From the Earth to the Moon (Sequel) book and story is written by Jules Verne in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. From the Earth to the Moon (Sequel) is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - નવલકથા
Jules Verne
દ્વારા
ગુજરાતી વાર્તા
૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ચન્દ્ર સાથે જેના માટે તેમણે એક ગોળો ત્યાં મોકલવાનો નિર્ણય લીધો. તેમના પ્રમુખ, બાર્બીકેન, આ સાહસના પ્રોત્સાહકે, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અવકાશશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ, આ અભૂતપૂર્વ સાહસની સફળતા માટે બનતા પગલા લીધા હતા જેને મોટાભાગના નિષ્ણાતોએ શક્ય હોવાનું જાહેર કર્યું હતું. જાહેર ભંડોળ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે લગભગ ૧.૨૦૦,૦૦૦ ડોલર્સ ભેગા કર્યા હતા અને ત્યારબાદ આ વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા સશસ્ત્ર સૈનિકોના એક મિત્રવર્તુળ એટલેકે ગન ક્લબના સભ્યોએ ચન્દ્ર સાથે પોતાનો સંપર્ક સ્થાપવાનું નક્કી કર્યું! જી હા ...વધુ વાંચોસાથે જેના માટે તેમણે એક ગોળો ત્યાં મોકલવાનો નિર્ણય લીધો. તેમના પ્રમુખ, બાર્બીકેન, આ સાહસના પ્રોત્સાહકે, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અવકાશશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ, આ અભૂતપૂર્વ સાહસની સફળતા માટે બનતા પગલા લીધા હતા જેને મોટાભાગના નિષ્ણાતોએ શક્ય હોવાનું જાહેર કર્યું હતું. જાહેર ભંડોળ જાહેર કરવામાં આવ્યા બાદ તેણે લગભગ ૧.૨૦૦,૦૦૦ ડોલર્સ ભેગા કર્યા હતા અને ત્યારબાદ આ વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
બરાબર દસ વાગ્યે, માઈકલ આરડન, બાર્બીકેન અને નિકોલે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ અસંખ્ય મિત્રોની વિદાય લીધી. બે કુતરાઓ, જેઓ ચન્દ્ર પર કેનીન વંશને આગળ વધારવાના હેતુસર સાથે જઈ રહ્યા હતા તેમને પણ ગોળાની અંદર પહેલેથી જ બંધ કરી ...વધુ વાંચોઆવ્યા હતા.
ત્રણેય મુસાફરોએ વિશાળ કદની કાસ્ટ આયર્નની ટ્યુબ તરફ ડગ માંડ્યા અને એક ક્રેન દ્વારા તેમને ગોળાના શંકુઆકારના મુખ પર મૂકી દીધા. મુસાફરોને એલ્યુમિનિયમના વાહન સુધી પહોંચવા માટે આ ખાસ મુખ બનાવવામાં આવ્યું હતું. ક્રેન સાથેનું દોરડું બહારથી ખેંચવામાં આવ્યું હતું અને કોલમ્બિયાડનું મુખ તેના અંતિમ ટેકાઓથી તરતજ મુક્ત થઇ ગયું હતું.
નિકોલ જ્યારે પોતાના સાથીદારો સાથે ગોળાની અંદર પહોંચ્યો ત્યારે તેણે તેનું મુખ એક મજબૂત પ્લેટ વડે બંધ કર્યું જે કાર્ય શક્તિશાળી સ્ક્રુ દ્વારા જ શક્ય હતું. અન્ય પ્લેટો જે નજીક નજીક રાખવામાં આવી હતી તેણે મસૂરની દાળના આકારના કાચને જોડતી હતી અને મુસાફરો પોતાના આ લોખંડી પાંજરામાં સંપૂર્ણપણે બંધ થઇ ગયા હતા અને ગહન અંધકારમાં ઘેરાઈ ગયા હતા.
શું થયું? એ ડરામણા ધક્કાને લીધે શું થયું? શું કૌશલ્યથી બનાવેલા ગોળાએ ધાર્યું પરિણામ મેળવ્યું? શું ધક્કાને સ્પ્રિંગ, ચાર પ્લગ, પાણીના તકિયા અને ભાગલા પાડેલી બ્રેકને લીધે ઓછો કરી શકાયો? શરૂઆતની સ્પીડ જે અગિયાર હજાર યાર્ડથી પણ વધુ હતી, ...વધુ વાંચોએક જ સેકન્ડમાં પેરિસ કે ન્યૂયોર્ક પહોંચાડવા જેટલી સક્ષમ હતી તેના ગભરાવી દેવા દબાણને તાબે થઇ? આ દ્રશ્યને જોનારા હજારો દર્શકોના મનમાં આ સવાલ જરૂર થયો હતો. તેઓ મુસાફરીનું લક્ષ્ય ભૂલી જઈને માત્ર મુસાફરો વિષે જ વિચારી રહ્યા હતા. અને તેમાંથી એક – ઉદાહરણ તરીકે જોસેફ ટી મેટ્સન – તેણે ગોળાની એક ઝલક જોઈ હોત તો તેણે શું જોયું હોત?
તો કોઈએ કશુંજ જોયું નહીં. અંધકાર ગાઢ હતો. પરંતુ તેના સીલીન્ડ્રો કોનિકલ વિભાગોએ સારી રીતે કાર્ય કર્યું. તેના પર કોઇપણ પ્રકારની તોડફોડ જોવા ન મળી. તે અદભુત ગોળો પાવડરના અત્યંત જ્વલનશીલ હોવા છતાં બિલકુલ ગરમ ન થયો, કે પછી તે ઓગળ્યો પણ નહીં, જેનો એલ્યુમિનિયમની હાજરી હોવાને લીધે અગાઉ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.
આ વિચિત્ર પરંતુ સંપૂર્ણ સત્ય એવા ખુલાસા બાદ, ત્રણેય મિત્રો તેમની નિદ્રા તરફ પરત વળ્યા. શું તેમને એક શાંત અને ઉપયોગી જગ્યા મળી ઉંઘવા માટે? પૃથ્વી પરના આવાસો, નગરો, કોટેજો અને દેશને એ તમામ આઘાતનો અનુભવ થયો જેણે તેમને ...વધુ વાંચોબહાર મોકલ્યા હતા. સમુદ્રમાં મોજાઓ ઉછાળતા વહાણો હજી પણ વહી રહ્યા હતા, હવામાં વિમાનો અલગ અલગ સ્તરે વિવિધ અંતરે થરથર કાંપી ગયા હતા. માત્ર આ ગોળો જ વ્યવસ્થિત અવકાશમાં ઉડી રહ્યો હતો, વ્યવસ્થિત શાંતિની વચ્ચે, જે વ્યવસ્થિત આરામ આપી રહ્યો હતો.
આમ શૂરવીર પ્રવાસીઓની નિંદ્રા કદાચ અચોક્કસ મુદ્દત સુધી લંબાઈ જાત જો તેમને બીજી ડિસેમ્બર, એટલેકે તેમની વિદાય બાદના આઠ કલાક બાદ, સવારે સાત વાગ્યે એક અનપેક્ષિત અવાજે તેમને જગાડી દીધા ન હોત તો.
એ રાત્રી કોઇપણ બનાવ વગર પસાર થઇ ગઈ. ‘રાત્રી’ શબ્દનો ઉપયોગ અહીં જો કે ભાગ્યેજ કરી શકાય એમ છે.
સૂર્ય તરફ ગોળાની પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર થયો ન હતો. અવકાશશાસ્ત્રની ભાષામાં પ્રકાશ નીચેના હિસ્સામાં હતો અને રાત્રી ઉપરના હિસ્સામાં, આથી આમ ...વધુ વાંચોકહેવામાં આવે ત્યારે તેનો મતલબ એમ થાય કે તે પૃથ્વી પર સૂર્ય ઉગવાના અને આથમવા વચ્ચેના સમયને દર્શાવે છે.