અનુબંધ - 11 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 11

                                                                                             પ્રેમ-મુલાકાત  મિલન ઝરૂખેથી         

આગળ વાંચો ,,,,,

                                          મારી આંખ ઉઘાડી ત્યારે સુરજ ક્ષિતિજની ધરા પર આવ્યો નહોતો....આકાશમાં માત્ર ભરભાંખરું થયેલું હતું. પથારીમાથી ઉઠી મેં દાતણ લીધું અને તે  પતાવ્યા પછી હું સ્નાન  પતાવવા ગયો.....બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મમ્મીએ ચ્હા બનાવીને તૈયાર રાખી હતી....ચ્હા પીને હું મંદિરે જવા ઉપડયો....ભાગોળે આવેલા મ્શિવજીની મંદિરની દૂરથી ધજા જોઈ શકાતી હતી.મંદિરનો કળશ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યો હતો.મંદિર જૂના સમયનું હતું,પણ લોકોએ આપેલી દાન અને ભેટની રકમથી મંદિરની મરામત કરવામાં આવી હતી.ભગવાન શિવને મનોમન પ્રાર્થના કરીને હું વડના ઝાડ નીચે બેઠો....આ બાજુ મનની સ્થિતિ ઠીક નહોતી લાગતી....ગઇકાલની મમ્મીની વાત પછી ડૂબતાં ડૂબતાં તરણું શોધવાનું હતું. "જિંદગીની નાવ તરતી મૂકી છે,પછી ભલા એના પરિણામથી શું ડરવાનું....? હજુ તો તોફાનનો આ પ્રાથમિક તબક્કો હતો....પછીથી તો આનાથી પણ ભયંકર તોફાનો સાથે ઝઝૂમવાનું હતું...તેથી હે મન તું મજબૂત બન.....ઘરે જવાની તો ઉતાવળ નહોતી,એટલે મંદિરની બેઠક પરથી ઊભો થયો અને મારા શૈશવકાળના મિત્રોને મળવા તે દિશા તરફ ચાલવા લાગ્યો....મિત્રોની જોડે ગામગપાટાં મારતા બપોરખંડ થઈ ગયો હતો એટલે બધાને રામ ....રામ કહીને ઘરની વાટ ..... પકડી ....   .....

                                            ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી રાહ જોઈને બેઠી હતી....તેણે કહ્યું ક્યાં ગયો હતો જગ્ગા?મિત્રોને મળવા,મેં મોઢું લૂછતાં કહ્યું....રસોડામાં ચાલ અને જમી લે ....ના,મમ્મી ઇચ્છા નથી.....દિવાળી છે,એટલે મિત્રોના ઘરે નાસ્તો કર્યો હતો...તું જમી લે.... મેં રેડિયો ચાલુ કરતાં કહ્યું.....આંખો બંધ કરીને હું પથારીમાં આડો પડી રેડિયો સાંભળતો હતો ને સાથે મારી અને ઋત્વિની મધુર સ્મૃતિઓ વાગોળતો હતો....પ્રેમની દુનિયામાં ખોવાઈ જવાની કોશિષ કરી રહ્યો હતો.એવામાં .....જોષના ....અરી ઓ જોષના નામની બૂમો પડી.....મેં ઊઠીને જોયું તો કંકુકાકી હતા.તેમના પગે પડ્યો.આશીર્વાદ લીધા.જોષના ક્યાં છે .....કાકીએ પુછ્યું,મેં કહ્યું મમ્મી રસોડામાં છે.મેં તેમને બેસવાનો આવકાર આપતાં કહ્યું....ત્યાં તો મમ્મીએ રસોડામાંથી બૂમ લગાવી એ બેસો કંકુબા....હું આવી.એવામાં મમ્મી માથા પર સાડલો ઓઢતી રસોડામાંથી  બહાર આવી.જેના પર મારું ધ્યાન ગયું....શું ઋત્વિને પણ.....ના....હું તો શહેરમાં જ ફલેટ રાખીને રહીશ.ઋત્વિને આવી બધી ઝ્ંઝટની તકલીફ નહીં પાડવા દઉં....                      

                              અલી,જોષના,તારો છોકરો શહેરમાંથી આવ્યો છે તે મને કહ્યું પણ નહીં ......કામ હતું કાકી....?હા....તારો છોકરો તો શહેરમાં સાહેબ બની ગયો ને કંઇ ....સારી નોકરી મળી ગઈ છે .....હા....બધી વાત સાચી કાકી .....પણ,તમારે શું .....કામ... મમ્મીએ પુછ્યું.... બળ્યું તને આ ઉંમરે સમજાવવી પડશે જોષના .....?કાકીએ મારી સામે નજર ફેરવતાં કહ્યું.અરે,ગાંડી છોકરો પરણાવવાનો નથી....?પરણાવવાનો છે ને કાકી .....મમ્મીએ જવાબ આપ્યો.તારા છોકરાનું એક સારી છોકરીનું માંગું આવ્યું છે.છોકરી કલોલની છે.થોડીક શ્યામ છે,પણ બંનેનું જોડું રામ-સીતાનું લાગશે હોમ જોષના ...આમ બોલતા કાકીના દાંત દેખાતા હતા....હું એકદમ સ્થિર બની ગયો.....લગ્નની વાતથી  મારો જીવ ગૂંગળાતો હતો....હું ઉભો થઈને બહાર નીકળી ગયો.જોયું છોડી શરમાય .....તેમ....તારો છોકરો પણ શરમાઈ ગયો....જતાં જતાં કાકીના શબ્દો મારા કાને પડ્યા.મારું લોહી ગરમ થઈ ગયું હતું,પણ મમ્મીના મોભાને લઈને હું બોલી શકતો નહોતો.....મને ઋત્વિને વાત કરવાની ઇચ્છા થઈ આવી....પણ પછી મને વિચાર આવ્યો કે,ના એ પાછી ચિંતામાં પડી જશે ....કંઇ નહીં હવે તો પડશે એવા દેવાશે.....હમણાં તો સગપણ કરવાની ઇચ્છા નથી,એમ કહીને મમ્મીને સમજાવી દઇશું.....હવે તો ક્યારે ભાઇબીજનો સુરજ ઊગે તેની તમન્ના હતી... શૂન્ય મગજે હું પાનનાં ગલ્લે પહોંચ્યો ......ગલ્લે તો પહોંચ્યો,પણ મને સૂઝ પડતી નહોતી કે હું કેમ આવ્યો છું .....એવામાં એક ભાઈએ 325 નો મસાલો માંગ્યો ત્યારે મને પણ ભાન થયું અને મેં પણ 325 નો મસાલો માંગ્યો ......                                               ......અત્યારે તો હું મારો અને ઋત્વિનો પ્રેમ કેવો રંગ લાવશે તેના વિચારમાત્રથી ફફડી ઊઠ્યો છું.....મમ્મીની સગપણ કરવાની જીદ,કંકુકાકીની વાત ......આ બધું મારા માટે માથાનો દુખાવો બની ગયો હતો....મારે અહીંથી ભાગી જવું હતું.... મારે ઋત્વિના આગમન પહેલા સ્વસ્થ પણ થવું હતું....કશી સૂઝ પડતી નહોતી .....ચાલતા ચાલતા ગામની મધ્યમાં આવી પહોંચ્યો. હું કંકુકાકીના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે કંકુકાકી મોટા અવાજથી બોલી રહ્યા હતા અને કાકીને તેમના ઘરવાળા કેશવકાકા અને દીકરો ધનિયો ખુરશીમાં વીંટળાઈને બેઠા હતા તેઓ કાકીને શાંત પાડવાની કોષિશ કરતાં હતા.....  આખરે તેમની ધની જ નાસી ગઈ .......હું મનમાં ને માનમાં એક પ્રકારનો આનંદ લેતો હતો અને બબડ્યો નાસી જ જાય ને .......કાકી આખા ગામમાં લાકડે માંકડા વળગાવવાનું કામ જો કરતાં હતા .....અને ઘરમાં પણ કાકીએ માંકડા વળગાવવાનું કામ કર્યું હશે,એટલે ધની નાસી ગઈ.....આજ બપોરનો તેમના પરનો રોષ ઠલવાઈ ગયો કાકીએ તો ઘરમાં રોકકળ કરી મૂકી હતી .....પણ મને તેમના ઘરમાં જવાનું મુનાસિફ ન લાગયું ....તે પછી મેં ઘર તરફ જવાની વાટ પકડી. 

                                    ગામડામાં તો રાત વહેલી પડી જતી હતી એટલે અત્યારે મને ગામડું સૂનકાર લાગતું હતું.કૂતરાઓનો ઉ...ઉ....ઉ...રડવાનો અવાજ દૂરદૂરથી સંભળાતો હતો. હું ભેંકાર રસ્તા પર એકલો ચાલતો હતો....આડસ હતી તો માત્ર મારા પડછાયાની ......ક્યારેક ઝાંખો પ્રકાશ તો ક્યારેક અંધારું .....મજલ કાપતો ઘરે પહોંચ્યો .....ફળિયામાં પડેલા ખાટલામાં આડો પડ્યો ....ફરી પાછા મારા ચક્ષુ આગળ ઋત્વિનું દેહલાલિત્ય દેખાયું .... તો આ બાજુ મને કંકુકાકીની બપોરવેળાની વાતો પરેશાન કરતી હતી....મમ્મીને મારા અને ઋત્વિના પ્રેમસંબંધની વાત તો કરવી છે,પણ અત્યારે મને સમય ઉચિત લાગતો નહોતો ......વાત બનવાને બદલે બગડી જશે તેના અણસાર વધારે મળતા હતા....આકાશ સામે તાકતી મારી બે આંખો પણ પ્રશ્નોનાં જવાબ શોધતી હતી....ઘણી મથામણ બાદ મને ઊંઘ આવી ગઈ....

                                  સવારે જ્યારે કુકડાએ બાંગ પોકારી અને પક્ષીઓના કલરવ સંભળાયા ત્યારે મારી આંખ ઉઘડી.હું સફાળો પથારીમાં બેઠો થઈ ગયો....મારા મોંમાથી અરે,આજે તો બેસતું વર્ષ છે એમ બોલાઈ ગયું..... .....મમ્મી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના દર્શન કરવા નીકળી ગયા હતા .....હું પણ ઝપાટાભેર તૈયાર થયો અને ખીંટી પર ભરાવેઉમ કેલેન્ડર ઉતારી નવું લગાવી દીધું 

 


                                                                                                                                                                                          ક્રમશ: