પ્રકરણ ૧૫
હાયપરબોલા અથવા પારાબોલા
આપણને એ જોઇને કદાચ આશ્ચર્ય થાય કે બાર્બીકેન અને તેમના સાથીદારો જેઓ લોઢાની એક જેલમાં અંતરીક્ષની અનંત સફરે નીકળી પડ્યા હતા તેમને પોતાના ભવિષ્યમાં શું લખ્યું છે તે અંગે ભાગ્યે જ કોઈ ચિંતા હતી. એવું પૂછવા કરતા કે તેઓ કઈ તરફ જઈ રહ્યા છે તેઓ પોતાનો સમય પરીક્ષણ કરવામાં વિતાવી રહ્યા હતા, જાણેકે તેઓ શાંતિથી અભ્યાસમાં જ સ્થાપિત થઇ ગયા હતા.
આપણે આ બાબતનો એ જવાબ આપી શકીએ કે એ પુરુષો એટલા મજબૂત મનના હતા કે તેઓ એ ચિંતાથી પર હતા, જે તેના મહત્ત્વથી પરેશાન નહોતા થઇ રહ્યા હતા, અને તેથી જ તેઓ પોતાના મનમાં પોતાના ભવિષ્ય અંગે ચિંતા કરવાને બદલે અન્ય કોઈ કાર્ય કરી રહ્યા હતા.
સત્ય તો એ હતું કે તેઓ હવે પોતાના જ ગોળાના માલિક રહ્યા ન હતા; તેઓ તેનો રસ્તો માપી શકતા ન હતા કે પછી ન તો તેની દિશા બદલી શકવાના હતા.
એક ખલાસી તેની ઈચ્છા થાય તે અનુસાર પોતાના જહાજનો માર્ગ બદલી શકે છે; એક અવકાશયાત્રી તેના વિમાનને એક જ દિશામાં અલગ રીતે ચલાવી શકે છે. તેનાથી વિરુદ્ધ આ લોકો પાસે પોતાના વાહન પર કોઈજ સત્તા ન હતી. તેની દરેક ચાલ સ્વર્ગીય હતી. આથી તેમનું વલણ એ હતું કે જેમ કોઈ ખલાસી કહે કે, “તેને મન ફાવે તેમ ચાલવા દો.”
છઠ્ઠી ડિસેમ્બરે જ્યારે પૃથ્વી પર સવારના આઠ વાગ્યા હતા ત્યારે તેઓએ પોતાની જાતને ક્યાં મેળવી હતી? તેઓ ચન્દ્રની પડોશમાં તો હતા જ, પરંતુ તેની એટલી નજીકમાં હતા કે તેઓ તેને વાતાવરણમાં ગોઠવવામાં આવેલા એક વિશાળ કાળા પડદા તરીકે જોઈ શકતા હતા. આ બંને વચ્ચેનું અંતર કેટલું હતું તેની ગણતરી કરવી અશક્ય હતી. ગોળો જેને કોઈ અજાણી શક્તિએ પકડી રાખ્યો હતો તેણે તેમને ચન્દ્રના ઉત્તર ધ્રુવ કરતા ચાર માઈલ દૂર લાવી દીધા હતા.
પરંતુ, જ્યારે બે કલાકથી એ શંકુ આકારના પડછાયામાં તેઓ ઘુસ્યા હતા ત્યારથી શું અંતર વધ્યું હતું કે પછી ઘટ્યું હતું? દરેક ઘડીએ દિશા અને ગોળાની ગતિનો અંદાજ બાંધવો જરૂરી બની ગયો હતો.
કદાચ તે ચન્દ્રથી દૂર જઈ રહ્યો હતો આથી તે સ્પષ્ટ દેખાઈ રહેલા પડછાયાને બહુ જલ્દીથી છોડી દેવાના હતા. કદાચ, ફરીથી, બીજી રીતે જોવા જઈએ તો, તે કદાચ એટલી નજીક જઈ રહ્યો હતો કે થોડા જ સમયમાં તેઓ એ અદ્રશ્ય વાતાવરણના કોઈ ઉંચા સ્થાને પહોંચવાના હતા જે અંગે કોઇપણ શંકા વગર કહી શકાય કે તે મુસાફરોની મુસાફરીને નુકશાની સાથે પૂર્ણ કરવાની હતી.
આ વિષય પર પણ ચર્ચા શરુ થઇ, અને માઈકલ આરડન જે કાયમ પોતાના કોઈને કોઈ કારણ સાથે તૈયાર રહેતો હોય છે તેણે પોતાનો મત આપ્યો કે ગોળાને ચન્દ્રના આકર્ષણે રોકી રાખ્યો છે અને જે તેને પૃથ્વી પર જેમ કોઈ ઉલ્કા પડતી હોય છે તેની જેમ ઉતરાણ કરાવીને જ છોડશે.
“પહેલા તો મારા મિત્ર,” બાર્બીકેને જવાબ આપ્યો, “દરેક ઉલ્કા પૃથ્વી પર પડતી નથી અને જે પડતી હોય છે તે ઉલ્કાનો એક ભાગ માત્ર હોય છે, આથી આપણે પણ જો ઉલ્કાની જેમ જ તેની સપાટી પર ઉતરવાના હોઈએ તો એ નક્કી નથી કે આપણા ગોળાના એ હિસ્સાનો આપણે ભાગ હોઈએ.”
“પણ જો આપણે પૂરતા અંતરથી તેની નજીક પહોંચી જઈએ તો?” માઈકલે વળતો પ્રશ્ન કર્યો.
“એ તારી ભૂલ છે,” બાર્બીકેને જવાબ આપ્યો. “શું તે ખરતા તારાઓને આકાશમાંથી હજારોની સંખ્યામાં કોઈપણ કારણોસર પડતા જોયા છે?”
“હા.”
“તો, આ તારાઓ, કે પછી અણુઓ ત્યારે જ ચમકે છે જ્યારે તેઓ વાતાવરણની ગરમી સાથે ઘર્ષણ પામે છે. હવે જો તેઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે તો તેઓ પૃથ્વીથી ઓછામાં ઓછા ચાલીસ માઈલના અંતરથી પસાર થતા હોય છે, પરંતુ ભાગ્યેજ તેના પર પડતા હોય છે. એવી જ રીતે આપણા ગોળાનું પણ છે. તે કદાચ ચન્દ્રની નજીક જશે પરંતુ તેમ છતાં તે તેના પર પડશે નહીં.”
“તો પછી,” માઈકલે પૂછ્યું, “મને એ જાણવાની ઇન્તેજારી રહેશે કે આપણું આ ભટકેલું વાહન અવકાશમાં કેવી રીતે કામ કરશે?”
“હું બે શક્યતાઓ જોવું છું,” બાર્બીકેને થોડો સમય વિચાર કર્યા બાદ કહ્યું.
“અને એ કઈ કઈ છે?”
“ગોળા પાસે બે ગાણિતિક વળાંકોમાંથી એકની પસંદગી કરવાની આવશે અને તે તેની એ ગતિ અનુસાર નક્કી કરશે જેની ગણતરી હું અત્યારે નક્કી કરી શકતો નથી.”
“હા,” નિકોલે કહ્યું, “એ કદાચ પારાબોલા અથવાતો હાયપરબોલાને અનુસરસે.”
“બસ એમ જ,” બાર્બીકેને જવાબ આપ્યો, “એક ચોક્કસ ગતિ જેને આપણે પારાબોલા કહીએ અને તેનાથી વધારે ગતિને હાયપરબોલા કહી શકાય.”
“મને આ બંને ભવ્ય શબ્દો ગમ્યા,” માઈકલ આરડને કહ્યું, “દરેકને તરતજ ખબર પડી જાય કે તેનો મતલબ શું હોઈ શકે અને વિનંતી કરશે કે શું તમારી ઈચ્છા છે કે તમે એ જણાવી શકો કે તમારો પારાબોલા શું છે?”
“મારા મિત્ર,” કેપ્ટને જવાબ આપતા કહ્યું, “પારાબોલા એ એક પ્રકારનો વળાંક છે જે ચન્દ્રની એક બાજુની સમાંતરે આવેલું વિમાનરૂપી ખરબચડું ક્ષેત્ર છે.”
“ઓહો!” માઈકલે સંતોષકારક સૂરમાં કહ્યું.
“તે લગભગ,” નિકોલે ચાલુ રાખ્યું, “એવા પ્રકારનો જ રસ્તો છે જે કોઈ મોર્ટાર દ્વારા છોડવામાં આવેલા બોમ્બનો રસ્તો હોય.”
“બરોબર! અને હાયપરબોલા?”
“હાયપરબોલા, માઈકલ, એ બીજા પ્રકારનો વળાંક છે જે શંકુ સપાટીના આંતરછેદનથી બન્યો છે અને તેના ધ્રુવની સમાંતરે હોય છે અને તેની બંને શાખાઓ એક બીજાથી અલગ હોય છે અને બે જુદીજુદી દિશાઓ તરફ અનંત પણે જતી હોય છે.
“શું એ શક્ય છે?” માઈકલ આરડને ગંભીરતાપૂર્વક પૂછ્યું, જાણેકે પેલા બંનેએ તેને કોઈ ગંભીર અકસ્માત વિષે કહ્યું હોય, “તારી વ્યાખ્યામાં જો મને ખાસ કશું ગમ્યું હોય તો એ છે હાયપરબોલા (જેને હું હાયપરબ્લાગ કહેવા જી રહ્યો હતો) જે હજીપણ એ શબ્દની તું વ્યાખ્યા કરવાની કોશિશ કરવા જઈ રહ્યો હતો એટલોજ અસ્પષ્ટ છે.”
નિકોલ અને બાર્બીકેને માઈકલ આરડનની મશ્કરીની કોઈ ખાસ નોંધ ન લીધી. તેઓ ઉંડી વૈજ્ઞાનિક ચર્ચા કરી રહ્યા હતા. ગોળો કયા વળાંકને પસંદ કરશે એ તેમના રસનો વિષય હતો. એક કહી રહ્યો હતો હાયપરબોલા તો બીજો પારાબોલા. તેઓ સંભાવનાઓ સાથે પોતપોતાના કારણો જણાવી રહ્યા હતા. તેમની દલીલો એવી ભાષામાં થઇ રહી હતી જે માઈકલને સમજણમાં આવી રહી ન હતી. તેમની ચર્ચા ઉગ્ર હતી અને બંનેમાંથી એકપણ વ્યક્તિ પોતે પસંદ કરેલા વળાંક માટે પોતાના વિરોધીના વળાંક અંગે સહમત થવા માંગતો ન હતો.
આ વૈજ્ઞાનિક ઝઘડો એટલો લાંબો ચાલ્યો કે તેણે માઈકલને વ્યગ્ર બનાવી દીધો.
“હવે, બંને બાહુબલી સજ્જનો, તમે બંને પોતપોતાના મનમાંથી પારાબોલાઓ અને હાયપરબોલાઓને બહાર ફેંકી દેવા માટે તૈયાર થશો? મને આ સમગ્ર મામલામાં રસપ્રદ સવાલ સમજવામાં જ રસ છે. આપણે એક બીજાના વળાંકોને જ અનુસરવાના છીએ? સરસ. પણ તેઓ આપણને ક્યાં લઇ જશે?
“ક્યાંય નહીં,” નિકોલે જવાબ આપ્યો.
“કેમ ક્યાંય નહીં?”
“સ્પષ્ટ છે,” બાર્બીકેને કહ્યું, “તેઓ ખુલ્લા વળાંક છે, જે કદાચ અંનત સીમા સુધી પથરાયેલા છે.”
“હે ભગવાન!” માઈકલે ચિત્કાર કર્યો; “તો આ બંને વળાંક શું છે કેવા છે એનો શો મતલબ છે જ્યારે આપણને ખબર પડી જ ગઈ છે કે તે બંને આપણને અનંત અંતરીક્ષ તરફ જ દોરી જવાના છે?”
બાર્બીકેન અને નિકોલ બંને પોતાના સ્મિત રોકી શક્યા નહીં. તેઓ માત્ર કરવા ખાતર આ ચર્ચા કરી રહ્યા હતા. તેઓએ આ અગાઉ ક્યારેય અયોગ્ય ક્ષણે કોઈ ચર્ચા કરી ન હતી. સનાતન સત્ય તો એ જ હતું કે હાયપરબોલા કે પારાબોલા જે વળાંક પરથી પણ ગોળો પસાર થવાનો હશે તે તેમને પૃથ્વી કે પછી ચન્દ્ર સાથે મેળાપ તો કરાવવાનો જ ન હતો.
તો પછી તાત્કાલિક ભવિષ્યમાં આ શૂરવીર પ્રવાસીઓ સાથે શું થવાનું હતું? જો તેઓ ભૂખથી નથી મરવાના, જો તેઓ તરસથી નથી મરવાના, જ્યારે થોડા દિવસો બાદ ગેસ ખતમ થઇ જશે, તેઓ હવામાં ઉડીને મૃત્યુ પામશે જો એ પહેલા ઠંડી તેમને મારી ન નાખે તો. તેમ છતાં ગેસનો બને તેટલી કરકસરથી ઉપયોગ કરવો હજી પણ એટલુંજ મહત્ત્વનું હતું, આસપાસના તાપમાનના નીચા રહેવાને લીધે તેમણે અમુક જથ્થાનો તો વપરાશ તો કરવો પડે તેમ હતો જ. સાચું કહીએ તો તેઓ પ્રકાશ વગર રહી શકવાના હતા પરંતુ ગરમી વગર નહીં. સદનસીબે રેઇસેટના અને રેગનોટના સાધનોએ ગોળાના અંદરના ભાગનું તાપમાન વધારી દીધું હતું અને વધારાના કોઇપણ પ્રયાસ વગર તેઓ તેને સહન કરી શકે ત્યાં સુધી જાળવી શકતા હતા.
પરંતુ નિરીક્ષણ કરવું હવે અત્યંત મુશ્કેલ બની ગયું હતું. ગોળાની ભીનાશ બારીઓ પર તરતજ જામી ગઈ હતી. કાચ પર ઉભી થતી ઝાંખપને સતત હટાવવી પડતી હતી. ગમે તે હોય તેઓએ કદાચ આશા રાખી હશે કે કોઈ ચમત્કારિક ઘટના બને જે તેમને આ મુશ્કેલી દૂર કરવામાં મદદ કરી શકે.
પરંતુ આ સમય સુધી ચન્દ્ર ભીનો અને કાળો જ રહ્યો. તેણે આ જીદ્દી મગજો દ્વારા ઉભા કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોનો કોઈજ જવાબ ન આપ્યો; એક એવી બાબત જેણે માઈકલ પાસે એક વિચાર ઉભો કર્યો, જો કે માત્ર એક જ વિચાર:
“જો આપણને ફરી ક્યારેક આ મુસાફરી કરવાની તક મળે તો આપણે એ સમય પસંદ કરવો જોઈએ જ્યારે ચન્દ્ર પૂર્ણકળાએ ખીલ્યો હોય.”
“બિલકુલ,” નિકોલે કહ્યું, “એ પરિસ્થિતિ વધારે અનુકુળ રહેશે. મારા વિચાર પ્રમાણે આપણી સફર દરમ્યાન સૂર્યના કિરણોમાં સમાઈ જતો ચન્દ્ર નહીં પરંતુ આપણે સ્પષ્ટપણે દેખાતી પૃથ્વી જોઈ શકીએ એ યોગ્ય રહેશે. અને આ ઉપરાંત, જો આપણે અત્યારે જેમ કરી રહ્યા છીએ તેમ ચન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરી શકીએ તો આપણી પાસે એટલો લાભ તો હશે કે આપણે તેના અત્યારના અદ્રશ્ય હિસ્સાને ચમકતો જોઈ શકીએ.”
“એકદમ સાચું કહ્યું તે નિકોલ,” માઈકલ આરડને જવાબ આપ્યો. “તમને શું લાગે છે બાર્બીકેન?”
“હું આમ વિચારી રહ્યો છું,” પ્રમુખે જવાબ આપ્યો: “ જો આપણે ક્યારે પણ આપણી સફર ફરીથી શરુ કરી શકીએ તો આપણે એ જ પરિસ્થિતિમાં અને એજ સમયે તેને શરુ કરવી જોઈએ. કલ્પના કરીએ કે જો આપણે આપણા ગંતવ્યને પામીએ તો શું એ વધારે યોગ્ય નહીં હોય કે આપણે આ ગ્રહને સંપૂર્ણ અજવાળામાં જોઈ શકીએ નહીં કે અંધકારમાં એ ડૂબેલો હોય ત્યારે? શું આપણી પ્રથમ યાત્રા બહેતર સંજોગોમાં પૂર્ણ થવી જોઈતી ન હતી? હા દેખીતી રીતે. જ્યાં સુધી અદ્રશ્ય બાજુની વાત છે તો આપણે આપણી ચન્દ્રની સાહસયાત્રા દરમ્યાન તે બાજુને શોધી જ શક્યા હોત. આથી એ સમયે પૂર્ણચન્દ્રના સમયની પસંદગી યથાયોગ્ય હોત. પરંતુ આપણું ત્યાં પહોંચવું વધારે જરૂરી છે અને એમ થવા માટે આપણને રસ્તામાં કોઇપણ પ્રકારનું વિચલન મળવું ન જોઈએ.”
“મારે હવે બીજું કશું જ નથી કહેવું,” માઈકલ આરડને જવાબ આપતા કહ્યું. “જો કે હું એમ જરૂર કહીશ કે ચન્દ્રની બીજી તરફનું નિરીક્ષણ કરવાની એક મોટી તક આપણે ગુમાવી દીધી છે.”
પરંતુ ગોળો હવે પડછાયામાં ગણતરી ન થઇ શકે એવા રસ્તે સફર કરી રહ્યો હતો અને તે ક્યાં પહોંચશે એ નક્કી કરવું અશક્ય હતું. જો તેની દિશા બદલાઈ હતી, પછી ચન્દ્રના આકર્ષણ દ્વારા કે પછી કોઈ અજાણ્યા સિતારાને લીધે તે કહી શકવા બાર્બીકેન અસમર્થ હતા. પરંતુ વાહનનો રસ્તો બદલાયો જરૂર હતો તે બાર્બીકેને સવારે લગભગ ચાર વાગ્યે નિશ્ચિત કર્યું.
માર્ગમાં બદલાવ આ રીતે આવ્યો હતો, કે ગોળાનું તળિયું ચન્દ્રની ધરતી તરફ વળ્યું હતું અને એના અક્ષ પરથી તે ટટ્ટાર થયો હતો. આકર્ષણ જેને આપણે વજન કહી શકીએ તેણે આ બદલાવ લાવ્યો હતો. ગોળાનો સહુથી વજનદાર હિસ્સો ચન્દ્રના અદ્રશ્ય હિસ્સા તરફ ઝૂક્યો હતો જાણેકે તે એના પર કુદી પડવાનો હોય.
પરંતુ શું એ પડી રહ્યો હતો ખરો? શું મુસાફરો તેમની સફરના ઈચ્છિત અંત તરફ આગળ વધી રહ્યા હતા? ના. અને સાઈન પોઈન્ટનું નિરીક્ષણ ખુદમાં અત્યંત અયોગ્ય હતું, જેણે બાર્બીકેનને દર્શાવ્યું કે ગોળો ચન્દ્રની નજીક જઈ રહ્યો ન હતો અને તે હવે લગભગ કેન્દ્રિત થયેલા વળાંક પર ચાલી રહ્યો હતો.
આ ચિન્હનું કેન્દ્ર ચન્દ્રનું અજવાળું હતું જેને નિકોલે અચાનક જ જોયું, જે કાળી સપાટીની ક્ષિતિજની સીમા પર બનેલું હતું. આ બિંદુને કોઈ સિતારા સાથે ભેળવી શકાય એમ ન હતું. તે દરેક ખૂણે વધુને વધુ લાલ રંગમાં ચમકતું હતું અને તે લગભગ નિશ્ચિત કરતું પ્રમાણ હતું કે ગોળો તેના તરફ વળી રહ્યો છે અને ચંદ્રની સપાટી પર સામાન્ય રીતથી ઉતરાણ કરી રહ્યો ન હતો.
“જ્વાળામુખી! એક જ્વાળામુખી ઉદ્દીપ્ત છે!” નિકોલે બૂમ પાડી, “ચન્દ્રના પેટાળને ખેંચીને બહાર લાવી રહેલી આગળ! એ વિશ્વ હજી સુધી ઝાખું થયું નથી.”
“હા જ્વાળામુખી જ છે,” બાર્બીકેને જવાબ આપ્યો, જે સંભાળપૂર્વક તેમના નાઈટ ગ્લાસ દ્વારા આ ઘટનાનો અભ્યાસ કરી રહ્યા હતા. “આ જ્વાળામુખી નથી તો બીજું શું છે?”
“પરંતુ,” માઈકલ આરડને કહ્યું, “દહનને ચાલુ રાખવા માટે હવાનું હોવું જરૂરી છે. એનો મતલબ એ છે કે ચન્દ્રના એ હિસ્સામાં વાતાવરણની હાજરી છે.”
“શક્ય છે,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ એમ હોવું જરૂરી નથી.”
જ્વાળામુખી જે અમુક પ્રકારના કણોના છૂટા પડવાથી ઉભો થાય છે તે ખુદ ઓક્સીજનનું સર્જન કરી શકે છે, અને આથી જ જ્વાળાઓ આકાશમાં જતી હોય છે. મને એવું લાગે છે કે આ ભડકો દહનમાં રહેલી કોઈ વસ્તુની અતિશય શક્તિથી થયો હોવો જોઈએ અને તેણે જ શુદ્ધ ઓક્સીજનનું નિર્માણ કર્યું છે. આપણે ચન્દ્ર પર વાતાવરણ હોવાનો દાવો કરવામાં કોઇપણ પ્રકારની ઉતાવળ કરવી જોઈએ નહીં.”
એ સળગતો પર્વત ચન્દ્રની અદ્રશ્ય સપાટીના પિસ્તાલીસ અંશે આવેલા દક્ષિણ અક્ષાંશ પર સ્થિત હોવો જોઈએ પરંતુ બાર્બીકેનની ઘોર નિરાશા સાથે ગોળાએ જે વળાંક લીધો હતો તે આ જ્વાળામુખીથી તેમને દૂર લઇ જઈ રહ્યો હતો. આથી તેઓ તેના સ્વભાવને વ્યવસ્થિતપણે નક્કી કરી શકતા ન હતા. અડધા કલાક સુધી દ્રશ્યમાન રહેવા બાદ તે ચમકતું બિંદુ કાળી ક્ષિતિજની પાછળ અદ્રશ્ય થઇ ગયું; પરંતુ આ ઘટનાની ખરાઈ તેમના ચન્દ્ર અંગેના અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ પરિણામ બની હતી. એ સાબિત થયું હતું કે આ ગ્રહના પેટાળમાંથી ગરમી હજી સુધી સંપૂર્ણપણે દૂર નથી થઈ, અને જ્યાં ગરમી હાજર હતી, જે એ ખાતરી કરી શકતી હતી કે શાકભાજીનું રાજ્ય, ના પ્રાણીઓનું રાજ્ય પણ આ સમયે તમામ પ્રકારની વિનાશક અસરોથી પ્રતિકાર કરી શકવા સક્ષમ ન હતું. આ સળગતા જ્વાળામુખીની હાજરીને આ પૃથ્વી પરના જ્ઞાનીઓએ કોઇપણ ભૂલ વગર જોઈ હતી અને તે તેમને એ મહત્ત્વના સવાલ કે ચન્દ્ર પર માનવવસ્તીની હાજરી છે કે નહીં તે અંગે મદદ કરતા ઘણા સિદ્ધાંતોને જન્મ આપવાના હતા તેમાં શંકાને કોઈજ સ્થાન ન હતું.
બાર્બીકેન આ અંગેના વિચારો સાથે અન્યોથી દૂર થવા લાગ્યા. તેઓ એ ભૂલી ગયા કે તેઓ એક એવી કલ્પનાના ઉંડાણમાં પહોંચી ગયા છે જ્યાં ચન્દ્રના વિશ્વનું ભવિષ્ય સર્વોચ્ચ છે. તેઓ અત્યારસુધી ભેગા કરેલા તથ્યોને એક સાથે જોવા માંગતા હોય છે ત્યારેજ કોઈ અકસ્માત તેમને તરતજ સચ્ચાઈ તરફ પાછા લઇ આવે છે. આ અકસ્માત બ્રહ્માંડીય ઘટના કરતા પણ વધુ હતો; એ ધમકીભર્યો ભય હતો, જેનું પરિણામ અત્યંત વિનાશક હોઈ શકે તેમ હતું.
અચાનક આ બધાની વચ્ચે, અતિશય અંધકારમાં, એક પ્રચંડ વસ્તુ દ્રશ્યમાન થઇ. તે ચન્દ્ર જેવી જ હતી પરંતુ એક પ્રકાશિત ચન્દ્રમા જેનો ચળકાટ અસહનીય હતો કારણકે તે ડરામણા અવકાશના અંધકારને ચીરીને આવી રહ્યો હતો. આ વસ્તુ જે ગોળાકાર હતી, તેણે ફેંકેલા પ્રકાશે ગોળાને ભરી દીધો. બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડનના શરીર તેના સફેદ કિરણોમાં ન્હાઈ રહ્યા હતા જે તેમને કોઈ ડોક્ટર દ્વારા મીઠા અને આલ્કોહોલના મિશ્રણ દ્વારા ઉત્પાદિત ચમકદાર પદાર્થની હાજરી જેવો લાગતો હતો.
“હે ભગવાન!” માઈકલ આરડને ચિત્કાર કર્યો, “આપણે કેટલા કદરૂપા લાગીએ છીએ. આ શું છે? કોઈ ખતરનાક ચન્દ્ર?”
“ઉલ્કા,” બાર્બીકેને જવાબ આપ્યો.
“અવકાશમાં સળગી રહેલી ઉલ્કા?”
“હા.”
આ ચમકતો ગોળો અચાનક જ લગભગ બસો માઈલ દૂર દ્રશ્યમાન થયો જે, બાર્બીકેનના માનવા અનુસાર, બે હજાર યાર્ડનો ડાયામીટર જરૂર ધરાવતો હોવો જોઈએ. તે દર અડધી સેકન્ડે એક માઈલની ગતિએ આગળ વધ્યો. તેણે ગોળાના રસ્તાને કાપ્યો અને તે અમુક જ મીનીટોમાં ત્યાં આવી પહોચવાનો હતો. એ જેમ જેમ આગળ આવતો ગયો તે મોટા પ્રમાણમાં વિકસવા લાગ્યો.
જો શક્ય હોય તો મુસાફરોની પરિસ્થિતિની કલ્પના કરો! તેનું વર્ણન કરવું અશક્ય છે. તેમની હિંમત છતાં, તેમની સ્વસ્થતા હોવા છતાં, ભય પ્રત્યે તેમની બેફીકરાઇ હોવા છતાં અત્યારે તેઓ મૂંગા હતા, સ્થિર હતા જાણેકે ત્યાંજ થીજી ગયા હોય અને ડરામણા આતંકના શિકાર જેવા ભાસતા હતા. તેમનો ગોળો જેનો રસ્તો તેઓ બદલી શકવાના ન હતા તે આ પ્રકાશિત જથ્થા સમક્ષ સીધો જ દોડી રહ્યો હતો, જેનું મુખ ઓવનના મુખ કરતા પણ વધારે તીવ્ર હતું. એવું લાગી રહ્યું હતી કે તેઓ અગ્નિની જ્વાળાઓ તરફ સરકી રહ્યા હતા.
બાર્બીકેને તેના બંને સાથીદારોના હાથ પકડ્યા, અને ત્રણેય સફેદ ગરમીથી ગરમ થયેલી એ ઉલ્કાને અર્ધખુલ્લી આંખે જોઈ રહ્યા હતા. જો તેમની વિચારશક્તિ બંધ નહીં થઇ ગઈ હોય, આ ગભરામણમાં પણ તેમનું મગજ જો હજીપણ કાર્ય કરી રહ્યું હશે તો તેમણે તેનાથી કેવી રીતે બચવું તેના વિષે જરૂર વિચાર કર્યો હશે.
ઉલ્કાના અચાનક પ્રગટ થવાની બે મિનીટ બાદ (જે તેમના માટે ચિંતાની બે સદી જેવી હતી) ગોળો લગભગ તેને અથડાવાની નજીક હતો જ્યારે પેલો અગ્નિગોળો કોઈ બોમ્બની જેમ ફાટ્યો અને એ પણ એ શૂન્યાવકાશમાં કોઇપણ પ્રકારના અવાજ વગર, જે હવાના સ્તરોની હલચલ હતી જેણે અવાજ ઉત્પાદિત કરતો રોક્યો હતો.
નિકોલે ત્રાડ પાડી અને તે અને તેના સાથીદારો બારી તરફ દોડ્યા! કેવું અદભુત દ્રશ્ય હતું! તેને કોઇપણ કલમ વર્ણવી ન શકે? ચિત્રકારની રકાબીમાં એટલા રંગો પણ નહીં હોય જે આ અદભુત ઘટનાનું ચિત્ર દોરી શકે.
તે કોઈ જ્વાળામુખીના મુખ જેવું હતું, દાવાનળના છૂટા પડવા જેવું. હજારો અગનજ્વાળાઓએ પોતાના પ્રકાશ દ્વારા આ અંધકારમય અંતરીક્ષને તેજોમય બનાવી દીધું. દરેક કદ, દરેક રંગ એકબીજામાં મિશ્રિત થઇ ગયો. પીળા રંગનું એક કિરણ હતું અને ઝાંખો પીળો, લાલ, લીલો ભૂખરો, તમામ પ્રકારના ફટાકડાઓના રાજા જેવું હતું. આ રાક્ષસી અને અત્યંત ગભરામણ ફેલાવતા ગોળાનું કોઈજ અસ્તિત્વ ન રહ્યું, જો રહ્યું તો નાના મોટા અણુઓ જે તમામ દિશાઓમાં ફેલાઈ ગયા અને હવે તેઓ ખુદ નાની ઉલ્કાઓ બની ગયા, કેટલાક તલવારની જેમ ચળકી રહ્યા હતા તો કેટલાકની આસપાસ સફેદ વાદળો દેખાઈ રહ્યા હતા અને અન્ય ભવ્ય અવકાશી રેતની જેમ એકબીજાની પાછળ ચાલી રહ્યા હતા.
અગ્નિથી પ્રકાશિત આ ટુકડાઓ એકબીજા સામેથી પસાર થયા અને એકબીજા સાથે અથડાયા, જેણે હજી પણ નાના ટુકડાઓનું સર્જન કર્યું જેમાંથી કેટલાક ગોળાની છત પર અથડાયા જેમાંથી એક હિંસક આઘાતે ગોળામાં તિરાડ પણ પાડી. એવું લાગ્યું કે તે હોવીત્ઝર તોપના ગોળાઓની વર્ષા વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો અને તેમાંથી નાનામાં નાનો ગોળો પણ તેનો તરતજ નાશ કરી દેશે.
પ્રકાશ જેણે વાતાવરણને તૃપ્ત કર્યું તે અદભુત રીતે એટલો ગાઢ હતો જેણે માઈકલને બાર્બીકેન અને નિકોલને પોતાની તરફ ખેંચવા માટે મજબૂર કરવા અને કહ્યું, “એ અદ્રશ્ય ચન્દ્રમા છેવટે દ્રશ્યમાન થયો છે!”
જ્યારે પ્રકાશની ઉત્પત્તિ થઇ, જે ફક્ત અમુક સેકન્ડ્સ માટે જ રહી હતી, ત્રણેય જણાએ પેલા ભેદી ચન્દ્રને જોઈ લીધો જેને કોઇપણ માનવ દ્રષ્ટિએ પહેલીવાર જોયો હતો. તેઓ એવા કેવા અંતરે હતા જેનો અંદાજ તેઓ ન લગાવી શકે? કેટલાક ચન્દ્રની સાથે પટ્ટીની જેમ લંબાયા, સાચા વાદળો અત્યંત મર્યાદિત વાતાવરણમાં ઉભા થયા, જેમાંથી માત્ર તમામ પર્વતો જ નહીં પરંતુ ઓછા મહત્ત્વ ધરાવનારી જગ્યાઓ તરફથી પણ, તેના ચક્રો, તેના પહોળા જ્વાળામુખીઓ, જેને કુશળતાથી તેની સપાટી પર ગોઠવવામાં આવ્યા હતા.પછી વિશાળ જગ્યાઓ, જ્યાં ઉજ્જડ મેદાનો ન હતા, પરંતુ સાચા દરિયો, મહાસાગરો જે પહોળાશથી ફેલાયેલા હતા જે પોતાની તરલ સપાટી પર અવકાશની ચમકતી અગ્નિના જાદુનું પ્રતિબીંબ પાડી રહ્યા હતા અને અંતે, ખંડોની સપાટી પર, વિશાળ કાળા વિસ્તારો, જે અતિશય ચળકાટ નીચે ગાઢ જંગલો જેવા લાગી રહ્યા હતા.
શું તે એક ભ્રમ હતો, ભૂલ હતી, દ્રષ્ટિભ્રમ હતો? શું તેઓ ઉપર ઉપરથી કરેલા નિરીક્ષણને વૈજ્ઞાનિક મંજૂરી આપી શકે તેમ હતા? શું તેઓ અદ્રશ્ય ચન્દ્રને જોયા પછી ત્યાંની માનવવસ્તી છે એમ કહેવાની હિંમત કરી શકશે?
પરંતુ અવકાશમાં થતી વીજળી ધીરેધીરે ઓછી થઇ ગઈ; તેની આકસ્મિક તેજસ્વીતા મૃત પામવા માંડી, ઉલ્કાઓ વિવિધ દિશાઓમાં અદ્રશ્ય થવા લાગી અને દૂર છુપાઈ ગઈ.
ગોળામાં અંધકાર પરત આવ્યો; સિતારાઓ પર થોડો સમય ગ્રહણ લાગી ગયું હતું તેઓ ફરીથી ચમકવા લાગ્યા અને ચન્દ્રની સપાટી જે ઉતાવળે જોવાઈ ગઈ હતી તે ફરીથી અભેદ્ય રાત્રીમાં દટાઈ ગઈ.
***