરી જ રહી જશે....!ઋત્વિકા દેખીતી રીતે સુંદર હતી.લાંબા કાળા વાળ,ગૌર વર્ણ,ગોળ મોઢું કમળની પાંખડી જેવા હોઠ અને સૌ કોઈને આકર્ષી જતી એવી એની હરિણાક્ષી આંખોથી તો કોલેજના છોકરાઓ તો છોકરાઓ પણ પ્રધ્યાપકો પણ ઘેલા થઈ જતાં હતા.બીજા શબ્દોમાં કહીએ તો ઋત્વિકા હ્રદયની કોમલ,લાગણીસભર અને સંવેદનશીલતાનો અણસાર હતી.જ્યારે ઘણીવાર અમુક વસ્ત્રો પરિધાન કરતી ત્યારે તો તેને બાંહોમા જકડવાનું મન થઈ જતું.શું કહું કે,

શબ્દોથી વર્ણવી નથી શકતો 

ખુસૂરતી મારી સજનીની,

મઢેલા અલંકારોથી પણ સુંદર 

છે મારી જાનમ 

હવે નથી રહ્યાં શબ્દ મારી પાસે

કે નથી દમ આ સુંદરતાની પરિભાષામાં,

શું મારી જાનને સજાવવા માટે 

મારી ચાહત ઓછી છે ......!

હું ઋત્વિકાને મનોમન એટલો બધો ચાહતો હતો કે તેની સામે કોઈ નજર્યુ માંડીને જુએ તો મારા હ્રદયમાં એટલી બધી જલન પ્રજવળતી કે ઊભો ને  ઊભો બાલી જતો.અરે,એટલે સુધી કે અમારો ક્લાસ ચાલતો હોય ત્યારે તેને ખબર ન પડે એ રીતના એકવાર તેના ચહેરા પર દ્રષ્ટિ ફેરવી જ લઉં અને આમાં અનાયાસે અમારા બંનેના નયનો મળી જાય તો ઋત્વિકા નીચી મુંડી કરી દેતી હતી.

