From the Earth to the Moon (Sequel) - 19 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 19

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૧૯

અશક્ય સામેનો જંગ

થોડો સમય બાર્બીકેન અને તેમના મિત્રો શાંત રહ્યા અને જે વિશ્વથી તેઓ દૂર જઈ રહ્યા હતા તેને દુઃખ સાથે જોઈ રહ્યા હતા, એજ રીતે જે રીતે મોઝેઝે કેનનની દુનિયા જોઈ હતી એ રીતે કે તેઓ આ જગ્યાએ ફરીથી ક્યારેય પરત આવવાના નથી. ચન્દ્રના સંદર્ભમાં ગોળાની પરિસ્થિતિ બદલાઈ હતી અને તેનું તળિયું હવે પૃથ્વી તરફ થઇ ગયું હતું.

આ બદલાવને બાર્બીકેને સ્પષ્ટ કર્યો અને તેને લીધે તેમને આશ્ચર્ય પણ થયું. જો ગોળાને ચન્દ્રના કેન્દ્ર તરફ લંબગોળ ભ્રમણકક્ષામાં ઝૂકવાનું હતું તો પછી તેનો સહુથી ભારે ભાગ તેની તરફ કેમ ન ફર્યો, જ્યારે ચન્દ્ર પૃથ્વી તરફ ફર્યો? આ એક મુશ્કેલભર્યો સવાલ હતો.

ગોળો જે રસ્તેથી ચન્દ્રથી દૂર થઇ રહ્યો હતો તેનું નિરીક્ષણ કરતા આ ત્રણેયે એ જોયું કે તેની તરફ કેટલાક પદાર્થો ગતિ કરી રહ્યા હતા. તે તમામ લંબગોળ આકારના હતા અને તેમનો આકાર એવો હતો કે તેમના બંને ધ્રુવ પર એક સરખું આકર્ષણ હતું જેને લીધે પૃથ્વી કે પછી તેના ઉપગ્રહની પડતી અસર નકામી થઇ જતી હતી.

હકિકતોનો આધાર લઈને બાર્બીકેને આ પ્રકારનો નિષ્કર્ષ એવી રીતે કાઢ્યો કે તેમના બંને મિત્રો તેમની આ વાત સાથે સહમત થઇ ગયા.

“અને જ્યારે આપણે એ મૃત બિંદુ પર આવીશું ત્યારે આપણું શું થશે?” માઈકલ આરડને પૂછ્યું.

“મને ખબર નથી,” બાર્બીકેને જવાબ આપ્યો.

“પરંતુ મને લાગે છે કે પૂર્વધારણા તો બાંધી શકાયને?”

“બે પ્રકારની,” બાર્બીકેને જવાબ આપ્યો. “કદાચ તો ગોળાની ગતી અપૂરતી છે અને તે બેવડા આકર્ષણની રેખા પર ઉભો રહી જશે...”

“મને બીજી પૂર્વધારણા ગમશે, પછી તે ગમેતેવી હોય,” માઈકલે વચ્ચે બોલતા કહ્યું.

“અથવા” બાર્બીકેને આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “એની ગતિ એટલી બધી પૂરતી હશે કે તે પોતાનો લંબગોળ માર્ગ પકડી રાખશે અને કાયમ માટે પૃથ્વીના આ રાત્રીએ જ દેખાતા ઉપગ્રહની આસપાસ ફરતો રહેશે.”

“આ એવી શોધ છે જે સંતોષ પમાડી શકે તેવી નથી,” માઈકલે કહ્યું, “આપણે જે દુનિયાને જોવાની ટેવ પાડી ચૂક્યા છીએ તે દુનિયાના સેવકો તરીકે આમ થવું યોગ્ય નથી. તો શું આપણું આ જ નસીબ છે?”

બાર્બીકેન અથવા નિકોલ કોઈએ પણ આ સવાલનો જવાબ ન આપ્યો.

“તમે જવાબ ન આપ્યો,” માઈકલના અવાજમાં ઉતાવળ હતી.

“જવાબ આપવા માટે કશું છે જ નહીં,” નિકોલે કહ્યું.

“કોશિશ કરવા માટે પણ કશું નથી?

“ના,” બાર્બીકેને જવાબ આપ્યો. “શું તારે અશક્ય સામે જંગ લડવાની કલ્પના કરવી છે?”

“કેમ નહીં? શું એક ફ્રેન્ચ અને બે અમેરિકનો આ પ્રકારની વાતથી નિરાશ થઇ જશે?”

“પણ તમે કરી પણ શું શકો?”

“આ પળને તાબે થઇ જઈએ જે આપણને જીવાડી રહી છે.”

“તાબે થઇ જઈએ?”

“હા,” માઈકલ હવે જોરથી બોલવા લાગ્યો, “કે પછી તેને બદલી નાખો અને આપણો અંત સફળ બનાવવા માટે તેનો અમલ કરો.”

“કેવી રીતે?”

“એ તમારું કામ છે. જો શસ્ત્ર બનાવતા વ્યક્તિઓ આ ગોળાને પોતાની મરજીથી ચલાવી ન શકે તો તેમના જ્ઞાનમાં જરૂર ખોટ છે. જો આ ગોળો તેના માલિકને જ આધીન નથી તો આપણે તોપમાં ગોળાને બદલે તેના તોપચીને નાખીને તેને ફોડવી જોઈએ. મને વિશ્વાસ છે કે મારા જ્ઞાની મિત્રોને ખબર છે કે મારા આવ્યા બાદ પણ તેઓ આપણું ભવિષ્ય નક્કી કરી શકે છે...”

“તારા આવ્યા બાદ!” બાર્બીકેન અને નિકોલે ત્રાડ પડી. “તારા આવ્યા બાદ! તારો મતલબ શું છે?”

“હું કોઈજ આરોપ નથી મુકતો,” માઈકલે કહ્યું, “હું કોઈજ ફરિયાદ પણ નથી કરતો, આ સફરે મને આનંદ આપ્યો છે, અને ગોળો પણ મારી આ વાત સાથે સહમત થશે પરંતુ ચાલો આપણે ત્રણેય આપણાંથી શક્ય હોય તે કરીએ અને ગોળાને ક્યાંક ઉતારવાની કોશિશ કરીએ પછી એ ચન્દ્ર પણ કેમ ન હોય.”

“અમે પણ બીજું કશું જ નથી ઈચ્છતા પ્રિય માઈકલ,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ આપણી પાસે હવે કોઈજ વિકલ્પ બચ્યા નથી.”

“આપણે ગોળાની ગતિમાં પરિવર્તન ન કરી શકીએ?”

“ના.”

“તેની ગતિ ધીમી ન કરી શકીએ?”

“ના.”

“તેને આગ લગાવીને પણ નહીં? જેવી રીતે લોકો વધારે ભાર ધરાવતા જહાજમાં આગ લગાવે છે?”

“તું બાળી બાળીને શું બાળીશ?” નિકોલે કહ્યું. “આપણી પાસે ધડાકો કરવાના કોઈજ સાધન નથી, અને મને તો એવું લાગે છે કે આગળ લગાવવાથી તે વધુ ઝડપથી ફરવા લાગશે.”

“ધીમો.”

“ઝડપથી.”

“ધીમો પણ નહીં અને ઝડપથી પણ નહીં,” બાર્બીકેને કહ્યું, જેઓ પોતાના બંને મિત્રોને સહમત કરવા માંગતા હતા; “આપણે અવકાશમાં તરી રહ્યા છે, અને આપણે કોઈ ખાસ વજન નક્કી નથી કરી શકતા.”

“ખુબ સરસ,” માઈકલ આરડને નિર્ણાયક અવાજમાં બૂમ પાડી, “તો તો પછી એક જ રસ્તો બાકી રહે છે.”

“કયો?” નિકોલે પૂછ્યું.

“નાસ્તો,” ફ્રેન્ચમેને જવાબ આપ્યો જે કાયમ શાંત રહીને કે પછી બુમો પાડીને સહુથી મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવતો રહ્યો છે.

કોઇપણ રીતે આ સફરનો ગોળાના માર્ગ પર કોઈજ કાબૂ ન હતો, બસ તેની પાસે તકલીફ વગર સફર પૂર્ણ કરવાની કોશિશ કરવા સિવાય બીજો કોઈજ વિકલ્પ ન હતો, સિવાય કે ભૂખ શાંત કરવાનો. ખરેખર માઈકલ પાસે ખાસ નહીં પરંતુ માત્ર સારા વિચારો જ હતા.

તેમણે વહેલી સવારે બે વાગ્યે નાસ્તો કર્યો, આ ઘડીનું ભાગ્યે જ કોઈ મહત્ત્વ હતું. માઈકલ કાયમની જેમ પોતાની ખાસ બોટલ જેણે તેને પોતાના અંગત સમાનમાંથી કાઢી હતી તેની સાથે આરામ કરવા ગયો, જ્યાં તેને કોઈજ નવા વિચારો આવવાના ન હતા. આરામ પૂર્ણ થયો, નિરીક્ષણ ફરીથી શરુ થયું. ગોળાની આસપાસ અચળ અંતરે કેટલાક પદાર્થો ફરી રહ્યા હતા. તે તમામ ચન્દ્રની આસપાસ રૂપાંતરિત ગતિએ ફરી રહ્યા હતા અને કોઇપણ પ્રકારના વાતાવરણને ભેદી રહ્યા ન હતા, આ તમામ પદાર્થોનું વજન જો એક જ હોત તો વિવિધ પદાર્થોની ગતિ જરૂર ઓછી થઇ હોત.

ચન્દ્રના વાતાવરણની એક તરફ કશું પણ જોઈ શકાતું ન હતું. પૃથ્વી એક દિવસ વિતાવી ચૂકી હતી અને મધ્યરાત્રી અગાઉ નવી બની રહી હતી; અને તે અડધી દેખાય એ પહેલા બે દિવસ જરૂર વીતી જવાના હતા, જે સૂર્યના કિરણોથી મુક્ત બનવાના હતા, જે કદાચ ચન્દ્રવાસીઓ માટે ઘડિયાળનું કામ કરત જે ચોવીસ કલાકના તેના એક ચક્રની નિશાની બતાવી શકે તેમ હતા.

ચન્દ્ર પર આખું જુદું જ વાતાવરણ હતું, આ ઉપગ્રહ તેના તમામ અજવાળાથી પ્રજવલિત દેખાઈ રહ્યો હતો અને તેની શુદ્ધતાને સૂર્યના કિરણો પણ અશુદ્ધ કરી શકે તેમ ન હતા. તેની સપાટી પૃથ્વી પરથી જેમ જોવાય છે તેમ ફરીથી અંધારી થવા લાગી હતી. તેની બીજી તરફ તે અત્યંત પ્રકાશિત હતો અને આ પ્રકાશ હેઠળ ટાયકો સૂર્યની જેમ ચમકી રહ્યો હતો.

બાર્બીકેન પાસે ગોળાની ગતિને માપવા માટે કોઈજ સાધન ન હતા પરંતુ એવું લાગી રહ્યું હતું કે તે પૂર્ણ પણે ધીમી થઇ ગઈ હતી જે મિકેનીકલ કારણો સાથે સહમત થતું હતું. એ સ્વીકારી લીધા બાદ કે ગોળો હવે ચન્દ્રની આસપાસ અવિરતપણે ફરતો રહેશે આ ઉપગ્રહ જે અપૂર્ણ હતો તેમ તો વિજ્ઞાન પણ કહેતું હતું. કોઇપણ નિષ્પ્રાણ શરીર તેના આકર્ષણને લીધે તેની આસપાસ ચક્કર ન જ મારે એ શક્ય જ ન હતું. અવકાશમાં રહેલો દરેક ગ્રહ અપૂર્ણ છે. તો પછી ગન ક્લબનો આ ગોળો તેનાથી અલગ કેવી રીતે થઇ શકે? અપૂર્ણ ગ્રહોમાં જે આકર્ષણ પામે છે તે તેનું એક કેન્દ્રબિંદુ હોય છે, જેથી એક સમયે ઉપગ્રહ નજીક આવે છે તો બીજી પળે તે તેના આકર્ષણથી ખૂબ દૂર થઇ જાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની નજીક આવે છે ત્યારે તેની એક તરફ તેનાથી ખૂબ નજીકના અંતરે હોય છે અને બીજો છેડો તેનાથી અત્યંત દૂર. જો આ જ અનુરૂપતાને અહીં પણ લાગુ કરવામાં આવે તો ગોળાની એક બાજુ ચન્દ્રની સાવ નજીક રહેવાની હતી અને બીજી બાજુ એકદમ દૂર. આથી દૂરની બાજુ વધુ ગતિ પકડશે અને નજીકની બાજુ ઓછી. છેવટે તો તે એક એવા બિંદુ પર પહોંચવાનો જ હતો જે બાર્બીકેનના મતે તેની ગતિ સાવ ઓછી કરી દેવાનું હતું અને ચન્દ્ર નજીક જઈને ગતિ વધારવાનું હતું. જો એક સમાન આકર્ષણના બિંદુ એ પહોંચે તો ગતિ શૂન્ય પણ થઇ શકે છે. બાર્બીકેને આ તમામ શક્યતાઓનો અભ્યાસ કર્યો અને વિચારવા લાગ્યા કે તેનાથી તેમને શું જાણવા મળશે પરંતુ ત્યાં જ માઈકલ આરડનની એક બુમે તેમનું ધ્યાન ભંગ કર્યું.

“હે ભગવાન!” તેણે જોરથી કહ્યું, “મારે એ કહેવું જ જોઈએ કે આપણે બધા અત્યંત મૂર્ખ છીએ!”

“હું તેની સાથે સહમત નથી,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું; “પરંતુ કેમ?”

“કારણકે આપણી પાસે ગતિ નક્કી કરવાનું એકદમ સરળ સાધન છે જે આપણને ચન્દ્રથી દૂર લઇ જઈ રહી છે અને આપણે તેનો ઉપયોગ નથી કર્યો!”

“અને એ કયું સાધન છે?”

“આપણા રોકેટોમાં રહેલી રીકોઈલને વાપરવાનું.”

“બરોબર!” નિકોલે કહ્યું.

“આપણે અત્યારસુધી તો આ શક્તિનો ઉપયોગ નથી કર્યો,” બાર્બીકેને કહ્યું, “પરંતુ તે સાચું કહ્યું, આપણે હવે તેનો ઉપયોગ કરવો પડશે.”

“પણ ક્યારે?” માઈકલે પૂછ્યું.

“જ્યારે સમય આવશે ત્યારે. મારા મિત્રો, ધ્યાનથી જુઓ, અત્યારે આપણો ગોળો ચન્દ્રની સપાટીથી સહેજ ત્રાંસો છે, અને જો આપણા રોકેટો તેની દિશા સહેજ બદલે તો ગોળો ચન્દ્રની નજીક જવાની બદલે દૂર ન જતો રહે?”

“અચ્છા,” માઈકલે જવાબ આપ્યો.

“આપણે રાહ જોઈએ. કદાચ કોઈ અજાણી શક્તિને લીધે ગોળો જ્યારે તેનું તળિયું પૃથ્વી તરફ કરે. ત્યારે એ શક્ય છે કે તે સમાન આકર્ષણના બિંદુ પર આવીને ઉભો રહે, તેની ત્રીશંકુ ટોચ ચન્દ્ર તરફ સ્થિર રહેશે, એ સમયે આપણે આશા રાખી શકીએ કે તેની ગતિ શૂન્ય થઇ જશે અને એ સમયે આપણે આપણું કાર્ય કરીશું અને આપણા રોકેટોની અસરથી આપણે સીધા ચન્દ્રની ધરતી પર જ ઉતરાણ કરી શકીશું.”

“વાહ સરસ!” માઈકલે કહ્યું, “આપણે જે ન કર્યું, જે આપણે શૂન્ય બિંદુ પર પહોંચવાના આપણા પહેલા ભાગમાં જે ન કરી શક્યા કારણકે તે સમયે ગોળો અતિશય તેજ ગતિએ પહોંચી ગયો હતો.”

“ખૂબ સરસ કારણ આપ્યું,” નિકોલે કહ્યું.

“આપણે ધીરજપૂર્વક રાહ જોઈએ,” બાર્બીકેને ચાલુ રાખ્યું. “દરેક તકની રાહ જોઈએ, આટલી બધી તકલીફો સહન કર્યા બાદ મને લાગે છે કે છેવટે આપણું નસીબ આપણો સાથ જરૂર આપશે.”

આ નિર્ણય માઈકલ આરડન માટે ખુશાલી મનાવવા માટે પૂરતો હતો. અને આમાંથી એક પણ વ્યક્તિને એ ખબર નહોતી પડી રહી કે તેમણે એક અત્યંત નકારાત્મક બાબતનો ઉકેલ લાવી દીધો હતો. ના! ચન્દ્ર પર વસ્તી ન હતી; ના! ચન્દ્ર પર કદાચ વસ્તી નથી. તેમ છતાં તેઓ તેના પર પહોંચવાની તમામ કોશિશો કરવાના છે.

એકમાત્ર પ્રશ્નનો જવાબ હજી મેળવવાનો બાકી હતો. એ કઈ ખાસ પળે ગોળો સમાન આકર્ષણના બિંદુ પર પહોંચશે, જેથી મુસાફરો તેમનું આખરી પત્તું ઉતરી શકે. અમુક જ સેકન્ડ્સમાં તેની ગણતરી કરવા માટે બાર્બીકેનને તેમની નોંધને ફરી વાંચવી પડી, અને ખ્યાલ આવ્યો કે ચન્દ્રની સપાટી સામે કેટલીક ઉંચાઈઓને માપવી રહી. આથી તેના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની બરોબર મધ્યમાં શૂન્ય બિંદુ આવશે. મુસાફરી કેટલા કલાકની થઇ તેની કાળજીપૂર્વક ગણતરી કરવામાં આવી હતી અને આથી બાકીની તમામ ગણતરીઓ સહેલી થઇ ગઈ. બાર્બીકેને એ બિંદુ શોધી લીધું જે પૃથ્વી પરની સાત અને આઠ ડિસેમ્બરની રાત્રી અને ચન્દ્ર પરનો દિવસ હતો ત્યારે ત્યાં પહોંચી શકાશે. અને આથી તેના માર્ગમાં વચ્ચે કોઈજ વિઘ્ન નહીં આવે અને એ બિંદુ પર બાવીસ કલાક બાદ પહોંચી શકાશે.

રોકેટોને ખરેખર તો ગોળો ચંદ્રની ધરતી પર બરાબર ઉતરી શકે તે માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ તેનાથી સાવ વિરુદ્ધ કાર્ય માટે ઉપયોગમાં લેવાના હતા. પરંતુ આ બંને ઘટનાઓ માટે તેઓ તૈયાર હતા અને તેઓએ ફક્ત એ પળની રાહ જોવાની હતી જ્યારે તેમનામાં આગ લગાડી શકાય.

“હવે જ્યારે અન્ય કોઈ રસ્તો જ નથી,” નિકોલે કહ્યું, “હું એક દરખાસ્ત મુકું છું.”

“કઈ દરખાસ્ત?” બાર્બીકેને પૂછ્યું.

“હું ઊંઘી જવાની દરખાસ્ત કરું છું.”

“શું વાત છે!” માઈકલ આરડને આશ્ચર્ય વ્યક્ત કર્યું

“ચાળીસ કલાક થઇ ગયા જ્યારે આપણે છેલ્લે ઊંઘ્યા હતા,” નિકોલે કહ્યું, “અમુક કલાકોની ઊંઘ આપણને શક્તિ આપશે.”

“ક્યારેય નહીં,” માઈકલ વચ્ચે બોલ્યો.

“હશે,” નિકોલે બોલવાનું ચાલુ રાખ્યું, “દરેકને પોતાની પસંદ હોય છે; હું ઊંઘવા જઈશ.” અને દિવાન પર પોતાની જાતને પસરાવતા તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો જાણેકે તે જીવનમાં અગાઉ ક્યારેય ઊંઘ્યો જ ન હોય.

“નિકોલમાં પરીસ્થિતિની સારી સમજણ છે,” બાર્બીકેને કહ્યું; “અત્યારે મારે તેના ઉદાહરણને અનુસરવું જોઈએ.” થોડા સમય બાદ તેઓએ પણ કેપ્ટનના નસકોરાંમાં સૂર પુરાવવામાં મદદ કરી.

“કેમ નહીં,” એકલા પડી ગયેલા માઈકલે કહ્યું, “આ વ્યવહારુ લોકો પાસે ઘણીવાર સારા સૂચનો હોય છે.”

પછી પગ લાંબા કરી અને માથા નીચે પોતાના હાથ વાળીને માઈકલે પણ ઊંઘ લેવાનું શરુ કરી દીધું.

પરંતુ આ ઊંઘ લાંબી અથવાતો શાંતિપૂર્ણ રહેવાની ન હતી, તેમના મગજમાં એટલા બધા વિચારો ઘૂમી રહ્યા હતા કે થોડા જ કલાકો બાદ લગભગ સવારે સાત વાગ્યે આ ત્રણેય એક સાથે જ ઉભા થઇ ગયા.

ગોળો હજી પણ ચન્દ્રથી દૂર જઈ રહ્યો હતો અને તેનો શંકુઆકારનો ભાગ તેની તરફ વધુને વધુ વાળી રહ્યો હતો.

આ એક ખુલાસો થઇ શકે તેવી ઘટના હતી પરંતુ તે બાર્બીકેનની ઈચ્છાની પૂર્તિ પણ કરી રહી હતી.

સત્તર કલાક બાદ કાર્ય કરવાની એ પળ આવી પહોંચવાની હતી.

દિવસ લાંબો લાગી રહ્યો હતો. મુસાફરો ગમે તેટલા હિંમતવાન હોય પરંતુ તેમને જેમ જેમ એ ઘડી નજીક આવી રહી હતી તેમને તેનો થોડોઘણો ડર લાગી રહ્યો હતો, એ ઘડી જેના અંતે યા તો તેઓ ચન્દ્રની ધરતી પર ઉતરવાના હતા અથવાતો કાયમ માટે તેની આસપાસ ફરવાના હતા. તેઓ તેમની ઈચ્છા વિરુદ્ધ ધીમે ધીમે પસાર થઇ રહેલા કલાકો ગણી રહ્યા હતા; બાર્બીકેન અને નિકોલ જબરદસ્તીથી ગણતરી ગણવામાં પડ્યા હતા, માઈકલ આરડન આમતેમ આંટા મારીને પેલા સ્થિતપ્રજ્ઞ ચન્દ્રમાને લાલચભરી નજરે જોઈ રહ્યો હતો.

અમુક સમયે તેમને પૃથ્વીની યાદ આવી જતી હતી. તેમણે ગન ક્લબ ખાતેના તેમના તમામ મિત્રોને યાદ કર્યા ખાસ કરીને સહુથી પ્રિય મિત્ર જે ટી મેટ્સનને! તે સમયે માનનીય સેક્રેટરી રોકી માઉન્ટન્સ ખાતે તેમની ફરજ બજાવી રહ્યા હશે. જો તેઓ પેલા વિશાળ ટેલિસ્કોપથી ગોળાને અત્યારે જોઈ રહ્યા હશે તો તેમના મનમાં તેઓ શું વિચારી રહ્યા હશે? તેને ચન્દ્રના દક્ષિણ ધ્રુવથી અદ્રશ્ય થતા જોઇને ઉત્તર ધ્રુવથી ફરીથી દ્રશ્યમાન થતો જોઈ શકશે. જો આમ થશે તો તેઓ ઉપગ્રહના ઉપગ્રહ બની જશે! શું જે ટી મેટ્સને આ અણધાર્યા સમાચાર બાકીની દુનિયાને આપી દીધા હશે? શું એ જ આ મહાન સાહસનો ઉપસંહાર હશે?

પરંતુ દિવસ કોઇપણ પ્રકારની ઘટના વગર જ પસાર થઇ ગયો. ચન્દ્રની મધ્યરાત્રિ આવી ગઈ. આઠમી ડિસેમ્બરની શરૂઆત થઇ. એક કલાક અને સમાન આકર્ષણના બિંદુ પર પહોંચી જવાશે. ગોળાને આકર્ષણ મેળવવા માટે કેટલી ગતિ જરૂરી બનશે? તેઓ કોઈજ ધારણા કરી શકતા ન હતા. પરંતુ બાર્બીકેનની ગણતરીને કોઇપણ પ્રકારની ભૂલ નડી શકે તેમ ન હતી. પરંતુ એક વાગ્યા પછીની ગતિ નિશ્ચિત હતી...શૂન્ય!

આ ઉપરાંત, એક ઘટના જો ઘટે તો તે ગોળાને સમાન રેખા પર અટકાવી શકે તેમ હતું. એ જગ્યાએ ચન્દ્ર અને પૃથ્વી બંનેના આકર્ષણબિંદુઓ નાબૂદ થઇ જાય છે. આ એક માત્ર સત્ય જેણે બાર્બીકેન અને તેમના સાથીઓને આશ્ચર્યમાં નાખી દીધા અને એટલા ઉત્સાહથી ભરી દીધા કે તેઓ પણ એવી ઈચ્છા કરવા લાગ્યા કે એમ થાય. એ ખાસ ઘડીએ તેમણે તેમનું કાર્ય કરવાનું હતું.

ગોળાના શંકુ આકારે અત્યારથી જ ચન્દ્ર તરફ મુખ કરી લીધું હતું અને તે એ રીતે અત્યારે દેખાઈ રહ્યું હતું કે તેમને મળેલા તમામ રોકેટોનો ઉપયોગ કરી શકતા હતા. સંજોગો મુસાફરોની તરફેણમાં હતા. જો સમાન આકર્ષણ બિંદુ પર ગતિ શૂન્ય થઇ જાય, તો ચન્દ્ર તરફ જવાની ગતિ નક્કી થઇ જાય, પરંતુ જરા જેટલી ભૂલ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકે તેમ હતી.

“એક વાગવામાં પાંચ મિનીટ બાકી,” નિકોલે કહ્યું.

“બધીજ તૈયારીઓ પૂર્ણ છે,” માઈકલે ગેસની જ્વાળાથી માચીસ સળગાવી.

“ઉભો રહે!” બર્બીકેને ક્રોનોમીટર હાથમાં લઈને જોયું.

અત્યારની ઘડીએ વજનની બિલકુલ અસર ન હતી. મુસાફરો પણ તેનો અનુભવ કરી રહ્યા હતા. તેઓ સમાન આકર્ષણના બિંદુની એકદમ નજીક હતા.

“એક વાગ્યો,” બાર્બીકેને કહ્યું.

માઈકલ આરડને રોકેટ સાથે જોડાયેલી દોરી સળગાવી. અંદર ધડાકાનો અવાજ ન સંભળાયો કારણકે બહાર બિલકુલ હવા ન હતી. પરંતુ બારીમાંથી બાર્બીકેને લાંબો સમય સુધી ધુમાડો જોયો જેની નીચેની અગ્નિ થોડા સમય બાદ શાંત થઇ ગઈ.

ગોળાને એક ધક્કો વાગ્યો જેનો અનુભવ અંદર પણ થયો.

ત્રણેય મિત્રો બિલકુલ બોલ્યા વગર જોવા લાગ્યા અને ડરતા ડરતા શ્વાસ લેવા લાગ્યા. અત્યારે સંપૂર્ણ શાંતિમાં તેમના હ્રદયના ધબકારા પણ સાંભળી શકાતા હતા.

“શું આપણે ઉતરી રહ્યા છીએ?” માઈકલ આરડને લંબાણપૂર્વક પૂછ્યું

“ના”, નિકોલે કહ્યું, “કારણકે ગોળાનો નીચલો ભાગ ચન્દ્ર તરફ નથી વળી રહ્યો!”

આ સમયે બાર્બીકેને બારીમાંથી બહાર જોવાનું બંધ કર્યું, અને તેમના બંને સાથીઓ તરફ તેઓ વળ્યા. તેમનું મોઢું ડરથી પાતળું પડી ગયું હતું. તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી અને તેમના હોઠ સંકોચાઈ ગયા હતા.

“આપણે ઉતરી રહ્યા છીએ!” તેમણે કહ્યું.

“આહા!” માઈકલ આરડને ચિત્કાર કર્યો, “ચન્દ્ર પર?”

“પૃથ્વી પર!”

“હે ભગવાન!” માઈકલ આરડને બૂમ પાડી અને ફિલસુફી ઉમેરતા કહ્યું, “ભલે, આપણે જ્યારે આ ગોળામાં પ્રવેશ્યા હતા ત્યારે આપણને ભરપૂર શંકા હતી કે આપણે ક્યારેય તેનાથી બહાર આવી શકીશું કે નહીં!”

અને હવે આ ડરામણું ઉતરાણ શરુ થયું. રોકેટથી મળેલી ગતિએ ગોળાને સમાન આકર્ષણ બિંદુની બીજી તરફ ફેંકી દીધો. રોકેટનો ધડાકો પણ તેનો માર્ગ બદલી શક્યો નહીં. આ ગતિએ તેને તટસ્થ રેખાથી પણ અગલ મોકલી દીધો અને તેના પ્રત્યાઘાતમાં પણ એમ જ બન્યું. ભૌતિકશાસ્ત્રના નિયમો એની તરફેણ નહોતા કરતા પરંતુ તેઓ એ તમામ બિંદુઓ પસાર કરી રહ્યા હતા જેને તેઓ અગાઉ પણ પસાર કરી ચૂક્યા હતા. ઉતરાણ અતિશય ખતરનાક હતું, એક લાખ સાઈઠ હજાર માઈલ પરથી સીધું નીચે ઉતરાણ એન તેને રોકવા માટે કોઈ સ્પ્રિંગ પણ ન હતી. ગન ક્લબના નિયમો અનુસાર જે ગતિએ ગોળો કોલમ્બિયાડ છોડીને ઉપરની તરફ ગયો હતો તે જ ગતિથી તે નીચે આવશે, જે છેલ્લી સેકન્ડે પણ સોળ હજાર યાર્ડ્સની હશે.

પરંતુ જો અમુક આંકડાઓની સરખામણી કરવામાં આવે તો એમ કહેવાય છે કે નોત્ર દામની ટોચ પરથી જો કોઈ પદાર્થ ફેંકવામાં આવે જેની ઉંચાઈ બસ્સો ફૂટની છે તો તે ફૂટપાથ પર બસો ચાળીસ માઈલ પ્રતિ કલાકની ગતિએ પછડાય. એ હિસાબે અહીં ગોળો એક લાખ પંદર હજાર બસ્સો માઈલની ગતિએ પછડાવવાનો હતો.

“આપણે તો ગયા!” માઈકલે ઠંડકથી કહ્યું.

“ચોક્કસ, જો આપણે મૃત્યુ પામીએ તો,” બાર્બીકેને ધાર્મિક ઉત્સાહથી જવાબ આપ્યો, “આપણા સફરના સાહસોની સમગ્ર દુનિયામાં ચર્ચાઓ થશે. ભગવાન પોતાની ભૂમિકા ખુદ આપણને સમજાવશે. બીજી દુનિયામાં આપણા આત્મા મશીનો અને એન્જીનો વિષે કશું જ જાણવા નહીં માંગે! તેની ઓળખ માત્ર અનંત જ્ઞાન સાથે જ થશે!”

“ખરેખર તો,” માઈકલે વચ્ચે બોલતા કહ્યું, “એ બીજું વિશ્વ આપણને પેલા ઉતરતીકક્ષાના ગ્રહ જેને ચન્દ્ર કહેવાય છે તેના નુકશાનની સાંત્વના આપશે!”

બાર્બીકેને તેમના બંને હાથ પોતાની છાતીની આસપાસ એકબીજાની વિરુદ્ધ દિશામાં મૂકી દીધા, જે સંપૂર્ણ શરણાગતિની નિશાની હતી અને બોલ્યા:

“સ્વર્ગની મારી ઈચ્છા પૂર્ણ થાય!”

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED