ધનુ લગ્ન માં સૂર્ય નુ ફળકથન Ashvin M Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધનુ લગ્ન માં સૂર્ય નુ ફળકથન

જય શ્રી ગણેશાય નમ:

ધન લગ્ન

જયોતિષ શાસ્ત્ર માં બાર રાશિ પ્રમાણે બાર લગ્ન આવેલા છે. લગ્ન એટલે આગળ જણાવ્યા મુજબ કોઈ પણ જાતક ની જન્મ કુંડળી માં પોતા ની જન્મ રાશિ કે ચંદ્ર રાશિ થી સાતમી સ્થિત રાશિ ને લગ્ન રાશિ કહેવાય છે.

ધન લગ્ન ના જાતકો કેવાં પ્રકાર ના લક્ષણ ધરાવતા હોય તેનું વર્ણન નીચે મુજબ કરી શકાય છે .ધન લગ્ન નો જાતકો પીળા રંગના, માંસલ સાથળ ધરાવનાર અને દેખાવડા હોય છે.

તેં અત્યંત પ્રભાવશાળી અને પ્રતિભા ધરાવનાર, કાર્ય માં કુશળ અને બ્રાહ્મણ તથા દેવ ના ભકત સાથે પ્રીતિ રાખ નાર હોય છે.

ધર્માત્મા અને મિત્રો ના સહાયક, વિદ્રાન, જ્ઞાની અને કલા અને જાણ-નાર તથા સત્ય પ્રતિજ્ઞ, બુદ્ધિ માન,સુંદર, સત્ય ગુણી અને શ્રેષ્ઠ સ્વભાવનાં હોય છે.

તેઓ ધનવાન અને ઐશ્વર્યશાળી વ્યક્તિ ન માલિક હોય છે. ધન લગ્ન ધરાવતા જાતકો મોટેભાગે કવિ, લેખક, વ્યવસાયી અને યાત્રા ઓ કરનારા લોકો હોય છે. તેઓ તેમના જીવન માં પ્રેમ ને વશ થનાર અને સંતતિ અલ્પ હોય છે. તેઓ ને વિવિધ પ્રકારના વાહન સુખ ભોગવવા મળે છે.

આવાં જાતકો પ્રારંભિક આયુષ્ય માં ખૂબ જ સુખ ભોગવે છે. મધ્યમાં સામાન્ય જીવન વ્યતિત કરે છે અને વૃધ્ધ અવસ્થામાં ધન,ધાન્ય અને ઐશ્વર્ય સંપન્ન હોય છે.આવાં જાતકો નો ભાગ્યોદય બાવીસ અથવા ત્રેવીસ માં વર્ષમાં થાય છે.ધન લગ્ન વાળા જાતકો ની ભાગ્યોન્નતિ માટે શનિ મહારાજ,બુધ, શુક્ર અને સૂર્ય ચાર ગ્રહો શુભ અને પરાક્રમ માં ચંદ્ર અવરોધ રુપ છે.

ધન લગ્ન ના ભિન્ન ભિન્ન ભાવોમાં સૂર્ય નું ફળકથન નીચે પ્રમાણે છે.

૧.પ્રથમ ભાવ.....

પ્રથમ કેન્દ્ર ભાવ માં સૂર્ય એના મિત્ર ગ્રહ ગુરૂ ની ધન રાશિ માં હોવાથી જાતકને શ્રેષ્ઠ શારીરિક શક્તિ અને બળસુખ ની પ્રાપ્તિ થાય છે. આવા જાતકો ભાગ્યવાન, ધર્મપાલક તથા ઈશ્વર પ્રેમી હોય છે.

અહીં થીસ સૂર્ય દેવ સાતમી દ્રષ્ટિ દ્રારા બુધની મિથુન રાશિ માં હોવાથી જાતકને સુંદર તથા ભાગ્યશાળી પત્ની મળે છે, જેના સહકાર તથા સહયોગથી જાતક ની ઉન્નતિ થાય છે. આવા જાતકને ધણો જ લાભ થાય છે તથા ધરજીવન સુખી તથા સંતુષ્ટ હોય છે.

૨.દ્રિતિય ભાવ….

બીજા ભાવમાં રહેલો સૂર્ય એના પુત્ર શનિ મહારાજ ની રાશિ માં હોવાથી જાતકને પ્રારંભિક મુશ્કેલી ઓ પછી જાતક ધન સંચય સારી રીતે કરી શકે છે. આવા જાતકને પરિવાર માં થોડોક મતભેદ હોય છે. આવા જાતક સ્વાર્થસિદ્ધી માટે ધર્મપાલન કરતાં હોય છે.

આ રાશિ માં રહેલો સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી ચંદ્ર ની કર્કરાશિમાં આઠમાં ભાવને જુએ છે ,એટલે જાતક ના આયુષ્ય માં વૃદ્ધિ થાય છે. આકસ્મિક લાભ થાય છે તથા ભાગ્યોન્નતિ પણ સારી રીતે થાય છે.

૩.તૃતીય ભાવ....

ત્રીજા પરાક્રમ ભાવમાં સૂર્ય એના શત્રુ શનિ મહારાજ ની કુંભ રાશિમાં હોવાથી જાતકને ભાઈ બહેન નું સુખ સાધારણ મળે છે. પણ પરાક્રમ ખૂબજ વધારો થાય છે. આવા જાતકો ઈશ્વર માં શ્રદ્ધા વાન હોય છે. પરિશ્રમથી ભાગ્ય ની ઉન્નતિ થાય છે.

આ ભાવથી સૂર્ય દેવ સાતમી દ્રષ્ટિ દ્રારા સ્વરાશિ સિંહ માં નવમા ભાવને જોતાં હોવાથી ધર્મ પાલન માં રૂચિ વધે છે. આવા જાતકો યશસ્વી,ચતુર, સાહસિક તથા પ્રભાવશાળી હોય છે.

૪.ચતૃથ ભાવ....

ચોથા ભાવમાં રહેલા સૂર્ય દેવ એના મિત્ર ગુરૂ ની મીન રાશિમાં હોવાથી જાતકને માતા નું ધણું સુખ મળે છે. ભૂમિ,મકાન નું પણ સુખ પ્રાપ્ત થાય છે. જાતક ની ભાગ્ય વૃદ્ધિ થાય છે અને પ્રભુ પરાયણ બને છે.

અહીં થી સૂર્ય મહારાજ સાતમી દ્રષ્ટિ થી બુધની કન્યા રાશિને જુએ છે તેથી જાતકને પિતા દ્રારા શક્તિ, સ્નેહ, રાજ્ય દ્રારા સન્માન અને વ્યવસાય માં વિકાસ અને લાભ થશે આવા જાતકો સુખી અને સંપન્ન જીવન જીવતાં હોય છે.

૫.પંચમ ભાવ

પાંચમા ત્રિકોણ અને વિધા તેમજ સંતાન ભાવમાં સૂર્ય હોવાથી જાતકને સંતાન નું સુખ સારું મળે છે અને વિધા અને બુદ્ધિ માં ઉત્તમ વૃદ્ધિ થાય છે. આવા જાતકો વિદ્રાન, જ્ઞાની, બુદ્ધિ માન અને ધર્મ પરાયણ હોય છે.

અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ દ્રારા એના શત્રુ શુક્ર ની રાશિ ને જોતાં હોવાથી આવાં જાતકને આવકમાં અવરોધ રહે છે અને એની વાણી ઉગ્ર હોય છે. તેનો વ્યવહાર શિષ્ટાચાર થી દૂર હોય છે. આવાં જાતકો અહંકાર અને અભદ્ર વ્યવહાર જેવાં દુર્ગુણો થી ઘેરાયેલા હોય છે.અને સમાજ માં માનસન્માન મળતું નથી.

૬.ષષ્ઠ ભાવ

છઠ્ઠા રોગ અને શત્રુ ના ભાવમાં સૂર્ય એનાં શત્રુ શુક્ર ની વૃષભ રાશિમાં હોવાથી જાતક શત્રુઓ પર નિયંત્રણ રાખી અને ઉગ્ર વ્યવહાર દ્રારા ભાગ્યઉન્નતિ કરે છે. ધર્મ નું પાલન કરતો નથી.

અહીં તી સૂર્ય સાતમી દ્રષ્ટિ દ્રારા મંગળ ગ્રહ ની રાશિ ને જુએ છે તેથી જાતક ને જીવનમાં ખર્ચાળ સાબિત થાય છે અને બહાર ના સંપર્ક થી લાબ થાય છે અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

૭.સપ્તમ ભાવ

સાતમાં ભાવને કેન્દ્ર, સ્ત્રી, ભાગીદાર નું સ્થાન માનવામાં આવે છે આ ભાવમાં સૂર્ય એના મિત્ર બુધની મિથુન રાશિ માં હોવાથી જાતક ને પત્ની થી લાભ થાય છે તથા ગૃહ જીવન આનંદમય હોય છે. આવાં જાતકને વ્યવસાય માં પણ સારી સફળતા મળે છે.

અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ દ્રારા ગુરૂ ની ધનરાશિમાં પ્રથમ ભાવને દેખતો હોવાથી જાતકને શ્રેષ્ઠ શારીરિક સુખ અને પ્રભાવશાળી બને છે. આ જાતક ધર્માત્મા અને ભાગ્યશાળી તથા ઉગ્ર સ્વભાવ ની પત્ની ના પતિ હોય છે.

૮.અષ્ટમ ભાવ

આઠમા આયુષ્ય ના ભાવમાં સૂર્ય એના મિત્ર ચંદ્ર દેવ ની રાશિ કર્ક માં હોવાથી જાતક ના આયુષ્ય ની વૃદ્ધિ થાય છે અને પુરાતત્વ નો લાભ મળે છે. આવા જાતકનો ભાગ્યોન્નતિ વિલંબ થી થાય છે.

અહીં થી સૂર્ય સાતમી શત્રુ દ્રષ્ટિ દ્રારા શનિ મહારાજ ની મકર રાશિ ને જુએ છે તેથી જાતકને ધનપ્રાપ્તિ માં કઠિનતા તથા કૌટુંબિક સુખ પુરુ મળતું નથી.

૯.નવમ ભાવ..

નવમાં ભાગ્ય ભાવમાં સૂર્ય સ્વરાશિ સિંહ માં હોવાથી જાતક ના ભાગ્ય ની ધણી જ સારી વૃદ્ધિ થાય છે તથા ધર્મ માં સારી રુચિ રહે છે. આવા જાતકો પ્રભાવશાળી અને યશસ્વી હોય છે.

અહીં થી સૂર્ય સાતમી શત્રુ દ્રષ્ટિ થી શનિ મહારાજ ની કુંભ રાશિ ને જુએ છે તેથી જાતક ને ભાઈ બહેન થી મતભેદ રહે છે અને પરાક્રમ માં પણ વૃદ્ધિ થતી નથી.આવા જાતકો પ્રારબ્ધ વાદી હોય છે અને સામાન્ય રીતે સુખી હોય છે.

૧૦.દશમ ભાવ.

દસમાં કેન્દ્ર, રાજ્ય, પિતા તથા વ્યવસાય ના ભાવમાં સૂર્ય દેવ એના મિત્ર બુધની કન્યા રાશિમાં હોવાથી જાતકને પિતા દ્રારા પ્રોત્સાહન અને રાજ્ય દ્રારા સન્માન પ્રાપ્ત થાય છે તથા વ્યવસાય માં વિકાસ અને ઉન્નતિ પણ થાય છે.

અહીં થી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી ગુરૂ ની મીન રાશિમાં ચોથા ભાવને જુએ છે, એટલે જાતકને માતા, ભૂમિ, મકાન વગેરે નું સારું સુખ મળે છે. આવા જાતકો પ્રતિષ્ઠિત તથા યશસ્વી હોય છે.

૧૧.એકાદશ ભાવ....

લાભ સ્થાન માં રહેલો સૂર્ય જાતકને આવક માં વૃદ્ધિ થાય છે અને તેમાં ધણા બધાં અવરોધો ઉભા થાય છે.

અહીં થી સૂર્ય સાતમી ઉચ્ચ દ્રષ્ટિ થી મંગલ ની મેષ રાશિ ને જુએ છે તેથી જાતકને સંતતિ, વિધા આદિ માં લાભ થાય છે. આવા જાતકો વિદ્રાન, બુદ્ધિશાળી, ધર્માત્મા ,સજ્જન તથા ઉત્તમ વાણી બોલનાર અને સુખ ખી હોય છે.

૧૨.દ્રાદશ ભાવ.....

બારમા વ્યાધિ ના સ્થાન માં સૂર્ય એના મિત્ર મંગળ ની વૃશ્ચિક રાશિમાં હોવાથી જાતકને ખર્ચ ધણો થાય છે. બાહ્ય સ્થાનોમાં થી વિલંબ થી સફળતા મળે છે. આવા જાતક નું ધન ધાર્મિક પ્રસંગો માં તથા પરોપકાર માં વપરાય છે.

અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ થી શત્રુ શુક્ર ની વૃષભ રાશિમાં છઠ્ઠા ભાવને જુએ તેથી જાતક નો પ્રભાવ શત્રુઓ પર રહે છે. કોર્ટે, કજિયા, મુકદ્મા વગેરે માં વિજયી થાય છે તથા ઉત્તમ લાભ મળે છે.

જય હો માં દેવી સરસ્વતી

જય હો સપ્તર્ષિ......

જય હો ભૃગુ