21મી સદીનુ વેર
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
ચાલ જલ્દી સુરજ મલ્ટીપ્લેક્ષ પર લઇ લે મુવી ચાલુ થઇ ગયુ હશે ઇશિતાએ કિશનને કહ્યુ.
બન્ને મલ્ટીપ્લેક્ષમા જઇને ગોઠવાઇ ગયા મલ્ટીપ્લેક્ષમાં ખુબજ ઓછી પબ્લીક હોવાથી બન્ને કોર્નરની સીટ પસંદ કરી અને બેસી ગયા. મુવી ચાલુ થતા લાઇટ ઓફ થઇ જતા બન્નેએ એકબીજાનો હાથ પકડી લીધો અને જાણે હાથમાંથી લાગણી વહેતી હોય તેમ એકબીજાનો હાથ પકડી થોડીવાર બેસી રહ્યા. ત્યારબાદ કિશન બોલ્યો ઇશિ, જીંદગીમા ભગવાન ક્યારેક આપણને એવી ભેટ આપે છે કે જે આપણે આખી જીંદગી માટે પુરતી હોય અને તેના માટે કદાચ આપણે લાયક પણ ન હોય. મારા માટે ભગવાને આપેલી તે ભેટ તુ છે. ઇશિતાએ કહ્યુ કિશુ તુ ખુબજ સ્વાર્થી છે યાર. તુ તારુજ વિચારે છે. તારા જેવો બોયફ્રેંન્ડ મેળવીને મારી તો લાઇફજ ચેન્જ થઇ ગઇ એતો તું વિચારતો જ નથી.
આટલુ બોલીને બન્ને એકબીજાને વળગી પડ્યા. કિશને ઇશિતાને ગાલ પર કિસ કરી અને ઇશિતા કઇક કહેવા જતી હતી ત્યાતો તેના હોઠ પર કિશને હોઠ વડે લોક મારી દીધુ અને એક દીર્ઘ ચુંબન થયુ. બન્ને જાણે એકબીજાને ખાઇ જવાનો હોય તેમ પ્રગાઢ ચુંબન કરતા રહ્યા. અને કિશનનો હાથ ઇશિતાના ગળા પરથી નીચે આવીને બને ઉન્નત સ્થળ પર રોકાઇ ગયો ઇશીતાનો હાથ કિશનના વાળમાં ફરતો હતો. આમને આમ બન્ને ના હાથ અને હોઠ દ્વારા લાગણી ની સરિતા ઘણા સમય સુધી વહ્યા કરી. બન્ને સમય અને સ્થળનું ભાન ભુલીને પ્રણય મસ્તીમાં લીન થઇ ગયા. ત્યાં મુવીમાં ઇંન્ટરવલ પડતા લાઇટ ચાલુ થતા બન્ને ચોંકીને જુદા થઇ ગયા. બન્ને એ મુવીનો એકપણ સીન જોયો નહોતો. કિશન બહાર જઇને બન્ને માટે પોપકોર્ન અને પેપ્સી લાવ્યો અને ફરીથી મુવી ચાલુ થઇ ગયુ. કિશને ઇશિતાને કહ્યુ, યાર આ વખતે તારી સાઇઝ થોડી વધી ગઇ હોય એવુ મને લાગ્યુ. આ સાંભળી ઇશીતાએ હસતા હસતા કહ્યુ કિશુ તુ તો એકદમ જ બેશરમ થઇ ગયો છે. અને તમને છોકરાઓને બીજુ કંઇ દેખાય છે તેના સિવાય. પછી થોડીવાર સુધી બન્ને એ થોડી મજાક મસ્તી કરી.
ત્યાર બાદ ઇશિતા એ કિશનનો હાથ પકડી કહ્યુ કિશુ મારી જીંદગીમા તું જીવાદોરી સમાન છે. તુ મને પ્રોમીસ કરકે જીંદગીમાં ગમે તેવી પરીસ્થિતિ ઊભી થાય તો પણ તું મને ક્યારેય છોડીશ નહી, એમ કહી ઇશિતાએ હાથ લંબાવ્યો કિશને તેના હાથમા હાથ મુક્યો, અને હળવેથી દબાવીને બોલ્યો અરે ગાંડી તુ તો મારી જીંદગી છે. હુ તને છોડી દઇશ તો જીવીશ કઇ રીતે. તારા કરતા તો મને તારી જરૂર વધારે છે. અને અમે પુરુષો બહારથી ભલે ગમે તેટલા સ્ટ્રોંગ દેખાઇએ પણ અંદરથી અમે ખુબજ બીકણ હોઇએ છીએ, તમારા સપોર્ટ વગર અમે કંઇ ન કરી શકીએ. જો સ્ત્રી નો માનસિક સપોર્ટ ન હોય તો પુરૂષ કંઇ પણ કરી શકતો નથી. આમ વાત કરતા કરતા બન્ને એકદમ ભાવુક થઇ ગયા. ત્યાં મુવી પુરુ થઇ જતા બન્ને ઉભા થઇને બહાર નીકળ્યા. અને ત્યાંથી બન્ને સંતૂર હોટલમાં જમવા ગયા અને બન્ને એ જમી લીધુ ત્યાં સુધી કોઇ કાઇ બોલ્યુ નહી. ત્યાથી બન્ને જયંતની સોડા શોપ પર જઇ સોડા પીધી. અને કિશને મનિષને ફોન કરી તળાવ પર આવી જવા કહ્યુ. બન્ને તળાવ પર જઇ ને બેઠા. ત્યાં થોડીવારમાં મનિષ અને પ્રિયા આવ્યા. તે બન્ને આવીને બેઠા અને પછી ચારેય વાતો એ વળગ્યા કોલેજની અને બધી વાતો કરતા કરતા ચારેય ઘણા સમય સુધી બેસી રહ્યા. સુનિલ જી. પી. એસ. સી ના ક્લાસ કરવા અમદાવાદ જતો રહ્યો હતો તેથી કિશને તેને કોલ કર્યો અને વારાફરતી બધાએ તેની સાથે વાત કરી. ત્યાર બાદ મનિષ બોલ્યો ઇશિતા તારે ઘરે જવાની ઉતાવળ ન હોય તો બાલવી પર જઇએ.
ઇશિતા;- ના મારે કોઇ ઉતાવળ નથી મે ઘરે કહીજ દીધુ છે કે મારે આજે આવતા મોડુ થઇ જાશે. આમ પણ મિત્રો ને છેલ્લી વખત મળવા જાઉ છુ એવુ કહ્યુ હતુ એટલે કોઇ પ્રોબ્લેમ નથી.
ત્યારબાદ બધા બાલવી જવા ઉભા થયા. બાલવીએ ગિરનારની તળેટીમા આવેલ ભવનાથ મહાદેવ મંદીર ની સામે આવેલ ચા નાસ્તાની દુકાન છે પણ તે જુનાગઢ ના યુવાનીયા માટે મોડી રાત સુધી મળવા અને બેસવા માટેનુ પ્રિય સ્થળ છે. ત્યા મોડી રાત સુધી ચા અને નાસ્તો મળતો હોવાથી ત્યાં યુવાનોનો મેળો જામે છે. અને ગિરનારની તળેટીનુ કુદરતી સોંદર્ય એકદમ નજીક હોવાથી ત્યાંનુ વાતાવરણ ખુબજ આહલાદક હોય છે. બાલવીની ચા અને ગિરનારનું સાંનીધ્ય એક ખુબ સુંદર સંયોજન બનાવે છે જે યુવાનોને આકર્ષિત કરે છે એટલેજ આ સ્થળ યુવાનો ની મનપસંદ જગ્યા છે.
ચારેય મિત્રો ગાયત્રિ મંદીર, દામોકુંડ,અશોકનો શિલાલેખ પસાર કરતા વાતો કરતા બાલવી પહોંચે છે અને ત્યા બેસે છે. મનિષ ચાર ચા નો ઓર્ડર આપે છે અને પછી જામે છે વાતોની રંગત.
ઇશિતા;- એલા તમે બન્ને એ તમારા ઘરે વાત કરી કે નહિ અને સગાઇમા મને આમંત્રણ તો મોકલશો ને?
મનિષઃ- મે તો મારા ઘરે વાત કરી દીધી છે તે લોકો એ તો પ્રિયાને પસંદ કરી લીધી છે. હવે પ્રિયા તેના ઘરે વાત કરે પછી જોઇએ શું થાય છે?
ઇશિતાએ પ્રિયા ને કહ્યુ, તે કેમ હજુ વાત નથી કરી? કંઇ પ્રોબ્લેમ છે?
કિશનઃ- કે પછી બીજુ કોઇ પસંદ આવી ગયુ છે અને આ મનિષનું પતુ કપાઇ ગયુ છે?
પ્રિયાઃ- ના હવે એવુ કંઇ નથી. પણ મને સમજાતુ નથી કે ઘરે કેવી રીતે વાત કરૂ? થોડો ડર લાગે છે.
કિશનઃ- મારૂ માનો તો બને તેટલું જલદી ઘરે કહી ફાઇનલ કરી નાખો. કેમકે નસીબદાર હોય તેને જ વિના વિઘ્ને પોતાનો પ્રેમ મળે છે.
ત્યાર વાતો આમને આમ ચાલતી રહે છે અને સમય કયાં પસાર થઇ જાય છે તે ચારેય મિત્રો ને ખબર રહેતી નથી. છેલ્લે છુટા પડતી વખતે કિશન અને ઇશિતાની આંખો ભીની થઇ જાય છે બન્ને એકબિજાને ભેટે છે. આ જોઇને મનિષ અને પ્રિયાની આંખો પણ ભીની થઇ જાય છે. ત્યાર બાદ બધા કાળવા ચોક માં જાય છે અને ત્યાથી છુટા પડે છે.
બે દિવસ પછી ઇશિતા બેંગ્લોર જતી રહે છે. અને પ્રિયા પણ અઠવાડીયા પછી વિદ્યાનગર જતી રહે છે. હવે ફક્તા મનિષ અને કિશન જ જુનાગઢમાં બાકી રહે છે. મનિષ તેના પપ્પાના બીઝનેશમાં જોડાઇ જાય છે અને કિશનનું તો નક્કી જ હતુ. એલ. એલ. બી કરવાનું, તેથી તેણે લો કોલેજમાં એડમીશન લઇ લીધુ. શરૂઆતમાં કિશન અને ઇશિતા બન્ને ને એકબીજા વગર ખુબજ તકલીફ પડી. બન્ને રોજ રાત્રે બન્ને વોટસ એપ પર વાતો કરતા. અને જરૂર પડ્યે કોલ કરી લેતા. કિશન એકલતા દુર કરવા સ્મૃતિ મેડમની નોકરીની સાથે સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ જોડાઇ ગયો. તે જુનાગઢનાં પછાત વિસ્તારમાં જતો, અને ત્યાં બધાને પ્રાથમિક જરૂરીયાત પુરી પાડતો. કોઇ બિમાર હોય તો તેને દવાખાને લઇ જતો. બાળકોને મજુરીમાંથી મુક્તિ અપાવી અને સ્કુલમાં મુકવા માટે સમજાવતો. અને તેના સ્કૂલના ખર્ચની વ્યવસ્થા પણ તે કરતો અને આમા તેને સ્મૃતિ મેડમનો પુરતો સહયોગ મળતો. ધીમે ધીમે તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમા પ્રખ્યાત થઇ ગયો. કોઇ પણ કામ કે સમસ્યા હોય તો માણસો તેનો કોંન્ટેક્ટ કરતા અને કિશન પોતાના કામ પણ પડતા મુકીને તે લોકોનું કામ કરી આપતો તેને લીધે તેની ખ્યાતિ ધીમે ધીમે પ્રસરવા લાગી અને જુનાગઢમાં ખુબજ પ્રખ્યાત થઇ ગયો બધીજ ઓફીસ અને કર્મચારીના પણ તે કામ કરી આપતો.
વચ્ચે કોર્પોરેશનનું ઇલેક્શન આવતા સ્મૃતિ મેડમના પ્રચારની જવાબદારી તેણે કિશનને આપી દીધી અને કિશનની મહેનત અને ખ્યાતિને કારણે સ્મૃતિ મેડમ આગળના ઇલેક્શન કરતા પણ તે જંગી બહુમતીથી જીત્યા.
આમને આમ કિશનનું એલ. એલ. બી પુરૂ થઇ ગયું આ બે વર્ષના સમયગાળામાં મનિષ અને તે દર શનિવારની સાંજ સાથે ગાળતા અને સાથે જમતા તથા શનિવારે મોડી રાત સુધી બાલવી પર બેસતા અને આખા અઠવાડિયાની વાતો એકબીજાને કરતા. અને પ્રિયા, ઇશિતા અને સુનિલ સાથે ફોન પર વાત કરતા. આ તેના બે વર્ષનો નિયમિત સિડ્યુલ રહ્યો. મહિને એકાદ રવિવારે કિશન તેના ગામ જતો. અને તેની મા ને મળતો અને તેને જુનાગઢ આવી તેની સાથે રહેવા સમજાવતો પણ તેની મા ગામ અને ઘર છોડી શહેરમા આવવા તૈયાર નહોતી. માની શારીરીક અને માનસિક હાલત ધીમે ધીમે કથડતી જતી હતી. તેથી કિશને બાજુવાળા માસીને ઘર અને માની જવાબદારી સોંપી હતી. કિશન તેને દર મહિને પગાર પણ આપતો. કિશનને ઘણીવાર એવુ લાગ્યુકે મા તેને પોતાનાથી જાણી જોઇને દુર રાખવા પ્રયત્ન કરી રહી છે.
આ બે વર્ષમાં વચ્ચે બે વાર ઇશિતા આવી ગઇ ત્યારે કિશન બધા કામ પડતા મુકીને સંપુર્ણ સમય ઇશિતા સાથે ગાળ્યો. આ સમયમાં બન્ને રીફ્રેશ થઇ જતા અને ફરીથી પોતપોતાના સ્થાને ગોઠવાઇ જતા. આમજ સમય વીતતો ગયો. અને કિશનને સનદ ( વકીલાત કરવાનું લાઇસન્સ) પણ મળી ગયું. હવે તે લોકોના કોર્ટના કામ પણ કરી આપતો. પણ પોતે નવો નવો વકીલ હોવાથી તેને કોઇ કેસ લડવા માટે મળતો નહિં.
ત્યાં અચાનક જ એક દિવસ તેને અમિતનો કોલ આવ્યો. અમિત દુબળી વિસ્તારમાં રહેતો યુવાન હતો, જે કિશનની સમાજ સેવામાં તેને મદદ કરતો. અમિતે ફોન પર કિશનને કહ્યુ કે તેની પાછળની ગલીમાં રહેતી નુરી નામની છોકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આ વાત સાંભળી કિશન કોલ કટ કરીને સીધોજ દુબળીમાં પહોચ્યો. તે પહોચ્યો ત્યાં સુધીમાં નુરીના ઘર પાસે ટોળુ જમા થઇ ગયુ હતુ અને એક પોલીસ જીપ પણ આવી ગઇ હતી. કિશનને જોઇને ઇન્સ્પેક્ટરે પાસે આવીને હાથ મિલાવ્યા. કિશને પણ હાથ મિલાવ્યા, અને કહ્યુ બોલો બોલો રાઠોડ સાહેબ કેમ છે? બન્ને ઝડપથી અંદર ગયા ત્યાં તો એમ્બ્યુલન્સ આવી ગઇ. અને નુરીને હોસ્પીટલમાં લઇ જવામાં આવી. હોસ્પીટલમાં જઇ કિશને બધી વ્યવસ્થા કરી અને તેણે અમિતને કહ્યુકે નુરીની તબીયત સારી થઇ જાય પછી મને કોલ કરજે. મે અહિ બધી જ વ્યવસ્થા કરાવી દીધી છે. એમ કહી તે ઇન્સ્પેક્ટર રાઠોડ સાથે બહાર નીકળ્યો. આ અગાઉ તે બે ત્રણ વાર મળી ચુક્યો હતો. રાઠોડ સાહેબ પણ બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી હોવાથી કિશને તેને એક ફંકશનમાં આમંત્રિત કરેલા ત્યારથી તેની અને કિશન વચ્ચે ખુબ સારા સંબંધ હતા. બન્ને બહાર નિકળીને ફીલીપ્સ ટી સ્ટોલ પર ચા પીવા બેઠા. ચા પિતા પિતા રાઠોડ સાહેબે કહ્યુકે આ કેશમાં કઇંક જુદો જ છેડો નિકળશે એવું મને લાગે છે.
કિશનઃ- એતો હુ જાણી લઇશ કે સાચુ શું છે? પણ જો આ છોકરીને કાઇ તકલીફ હશે તો તમારે મને મદદ કરવી પડશે.
રાઠોડ સાહેબ;- ચોક્કસ, તુ ગમે ત્યારે તારું કોઇ પણ કામ હોય મને મળજે.
ત્યાર બાદ થોડી આડા અવળી વાતો કરી બન્ને છુટા પડ્યા.
બે ત્રણ દિવસ પછી અમિતનો કોલ આવ્યો કે નુરી ની તબીયત સારી છે અને હવે બે દિવસ પછી તેને રજા આપી દેશે. કિશને કહ્યુ સારુ હુ આજે સાંજે તેને મળવા આવુ છું. કોલેજથી છુટીને કિશન નુરીને મળવા ગયો. અને તેને દિલાસો આપતા કિશને કહ્યુ કે બેન તું હવે મને તારો ભાઇ માનજે અને તને કોઇ પણ તકલીફ હોય તુ મને કહેજે તે આ પગલું શા માટે ભર્યુ અને તને શુ તકલીફ છે એ હુ તને તારા ઘરે મળવા આવીશ ત્યારે કહેજે. હું ચોક્કસ તને મદદ કરીશ. આમ કહી કિશન અમિતને બધી વાત કરી થોડા પૈસા આપે છે અને તેના દવા દારુ અને બીજી વ્યવસ્થા કરવાનું કહી સ્મૃતિ મેડમને મળવા જાય છે. સ્મૃતિ મેડમને કિશને નુરી ની બધી વાત કરી તો, સ્મૃતિ મેડમે પણ કિશનને કહ્યુ કે તુ તારે તે છોકરીને મદદ કર ખર્ચની ચિંતા ના કરતો તે હુ મેનેજ કરી લઇશ.
બે દિવસ પછી કિશન નુરીને મળવા ગયો અને તેને આત્મહત્યા કરવાનું કારણ પુછ્યુ, તો તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કિશને તેને રડી લેવા દીધી થોડીવાર બાદ તે શાંત થઇ અને તેણે તેની કથની કિશનને કહી એ સાંભળી કિશન ચોંકી ગયો. અને હવે શુ કરવું તે વિચાર માં પડી ગયો.
કારણકે સામે ખુબ મોટી પાર્ટી હતી. કિશને નુરીને કોર્ટમાં કેસ કરવાની સલાહ આપી. નુરીએ કહ્યુ કે કોર્ટમાં કેસ કરવા માટે મારી પાસે પૈસા નથી. અને સામે પક્ષે તે લોકો તો ગમે તેટલા પૈસા આપેને પણ કેસ જીતી જાસે. આ સાંભળી કિશન પણ વિચારમાં પડી ગયો. તેણે નુરીને કહ્યુ તુ એ ચિંતા ના કરતી એ માટે હું કઇક કરૂ છું. તુ માત્ર મને વચન આપ કે હવે પછી આવો આત્મહત્યાનો વિચાર તું કયરેય નહી કરે. ત્યારબાદ કિશન ત્યાથી નિકળી જાય છે. બીજે દિવસે કિશન બે ત્રણ ઓળખીતા વકીલને મળે છે અને નુરીનો કેસ લેવા માટે વિનંતી કરે છે. પણ એક પણ વકીલ કેસ હાથમા લેવા તૈયાર થતો નથી. એક વકીલ તો કિશનને ચોખ્ખુજ કહી દે છે કે સામેવાળી પાર્ટી ખુબ પૈસાદાર છે અને તેના બધાજ કેસ જનક દેસાઇ લડે છે જે હજુ સુધી એક પણ કેસ હાર્યો નથી. તેથી તારો કેસ કોઇ હાથમા નહી લે. આ સાંભળી કિશનને બધાજ વકીલ પર ગુસ્સો આવ્યો. સાલા કોઇને એક અબળાને ન્યાય મળે તેમા રસ નથી. બધાને જ પોતાનો સ્વાર્થ સાધવો છે. છેલ્લે થાકીને કિશન પોતાના રૂમ પર જાય છે. રાત્રે તે ફોન પર બધી વાત ઇશિતાને કહે છે ઇશિતા તેને કહે છે તુ બીજા વકીલ પર શું કામ આધાર રાખે છે, તુ પણ વકીલ જ છોને તો તુ કેમ આ કેસ જાતે નથી લડતો. મને વિશ્વાસ છે કે તુ નુરીને ચોક્ક્સ ન્યાય અપાવીશ. તેને ઇશિતાની વાત એકદમ સાચી લાગી તેણે ઇશિતાને કહ્યુ ઇશિ યુ આર ગ્રેટ યાર મારા દરેક પ્રોબ્લેમમાં તે જ મને સાચો માર્ગ બતાવ્યો છે.
ઇશિતા એ હસતા હસતા કહ્યુ ચાલ મારી ફી મને મોકલી આપજે. આ સલાહ આપવાની. તમે વકિલો પણ સલાહ આપવાના પૈસા લો છો તો હુ શુ કામ મફતમાં આપુ? આ સાંભળી કિશન જોરથી હસી પડ્યો. પણ તેણે મનોમન આ કેસ લડવાનું નક્કી કરી લીધુ હતુ.
ક્ર્મશ:
કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું
;થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160
Mail id – hirenami. jnd@gmail. com