મેષ લગ્નમાં સૂર્ય ગ્રહ નુ ફળ Ashvin M Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

મેષ લગ્નમાં સૂર્ય ગ્રહ નુ ફળ

ગણેશ સ્તુતિ

ૐ નારદ ઉવાચ પ્રણયામ શિરસાદેવમ ગૌરીપૂત્રમ વીનાયકમ|

ભક્તવાસમ સમરે ત્રિત્યુ આયુ કારમાથૅ સિધ્ધયે|

પ્રથમ વક્રતુંડચ એક દંત દ્રિતિયકં

તૃતિયમ કૃષ્ણપિજ્ઞાક્ષ ગજવક્રતુમ ચતૃથ્કમ

લબોદરંમ પંચમંચ ષષ્ઠ વિકટ મેવચ્

સપ્તમ્ વિધ્ન્ રાજમ્ ચ ધુમ્રવ્રણમ્ તથાષ્ટમ્

નવમ્ ભાલચંદ્ગમ્ ચ દશમન્તુ વિનાયકમ્

એકાદશમ્ ગણપતિમ્ દ્ગાદ્દશ તુ ગજાનમ્

દ્દાદ્ગશ શૈતાની નામાની ત્રિસંધ્યંમ્ પઢનરમ્

નચ વિધ્નંમ્ ભયં તસ્ય સવૅ સિધ્ધિ કરપરમ્

પ્રસ્તાવના

ઓમ્ સૂયાય નમઃ

આપણા દેશમાં પ્રાચીન કાળમાં ઋષિ મુની ઓ દ્વારા આવનાર ભારત વષૅ નુ

જીવન કાળ સમૃદ્ધ બને તે માટે વિવિધ ગ્રંથો તેમજ શાસ્ત્રો નુ નિમાર્ણ કરેલું જે આપણા જીવનમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ આપનાર છે. તેમાં નુ એક શાસ્ત્ર એટલે જયોતિષ શાસ્ત્ર.

જયોતિષીય દ્ગષ્ટી એ લગ્ન એટલે આપણી જન્મ કુન્ડલી માં રહેલી ચંદ્ર રાશિ થી સાતમી સ્થિત રાશિ ને તે કુન્ડલી માટે લગ્ન કહેવામાં આવે છે.

જયોતિષશાસ્ત્ર માં ૧૨ રાશિ ની જેમ ૧૨ લગ્ન આવેલા છે જેમાં આપણે પ્રથમ લગ્ન મેષ છે આ લગ્ન માં વિવિધ ભાવ માં સૂર્ય ગ્રહ નુ ફળ નીચે પ્રમાણે વ્રણૅવી શકાય છે

મેષ લગ્ન નો જાતક કેવા લક્ષણો ધરાવતો હોય તે નીચે પ્રમાણે લખી શકાય છે

★મેષ લગ્ન નો જાતક કૃશ શરીર ધરાવતો અને મોટે ભાગે વાચાળ, ઉગ્ર સ્વભાવનો સ્વામી હોય છે

★કયારેક તેમાં અહંભાવી,વધુ પડતો ચંચળ, ચતુર હોય છે

★ધર્મ નુ આચરણ અને અલ્પ સંતતિ ધરાવે છે આવો જાતક બુદ્ધિમાન ની સાથે સાથે પરિવાર પ્રેમી અને અન્નપ્રેમી હોય છે

★તેનુ શરીર વધુ પડતુ લાલાશ પડતુ જોવા મળે છે તેમના જીવનમાં ૬ , ૮ , ૧૫ , ૨૧ , ૩૬ , ૪૦ , ૪૫ , ૫૬ અને ૬૩ ના વષો માં સાવધાની રાખવી જોઈએ.કેમકે આ વર્ષો દરમિયાન ધનની હાનિ અને શારીરિક સમસ્યાઓ નો સામનો કરતો જોવા મળે છે

★મેષ લગ્ન નો જાતક માટે ૧૬ , ૨૦ , ૨૮ , ૩૪ , ૪૧, ૪૮, ૫૧માં વર્ષો મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષમાં જીવનમાં સફળતા સુખ અને શાંતિ મળે છે આ લગ્ન ના જાતકો ને દેહ ભાવે મંગળ અને ભાગ્ય ભાવ માં ગુરૂ કષ્ટદાયક છે તેમજ બુધ પુરુષાર્થ અવરોધક છે.

★મેષ લગ્ન નો જાતકને ધન સંબંધિત ક્ષેત્રમાં શનિ મહારાજ અને શુક્ર ગ્રહ શુભદાતા છે

મેષ લગ્ન માં વિવિધ ભાવો માં સૂર્ય ગ્રહ નુ ફળ વિસ્તાર પૂર્વક નીચે પ્રમાણે છે.

મેષ લગ્ન માં સૂર્ય ગ્રહ નુ ફળ કથન

૧. જો પ્રથમ ભાવ માં સૂર્ય દેવ બીરાજમાન હોય તો.....

~ દેહ સ્થાન માં ઉચ્ચ નો સૂર્ય એ એના મિત્ર મંગળ ગ્રહ ની મેષ રાશિ માં રહેલો છે

તેથી જાતક મધ્યમ કદનો સ્વસ્થ હોય છે.

જાતક સ્વાભિમાની , ખૂબ જ પ્રતાપી અને વિદ્રાન થશે અને એની વાણી પ્રભાવશાળી અને યશ આપનારી હશે અને સંતાનો પ્રબળ,બુદ્ધિમાન,વ્યવહાર નિપુણ અને મહત્વાકાંક્ષી હશે.

પરંતુ સાતમા ભાવ માં સૂર્ય ની દષ્ટિ પડતી હોવાથી સ્ત્રી અને દાંમ્પત્ય સુખ માં નુકસાન કરાવે છે કારણ કે તે શુક્ર ની તુલા રાશિમાં હોવાથી જીવન વ્યવહાર માં ઘણી બધી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે

આવા જાતક ની પત્ની અહંકારી અને મનસ્વી હોય છે

૨. જો દ્રિતિય ભાવ મા સૂર્ય ની સ્થિતિ હોય તો.......

~ ધન સ્થાન માં સૂર્ય એના શત્રુ શુક્ર ની રાશિ માં રહેલો છે. તેથી આર્થિક વિટંબણા, સંતાનો તરફથી ચિંતા અને વિધા સાધારણ રહેશે.

વૃષભ નો સૂર્ય સાતમી દ્રષ્ટિ થી એના મિત્ર મંગળ ની વૃશ્ચિક રાશિ ને હોવાથી જાતક નુ આયુષ્ય લાબું હોય છે અને ભૂમિગત ધન અને આકસ્મિક ધનલાભ થશે અનેક મથામણો પછી પણ વધુ ધનસંચય દુષ્કર બનશે.

૩. તૃતીય ભાવ માં સૂર્ય દેવ ની સ્થિતિ.....

~ ત્રીજા ભાવ ને પરાક્રમ સ્થાન કે ભાતૃસ્થાન કહેવામાં આવે છે

આભાવ માં સૂર્ય એના મિત્ર ગ્રહ ની રાશિ માં હોવાથી જાતક વિધા અને વકૃત્વ માં કુશળ અને પરાક્રમી હશે.

સૂર્ય સાતમી દષ્ટિ થી ભાગ્ય અને ધર્મ સ્થાન ને જોતો હોવાથી જાતક ધર્મનુ આચરણ કરનારા, દાનવીર અને તીર્થ ની યાત્રા ઓ કરશે.

ઉપાસના અને વિષ્ણુ ભગવાન ની આરાધના થી જીવનમાં સુખ શાંતિ અને મંગળ કાર્ય ની વૃદ્ધિ થશે.

તૃતીય ભાવ માં સૂર્ય જાતક ને તેજસ્વી અને પ્રભાવશાળી બનાવે છે

૪. ચતૃથ ભાવ માં સૂર્ય દેવ..............

~ ચતૃથ ભાવ ને સુખ સ્થાન કહે છે આ સ્થાન માં સૂર્ય એના મિત્ર ચંદ્ર ની રાશિ માં રહેલો છે તેથી સૂર્ય જાતક ને ભુમિ, મકાન અને વિવિધ પ્રકારના સુખો આપે છે

વિધા નો લાભ થશે અને સૂર્ય ના તાપ ને ચંદ્ર ની શીતળતા નુ નિયંત્રણ મળશે.

ચોથા ભાવ નો સૂર્ય સાતમી દષ્ટિ થી દસમાં ભાવ માં શનિ મહારાજ ની રાશિ પર દષ્ટિ કરે છે એટલે જાતકને પિતા સાથે અણબનાવ, રાજ્ય તરફ થી પીડા અને વિફળતા મળે છે છતાં એના પ્રભાવ થી સન્માન તો જરૂર મળશે.

૫. પંચમ ભાવ માં સૂર્ય .............

~ પંચમ ભાવ માં સૂર્ય સ્વગૃહી બને છે. આ સ્થાન વિધા સ્થાન તરીકે ઓળખાય છે તેથી જાતક વિદ્રાન, બુદ્ધિમાન અને ઓજસ્વી બને છે

~ તેમનો પુત્ર યશસ્વી અને પ્રતાપી બને છે

~પંચમ સ્થાન થી સાતમી દષ્ટિ દ્વારા એના શત્રુ ની કુમભ રાશિ ને જોતો હોવાથી જાતકને ધન સંપત્તિ માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે

~ જાતકને કટુવાણી અને ઉગ્રતા દ્વારા સફળતા મળે છે પરંતુ તેની દુશ્મનો ની સંખ્યામાં વધારો થાય છે.

૬. ષષ્ઠ ભાવ માં સૂર્ય ............

~ છઠ્ઠા સ્થાન નો સૂર્ય સાતમી દષ્ટિ થી ગુરૂ ની મીન રાશિને બારમાં ભાવ ને જૂએ છે. તેથી જાતક નો સ્વભાવ ખર્ચાળ અને બાહ્ય સંબંધો માં સફળતા પ્રાપ્ત કરે છે

~ પોતાના દેશ કરતાં વિદેશમાં સફળતા પ્રાપ્ત કરે છે આ ભાવ માં સૂર્ય સંતાન સંબંધિત ચિંતા ઓ ઉભી કરે છે

~ રોગ અને શત્રુ ના સ્થાન માં રહેલો સૂર્ય જાતકને વિધાપ્રાપ્તી માં અડચણો આવે છે.

~ઉગ્ર સ્વભાવ નો ગ્રહ ૬ ભાવ માં શકિતશાળી બને છે. તેથી જાતક વિદ્રાન અને હંમેશા શત્રુઓ ને પરાજય આપનાર હોય છે.

૭. સપ્તમ્ ભાવ માં સૂર્ય ............

~ સાતમા સ્ત્રી, સ્વાસ્થ્ય અને વ્યવસાય ના ભાવ માં સૂર્ય તુલા રાશિમા નીચત્વ પામે છે તેથી જાતક દુબળો અને સ્ત્રી સંબંધી તફલીક રહેશે.

~ સાતમી દષ્ટિ દ્વારા તેના મિત્ર ની રાશિ મેષ ને જુએ છે. એટલે આ જાતક લામ્બા કદ નો થશે. એ સ્વાભિમાની અને યુક્તિ પ્રયુકિત દ્વારા સન્માન અને પ્રભાવી બનશે.

~ સૂર્ય ની સાતમા સ્થાન માં સ્થિતિ ને કારણે સંતાન સુખ ઓછું અને સ્ત્રી સુખ પણ સારું મળતું નથી .

~ વિધા ક્ષેત્રે અને જીવન નિરવાહ નબળો બને છે.

૮. અષ્ટમ ભાવ માં સૂર્ય ...........

~ આયુષ્ય ,મૃત્યુ અને વ્યાધિ ના ભાવ માં સૂર્ય એના મિત્ર મંગળ ની વૃશ્ચિક રાશિ માં હોવાથી વિધા પ્રાપ્તિ માં મુશ્કેલી ઓ અને સંતાન સંબંધિત સતત ચિંતા માં રહેશે.

~આયુષ્ય માં વૃદ્ધિ કરે છે તેમજ આકસ્મિક લાભો પણ થાય છે છતાં દૈનિક જીવનમાં નાની મોટી મુશ્કેલી ઓ આવે છે

~ આઠમા સ્થાન નો સૂર્ય સાતમી દષ્ટિ દ્વારા તેના શત્રુ ની રાશિ વૃષભ ને જુએ છે એટલે જાતકે ધનસંચય માટે વધુ પ્રયત્ન કરવો પડે છે

~થોડા ઘણો અસંતોષ ની ભાવના રહે છે.

૯. નવમ ભાવ માં સૂર્ય ની સ્થિતિ..........

~ નવમા સ્થાન ને ભાગ્ય ,ધર્મ અને વિધા ના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.

~ ત્રીકોણ સ્થાન માં રહેલો સૂર્ય એના મિત્ર ની ગુરૂ ની રાશિ માં રહેલો છે

~ તેથી જાતક શ્રેષ્ઠ બુદ્ધિમાન , વિધાવાન અને જ્ઞાનવાન થશે.

~ આવો જાતક ધર્માત્મા , શાસ્ત્રજ્ઞ , ઇશ્ચર પ્રેમી ,ન્યાયવાન ,દયાળુ અને દાનવીર બને છે

~ આ સ્થાન થી સૂર્ય ત્રીજા પરાક્રમ સ્થાન પર દષ્ટિ કરતો હોવાથી જાતક ને ભાઇ બહેન પરાક્રમી , પુરુષાર્થી અને શ્રેષ્ઠતા વાળા હોય છે.

~ આ ભાવ માં સૂર્ય શ્રેષ્ઠ ફળ આપે છે.

૧૦. દશમ ભાવ માં સૂર્ય દેવ.. ......

~ આ સ્થાન રાજય , પિતા ,વ્યવસાય અને પ્રતિષ્ઠા ના ભાવ દર્શાવે છે.

~ આ કેન્દ્ર સ્થાન માં રહેલો સૂર્ય એના શત્રુ રાશિ માં નીચત્વ પામે છે

~એટલે જાતકને પિતા ,વ્યવસાય, નોકરી અને માન પ્રતિષ્ઠા માં અધુરપ નો અહેસાસ કરાવે છે.

~આવો જાતક નુ ભાષા ઓ પ્રત્યે સારું જ્ઞાન હોય છે.

~આવો જાતક અસહિષ્ણુતા, અહંકાર અને ઉગ્ર સ્વભાવ ને કારણે પતન પામે છે

~ સૂર્ય સાતમી દષ્ટિ થી મિત્ર રાશિ કર્ક ને જોતો હોવાથી જાતકને ભુમિ , મકાન તથા માતા નુ સુખ સારું મળે છે.

~એની બુદ્ધિ દ્વારા રાજનીતિ કે વ્યવસાય માં ઝળકી ઉઠે છે.

૧૧. એકાદશ ભાવ માં સૂર્ય ...............

~અગિયાર માં ભાવ નો સૂર્ય જાતકને અર્થ પ્રાપ્તિ માટે ખૂબ જ પરિશ્રમ કરાવે છે

~ આ સ્થાન માં સૂર્ય અત્યંત બળવાન બને છે એટલે જાતકને ધન સંપત્તિ તો મળશે જ પરંતુ એ માટે શારીરિક અને માનસિક શ્રમ કરવો પડે છે.

~ સૂર્ય આ રાશિ થી સાતમી દષ્ટિ દ્વારા પોતાની સિંહ રાશિમાં દષ્ટિ કરતો હોવાથી જાતક સંતાન , વિધા અને બુદ્ધિ માં સમૃધ્ધ હશે.

~ ઉગ્ર વાણી થી સ્વાર્થની સિધ્ધિ કરી શકશે .

૧૨. બારમાં ભાવ માં સૂર્ય ની સ્થિતિ.......

~ જયોતિષ માં આ ભાવ ને વ્યય , હાનિ , દંડ ,અપમાન , રોગ નુ સ્થાન ગણવામાં આવે છે.

~ બારમાં ભાવ નો સૂર્ય એના મિત્ર ગુરૂ ની રાશિ માં રહેલો છે

~ જાતક ને વધુ ખર્ચ કરાવે છે. બાહ્ય સંબંધો વધશે અને જીવનમાં સફળતા માટે બુદ્ધિ કામે લગાડવી પડશે.

~ સંતાન સંબંધિત ચિંતા ઓ રહેશે અને પ્રસંગોપાત નુકસાન પણ ઉઠાવવું પડશે.

~ આ સૂર્ય સાતમી દષ્ટિ દ્વારા તેના મિત્ર બુધ ની કન્યા રાશિ ને જોતો હોવાથી જાતક નિર્ભય રહી શત્રુ ને હરાવશે અને શત્રુ વિજેતા બનશે.

જયોતિષ શાસ્ત્ર એ અકળ અને ધર્મ તેમજ વિજ્ઞાન ને જોડતુ શાસ્ત્ર છે ઉપર જણાવેલ ફળકથન માત્ર સૂર્ય ગ્રહ ને અનુસરીને કહેલ છે

જયારે સંપૂર્ણ કુન્ડળી નુ ફળકથન માટે આપણે જયોતિષ ની સૂક્ષ્મ થી સૂક્ષ્મ બાબતો ને અનુસાર કરવામાં આવે છે.

|| અસ્તુ ||