આમપાન ક્લાસમાં નીચી મુંડી કરીને તેની આદત હતી.તેની સાથે હંમેશા વળાવિયા તરીકે સાહેલી હોય જ.એના તરફથી એવો કોઈ જ મોકો મળતો નહોતો.મેં આવા મોકાના અનેકવાર પ્રયત્ન કર્યા,પણ નિષ્ફળ રહ્યો.અંતે ભગવાને મારી પ્રાર્થના સાંભળી.મને એવિ તક મળી ગઈ. એકવાર અમે બધા વિદ્યાર્થીઓ જુથ ચર્ચા કરવા બેઠા હતા.તે સમયે તેની સાથે તેની ફ્રેન્ડ નહોતી.મને મોકળાશ મળી ગઈ.તક મળતાં જ હું તેની નજીક જઈને બેસી ગયો.બધા ચર્ચામાં નિમગ્ન હતા.તે ઘડીનો લાભ લઈને તેનો હાથ પકડી લીધો.તેના ઘાટીલા નખ જોયા.હાથને ચૂમવા હતા.પરંતુ,.....અફસોસ તે ક્લાસમાં વિરોધ કરી શકે તેમ તો હતી નહીં.ખૂબ વલખાં માર્યા મારા હાથમાથી તેનો હાથ છોડાવવા .....આખરે સફળ તો રહી છતાં પણ તેના હાથને આમળવાના મારા પ્રયત્નો તો ચાલુ જ હતા.મને ઝનૂન ચઢ્યું હતું. અનેરો આનંદ મળતો હતો.આર જ મિનિટોમાં અમારી ચર્ચા પૂરી થઈ.હું એકદમ મૂંઝવણમાં મુકાઇ ગયો. મારી પકડ ઢીલી થતાં એને ઝડપથી હાથ છોડાવી દીધો. તે ક્લાસની બહાર નીકળી ત્યાં સુધી મારી સાને કતરાતા નયનોથી જોતી રહી.હું સાવ અજાણ બનીને તેની સામે જોઈને મંદમંદ હસતો રહ્યો.અમે ઘર તરફ રવાના થયા.રાત્રિના જ્યારે હું પાથારીમાં સુવા ગયો ત્યારે મને આજની ઘટના યાદ આવી ગઈ.એના હાથનો સ્પર્શ એટલો મૃદુ લાગ્યો હતો કે,મીઠાનો સ્વાદ જ તૂરો લાગવા લાગ્યો.તેને મારુ સ્પંદન કેવું લાગ્યું હશે ....!ગમ્યું હશે.પરંતુ આ મારી બેટી કબૂતરી સહેલાઇથી મારા હાથમાં આવે એમ લાગતું નહોતું.મારે બીજી કોઈ તરકીબ જ વિચારવિ પડશે.ગમેતેમ કરીને એના દિલમાં પ્યારનો ઉન્માદ જગાવવો હતો. આ મારો એકમાત્ર સંકલ્પ હતો.મે વિચાર્યું કે,ઋત્વિકાને એના રૂપનું અભિમાન છે જે હું ઉતારીને જ રહીશ.બસ,મારા જીવનની એક મહત્વની કડી હતી તેને પામવાની.જે હવે મારુ લક્ષ્ય બની ગયું હતું. આમ ને આમ દિવસો પસાર થતાં જતાં હતા અને વાર્ષિક ટેસ્ટ પણ નજીકમાં હતી. અભ્યાસમાં પણ ચિત્ત લાગતું નહોતું .એવામાં અમારા એક સરે કહ્યું કે,તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેમાં પિકનિક જેવુ આયોજન ગોઠવવું જરૂરી છે.જેથી પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી શકે અને પિકનિકની પિકનિક.બસ મને તો ભાવતું તું ને વૈદ્યે કહ્યું.મે મનોમન નક્કી કરી લીધું કે જો આ પિકનિકમાં ઋત્વિકા આવવાની હશે તો હું જરૂરથી ભાગ લઇશ.આમેય અમારા વર્ગમાં ફક્ત ત્રણ છોકરીઓ જ હતી.જે આ કોર્સમાં જોડાઈ હતી.એટલે ત્રણેયને આવવું જ પડે એમ હતું. હવે રહી પિકનિકના આયોજનની વાત જે ઋત્વિકા અને એની ફ્રેન્ડે સ્થળ અને વ્યવસ્થા નક્કી કરવાની હતી . આખરે અમે લોકોએ ઐતિહાસિક સ્થળ જોવાનું નક્કી કર્યું.આમ તો અમારે પિકનિક કરવી હતી,પરંતુ ઋત્વિકાને આ સ્થળ પર લેખ લખવો હતો એટલે બસ એ તો જીદે ચઢી હતી.અંતે એ દિવસ નક્કી થઈ ગયો. બસની વ્યવસ્થાનું આયોજન પણ આ ત્રણ ક્લાસમેટે જ કર્યું હતું. હવે એ દિવસની રાહ જોઈને બેઠો હતો કે,જ્યારે હું ઋત્વિકાને પૂરેપુરી નિહાળી શકીશ.આખરે એ દિવસ આવ્યો પણ ખરો.પિકનિકમાં અમારી સાથે અમારા ત્રણ સર પણ જોડાયા હતા.એમાના એક સર તો ઋત્વિકા પાછળ પાગલ હતા અને એમણે જ ઋત્વિકાને આ સ્થળે પ્રવાસ ગોઠવવાનું સૂચન કર્યું હતું. 

