From the Earth to the Moon (Sequel) - 11 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 11

પ્રકરણ ૧૧

કલ્પના અને વાસ્તવિકતા

“શું તે ક્યારેય ચન્દ્રને જોયો છે?” એક પ્રોફેસરે પોતાના એક વિદ્યાર્થીને વ્યંગમાં પૂછ્યું.

“ના સર! વિદ્યાર્થીએ વધારે વ્યંગાત્મકતાથી જવાબ આપતા કહ્યું, “પરંતુ મારે એ જરૂરથી કહેવું જોઈએ કે મેં તેના વિષે સાંભળ્યું છે અને કહ્યું પણ છે.”

એકરીતે જોવા જઈએ તો એ વિદ્યાર્થીનો વ્યંગાત્મક જવાબ આ દુનિયાના કોઇ સંસારી જીવે પણ આપ્યો હોત. એવા કેટલા લોકો હશે જેને આપણે ચન્દ્ર વિષે બોલતા સાંભળ્યા હશે પરંતુ તેમણે ક્યારેય તેને જોયો નહીં હોય – કાચ કે પછી ટેલિસ્કોપ દ્વારા પણ નહીં! એવા કેટલા હશે જેમણે પોતાના ઉપગ્રહના નકશાનો અભ્યાસ ક્યારેય નહીં કર્યો હોય?

જ્યારે આપણે ચન્દ્રના નકશાનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે તેની એક વિશેષતા ખાસ ધ્યાનમાં આવે છે. પૃથ્વી અને ગુરુના ગ્રહ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાથી વિરુદ્ધ ચન્દ્ર પરના વિવિધ ખંડો તેના દક્ષિણ ગોળાર્ધમાં વધારે સંખ્યામાં જોવા મળે છે. આ ખંડો નક્કી કરેલી, સ્પષ્ટ અને કાયમી સરહદો નથી દેખાડતી જેવી કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ભારતીય ઉપમહાદ્વીપમાં જોવા મળે છે. તેમનાં કોણીય, તરંગી અને છેક ઉંડે સુધી ઉતરી ગયેલા કિનારાઓ ખાડીઓ અને ભૂશીરોથી ભરપૂર છે. તે દક્ષિણના એક એવા ટાપુની યાદ અપાવે છે જેની જમીન વધારે પડતી ખાંચા ધરાવતી હતી. જો ચન્દ્ર પર ક્યારેય નૌકાયાન શક્ય બન્યું હોત તો તે અત્યંત મુશ્કેલ અને ખતરનાક હોત; અને આપણે ચન્દ્ર પર ગયેલા ખલાસીઓ તેમજ હાઈડ્રોગ્રાફર્સની દયા ખાતા હોત; ખલાસીઓની ત્યારે જ્યારે તેઓ આ જોખમી કિનારાઓ પર આવ્યા હતા અને હાઈડ્રોગ્રાફર્સની ત્યારે જ્યારે તેમણે તેના કિનારાના વાવાઝોડાના અવાજ સાંભળ્યા હોત.

આપણે એ પણ નોંધ્યું હશે કે ચન્દ્રના ગોળાર્ધ પર દક્ષિણ ધ્રુવ એ ઉત્તર ધ્રુવ કરતા વધારે ખંડીય છે. ઉત્તર ધ્રુવ પર જમીનની એક નાનકડી પટ્ટી છે જે તેને અન્ય ખંડોથી અલગ પાડે છે. દક્ષિણ તરફ ખંડોએ લગભગ સમગ્ર ગોળાર્ધને રોકી લીધો છે. એવું શક્ય છે કે ચન્દ્રવાસીઓએ બે માંથી એક ધ્રુવ પર પોતાનો ધ્વજ પહેલેથી જ ફરકાવી દીધો હોય, જ્યારે ફ્રેન્કલીન, રોસ, કેન, દુમોન્ત, દુર્વીલે અને લેમ્બાર્ટ ક્યારેય પૃથ્વીના એ અજાણ્યા બિંદુ સુધી નહીં પહોંચ્યા હોય.

જ્યાં સુધી ટાપુઓનો સવાલ છે તેઓ ચન્દ્રની ધરતી પર મોટી સંખ્યામાં આવેલા છે. દરેક કાં તો લંબચોરસ અથવાતો ગોળાકાર હતા અને જો તેમને કોમ્પાસ દ્વારા શોધી કાઢવામાં આવે તો તેઓ જાણેકે કોઈ વિશાળ દ્વીપસમૂહ બનાવતા હોય એવું લાગે જે ગ્રીસ અને એશિયાઈ માઈનરના આકર્ષક જૂથ જેવો જ લાગે જેઓ દંતકથાઓ અનુસાર પુરાણકાળમાં મોટાભાગના વિર પુરુષો દ્વારા જાણીતા બન્યા હતા. એ બધું યાદ કરવાની સાથેજ આપણને આપણી મરજી વિરુદ્ધ નેક્સસ, ટેનેડોઝ અને કારપાથોસના નામ તરત જ યાદ આવી જાય અને આપણે તરતજ નિષ્ફળતાપૂર્વક યુલીસિસના વહાણમાં કે પછી આરગોનોટ્સના જહાજમાં શરણ માંગી લઈએ. આ પ્રમાણેનું બધું માઈકલ આરડન પોતાના શબ્દોમાં કહી રહ્યો હતો. તેના મતે એ ગ્રીસનો દ્વીપસમૂહ જ હતો જે તેણે નકશામાં જોયો હતો. તેના સત્યશોધક મિત્રોની નજરમાં તે ન્યૂ બર્ન્સવીક અને નોવા સ્કોશીયા જેવા દેખાતા હતા અને એક તરફ જ્યાં એક ફ્રેન્ચમેન દંતકથાઓના વિર પુરુષોના અશ્મિઓ શોધી ચૂક્યો હતો ત્યાં બીજી તરફ આ અમેરિકનો ચન્દ્રના વ્યાપાર અને ઉદ્યોગ માટે દુકાનો ક્યાં સ્થાપી શકાય તેની જગ્યાઓ શોધી રહ્યા હતા.

આ વિશાળ ખંડો અંગે કલ્પનાઓ કર્યા બાદ તેમની આંખો વિશાળ સમુદ્રો તરફ ગઈ. માત્ર તેમનું બંધારણ જ નહીં પરંતુ તેઓ જ્યાં સ્થિત હતા અને તેઓ જેવા દેખાતા હતા તે પૃથ્વી પરના સમુદ્રોની યાદ અપાવતા હતા, પરંતુ ફરીથી પૃથ્વી પરના સમુદ્રો તેનો મોટો ભાગ રોકી રહ્યા છે. પરંતુ, હકીકતે આ પ્રવાહી નથી પરંતુ મેદાનો છે, જેનો સ્વભાવ કેવો છે એ અંગે મુસાફરો ખુદ નક્કી કરશે તેવી આશા તેઓ રાખી રહ્યા હતા. અવકાશશાસ્ત્રીઓ, જેમને એમ કરવા દેવું જોઈએ, તેઓએ આ સમુદ્ર જેવો ડોળ કરતા મેદાનોના વિચિત્ર નામ તો નક્કી કરી જ દીધા હતા, જેને હાલના સમય સુધી વિજ્ઞાને સન્માન આપ્યું છે. માઈકલ આરડન સાચો હતો જ્યારે તેણે આ નકશાને ટેન્ડરે કાર્ડ સાથે સરખાવ્યો, અને કહ્યું કે તે સત્તરમી સદીના ભાવુકતાથી વિશેષ કશું નથી, તેના કહેવા અનુસાર આ ગોળાર્ધની એક બાજુને સ્ત્રી અને બીજી બાજુને પુરુષ તરીકે વહેંચીને તેના અનુક્રમે જમણા અને ડાબા એમ ભાગ પાડી દીધા હતા.

આમ બોલીને માઈકલે તેના તટસ્થ સાથીઓને પોતાના ખભા ઉલાળવા માટે મજબૂર કરી દીધા. બાર્બીકેન અને નિકોલે ચન્દ્રના નકશા તરફ એક અલગ જ નજરે જોયું જે તેમના પ્રિય મિત્રના મંતવ્ય સાથે સહમત ન હતી. ગમેતે હોય તેમનો પ્રિય મિત્ર થોડો સાચો તો હતો. કેવી રીતે એ તમે જ નક્કી કરો.

ડાબા ગોળાર્ધમાં વાદળોનો સમુદ્ર છે, જ્યાં મનુષ્યો દ્વારા આપવામાં કારણો મોટેભાગે કડડભૂસ થઇ જતા હોય છે. હા વરસાદનો દરિયો જેવા લક્ષણો ત્યાં બિલકુલ નથી દેખાતા કારણકે તેનું અસ્તિત્વ જ ખુબ ઓછું હોય છે. હા આ વ્યાખ્યાની નજીક ‘તોફાનોનો દરિયો’ જરૂર આવી શકે કારણકે અહીં મનુષ્ય તેના ઝનૂન સાથે લડતો હોય છે અને જે તેને વારંવાર વિજય પણ અપાવતો હોય છે. પછી અહીં છેતરપિંડી, રાજદ્રોહ, બેવફાઈ અને આખા ચન્દ્રના શરીરની પીડા અનુભવાય છે જે વ્યક્તિની કારકિર્દી ખતમ કરી દેતો હોય છે. અહીં હાસ્યનો સમુદ્ર પણ છે પરંતુ તેમાં ગલ્ફ ઓફ ડ્યુના થોડાક બિંદુઓ જ સામેલ છે. વાદળો, વરસાદ, તોફાનો અને હાસ્ય, શું એક પુરુષની જિંદગી બસ આ તત્વોમાં જ પૂર્ણ થઇ જાય છે? કદાચ તેને આ ચાર શબ્દોમાં કહી દેવું શક્ય નથી.

જમણો ગોળાર્ધ જે સ્ત્રીઓને સમર્પિત કરી દેવામાં આવ્યો છે, તેમાં નાના સમુદ્રો આવેલા છે, જેના નામોમાં સ્ત્રીઓના અસ્તિત્વની યાદ અપાવતા કેટલાક નોંધપાત્ર નામ સામેલ છે. અહીં નિર્મળતાનો સમુદ્ર છે, જ્યાં યુવતીઓ આકાર લે છે; સ્વપ્નનું તળાવ છે જે તેના આનંદદાયી ભવિષ્યનું પ્રતિબીંબ છે, નાજૂકતાના મોજાં અને પ્રેમની હવા સાથેનો અમૃતનો દરિયો છે; ફળદાયી સમુદ્ર; તકલીફોનો સમુદ્ર, સુગંધનો સમુદ્ર પણ છે જેનું માપ કદાચ ઘણું મર્યાદિત છે; અને છેલ્લે સુલેહ-શાંતિનો એક વિશાળ સમુદ્ર છે અને જેમાં દરેક ખોટી વ્યક્તિ, દરેક નકામાં સપનાઓ, દરેક અપૂર્ણ સપનાઓ તેની સંપૂર્ણ લંબાઈ સાથે અને જેના મોજાઓ શાંતિથી ‘મૃત્યુના તળાવ’ માં સમાઈ જતા હોય છે તે પણ અસ્તિત્વ ધરાવે છે.

વારાફરતી સામે આવતા કેવા વિચિત્ર નામો! ચન્દ્રના બંને ગોળાર્ધને એક જ ઉભી રેખામાં કેવી રીતે વહેંચી નાખવામાં આવ્યા જેમાંથી એક પુરુષ જેવો હિસ્સો અને બીજો સ્ત્રી જેવો, અને તે બંને ગોળાર્ધ અવકાશમાં જીવન લઇ જતા હોય એવું ભાસે. જ્યારે આ પ્રકારની વ્યવસ્થા હોય ત્યારે જબરદસ્ત માઈકલ પોતાની કલ્પનાઓને પ્રાચીન અવકાશશાસ્ત્રીઓની માન્યતાઓ સાથે ન સરખાવે એવું બની શકે? પરંતુ તેની કલ્પનાઓ માત્ર સમુદ્રો પૂરતી જ મર્યાદિત હતી જ્યારે તેના કઠીન સાથીદારો તેને ભૌગોલિકરીતે સરખાવી રહ્યા હતા. તેઓ આ નવા વિશ્વને હ્રદયથી સમજી રહ્યા હતા. તેઓ ખુણાઓ અને વ્યાસને ગણી રહ્યા હતા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED