અનુબંધ - 15 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 15

 

જ્ગ્ગા આવી ગયો બેટા .....મમ્મી ખાટ પરથી ઊભા થતાં બોલી.મૂકી આવ્યો એ છોકરીઓને ....તરત બીજો સવાલ કર્યો.પણ ....શું મમ્મી ....આગળ કંઇ કહેવું છે ....આટલી મોડી રાત્રે એ બંને છોકરીઓ એકલી બસમાં મુસાફરી ....મમ્મીના આ શબ્દો સાંભળીને મારા શરીરમાંથી કંપન છૂટી ગઇ.ઠંડીમાં પણ મારા લલાટ પર પરસેવાના રેલા નીકળવા લાગ્યા.મેં હાથમાં રાખેલા નેપકિનથી પરસેવાના નીકળતા રેલા લૂછતા કહ્યું ....હા મમ્મી .....મોડું તો થઈ ગયું છે,પણ તે લોકોએ જીદ કરી કે,અમારે આજે અમદાવાદ પહોંચવાનું છે ....આટલું બોલતા -બોલતા મને શ્વાસ ચઢવા લાગ્યો.થોડો ઊંડો શ્વાસ લઈને હું મમ્મીની પાછળ ચાલવા લાગ્યો.મમ્મી રસોડામાં મારા માટે દૂધ ગરમ કરવા ગઈ એવામાં મેં દર્પણાને ફોન લગાવ્યો કહ્યું બધું ઓકે છે.તું નિરાંતે ઊંઘી શકે ને એટલે મેં તને ફોન કર્યો ,પણ જ્ગ્ગુભૈયા મને પણ હવે ભાભી અને તમારી મિત્ર કુંજલિકાની ચિંતા થવા લાગી છે...એ લોકો સેફ તો હશે ને ભૈયા ....અરે ગાંડી કશું નથી થવાનું એ બંને ને ....વિશ્વાસ રાખ ....ભગવાન ભોલેનાથ તેઓની રક્ષા કરશે ....ચલ હવે ફોન મૂકું છું અને તું નિરાંતની નીંદ લે ....ઓકે ...જયશ્રીકૃષ્ણ ....સામે છેડેથી દર્પણાનો પણ જયશ્રીકૃષ્ણ કહીને ફોન મુકાઇ ગયો.મમ્મી મને દૂધનો પ્યાલો પકડાવીને પાછી ખાટ પર જઈને બેઠી.હું પણ મમ્મી સાથે ખાટ પર ગોઠવાયો.

ત્યાં મમ્મી બોલી જગ્ગા તું ક્યારે અમદાવાદ જઈ રહ્યો છે ....કેમ તું આમ પૂછે છે ....મેં પણ વળતો જવાબ આપ્યો.કેમ હું તને પૂછી ના શકું,શું મારે હવે તને પૂછવાનું બંધ કરી દેવાનું ....મમ્મી સતત બોલે જતી હતી,રોકાતી જ નહોતી.....મમ્મી બસ હવે ....મારાથી જરા ઊંચા અવાજે બોલાઈ ગયું.નાના બાળકને કેમ છાનું રાખવા ચેનચાળા કરીએ,એમ આ વૃધ્ધ માતા-પિતાનું કામકાજ પણ નાના બાળક જેવુ.એમ પણ કહી શકાય કે નાનાં બાળકોથી ભૂંડા વડીલો....એમનું ધાર્યું જો ન થયું તો સમજી લો કે તમે ગયા કામથી.....હું મનમાં આવું જ કંઈક વિચારી રહ્યો હતો ....રાતની આ નીરવ શાંતિની વચ્ચે અમે માં-દીકરો બેઠા હતા અને મારુ મન ચકડોળે ચઢ્યું હતું.ઘડીકમાં મન ઘરડી માને જોઈને નિરાશ બની જતું તો ઘડીકમાં ઋત્વિને લઈને બેબાકળું બની જતું.મનની સ્થિતિ એવી બદતર બનતી જતી હતી કે મારે માટે એને સંભાળવું વિકટ બની ગયું હતું.મને ક્યાંય સુધી બોલતો ન જોઈને મમ્મીએ મને ફરીથી ઢંઢોળ્યો અને ગુસ્સે થઈને બોલી "જવાબ આપવામાં આટલી બધી વાર લગાડે છે "મમ્મીની બોલવાની અક્કડતા જોઈને મને થયું ઉંમર થઈ હોવા છતાં હજુ પણ તેની વાણીની અક્કડતા ગઈ નથી.હજુ તેના વિચારો કૂવામાંના દેડકા જેવા જ છે.હું વિચારે ચઢી જાઉં તે પહેલા જ મેં મારા વિચારો પર રોક લગાવી દીધી અને મમ્મીની સામે જોઈને બોલ્યો,હા,મમ્મી શું કહેતી હતી તું ?હજુ મમ્મી બોલવા જાય તે પહેલા જ હું બોલી ગયો ,હા હું અમદાવાદ હમણાં નથી જવાનો...હજુ અઠવાડિયું રોકાવાનો વિચાર છે."તો હું શું કહેતી હતી જગ્ગા કે,હવે જો તે એક અઠવાડીયા સુધી રોકાવવાનું મન બનાવી જ લીધું છે તો પછી આપણે આવતીકાલે મામાના ઘરે જઈ આવીએ.દિવાળી છે તો મળી આવીએ. હું આગળ કંઇ બોલું તે પહેલા જ એ ઢાળેલા ખાત પર લાંબી થઈને ઊંઘી ગઈ.

મારી મગજની નસો એવી ખેંચાવા લાગી હતી કે,મેં મમ્મીની વાતનો જવાબ આપવાનું ટાળ્યું.મન સ્થિર રહી શકતું જ નહોતું. વારંવાર વ્યગ્ર મન ઋત્વિ અને કુંજલિકા ઘરે પહોંચ્યા હશે કે નહીં ....સતત વિચારોમાં ડૂબેલું અબાધિત મન અને ઘડિયાળ પર ટીકી રહેલી આંખો પણ હવે આરામ માંગતી હતી.ઘડિયાળમાં સાડા અગિયારનો ટકોરો પડતાં જ હું અંદરથી ધ્રુજી ઉઠ્યો.શું થયું હશે ?તે બંને કયાં પહોંચ્યા હશે?સુરક્ષિત તો હશે ને....સાડા અગિયાર થઈ ગયા છે ....મનનો ઉદ્વેગ શાંત થતો જ નહતો.વારંવાર એ જ વિચાર આવતો હતો કે,બંને પહેલીવાર અહીં આવ્યા હતા અને મેં મહુડી લઈ જઈને પણ મૂર્ખામીભર્યું કામ કર્યું.એમની સાથે કોઈ પુરુષ પણ નથી ....બંને છોકરીઓ એકલી છે ....એમાં પણ ઋત્વિના બા તો ....બાપરે .....બિચારી બાપડી પતી જ જશે .....વિચારોને કારણે મારી ઊંઘ પણ વેરાન બની ગઈ હતી....ખરાબ વિચારો મને ઘેરી વળ્યા હતા,ત્યાં ઘડિયાળમાં 12 ના ટકોરા પડ્યા.હું ચોંકી ગયો.શું હજુ પણ તે બંને ....વારંવાર આંખો દર્પણાના ઘર તરફ અને કાન ઘડિયાળના ટકોરા સાંભળે રાખતી હતી.1.....1-30....2.....3....3...30 ....આખી રાત ટકોરા ગણે રાખ્યા ....સાડા સાત વાગ્યા હશે ....આખી રાત તો અજંપામાં જ નીકળી.એવામાં દર્પણાએ મારા નામની બૂમ પાડી.જગ્ગૂભૈયા ....ક્યાં છો તમે ....બૂમો પાડતી તે મારા ઘર તરફ દોડતી આવતી હતી.હું પણ ઝડપથી સામે ગયો.ઝાંપામાં અંદર દાખલ થતાં મેં એને રોકી અને બોલ્યો શું થયું ?કેમ આટલી ઉતાવળે દોડતી આવે છે,જાણે કોઈ કૂતરું પાછું ના પડ્યું હોય !       

જગ્ગૂભૈયા તમને સવાર સવારમાં મજાકનો કેમ વિચાર આવ્યો?અરે વાતાવરણમાં થોડીક હળવાશ લાગે ને એટલે તને આવતી જોઈ એટલે મન થઈ ગયું. ...મેં પણ તેને સમજાવતા કહ્યું....બોલ હવે કેમ મારા નામની બૂમો પાડતી દોડતી આવતી હતી ....અરે,શીટ ....દર્પણાએ પોતાના માથા પરના પાછળના ભાગ પર ટપલી મારતા કહ્યું ,જગ્ગૂભૈયા આજે સવારે દર્પણાભાભીનો ફોન આવી ગયો છે અને મેસેજ કહેવડાવ્યો છે કે ગઇકાલે રાત્રે બાર વાગે અમે પહોંચી ગયા હતા.દર્પણાના મુખેથી આ શબ્દો સાંભળીને મનનો ઉચાટ હળવો થઈ ગયો.બીજો  કશો મેસેજ આપ્યો છે ....મેં ઉત્સુક્તાપૂર્વક આંખે દર્પણાના ચહેરા સામે જોયું.હા ભૈયા બસમાં પંચર પડ્યું હતું એટલે પહોંચવામાં મોડુ થયું હતું.મને એમ કે કોઈ મીઠી વાતનો સંદેશ મોકલાવ્યો હશે એ વિચારેથી મેં ખુશ થતાં પૂછ્યું હતું અને સાલું આ તો પંચર અહીં જ પડી ગયું છે,મારાથી થોડુક મોટેથી બબડાઈ ગયું.શું બોલ્યા જગ્ગૂભૈયા ? કંઇ નહીં એતો એમ કહેતો હતો કે,ટૂંકમાં આપણે બંનેએ આખી રાત ચિંતામાં જ પસાર કરી એમ ને ...યસ ....દર્પણા બોલી...સાંભળ ....હું અને મમ્મી આજે મામાના ઘરે જઇએ છે.અમદાવાદથી તારી ભાભીનો કોઈ મેસેજ હોય તો લઈ લેજે. ...મેં એનાથી છૂટા પડતાં કહ્યું.                 

 

હું અંદર ગયો એવો જ મમ્મીએ મને ઝડપ્યો અને પછી શરૂ કર્યા એના સવાલો પૂછવાના ...પછી મેં પણ મમ્મીને એ બંનેને બસને કારણે મોડું થઈ ગયું હતું તેની આખી વાત રજૂ કરી ....બહુ ખરાબ થયું ....આપણા વશની વાત તો ન હતી.કષ્ટ પડ્યું હશે,ચાલો બંને સહી-સલામત ઘરે તો પહોંચી ગયા ...મમ્મી ખાટ પરથી ઊભા થતાં બોલી. ચાલ હવે તું પણ તૈયાર થઈ જા...પછી આપણે નીકળવું છે.મમ્મી પણ દીવા -બત્તી  કરીને તૈયાર ગઈ.ઘરને લોક કરીને અમે બહાર નીકળ્યા.દર્પણાના ઘર પાસેથી પસાર થયા તો મેં મમ્મીને કહ્યું જરા થોભ,કેમ પાછું શું થયું,મમ્મીએ મને પૂછ્યું.હું દર્પણાને ઘરનું ધ્યાન રાખવાનું કહી આવું,એમ કહીને હું દર્પણાના ઘર તરફ ગયો.દર્પણાને કહીને હું બહાર આવ્યો.તે પછી હું અને મમ્મી બસસ્ટેન્ડે પહોંચ્યા. બસની રાહ જોતાં અમે ઊભા રહ્યા. 

હેમશંકર જોષી મારા મામાનું નામ હતું.તે વસાઈ ગામમાં આવેલી સરકારી શાળાના પ્રિન્સિપાલ રહી ચૂક્યા હતા અને તેમને પોતાના કર્તવ્યને લઈને સરકાર તરફથી પારિતોષિક પણ પ્રાપ્ત થયો હતો.તેઓ મને ખૂબ જ વ્હાલ કરતાં હતા.હું વસાઈ જાઉં ત્યારે તો તેઓ એટલા આનંદિત થઈ ઉઠતાં કે આખા ગામમાં મારો ભાણિયો આવ્યો છે ભાઈ જરા આ આપી જજે.ભાઈ તું આ આપી જજે .....અડધા થઈ જતાં હતા અને તેમનો મારા પ્રત્યેનો પ્રેમ જોઈને હું પણ ખૂબ જ લાગણીવશ બની જતો.જ્યારે તેઓ મારી સાથે હશી મજાક કરે ત્યારે પણ તેઓ ખૂબ જ આનંદિત બની જતાં હતા.મમ્મી પણ મામા-ભાણિયાનો પ્રેમ જોઈને આનંદની લાગણી અનુભવતી હતી.એવામાં વસાઈની બસ આવી ગઈ.હું અને મમ્મી ચઢ્યા.બે ની સીટ ખાલી જોઈને અમે ગોઠવાયા.બસ વસાઈના માર્ગ પર દોડતી હતી.વર્ષયાંતરે નવા ફેરફારો જોવા મળી રહ્યા હતા.ગુજરાત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે,સારું લાગ્યું.હું વિચારતો હતો કે,હું જ્યારે નાનો હતો અને મામાના ઘરે જતો ત્યારે કાચા રસ્તા હતા.બાજુમાંથી કોઈ વાહન પણ જો પસાર થાય તો ધૂળ -ધૂળ ઊડતી હતી.ત્યાં મમ્મીએ મને ઊંડા વિચારોમાં ડૂબેલો જોઈને મારો હાથ હલાવતા બોલી જગ્ગા આજકાલ તું ખૂબ જ ઊંડા વિચારોમાં ખોવાયેલો જોવા મળે છે ?અમદાવાદમાં કશું .....ના...ના...મમ્મી એવી કોઈ ચિંતા કરવા જેવી વાત નથી....તે આગળ બોલે તે પહેલા જ મેં તેને આશ્વાસન આપતો જવાબ આપ્યો. 

 

થોડીકાવાર ચૂપ થયા રહ્યા પછી પાછી મમ્મી બોલી ,બેટા સતત વિચારોથી તારા મનને વધારે ઉદ્વિગ્ન ન બનાવ.જો ન્કે મમ્મીને જવાબ આપવાને બદલે મૌન જ રહ્યો.અત્યારે તો ઋત્વિની વાત મમ્મીને કહેવી ઉચિત લાગતી નહતી,એટલે મમ્મી જે સલાહસૂચન આપતી હતી તેમાં માત્ર હા...હા...ભણે રાખતો હતો.તેનું સલાહ આપવાનું આખા રસ્તે ચાલુ જ રહ્યું.મમ્મીનું મોઢું કેમે કરીને બંધ જ ન રહ્યું.આ બાજુ સુરજ માથા પર આવી ગયો હતો.અમારી બસ એક ઘેઘૂર વડલા નીચે ઊભી રહી.આ જ વસાઈ હતું.અમે માં-દીકરો બસમાંથી નીચે ઉતર્યા.આ જ મારા મામાનું ગામ.ગામમાં ત્રીજા નંબરે આવતું ઘર એ હેમશંકર જોષી એટલે મારા મામાનું ઘર....મામાના ઘરે પહોંચ્યા.મેં સાંકળ ખખડાવી ....બે થી ત્રણ વાર સાંકળ ખખડાવ્યા પછી અંદરથી કોણ ...કહેતો જાડો  અવાજ સાંભળવા મળ્યો.મામાનો જ અવાજ હતો એની મને ખબર પડી ગઈ.મામાની ઉંમર થઈ હતી એટલે ધીમેધીમે ચાલતા આવતા પાંચ મિનિટ જેવી પસાર થઈ ગઈ હતી.બારણાં પર અમને જોઈને મામાના ચહેરા પર ખુશી આવી ગઈ.મીઠો આવકાર આપ્યો.એવું લાગતું હતું કે જાણે મામા અમારા આવવાની રાહ જોતાં હતા.મામીનું બે વર્ષ પહેલા જ મૃત્યુ થયું હતું,એટલે મામા જ બધુ ઘરનું કામ કરતાં.રસોઈ પણ મામા જાતે જ કરતાં....દીકરા -દીકરી એમના ઘરે સુખી હતા.બાળકો અવાર નવાર ખબર -અંતર પૂછતા રહેતા હતા,પણ મામા એકલવાયા જીવનને લઈને શોશાતા રહેતા હતા.મેં પણ મામાને ઘણીવાર ભાઈ-બહેન સાથે રહેવા સમજાવ્યું,પણ મામા ને મન બહેનનું ઘર એટલે દીકરીનું ઘર અને દીકરીના ઘરે રહેવાની વાત તો બાજુ પર પણ પાણી પણ ન પીવાય.શરુશરૂમાં મામાને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ પછી મેં પણ તેમની જુનવાણીને સ્વીકારી લઈને સમજાવવાનું છોડી દીધું.                                                                                                                                                    

મામાએ સામે પાટ પર બેસવાનો ઈશારો કર્યો અને ધીમે -ધીમે માટલાં તરફ પાણી લેવા જતાં હતા.મેં મામાને બૂમ પાડીને રોક્યા અને હું પાણી લેવા માટલાં તરફ આગળ વધ્યો.ત્રણેય માટે પાણી ભરીને હું ભાઈ-બહેનની વચ્ચે જઈને બેઠો.પાણી પીધા પછી મામાએ પૂછ્યું બહેન,જમીને આવ્યા છો તમે લોકો ?મામાએ પૂછ્યું.અરે,હું તો સાવ જ ભૂલી ગયો કે ,તમે તો સવારના વહેલા નીકળ્યા હશો ....હું પણ ભાણિયા તારા મામીના ગયા બાદ આ સોશિયલ બનવાનું અઘરું લાગે છે,એમ કહીને મામા ખાત પરથી ઊભા થઈને રસોઈઘર તરફ ગયા.મમ્મી પણ ફ્રેશ થઈને મામાની સાથે હાથ બધાવવા લાગી.મામા બોલતા જતાં હતા કે,તારી ભાભી હોટ ને તો જાતભાતના વ્યંજન બનાવીને ખવડાવત.મામા પણ મમ્મીની જેમ બોલે જ રાખતા હતા બહેના અહી પિયરમાં આવીને પણ તારે રસોડુ સંભાળવું પડે છે.બે દિવસ માટે તો આવે છે મારી બહેનાં .....અહીં આવી છું તો થોડોક સમય આરામ કર....હું રસોઈ તૈયાર કરું છું ...અરે એમાં શું ભાઈ પહેલા ભાભી હોંશે હોંશે જમાડતી ....હવે હું ભૈયા ....જાવ તો ભાઈ જરા તમારા ભાણિયા સાથે જઈને બેસો,હું બધુ બનાવીને પીરશીશ.