અનુબંધ - 7 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 7

આજની સવાર ખુશનુમાં લાગી રહી હતી.મારા મનનો મોરલો થનગની રહ્યો હતો. બધું જ વાતાવરણ મને મધુર મીઠું અને સુવાસિત ખુશનુમાં લાગી રહ્યું હતું.જેનું મૂળ કારણ નવા પ્રાંગરેલા પ્રેમના કુણા- કુણા બીજ,જે એકબીજામાં ઓતપ્રોત થઈને પહેલી મુલાકાત ઝંખે છે.જેમ ક્ળીમાંથી તાજાં ખીલેલા પુષ્પો ભ્રમરાઓથી મીઠી મધુર અને પ્રશંસનીય વાતાવરણનું સર્જન કરીને મોહક બનાવે છે,તેમ આજે આ બે હૈયાના ધબકારા મળતા જ મુલાકાત મોહક મીઠી માધુરી યાદગાર બની રહેશે.આજનો આ દિવસ આજની તારીખ ૧૧ સપ્ટેમ્બર, આજનો ટાઈમ બપોરના ૨ વાઅને આજની અમારી પહેલી પ્રીતની પહેલી મિલન-મુલાકાતની જ્ગ્યા લૉ ગાર્ડન યાદગાર દિવસ.જિંદગીમાં ગમે તેટલા તોફાનો કે ઝ્ંઝવાતો સર્જાય પરંતુ મારા આ ખૂબસૂરત દિવસની યાદ ક્યારેય નહીં ભૂલીશ. હું જમીને ઘરની બહાર નીકળ્યો.પીસીઓ પાસે આવ્યો.મને મમ્મી અને દર્પણા સાથે વાત કરવાની ઈચ્છા હતી. ગામડે ફોન કર્યો. મમ્મી અને દર્પણા સાથે વાત કરી,તેને ઋત્વિના પ્રેમના એકરાર અંગે જણાવ્યું.તે તો ખૂબ ખુશ થઈ ગઈ હતી.જાણે મોટેથી બરાડી રહી હોય એમ બોલતી જતી હતી કે, બસ ' મને તમારી આ કબૂતરી જોડે વાત કરાવો ને' .... પ્લીઝ .. જગુભૈયા... જીદ પર ચઢી ગઈ હતી.અરે,ધીમેથી ....માતાજી સુન લેગી...અને હજી આજે તો અમે પ્રથમ વાર મળીશું.હવે બીજીવાર ફોન કરીશ ત્યારે જરૂર તને વાત કરાવીશ. હું રિસીવર મૂકી પીસીઓની બહાર આવ્યો. રિસ્ટવોચ પર નજર કરી તો ટાઈમ બપોરના ૧(એક) વાગ્યો હતો. લોગાર્ડન તરફ જતી ૧૦૩ નંબરની બસમાં મેં મુસાફરી આરંભ કરી.

હું રેગ્યુલર મોટેભાગે બસમાં જ મુસાફરી કરતો,પણ આજની આ મુસાફરી અલગ જ પ્રતીતિ કરાવતી હતી.લાગી રહ્યું હતું કે,મેધધનુષ્યનાં સાત રંગોમાં મારો પ્રેમ મીઠાં રસમધુર કલ્પનાઓથી સજાયેલો ન હોય એવો આભાસ થતો હતો.પ્રેમની મીઠી સુવાસથી આજે બે આત્મા બે માંથી એક થવા જઈ રહ્યા હતા. હું વધુ વિચારોના વમળમાં એકચિત્ત થવું તે પહેલાં બસ કંડટરે લોગાર્ડનના સ્ટેન્ડ ની બૂમ પાડી.બસમાંથી નીચે ઉતર્યો.રસ્તાની સામેની બાજુ નજર કરી તો ઋત્વિ સામેની બાજુ તેનું વ્હીકલ લઈ મારી આતુરતાથી રાહ જોતી હતી.હું રસ્તો ક્રોસ કરીને તેની પાસે ગયો.તેનું કાઇનેટિક સ્ટેન્ડ પર ચઢાવી અમે ગાર્ડનમાં ગયાં.સુંદર લીલોતરી હતી તે સેફ જગ્યાએ અમે બેઠા. ઋત્વિએ પીળો ડ્રેસ પહેર્યો હતો.તેમાં તે ખુબજ સુંદર અને આકર્ષિત લાગતી હતી.હું ખોવાયેલા વિચારોમાથી બહાર આવ્યો.પાંચ મિનિટ અમારાં બન્ને વચ્ચે સમાધિ જેવુ મૌન વાતાવરણ રહ્યું.પરંતુ આખરે મારે જ શરૂઆત કરવી પડી....ઋત્વિ એક સવાલ પૂછું .... ?હા, પુછો....તમે આમ અચાનક....... તેને મારા અધર પર આંગળી મૂકી દીધી અને તરત જ આંગળી ખેંચી લેતાં જ બોલી, 'જો પ્રથમેશ, આજથી આપણે લાગણીના સંબધોમાં બંધાઈ રહ્યા છીએ તો પહેલા તમે "મને તમે" જેવા સૂચક શબ્દોનો ઉપયોગ ન કરતાં."તું " માં જ આત્મીયતા લાગશે. તમને ગમશે ને "તું "નો શબ્દપ્રયોગ .....મેં કહ્યું .....શું બોલી તું.....ના... તમને.....ઓહ...સોરી..... ઋત્વિએ કહ્યું.હું પણ આત્મીયત્તાભર્યા શબ્દપ્રયોગનો ઉપયોગ કરવાની કોશિશ કરીશ.અમે પ્રેમના વાર્તાલાપમાં ખૂબ ઊંડા ઉતરી ગયાં હતાં. ઓફિસના સમયનું પણ ભાન ન રહ્યું. બન્નેએ એક સાથે રિસ્ટવોચમાં જોયું તો સાડાત્રણ થયાં હતાં. વધારે મોડું થઇ ગયું હતું

દિલથી તો અમને છૂટા પડવાની ઇચ્છા થતી નહોતી.છૂટાં પડવું પણ મુશ્કેલ હતું. છતાં બન્ને આંખના ઈશારાથી ઊભા થયાં, અને બગીચાની બહાર નીકળ્યા.મેં તેનું કાઇનેટિક ચાલુ કર્યું અને તે મારી પાછળ બેસી ગઈ.આજે પહેલીવાર મારાં સ્કૂટર પાછળ કોઈ છોકરી બેઠી હતી અને તે પણ મારા સપનાઓમાં રંગ ભરનારી ઋત્વિ કાઇનેટિક પાછળ બેઠી હતી તેનો મને ખૂબ આનંદ થતો હતો. ઋત્વિ..... બોલ.....મેં આજ સુધી કોઈ છોકરીને લિફ્ટ આપી નથી.અચ્છા...... વેરી ગુડ.....શી ખાતરી.......તું બેઠી એ ખાતરી...... મેં હળવા ગુસ્સાથી કહ્યું.તું ઝડપથી ડ્રાઈવ કર આપણે ખૂબ મોડા છીએ.મેં કાઇનેટિકની સ્પીડ વધારી અમે દસ મિનિટમાં નહેરુબ્રિજ સર્કલ પાસે પહોંચી ગયા.ઓફિસમાં કોઈને શક ન જાય તે આશયથી હું સર્કલ પર ઉતરી ગયો.ઋત્વિએ સ્ટિયરિંગ સંભળી લીધું.ઉતરીને હું પાનની દુકાન પર ગયો.મેં પાનનો મસાલો લીધો અને ધીમે ધીમે ડગ ભરતો ઓફિસ પહોંચ્યો.ઘણી સાવચેતી રાખી છત્તાય....આજે તો બન્ને સાથે આવ્યા છે....જેવી ટકોરમાંથી અમે બચી શક્યા નહીં. મેં આ કોમેન્ટને કાન પર લીધી નહીં. ઋત્વિ પણ શરમાઇ ગઈ . તેને ગુસ્સો આવી ગયો,પરંતુ મારી અને તેની નજર એક થતાં મેં તેને આંખના ઇશારાથી શાંત પાડી.અમે અમારી સીટ પર ગોઠવાઈ ગયાં. ઋત્વિ કામમાં વ્યસ્ત હતી.હું પણ કામમાં વ્યસ્ત હતો પણ તેની તરફ નજર કરવાનું ચૂકતો નહોતો.

                           તેની પાતળી કમર..... કમર પર ઝુલતો સર્પાકાર લાંબો ચોટલો....... જે દેખીને મારું દિલ ઝૂમી ઊઠતું.....મન પણ કેવું ચંચળ છે, તેને કાબૂમાં લાવવું મુશ્કેલ હતું. મનમાં મિશ્ર વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું.એવામાં સિધ્ધાર્થે બૂમ પાડી.હું એકદમ ચમક્યો.યસ...સિધ્ધાર્થ કમિંગ...વાઉ બેચેન દિલની વ્યાકુળતા ભગવાને જાણે ન સાંભળી લીધી હોય તેવું લાગ્યું.મેં વિચાર્યું ચાલો આ બહાને મને ઋત્વિના ટેબલ પર જવાની તક તો મળી.હું ઋત્વિની બાજુની ખુરશી પર ગોઠવાયો,ત્રાંસી નજર કરીને તેની મુલાયમ આંગળીઓથી પકડેલી કલમ.... નજાકત.... જોતો રહ્યો. હું ક્ષણિક આવેગમાં આવી ગયો. ફરીવાર સિધ્ધાર્થે કહ્યું તો પછી..... પ્રથમેશ..... ઓહ ....સોરી....યસ સ્પીક.... હું ક્ષોભિત બની ગયો.અમે બંને મુખ્ય મુદ્દા ચૂંટણીના મુદ્દાની ચર્ચા પર ઉતરી ગયાં.ત્યાં તો અમારી ચર્ચાએ વળાંક લીધો.સિધ્ધાર્થે ઋત્વિકાને તેના નામથી બોલાવી.મારી સાથે ઓળખાણ કરાવી અમે બન્નેએ એકબીજાની સામે મધુર મંદ સ્મિત વેર્યું. આઈ એમ સોરી પ્રથમેશ સિધ્ધાર્થે જરા અટકીને કહ્યું,તમે બન્ને તો એકબીજાને ......નો......નો..... મેં કહ્યું.એટલા નજીકથી નથી ઓળખતાં મારા કહેવાનો .....સમજી ગયો...... સિધ્ધાર્થે  આશ્ચર્ય બતાવતાં......અડધો કલાક ઋત્વિના ટેબલ પર વિતાવ્યો. મેટર્સ આપવાનો સમય થઈ ગયો હતો, એટલે કમને ઊઠવું પડ્યું.ઋત્વિના ટેબલ પર તેની બાજુમાં..... તેનાં નશામાં મને સમજાતું ન હોતું.... આમ જુઓ તો તે પળે મને કશું સુઝતું ન હતું. હું અચાનક ત્યાં કેમ ગયો.....? પણ... મૂંઝવણ વધી જાય તે પહેલાં હું કામે લાગી ગયો.

                   ટાઈમ થતાં હું ઓફિસની બહાર નીકળ્યો.આકાશ તરફ નજર કરી તો એક તારો ખરી રહ્યો હતો.મેં મનોમન ઋત્વિનો સાથ મારી સાથે જીવનભર બની રહે તેવી માંગણી કરી. મનમાં વિચિત્ર કશમકશ ચાલતી હતી અને હું ઇન્કમટેક્ષ પહોંચી ગયો. ઋત્વિને ફોન કરવાનાં તર્કથી હું પી.સી.ઓ પર પહોંચી ગયો. ફોન પર થોડીક વાતો કરી, છેલ્લે ગુડનાઇટ કહી રિસીવર મૂકી દીધું. હું ઉંધી ગયો ત્યાં સુધી મનમાં વિચારોની આંધી ચાલતી રહી.બીજે દિવસ રવિવાર હતો,ઘરમાં બધા મોડા ઉઠ્યા હતાં.મેં હળવી કસરત કરી,દૈનિક ચર્યા પતાવી નીચે આવ્યો. કાકીએ ચ્હા-નાસ્તો તૈયાર રાખ્યો હતો.ચ્હા- નાસ્તો કરીને હું મારા દૈનિક કામમાં આટોપાઈ ગયો.ઓફિસનો સમય થતાં હું ઝડપભેર તૈયાર થઈ ગયો.ત્યાં કાકીએ દીવાનખંડમાંથી બૂમ પાડી...... પ્રથમેશ.... તારો ફોન........ " આ વેળાએ ...કોણ.... હશે !દાદરા ઊતરતાં વિચારી રહ્યો હતો.રિસીવર ઉપાડી  હેલો... પ્રથમેશ.... ઋત્વિનો અવાજ સાંભળીને મેં આજુબાજુ નજર કરી લીધી."શું થયું...?દિલ થોડુક ચિંતા કરવા લાગ્યું.તું આજે મને મળીશ.....?સામે છેડેથી ઋત્વિએ મને પૂછ્યું.મારી ચિંતા વધતી ચાલી.મન ગડમથલમાં હતું.ઋત્વિએ આમ અચાનક....?   અરે, આ કાંઇ પૂછવાની વાત હતી... મેં કહ્યું.ઓફિસનો સમય...... તેણે પ્રશ્ન કર્યો.મેં કહ્યું જોયું જશે.....મેં ખુબજ ધીમાં અવાજે ચિંતાતુર અવાજે કહ્યું.કાકીને બૂમ મારીને " જયશ્રી.....કૃષ્ણ" .....કહીને ઘરની બહાર નીકળી ગયો.લો ગાર્ડન પહોંચ્યો,આજુબાજુ નજર કરી,પણ હજી ઋત્વિ આવી નહોતી.મને ગુસ્સો ચઢી રહ્યો હતો, જેને ગળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.ત્યાં જ ઋત્વિ દેખાઈ.વેહિકલ પાર્ક કરીને સોરી...પ્રથમેશ ...... મને ગુસ્સો કરવાનો મોકો જ ન  આપ્યો....અમે ગાર્ડનમાં દાખલ થયાં, ગુલમહોરનાં વૃક્ષ નીચે બેઠા...

               મેં આજુબાજુ નજર કરી કોઈ દેખાતું નહોતું.મેં ઋત્વિના હાથને કિસ કરી, થોડો આગળ પ્રયત્ન કર્યો ,ત્યાં તો તરત જ તેની કથ્થઈ આંખોએ મારી સામે ડોળા કાઢ્યા. સૂર્યપ્રકાશને લીધે તેનો ગોરો ચહેરો રતુંભડા કલર જેવો થઈ ગયો અને  મારાથી થોડી અળગી થઈને... શું કરે છે તું.....? તું ખૂબ સુંદર છે ઋત્વિ....પરંતુ અહીં જાહેરમાં આ પ્રકારનું વર્તન શોભતું નથી..... તેનાં સ્વરમાં રૂક્ષતા આવી ગઈ.થોડી મિનિટો અમે એડજેસ્ટમેન્ટમાં વિતાવી.થોડીકવાર પછી મારાં ખભા પર માથું મૂકીને પ્રથમેશ..... તને ખબર છે..... શું...? મેં પુછ્યું ." તું મારાં પ્રેમમાં છું......તેનો નિર્દેશ મને કુંજલિકાએ આપી દીધો હતો.... પરંતુ હું ઉડાઉ જવાબ આપતી હતી, તો પછી આજે .....

                                                               " તુજે ચાહા,  તેરી પુજા કી,

                                                                   તેરી પુજામે હમને ખુદકો પા લિયા."

                તેણે શાયરીમાં જવાબ આપ્યો. તું મારું નશીબ બની ગયો છું. હવે તારી અને મારી વચ્ચે લાગણી અને આત્માનાં બંધનની ગાંઠ છે.જે સપ્તપદી કરતાંય અમૂલ્ય છે.મારાથી હસ્સી ગયું .તને મજાક લાગે છે....?જા....હું તને કશું કહેવાની જ  નથી...... તેને રિસભર્યા સ્વરમાં કહ્યું."ઓકે...... સોરી ..... માફ કરી દો....." બહુ ફાકડું અંગ્રેજી બોલતાં આવડે છે તેની મને ખબર છે. તને દુખી કરવાનો મારો ઇરાદો  નહતો ઋત્વિ....મારાં અવાજમાં ડૂમો ભરાઈ ગયો. તે મુંઝાઇ ગઈ. તેણે મારી હથેળી ચૂમી, પ્રથમેશ..... તારાથી વિશેષ કિંમતી આ જગતમાં કોઈ નથી. હું ખૂબ એકલી હતી.તું મારાં જીવનમાં આવ્યો અને મને જીવવાનો રાહ મળી ગયો.ફિલોસોફી ... છોડ .... જઈશું...મેં રિસ્ટવોચ તરફ નજર કરી.અમે ગાર્ડનની બહાર નીકળ્યાં, ઋત્વિ મને ઓફિસની બહાર છોડીને ચાલી ગઈ.હું વિચારી રહ્યો હતો કે,તો પછી.... આજે ઋત્વિએ મને શા માટે બોલાવ્યો એ તો જણાવ્યું નહીં.... કંઇ નહીં ચાલો,પછી પૂછી લઇશ.  

           દિવાળી નજીક આવી રહી હતી, મમ્મીએ દિવાળી ગામડે કરવા માટે કહ્યું હતું.મેં ઋત્વિને આ વાતની જાણ અગાઉ કરી હતી. " વાત સાંભળતા જ  તેનો ચહેરો કેવો મૂરઝાઇ ગયો હતો તે દિવસે......! એ ચહેરો મારી આંખ સામે જ્યારે પણ અભિવ્યક્ત થતો ત્યારે હું ઉદાસ થઈ જતો.આ દિવસોમાં હું તેને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. મને તેને આ દશામાં મૂકીને જવાનું ઉચિત લાગતું ન હતું.....પણ... મધર...ઓર્ડર..... એટલે જવું જ પડે..... હું મૂછમાં હસ્યો. આખી રાત ઋત્વિને કઈ રીતે સમજાવવી તે માટેની યોજનાઓ ઘડી કાઢવમાં જ પસાર કરી. હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ હ્રદય હળવાશ અનુભવતું ગયું.સવારે તૈયાર થઈ ઋત્વિને મળવા નીકળ્યો. રાત્રે મારે ગામડે જવાનું હતું. ખરેખર..... હવે એક પળ... ઇચ્છતો નહતો...... છતાંય માતાના હુકમને તાબે થઈને જવું પડશે. ઋત્વિ ઇન્કમટેક્ષ સર્કલ પર મારી રાહ જોતી ઊભી હતી. હું બસમાંથી ઉતરીને તેની પાસે ગયો.