વહેલી સવારના નીકળવાનું હતું એટલે બધાને સમયસર આવવાનું કહેવામા આવ્યું હતું.હું ધારણાં કરતાં વહેલો પહોંચી ગયો હતો.બધાને લેમેલ કરતી અમારી બસ વેગથી જતી હતી.એવામાં અમારા એક સરે કહ્યું,અરે છોકરાઓ,આમ સૂનમૂન શું બેઠા છો. ગીતો-ગઝલો,શેર,શાયરી જેવી કોઈ ધડકતી-ફડકતી ચીજ થઈ જાય, અમે બધાએ કહ્યું,"હો જાયે" અમે લોકોએ અંતાક્ષરી રમવાનું વિચાર્યું.એક બાજુ અમારું ગ્રૂપ અને બીજી બાજુ ઋત્વિકા અને અન્ય બે સરનું ગ્રુપ.ઋત્વિકાની સાથે તેની કઝિન સિસ્ટર અને તેનો ભાઈ પણ આવ્યા હતા.તેનો ભાઈ ખૂબ જ હોંશિયાર હતો.બધાને પોતાના કરી લેવાની એની આબેહૂબ આવડત હતી.જેવી બહેન તેવો જ ભાઈ.બહેન બધાને આંખોથી લૂંટતી હતી તો ભાઈ વાણીથી બધાને પોતાના કરી લેતો હતો.બસ,અમારી અંતાક્ષરી શરૂ થઈ.પછી બધા ચિટિંગ કરવા લાગ્યા એટલે બંધ કરી દીધી.પણ એ લોકોના ગ્રુપે ઇન્ટેલિજન્સ ગેમ રમવાનું શરૂ કર્યું.એમાં તો અમારા ક્લાસના કેટલાય છોકરાઓને આવડત ન હતી.એટલે ન જોડાયા.પણ હું આખીય સફરમાં મનભરીને એને નિહાળતો રહ્યો.તેની હરએક અદા મારા કાળજામાં ઉમળકો ભરતી જ હતી.આ અદાઓને આશ્રલેશમાં લેવાનું ઘણીવાર મન થઈ આવતું હતું.તેને મારે આલિંગનમાં સમાવીને ચૂમવી હતી.પણ અફસોસ .... "ગરજ્યા મેઘ ઝાઝા વરસે નહીં" તેવું લાગતું હતું.સંમોહિત પળોની પરાકાષ્ઠાએ ચઢેલા મને મારા ફ્રેન્ડે ઝંઝોળ્યો પ્રથમેશ ચલ આવી ગયું.આપણે અહીં ઉતરવાનું છે.ક્ષણિક હું મૂંઝાઇ ગયો.....તદ્દન ગૂંચવાયેલો હતો....હું એવા વિચારે ચઢી ગયેલો હતો જ્યાં મારા માટે સપનાનો મહેલ બંધાતો હતો.પછી આ અર્ધજાગૃત અવસ્થામાં મારી દશા અવદશા થઈ જાય ને ....! અને આમ પણ થઈ ગઈ હતી.

અમે અમારા પિકનિકના સ્થળે આવી પહોંચ્યા.આકાશમાં સુરજ ધગધગતો હતો.પરંતુ આગ ઝરતી ગરમીમાં પણ મને ઋત્વિનો ગૌર ચહેરો શીતળ છાંય આપતો હોય એવો આભાસ થતો હતો.આજની બપોર મને તરંગી છાંય લાગતી હતી.પિકનિકનું સ્થળ ઐતિહાસિક અને સાથે ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો હોવાના સંદર્ભથી અમે ઘણી બધી માહિતી મેળવી.સંસ્કૃતિની યાદગીરી માટે ફોટોસેશન કર્યું.આજુબાજુનાં નાનાં સ્થળોની મુલાકાત પણ લીધી.આમ ફરતાં ફરતાં મધ્યાહન થઈ ગયો.બપોરનું ભોજન લેવાનો સમય થઈ ગયો હતો.રસ્તામાં ગીચ ઝાડની વચ્ચેથી અમારી બસ પસાર થતી હતી.સુંદર ગીચ વૃક્ષોની વચ્ચે અમે જમવાનું સ્થળ પસંદ કર્યું.એક સ્થળ પર બસ રોકી.ઘરેથી જ ઋત્વિકાએ સુંદર ભોજન અને વ્યવસ્થાનું આયોજન કર્યું હતું.અમે બધા આરામથી જમ્યા.આનંદ આવી ગયો હતો. સૌ કોઈએ થોડીવાર આરામ લીધો.હજુ તો અમદાવાદ જવાનો ઘણો સમય હતો.અમે મિત્રો બધા વિચારી રહ્યા હતા ત્યાં અચાનક અમારા સરે કહ્યું,ચાલો દોસ્તો આપણે બધા બીજા પર્યટક સ્થળે જવાનું આયોજન કરીએ તો કેવી રહેશે?ગમશે ને ...!મારાથી બોલાઈ ગયું.મને તો થતું હતું કે આજનો સુરજ ડૂબે નહીં તો કેટલું સારું.આવી તક ફરીથી મળશે કે કેમ? હું વિચારોમાં ડૂબેલો હતો,અને બીજું સ્થળ પણ નક્કી થઈ ગયું.વળી પાછા અમે મુસસાફરીની દિશામાં બસ દોડાવી.

     રમણીય દરિયાકિનારો અને કુદરતનો ખોળો  હોય તેવા સ્થળ પર જવાનું નક્કી થયું હતું.કુદરતનાં અનેરા દ્રશ્યો નિહાળતાં અમે તે સ્થળ પર આવી પહોંચ્યા.દરિયાકિનારો એક કિલોમીટર દૂર હતો.અમે કાદવમાં ચાલીને દરિયાકિનારે પહોંચ્યા.આપણા દેશનું સોનું એવી ભીની માટીની નિકટતા ત્યારે જ અનુભવાય છે જ્યારે તેનો સ્પર્શ થાય.સ્થળ પર થોડીવાર રોકાયા.ઋત્વિકા એની બહેન અને ફ્રેન્ડ સિવાય બાકીના સૌ કોઈ ખો-ખો ની રમત રમ્યા.રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો હતો.પણ ઋત્વિકા તો એની દુનિયામાં જ ખોવાયેલી રહેતી. 

     તેણે એકવાર પણ મારી સામે નજર માંડીને જોયું નહોતું.અનાયાસે જોવા જાય તો એ મોઢું ફેરવી લેતી હતી.હંમેશ મુજબ ત્યારે મારા કાળજાના બે કટકા થઈ જતા હતા.પણ શું કરું આ હિરણીની દોડ આગળ ઝાંખો તો નથી પડી જતો ને ....!એવો મને વિચાર થતો.પણ જ્યારે મારું પૌરૂષ પોકારી ઊઠતું ત્યારે આ વિચારને મારે કાઢી નાખવો જોઈએ એમ થતું.ભલે,ઝાંઝવાના જળ મીઠા નાં હોય,પણ તે કડવા ઘૂંટડાને પચાવવાની મારામાં શક્તિ તો છે જ ને ઋત્વિકા મારા પ્યારનો અસ્વીકાર કરશે એટલું જ ને પરંતુ મેં પણ નિર્ધાર કરી લીધો છે કે હું એનામાં મારા પ્યારની જ્યોત જગાડીને જ રહીશ. પછી ભલે મારે એને માટે થઈને મારું અસ્તિત્વ ખોવું પડે. 

     નાચવા-કુદવામાં ક્યારે સંધ્યાનો સુરજ અસ્ત થવા લાગ્યો એની કોઈનેય ખબર ન રહી.હું તો બેશુધ્ધ હતો જ.પણ જાણે આજે બધા બેશુધ્ધ બની ગયા હોય એવી મને ભ્રાંતિ થતી હતી!હું મારી આવી વિચારશીલ મૂર્ખાઈ પર જરા હસ્યો.એવામાં તો અમારા સરે કહ્યું,ચાલો છોકરાઓ ઘરે પાછાં ફરતાં પહેલાં આજવાનિમેટાં થઈને જવાનું છે.એટલે બધું જ અહીં મૂકીને તમારા ટન-મનનિ ગઠળી બાંધીને ઊપડો.અમે બધા અમારી બસમાં ચઢ્યા ફરીથી એ થોડીક ગમ્મત અંતાક્ષરીની રંગતે ચઢ્યા.હજુ થોડીક જામી ત્યાં અમે આજવાનિમેટા આવી ગયા.ત્યાં રાતની ચાંદની નિહાળી મારા મનમાં એકાએક વિચાર સ્ફૂર્યો કે જો આ રંગત ચાંદનીમાં હું અને ઋત્વિકા ફરતા હોઈએ તો !ક્યા બાત હૈ ! એ જરા મારાથી થોડુક મોટેથી બોલાઈ ગયું.પણ સારું હતું એ સમયે મારી આજુબાજુ કોઈ ન હતું. મેં ઋત્વિકા તરફ નજર દોડાવી,એ તો ચાંદનીને માણવામાં મશગૂલ હતી.એક ચાંદ ધરતી પર છે અને બીજો ચાંદ પ્રકાશ રેલાઈ રહ્યો છે કેવી આબેહૂબ પ્રતિકૃતિ છે ઈશ્વરની  !

     મારે આ ચાંદનીનિ શીતળ છાયાની વચ્ચે તેના અંગોમા સમાઈ જવું હતું.પણ આ ચાંદની મને છેતરતી હતી.ત્યાં પ્રથમેશ ... મારા નામની બૂમ પડી.આમ,અમે આજવાની રાત્રિની ચાંદની નિહાળતા એક જગ્યાએ જમવા બેઠા.બપોરના મોડું જમ્યા હતા અને રસ્તામાં પરચુરણ બહુ ખાધું હતું.જમવાની ઇચ્છા કોઈનેય ન હતી.છતાંય પેટના સંતોષ ખાતર સૌ કોઈએ સૂકો નાસ્તો કર્યો.રાત્રિના નવ વાગે અમે અમદાવાદની મુસાફરી માટે રવાના થયા.અમદાવાદની મજલ કાપવામાં બે થી સવા બે કલાક હતા.હવે તો હું રાત્રિના અંધકારને કારણવશ ઋત્વિકાનો ફેઇસ પણ જોઈ શકું એમ નહોતો.બસમાં લાઇટો બંધ હતી,ને બધા સૂનમૂન હતા ત્યાં પાછળ બેઠેલ ઋત્વિકા સીટમાંથી તીણો અવાજ સંભરાયો.એ લોકોની પાછળની સીટોનું ગ્રુપ અંતાક્ષરી રમતું હતું.એવામાં સરે કહ્યું,જરા મોટેથી હોંકારો દેજો.અમે પણ તમારી કાંખમાં જ છીએ.સૂનમૂન વાતાવરણ સૌ કોઈના હાસ્યથી રણકી ઊઠયું.ફરીથી અંતાક્ષરીનો કોલાહલ થયો.એમનાંમાથી એકે ગીત ગાયું કે...

                                             "સુણો કિસી શાયરને કહા બહુત ખૂબ 

                                               નજર કોઈ લાખ ચૂરાયે કોઈ સનમસે

                                              આ હી જાતા હૈ દિલ.જિસ પર આના હોતા હૈ ...."

          આ સાંભળીને મને તરંગી વિચાર સ્ફૂર્યો ન જાણે આ ગીત સ્વાનુભવરસિક લાગ્યું....!ક્ષણિક તો એવું લાગ્યું કે,આજવાની પૂરબહાર મોસમ અહીં જ બસમાં ખીલી  ઊઠી છે અને ગગનમાંથી ચાંદ સ્વરૂપે ઊતરેલી મોહિનીરૂપી ઋત્વિકા એના પ્રકાશથી બધાને પ્રજવાળી રહી છે,ત્યાં તો શાયરી પણ શરૂ થઈ ગઈ.અમારા ગ્રૂપનો એક છોકરો જે ઋત્વિકા પાછળ દીવાનો હતો એણે આ શાયરી કહી 

                                                આપણા મિલનમાં અવરોધરૂપી છે તારા દિલની ઓળખ,

                                                 તારા નયનોના જવાબરૂપે પણ કહી દે તારા દિલની વાત,

                                                  કહી દે,કહી દે મારી પ્રિયે,નહીંતાર રહી જશે તારાં જખ્મો ને મારા અરમાનો ....

                "ક્યા બાત હૈ,""આદાબ" નાં શોરબકોરણી વચ્ચે તાળીઓ ગુંજી ઊઠી.શાયરી અને ગીતોના રંગરાગ મહેફિલનો આનંદ લૂંટતા અમે અમદાવાદની હદમાં પહોંચી ગયા.એક પછી એક સ્ટોપ કરતાં અમારી બસ ઋત્વિકાનાં સ્ટોપ પર આવીને અટકી,બધાને બાય કર્યું.હું એકદમ ગંભીર બની ગયો.મને અચાનક બધું વેરાન રણપ્રદેશ જેવું લાગવા લાગ્યું.મારા મનનો તટપ્રદેશ પ્રિય પાત્રના જુદાઈના ગમમાં તડપતો હતો.અત્યારે તો --

                                                 પ્રિયના વિરહનુ દુખ છે એટલું કે,

                                                 દિલ છે ઘાયલ ને વિરાન છે આ આંખો !

                મારી તંદ્રાવસ્થા તોડતાં મારા એક મિત્રે મને કહ્યું,અરે પ્રથમેશ તું તો સાવ સૂનમૂન બની ગયો છે ને!કેમ આટલો ઉદાસ થઈ ગયો એકાએક! અરે,યાર હજી તો આપણે અડધા કલાકની સફર કાપવાની બાકી છે.પણ જાણે મારા હ્રદયે આંખ-કાન જ બંધ ન કરી દીધા હોય!બધું જ આભાસી સંભળાતું હતું.નગારા વાગતાં હોય ત્યાં ઢોલનો અવાજ ક્યાં સંભરાવાનો  ? મારા મિત્રને અકળામણ થતાં તેણે મને ચૂંટલી ખણીને જ્ગાડયો.હું એકદમ ચોંકીદોં બની ગયો.મેં કહ્યું શું થયું ?ઘર આવી ગયું ?ત્યારે તેણે શાયરીની ભાષામાં કહ્યું :

                                                   શું બાર બાર બેશુધ્ધ હો જાતા હૈ મેરે યાર,

                                                   અભી તો યે હાલ હૈ તો આગે ક્યા હોગા જરા સોચો . 

                મેં ભોંઠપ અનુભવી.મારા ઘરનું સ્ટોપ આવી જતાં હું મારા મિત્રને જવાબ આપવામાંથી બચી ગયો.સારું થયું.મેં ટાઢક અનુભવી.આભાર માન્યો.મેં બધાને બાય કર્યું અને ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યા.ઘરે જઈને કપડાં બદલીને સીધું જ પથારીમાં લંબાવી દીધું.થાક પણ લાગ્યો હતો ને સાથે સાથે ઋત્વિકાનિ જુદાઈનું દર્દ પણ હતું.આવતીકાલે તે જોવા મળશે કે નહિ એ વિચારોથી ક્યાં ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના રહી.સવારના દસ વાગ્યા હતા.પચીસ વર્ષની સવારમાં હું સૌ પ્રથમવાર આટલું મોડો ઊઠ્યો હતો.ઝડપથી સવારનો નિત્યક્રમ પતાવીને જમવા બેઠો.મને સાંજે કોલેજ જવાની ઈચ્છા તો નહોતી,પરંતુ ઋત્વિકાને જોવાની મારી તમન્ના પણ એટલી જ જોરદાર હતી.સાંજે હું તૈયાર થઈને કોલેજ જવા ઉપડયો.કોલેજમાં પ્રવેશીને સીધો હું અમારા ક્લાસમાં ગયો.લાઇબ્રેરીમાં જોયું,ત્યાં પણ નહિ.હું એકદમ વ્યગ્રતા અનુભવવા લાગ્યો.જીવ તલપાપડ થઈ ગયો.મારી જે આશંકા હતી તે સાચી પડશે તો અરેરે !મારા હ્રદયમાં સિસકારો નીકળી ગયો.હું મનના વિચારોને ગળે ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો.જો આજે ઋત્વિકા નહીં આવે તો,કેવી રીતે લેકચરને એટેન્ડ કરી શકીશ. મારે નક્કી કરવાનું હતું જો અને તો. હું લેકચર ભરું અથવા તો છોડીને જતો રહું,પણ છોડીને જઇ શકું એમ નહોતો.મારા મિત્રોને શંકા પડી જાય એટલે ટટ્ટુ ચલાવીને પણ લેકચરને એટેન્ડ કરવાનો નિર્ણય લીધો.કોલેજનો બેલ વાગ્યો.હું ક્લાસમાં ગયો.સર આવ્યા અને લેકચર શરૂ થયું.મારી નજર તો અવારનવાર ઘડિયાળ પર જઈને ઠરી જતી હતી.ક્યારે આઠ વાગી જાય અને હું મારા શમણાંઓની મહેફિલ સજાવું.આજે તો લેકચરમાં પણ મારું ધ્યાન કેન્દ્રિત થતું નહોતું.મગજમાં બધું ઊલટું જ રમતું હતું.હવાઈ કિલ્લાઓનું શાસન રચાઇ રહ્યું હતું.ટે દરમ્યાન મને અહેસાસ થયો કે હકીકતમાં જ્યારે પ્યાર થાય છે ત્યારે કેવી અવઢવમાં જીવવું પડે છે. મને મારી દશા જોઈને દયા આવતી હતી.ખરેખર પ્યારની અનુભૂતિનો અને મારી મહેબૂબાની ગેરહાજરીનો અહેસાસ થયો. 

           પ્રેમમાં લોઢાના ચણા ચાવવા જેવી વાત છે તે મને સમજાવા લાગ્યું.મેં મારા વ્યથિત વિચારોને પાટા પર લાવ્યા."ભાઈ આ તો પાશેરામાં પહેલી પૂણી છે".આગે આગે દેખો ક્યા હોતા હૈ પ્યાર કા અંજામ.લેકચર પત્યું એટલે હું જલ્દી કલાસની બહાર ભાગવા જતો હતો ત્યાં મારા મિત્રોએ મને ટોક્યો અરે,પ્રથમેશ હંમેશા તો તું અમારી સાથે દસ-પંદર મિનિટ વાત કર્યા પછી જાય છે.આજે તો શું ઉતાવળ છે કે ઘર તરફ જ ડોટ મૂકે છે.તું પહેલાં જેવો પ્રથમેશ રહ્યો નથી. પિકનિકથી આવ્યા પછી સાવ બદલાઈ ગયો છે.ભાઈ,દાળમાં કંઇ કાળું તો નથી ને ? મેં કહ્યું "ના ના,એવી કોઈ બાબત નથી"ગઈકાલનો મને જીર્ણજ્વર જેવું લાગે છે એટલે આજે દુગ્ધાવસ બનીને આવ્યો છું. 

            એક્ઝામ નજીક આવે છે એટલે આવવું જરૂરી હતું.બધાને "સોરી" કહીને ઉતાવળે પગ ઉપાડ્યા. હું બસસ્ટોપ પર આવીને ઊભો ત્યાં તો તરત જ બસ આવી ગઈ.રાત્રિના સૂતા મને ઋત્વિકાનાં જ વિચારો ઘેરી વળ્યા હતા.શું થયું હશે મારી જાનને !બીમાર તો નહિ પડી ગઈ હોય ને ?એવું ના બને,ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો.જો બે-ત્રણ દિવસ નહિ આવે તો હું એને જોયા વિના પાગલ બની જઈશ.વિચારોમાં ને વિચારોમાં હું એકઝામનું વાંચવાનું પણ ભૂલી ગયો હતો.બપોરના મારા કાકીએ કહ્યું,ગામડેથી તારી મમ્મીનો ફોન આવ્યો હતો,તે બીમાર છે એટલે આજે તારે ગામડે જવું પડશે,ગઇકાલે તું બહુ જ થાકેલો લાગતો હતો,માટે તને અત્યારે કહ્યું"એમ કહીને કાકી એમના કામે વળગ્યા.હું અહીં અમદાવાદમાં મારા કાકાને ત્યાં રહેતો હતો અને અહીં જ નોકરી કરીને સેટ થવા માંગતો હતો.માતા-પિતાની ઇચ્છા પૂરી કરવી એ દરેક બાળકની ફરજ હોય છે.બસ આ જ ફરજ મને શહેરમાં ખેંચી લાવી હતી.

 

                                                                                                                                                                                                 ક્ર્મશ: