From the Earth to the Moon (Sequel) - 20 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 20

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૨૦

સુસક્વેહાનાના અવાજો

“તો પછી, લેફ્ટનન્ટ, અને આપણા અવાજો?”

“સાહેબ, મને લાગે છે કે ઓપરેશન તેના અંત તરફ છે,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે જવાબ આપ્યો. “પરંતુ, એવું કોણે વિચાર્યું હતું કે દરિયાકિનારાની સાવ નજીક આટલી ઊંડાઈ મળશે અને અમેરિકન સમુદ્રી કિનારાથી માત્ર બસ્સો માઈલ જ દુર?”

“ચોક્કસ બ્રોન્સફિલ્ડ, અત્યારે ખૂબ મોટી ઓટ ચાલે છે, “કેપ્ટન બ્લોમ્સબેરીએ કયું, “આ એ જગ્યા છે જ્યાં સબમરીન વેલી હમબોલ્ડના પ્રવાહમાં ભળી જાય છે જે અમેરિકાના દરિયા કિનારાને છેક મેગેલેનની ભૂશિર સુધી લઇ જાય છે.”

“આટલી બધી ઊંડાઈ,” લેફ્ટનન્ટે આગળ વધાર્યું, “ટેલીગ્રાફીક કેબલ બિછાવવા માટે યોગ્ય નથી. વેલેન્સિયા અને ન્યૂફાઉન્ડલેન્ડ વચ્ચે અમેરિકન કેબલ નખાય તો વધુ સારું છે.”

“હું તમારી સાથે સહમત છું, બ્રોન્સફિલ્ડ. શું તમે મને કહેશો લેફ્ટનન્ટ કે અત્યારે આપણે ક્યાં છીએ?”

“સર, અત્યારે આપણે સપાટીથી ત્રણ હજાર પાંચસો આઠ ફેધમ્સની ઊંડાઈ પર છીએ અને દડો જે અવાજો માપી શકે છે તે હજી સુધી તળિયા સુધી પહોંચ્યો નથી; જ્યારે એમ થશે ત્યારે તે પોતાની મેળે જ ઉપર આવતો રહેશે.”

“બ્રૂકનું આ સાધન અત્યંત કુશળતાથી કાર્ય કરે છે,” કેપ્ટન બ્લોમ્સબેરીએ કહ્યું, “તે આપણને યોગ્ય અવાજ પહોંચાડે છે.”

“ઓહ...અરે!” ત્યારે જ આગળ રહેલા કેટલાક વ્યક્તિઓએ બુમ પાડી જે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા.

કેપ્ટન અને લેફ્ટનન્ટ તરતજ ડેક પર આવી ગયા.

“કેટલી ઊંડાઈ મળી?” કેપ્ટને પૂછ્યું.

“ત્રણ હજાર છસ્સોને સત્યાવીસ ફેથમ્સ,” લેફ્ટનન્ટે જવાબ આપીને તેની નોટબુકમાં નોંધ્યું.

“તો પછી બ્રોન્સફિલ્ડ,” કેપ્ટને કહ્યું, “હું આ પરિણામ નોંધી લઉં છું. હવે આસપાસની રેખામાં ખેંચવાનું શરુ કરો. આ કામ થતા કેટલાક કલાકો થશે. આ સમય દરમ્યાન એન્જીનીયર્સ ફરનેસ શરુ કરી શકે છે અને તમે જ્યારે કામ પૂરું કરો ત્યારે અમે બધા તૈયાર થઇ જઈશું. અત્યારે દસ વાગ્યા છે અને જો તમારી અનુમતી હોય લેફ્ટનન્ટ તો હું શરુ કરું.”

“જરૂર કરો સર, કેમ નહીં!” લેફ્ટનન્ટે આદરપૂર્વક કહ્યું.

સુસ્કવેહાનાના કેપ્ટન જે અત્યંત વિર હતો અને પોતાના અધિકારીઓનો નમ્ર સેવક હતો તે પોતાની કેબીનમાં પરત ફર્યો બ્રાંડીનો એક ઘૂંટ લીધો જેણે સ્ટુઅર્ટ માટે અખૂટ વખાણ પ્રાપ્ત કર્યા અને પોતાની ઊંઘ તેના સેવકની સુંદર પથારી સજાવવા બદલ વખાણ કર્યા પહેલા શાંતિથી શરુ ન કરી.

ત્યારે રાત્રીના દસ વાગ્યા હતા. ડિસેમ્બરનો એ અગિયારમો દિવસ એક અદભુત રાત્રી સાથે પૂર્ણ થવાનો હતો.

સુસ્ક્વેહાના જે અમેરિકાની જળસેનાનું પાંચસો હોર્સપાવરનું નાનકડું યુદ્ધ જહાજ હતું તે અમેરિકાના સમુદ્રી કિનારાથી લગભગ બસ્સો માઈલ દૂર પેસિફિક મહાસાગરમાં એ દ્વિપકલ્પના ઊંડે સુધીના અવાજોની નોંધ કરવામાં વ્યસ્ત હતું જે છેક મેક્સિકો સુધી ખેંચાતો હતો.

પવન થોડો ઘણો ધીમો પડી ગયો હતો. હવામાં કોઈજ તકલીફ નહોતી. જહાજ પરના ઊંચા સ્તંભ પરનો ધ્વજ જરા પણ હલ્યા વગર શાંત દેખાઈ રહ્યો હતો.

કેપ્ટન જોનાથન બ્લોમ્સબેરી (કર્નલ બ્લોમ્સબેરીનો કઝીન, જે ગન ક્લબના મોટા સમર્થકોમાંથી એક હતા જેમણે કેપ્ટનની કાકી અને કેન્ટકીના એક સન્માનીય વ્યાપારીની પુત્રી હતી તેની સાથે લગ્ન કર્યા હતા) - કેપ્ટન બ્લોમ્સબેરી અવાજો અંગેના પોતાના આ અત્યંત નાજુક ઓપરેશન માટે આનાથી સારા વાતાવરણની અપેક્ષા કરી શકે તેમ ન હતા. તેમનું યુદ્ધ જહાજ રોકી માઉન્ટન પર વાદળોના એક જૂથને દૂર લઇ જતા એક વંટોળને પણ અનુભવી શકતું ન હતું અને તેને તેણે પેલા પ્રસિદ્ધ ગોળાના માર્ગનું નિરીક્ષણ કરવાની તક આપી.

બધું જ બરોબર જઈ રહ્યું હતું અને તેના ધર્મના આદેશોની તરફેણમાં પણ જઈ રહ્યું હતું, તેણે ભગવાનનો આભાર માનવાનું પણ ભૂલ્યું નહીં. સુસ્ક્વેહાના દ્વારા સતત નોંધવામાં આવેલા અવાજોનો મૂળ હેતુ અમેરિકાના સમુદ્ર કિનારાને હવાઈ ટાપુઓ સાથે સબમરીન કેબલોને સમુદ્રના તળીયે બિછાવીને જોડવાનો હતો.

એક શક્તિશાળી કંપનીના પ્રોત્સાહન પર આ એક મોટું સાહસ શરુ કરવામાં આવ્યું હતું. તેના ડિરેક્ટર સાયરસ ફિલ્ડ જે અત્યંત હોંશિયાર હતા તેમણે ઓશિયાનિકાના તમામ ટાપુઓને એક વિશાળ ઇલેક્ટ્રિકલ નેટવર્કથી આવરી લેવાનું હતું, જે એક ભવ્ય અમેરિકન સાહસ હતું અને અમેરિકન પ્રતિભાને લાયક પણ હતું.

યુદ્ધજહાજ સુસ્ક્વેહાનાએ અવાજો માપવાનું તેનું પહેલું ઓપરેશન વિશ્વાસ સાથે પૂર્ણ કર્યું. અગિયાર અને બાર ડિસેમ્બરની રાત્રે તે બરોબર ૨૭@ ૭’ અક્ષાંસ અને ૪૧@ ૩૭’ રેખાંશ પર વોશિંગ્ટન મેરિડિયન પર સ્થિત હતું.

ચંદ્ર તેના છેલ્લા પ્રહરમાં હતો અને ક્ષિતિજ પર ઉગવાની તૈયારીમાં હતો.

કેપ્ટન બ્લોમ્સબેરીના ઊંઘી જવા બાદ લેફ્ટનન્ટ અને કેટલાક ઓફિસરો તૂતક પર ઉભા હતા. ચન્દ્રના દેખાવા સાથે જ આ તમામનું ધ્યાન એ બાબત પર ગયું જેની ચર્ચા આખી દુનિયા કરી રહી હતી. જલસેનાના શ્રેષ્ઠ દૂરબીનો પણ એ ગોળાને શોધી શક્ય ન હતા જે તેના વાતાવરણની આસપાસ ફરી રહ્યો હતો અને તેમ છતાં તે તમામે એ ચમકતા ઉપગ્રહ સામે જોયું એને કરોડો આંખો પણ તે જ સમયે જોઈ રહી હતી.

“તેમને ગયે દસ દિવસ થયા,” છેવટે લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડ બોલ્યા. “તેમના કોઈ ખબર?”

“તેઓ ત્યાં પહોંચી ગયા હશે લેફ્ટનન્ટ,” એક યુવાન ખલાસીએ કહ્યું, “અને તેઓ એ જ કરી રહ્યા હશે જે નવા દેશમાં પહોંચીને બધા પ્રવાસીઓ કરતા હોય છે, ત્યાં ચાલતા હશે!”

“ઓહ! જો તું એમ કહેતો હોય તો મને પણ એવું જ લાગે છે મારા યુવા મિત્ર.” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે સ્મિત સાથે કહ્યું.

“પણ,” એક બીજા ઓફિસરે કહ્યું, “તેમના ત્યાં પહોંચવા અંગે કોઈજ શંકા નથી. ગોળો પાંચમીની મધ્યરાત્રીએ પહોંચી ગયો હશે જ્યારે પૂનમ હતી. આજે અગિયારમી ડિસેમ્બર છે, એટલે છ દિવસ થયા છે. અને ચોવીસ કલાક ગુણ્યા છ કોઇપણ પ્રકારના અંધકાર વગર, તેમને ત્યાં ફાવી ગયું હશે. મને તો લાગે છે કે હું, મારા વિર દેશવાસીઓને એક ઊંડી ખીણના તળીયે જોઈ રહ્યો છું, ચન્દ્રના કોઈ ઝરણાના કિનારે, ગોળો ચન્દ્રની ધરતી પર જ્વાળામુખીએ બનાવેલા ખાડામાં અડધો ખૂંપી ગયો હોય, કેપ્ટન નિકોલ ચન્દ્રની ધરતી ઠીક કરતા હોય, પ્રમુખ બાર્બીકેન કાગળ પર નોંધ કરતા હશે, અને માઈકલ આરડન તેમના શરીરની સુગંધથી ચન્દ્રના તત્વો મહેકાવી રહ્યા હશે...

“હા! એમ જ હશે!” યુવા ખલાસીએ પોતાના ઉપરી અધિકારીના વર્ણનના યોગ્ય વખાણ કરતા કહ્યું.

“મને આ માનવું ગમશે,” લેફ્ટનન્ટે કહ્યું, જેમના ચહેરાના હાવભાવ બદલાયા ન હતા. “બદનસીબે ચન્દ્રની દુનિયાથી આ સમાચાર સીધા જ આવવા જોઈતા હતા.”

