અનુબંધ - 8 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 8

         તો ," યસ...... મેડમ.............. કયાં જવું છે.તમે જયાં લઈ જશો ત્યાં..... હવે એ જ મારી મંજિલ હશે ....વાહ ..... તું...... તો શાયરીમાં જવાબ આપવા લાગી છે ને....

તારા પ્યારે મને દિવાની તો બનાવી દીધી છે અને હવે ....તેણે મરકતા કહ્યું.ચાલ,હવે શું અહિયાં જ સમય પસાર કરવો છે.........?મેં જરા રોમેન્તિંક બનીને કહ્યું.સ્થળની પસંદગી મેં તારા પર છોડી છે.....હું હસી પડ્યો .....અને .....કાઇનેટિકનું સ્ટિયરિંગ હાથમાં લીધું.ચાલો મેડમ .... પાછળની સીટ તમારી રાહ જુવે છે......... ઓહ..... સ્યોર.....તો ચલે સાહેબ અને અમારી પવન પાવડી ઉપડી.સિગ્નલો વતાવતા અમે અમદાવાદની બહાર નીકળી ગયા.કલોલ હાઇવે પર મેં એક રેસ્ટોરન્સ પાસે કાઇનેટિક ઊભું રાખ્યું.સુંદર બગીચો ... ...ગ્રીનરી.... વૃક્ષોનો જમાવડો જોઈને થ્રીસ્ટાર જેવી હોટલો પણ ઝાંખી પડે.... મનોરમણિય વાતાવરણ હતું. મને અને ઋત્વિને આવા એકાંતની જરૂર હતી. ચાલ,પ્રમથેશ પેલા વૃક્ષ નીચેનાં ટેબલ પર બેસીએ. તેની પસંદગીના ટેબલ પર હું અને તે ગોઠવાયા. વેઇટર પાણી અને મેનૂ લિસ્ટ મૂકીને જતો રહ્યો.હુંનેટલો ઉતાવળિયો બની ગયો કે,મેં તેના ગાલને ચૂમી લીધા.એમડબલ્યુને આઘો ખસેડતા તેણે કહ્યું,અરે..... શું.... કરે છે ....તું... તને ખ્યાલ...... પણ છે....?...... કોઈ જોઈ જશે તો કેવું લાગશે.......કેમ, મારી પ્રિયતમાંને પણ ન સ્પર્શી શકું ..?"સ્થળની પસંદગી કોણે કરી છે....? " તે હોઠમાં હસી.આપણે મેનૂ નક્કી કરી લઈએ, પછી વાતો કરીએ.વેઇટરને વન મસાલા ઢોંસા... અને... વન  ..પીત્ઝાનો ઓર્ડર આપ્યો. વાતની શરૂઆત કેવી રીતે.... કયાંથી ....અનેકવાર વિચારવું પડતું હતું. આટઆટલી મહેનત કરવા છતાંય મોઠાંમાંથી શબ્દ નીકળી શકતો નહતો. હું ઉદાસીન દ્રષ્ટિ થી ઋત્વિ તરફ જોઈ રહ્યો હતો અને ઋત્વિ મારી તરફ જોતી હતી...કોણ પહેલ કરે એ કોશીષમાં હતું . 

છેલ્લે મેં મારા સંકોચને દૂર કરતાં કહ્યું હું ગામડે જઇ રહ્યો છું .....? ક્યારે આવીશ....?તેનાં આ અણધાર્યા સવાલોથી હું વિમાસણમાં મુકાઇ ગયો.એક ક્ષણ પછી " હા, આજે જઈ રહ્યો છું ..... " મહમહેનતે જવાબ આપી શક્યો. તું અને કુંજલિકા દિવાળી પછી ગામડે આવી રહ્યા છો.....હું તમારા બંનેની રાહ જોઈશ......મેં ઝડપથી વાક્ય પૂરું કરતાં કહ્યું.ચાલો,હવે તમારું થોડુંક હાસ્ય....તને......પણ.... આ ઘડીએ...... શું કરૂં...... તારો મૂરઝાયેલો ચહેરો  દિલમાં ભરીને જવું ગમતું નથી. દૂ:ખ થાય છે.પણ મમ્મી પ્રત્યેની મારી ફરજ કેમ ભૂલી શકું, તું સમજે છે ને...... ઋત્વિ..... અને હું આ દુનિયામાંથી ઓછો જઈ રહ્યો છુ.શું કહ્યું....તે એકદમ તાડૂકીને બોલી.જો પ્રથમેશ,તે ફરીથી આવી વાત કરી છે તો હું તારી સાથે અબોલા લઇશ.એમ....તો....આજથી પ્રારંભ.....તને તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું ...મારી સાથે હવે તને ગમતું નથી એટલે .....તેણે રૂંધાયેલા સવારે કહ્યું.અરે,તું તો સાચું માની ગઈ....હું તો મજાક કરતો હતો.....મેડમજી મને એક કિસ આપી દો.....આ તમારી પેનલ્ટી....અહીં...હા ....એમાં શું ખોટું છે ...પણ જાહેરમાં....કોઈ ...."તને આપણા બે સિવાય અહીં કોઈ દેખાય છે ....!મેં મારો ચેહરો તેની નજીક લઈ જતાં કહ્યું.ના...પ્રથમેશ"એજયુકેટેડ પિપલને આવું ન શોભે.....!તમારી આ જ....રિસાઈ ગયો....જો આજે તું એવી રીતના છૂટો પડીશ તો મારા દિલની બેચેની વધતી જશે....તેણે કરગરતા સ્વરમાં કહ્યું.એક આઇડિયા....શું...?તારી હથેળી ચૂમું ?મંજૂર .....મેં પણ ઉદાસ ચેહરે મંજૂરીની મહોર મારી દીધી.તારા અધર અને મારા ગાલ....સમયની રાહ જોઈશ .....મનને સમજાવી લીધું.અમે હોટલમાં ઘણો સમય રોકાયા મેં ઋત્વિની એકએક અલપઝલપ મારી આંખોમાં ભરી દીધી.આજના એના અધરનો મારા હથેળી પરનો સ્પર્શ ....ઉત્તેજના ફેલાવતો હતો.આ બાજુ મારા મગજમાં મનોમંથન ચાલી રહ્યું હતું.                                   

 એય મિસ્ટર .....તેણે ચપટી વગાડતાં કહ્યું.ચાલો,જવું નથી.....?ઋત્વિએ મારું મનોમંથન તોડતાં કહ્યું.પેમેન્ટ કરી અમે હોટલની બહાર નીકળ્યા.મેં ઋત્વિને દર્પણાના ઘરનો ફોન નંબર આપ્યો.સાથે અવારનવાર ફોન ન કરવાની ચેતવણી પણ આપી.સાંજનો સમય હતો.વાહનોની અવરજવર પણ વધી ગઈ હતી.એમાં ઋત્વિના સ્તનયુગ્મો મારી પીઠને સ્પર્શ કરતાં હતા.મારી ઉત્તેજના તીવ્ર બનતી જતી હતી.....વધુ તીવ્ર બને તે પહેલાં .....ઋત્વિ થોડીક દૂર બેસીશ.....કેમ ?....સવાલ ન કરીશ.....તે દૂર ખસી ગઈ.તેના સ્તનયુગ્મોનો સ્પર્શ મારાથી દુર થતાં મેં હાંશકારો અનુભવ્યો હતો.રોમાંચક વાતો કરતાં કરતાં અમે અમદાવાદની હદમાં આવી પહોંચ્યા.નહેરુસર્કલથી તે ઘરે પાછી વળી અને મેં ઓફિસ તરફ પ્રયાણ કર્યું.ઝટઝટ કામ પતાવીને હું ગામડે જતી બસના સ્ટેન્ડ પર આવીને ઊભો રહ્યો....હજુ બસ આવવાને 15 મિનિટનો સમય હતો.એટલે મને મનમાં થયું કે,લાવને જતાં જતાં ઋત્વિ સાથે વાત જ કરી લઉં...આમ વિચારીને મેં આમતેમ નજર દોડાવી.સામેના છેડે PCO બૂથ જોવા મળ્યું.PCO બુથમાં પ્રવેશ કર્યો અને.....2......7......8......7.....8......1.....7......0......ડાયલ કર્યો.સામે છેડેથી ઋત્વિએ જ રિસીવર ઉપાડયું.હેલો પ્રથમેશ.....જાઉં છું.....મેં કહ્યું... એવું નહીં કહેવાનું .......પ્રથમેશ,જઈને પાછો આવું છે એવું કહેવાનું.ચાલ,બસ મેડમ,જઈને પાછો આવું છું.બસ ને ....ખુશ...ખુશ...તેણે મને વળતો જવાબ આપ્યો.ચલ,હું મૂકું છું અને તમારા બંનેની રાહ જોઈશ...કહીને મેં રિસીવર મૂકી દીધું.

પ્રેમ,લાગણી,ઋણાનુબંધ ...કે પછી મારી ઋત્વિ પ્રત્યેનો સંબંધ....આ બધામાં પ્રેમનો જ ભાવ છુપાયેલો છે.સંબંધ અર્થાત "સમ+બંધ એટલે કે સરખા બંધનમાં બંધાવું તે ....તો પછી જે સરખા બંધનોમાં બંધાતા નથી તેને શા માટે સંબંધનું નામ આપવામાં આવે છે....? માપિતા,ભાઈભાભી,કાકાકાકી,ભાઈબહેન,ફોઈફુઆ..... જેવા સંબધોનોને .....આપણે જીંદગીભર સાચવવા પડે છે.સાચવવાના રહે છે રહેશે....પણ,પ્રેમ,આ સંબંધથી વેરભાવના કે પછી દ્વેષભાવના કેમ આકાર લેતી હોય છે...?આ એક એવો સંબંધ હોય છે કે જેને માનવી નામ આપવા માટે મથામણ કરતો હોય છે."પ્રેમનું બીજું નામ બલિદાન છે...સંબંધ નહીં....કારણ,સંબંધમાં અધિકાર છુપાયેલો છે,જ્યારે પ્રેમમાં ત્યાગ અને "દુનિયામાં જે ત્યાગીઓ છે તે કદાચ પ્રેમી રહી ચૂક્યા હશે...!

બસ ગોઝારીયાના બસસ્ટેન્દ સુધી પહોંચી ત્યાં સુધી મારા વિચારો મારી સાથે અપડાઉન કરતાં રહયા.હું બસ સ્ટેન્ડ પર ઉતર્યો ત્યારે રાત્રિના એક વાગ્યો હતો.ગામ આખું શૂનકાર લાગતું હતું.ક્યાંક -ક્યાંક કુતરાઓ રડતાં હતા...અવાજો સાંભળીને કાચા હ્રદયના તો કાળજા જ કંપી જાય.પણ મને તો આવી રીતે અવારનવાર આવવાનો અનુભવ હતો.એટલે રસ્તા મારા માટે ઓળખીતા હતા. હું ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી બહાર ખટલો ઢાળીને સૂતા હતા.ઢીંચૂક...ઢીંચૂક....કડીનો અવાજ સાંભળીને મમ્મી સફાળી જાગી ગઈ.કોણ...?મમ્મીએ બૂમ મારી ....આટલી મોદી રાત્રે ....એમ બબડતાં તેણે લાઇટ કરી.મારો ચહેરો જોઈને તેના છાતીના ધબકારા ઓછા થયા.અરે,પ્રથમા...તુંઆમ,અચાનક,કોઈ જાણ કર્યા વગર....?કેમ ....તારી આજ્ઞાનું પાલન કરવા આવ્યો છું.સરપ્રાઈઝ .....મે અંદરથી કપડાં બદલાતાં કહ્યું.મેં પણ પછી મમ્મી સાથે ઓસરીમાં ખટલો ઢાળ્યો અને મમ્મી સાથે વાતો કરતાં થાકને કારણે આંખોએ પણ થકાન અનુભવી.

  ....પણ ઢળેલી આંખોએ ઋત્વિને પોતાનામાં ભરવાનું છોડ્યું નહોતું.તેનો માસૂમ ચેહરો...તેના રિસામણાં અને મનામણાં આ સમયે પણ યાદ આવવા લાગ્યા.તેની યાદોએ પીછો છોડ્યો નહોતો.. 

 

                                                                                                                                                                            ક્રમશ :