“મને માફ કરજો લેફ્ટનન્ટ,” યુવા ખલાસીએ કહ્યું, “પરંતુ શું પ્રમુખ બાર્બીકેન પત્ર તો લખી શકે છે ને?”

તેના જવાબમાં દરેકે અટ્ટહાસ્ય કર્યું.

“પત્ર નહીં!” યુવા ખલાસીએ તરતજ જવાબ આપ્યો. “પોસ્ટલ વિભાગે કશું કરવું જોઈએ.”

“કદાચ ટેલિફોનીક સેવાઓ બગડી ગઈ હોય?” એક ઓફિસરે કટાક્ષમાં કહ્યું.

“જરૂરી નથી,” યુવા ખલાસીએ જવાબ આપ્યો જે એકદમ સ્વસ્થતાથી વાત કરી રહ્યો હતો. “પરંતુ પૃથ્વી સાથે ગ્રાફિક સંપર્ક સ્થાપવો અત્યંત સરળ હોય છે.”

“કેવી રીતે?”

“લોંગ પીક પર રહેલા ટેલિસ્કોપ દ્વારા. તમને ખબર છે એ ચન્દ્રને રોકી માઉન્ટનથી લગભગ ચાર માઈલ જેટલો નજીક લાવી દે છે અને તે માત્ર નવ ફૂટના ડાયામીટર ધરાવતા પદાર્થોને પણ ઓળખી શકે છે. ચન્દ્ર પર રહેલા આપણા મિત્રોએ ત્રણ ફેથમ લાંબા શબ્દો અને ત્રણ માઈલ લાંબા શબ્દો લખીને આપણને તેમના સમાચાર મોકલવા જોઈએ.”

યુવા ખલાસી જેની પોતાની મજબૂત કલ્પનાશક્તિ હતી તેને તમામે તાળીઓ પાડીને વધાવી લીધો; લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે કહ્યું કે આ વિચાર શક્ય છે, પરંતુ ત્યારબાદ એમ પણ ઉમેર્યું કે એમ કરવાથી તેઓ ચન્દ્ર પરથી તો સંદેશ મોકલી શકે છે પરંતુ તેમની પાસે આ પ્રકારનું કોઈ સાધન ન હોવાથી તેઓ આપણા સંદેશ ચન્દ્ર પર વાંચી શકશે નહીં.

“છેવટે તો,” એક અધિકારીએ કહ્યું, “મુસાફરો સાથે શું થયું? તેમણે ત્યાં શું કર્યું, તેમણે ત્યાં શું જોયું એ જ આપણા માટે રસ ધરાવતા મુદ્દા છે, જો આ સાહસ સફળ થયું છે, જેના અંગે મને જરા પણ શંકા નથી, તો તેઓ ફરીથી તેની કોશિશ કરશે. કોલમ્બિયાડ હજી પણ ફ્લોરીડાની ધરતી પર છે જ. હવે માત્ર પાઉડર અને ગોળાનો જ મુદ્દો છે અને તો જ્યારે પણ ચન્દ્ર પૃથ્વીની સાવ નજીક હશે ત્યારે આપણે મુસાફરોને ત્યાં મોકલી શકીશું.”

“મારું માનવું તો સ્પષ્ટ છે,” લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડે જવાબ આપ્યો, “કે જે ટી મેટ્સન એ પહેલા વ્યક્તિ હશે જે ત્યાં તેમના મિત્રોને મળશે.”

“જો તેઓ મને તેમની સાથે લઇ જવા તૈયાર હોય,” યુવા ખલાસીએ જોરથી કહ્યું, “તો હું તૈયાર છું!”

“ના ના એમ બધા જો જવા તૈયાર થઇ જાય,” બ્રોન્સફિલ્ડે જવાબ આપતા કહ્યું, “અને બધાને જવાની મંજૂરી આપવામાં આવે, તો તો અડધી દુનિયા ચન્દ્ર પર જતી રહે!”

સુસક્વેહાનાના અધિકારીઓ વચ્ચેની આ ચર્ચા વહેલી સવારે એક વાગ્યા સુધી ચાલુ રહી. આપણે એમ ન કહી શકીએ કે તેમની ચર્ચામાં તક્નીકી વિચારોને ફગાવી દેવામાં આવ્યા હતા અને આ વિર પુરુષોની વિચારધારા અસાતાત્યપૂર્ણ હતી. જ્યારથી બાર્બીકેને કોશિશ કરી હતી, અમેરિકનો માટે કશું પણ અશક્ય ન હતું. તેમણે અત્યારથી જ એક અભિયાન રચી દીધું હતું, માત્ર પંડિતોનું જ નહીં પરંતુ સમગ્ર કોલોનીનું જે ચન્દ્રની સરહદ પર જવાની હતી, એક સંપૂર્ણ સેના જેમાં પાયદળ, તોપખાનું અને ઘોડાઓની સેના જેથી ચન્દ્રની દુનિયા પર આક્રમણ કરી શકાય.

સવારે એક વાગ્યે અવાજની રેખાઓ ખેંચવાનું કામ હજી સુધી પૂર્ણ થયું ન હતું એક હજાર છસ્સો સિત્તેર ફેથમ હજી પણ બાકી હતા જે લગભગ એક કલાકનું કામ હતું. કમાન્ડરના હુકમ અનુસાર, અગ્નિ પેટાવી દેવામાં આવ્યો હતો, વરાળ બહાર નીકળવા માંડી હતી. સુસ્ક્વેહાના ગમે ત્યારે આગળ વધવા માટે તૈયાર હતું.

રાત્રે એક અને સાત મિનિટે લેફ્ટનન્ટ બ્રોન્સફિલ્ડ અહીંથી પોતાની કેબિન તરફ જવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે દૂર ફુંફાડા જેવો અવાજ સાંભળ્યો. તેમને અને તેમના સાથીદારોને પહેલા તો એવું લાગ્યું કે વરાળ બહાર નીકળવાને લીધે આ અવાજ આવ્યો છે, પરંતુ આકાશમાં જોતા તેમને ખ્યાલ આવ્યો કે હવામાં બહુ ઉપરથી આ અવાજ આવી રહ્યો હતો. આ કેવો અવાજ છે તેની ચર્ચા કરવાનો તેમની પાસે સમય ન હતો કારણકે આ અવાજ દરેક પળે વધી રહ્યો હતો અને ડરામણો બની રહ્યો હતો અને અચાનક જ તેમની આંખોને ચમકાવી દેતી એક વિશાલ ઉલ્કા અત્યંત ઝડપથી વાતાવરણમાં પ્રવેશી.

પેલી ચમકતી ઉલ્કા મોટીને મોટી થતી ગઈ અને વીજળીના કડાકા જેવા અવાજ સાથે જહાજના આગલા ભાગની સાવ નજીક દરિયાના મોજામાં ગર્જના કરતી સમાઈ ગઈ.

થોડા ફૂટ નજીક પડી હોત તો સુસ્ક્વેહાના તેના તમામ અધિકારીઓ સાથે ડૂબી ગયું હોત.

આ જ સમયે કેપ્ટન બ્લોમ્સબેરી બહાર આવ્યા, અડધા કપડા પહેર્યા હતા અને તેઓ તૂતક તરફ ધસ્ય અને તમામ અધિકારીઓને પૂછ્યું, “શું કોઈ મને કહેશે કે આ શું થયું?”

અને યુવા ખલાસીએ પોતાના ધ્રુજતા શરીર સાથે મેળ ખાતા અવાજ સાથે કહ્યું, “કમાન્ડર એનો મતલબ છે કે ‘તેઓ’ આવી પહોંચ્યા છે!”

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED