ઈશ્વર ઉપાસના Ashvin M Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર ઉપાસના

ગણેશ સ્તુતિ

ૐ નારદ ઉવાચ પ્રણયામ શિરસાદેવમ ગૌરીપૂત્રમ વીનાયકમ|

ભક્તવાસમ સમરે ત્રિત્યુ આયુ કારમાથૅ સિધ્ધયે|

પ્રથમ વક્રતુંડચ એક દંત દ્રિતિયકં

તૃતિયમ કૃષ્ણપિજ્ઞાક્ષ ગજવક્રતુમ ચતૃથ્કમ

લબોદરંમ પંચમંચ ષષ્ઠ વિકટ મેવચ્

સપ્તમ્ વિધ્ન્ રાજમ્ ચ ધુમ્રવ્રણમ્ તથાષ્ટમ્

નવમ્ ભાલચંદ્ગમ્ ચ દશમન્તુ વિનાયકમ્

એકાદશમ્ ગણપતિમ્ દ્ગાદ્દશ તુ ગજાનમ્

દ્દાદ્ગશ શૈતાની નામાની ત્રિસંધ્યંમ્ પઢનરમ્

નચ વિધ્નંમ્ ભયં તસ્ય સવૅ સિધ્ધિ કરપરમ્

ઉપાસના ભાગ - ૩

ઉપાસના માં કયારે આનંદ નથી આવતો? જયારે કોઈ મનુષ્ય તેને સામાન્ય જીવન ના ક્રમ થી અલગ એક ખાસ કર્તવ્ય સમજી ને કરે છે. આવો ભાવ જયારે મનુષ્ય માં ઉત્પન્ન થાય છે ત્યારે ઉપાસના એક વેઠ કરતાં હોય તેવું લાગે છે જેથી તે અનુભવ કરવાને બદલે તે માનસિક તાણ અનુભવે છે અને થોડા સમય પછી ઉપાસના ને મનુષ્ય તેના જીવનમાં વિદાય આપી દેશે.

મનુષ્ય ની સ્વાભાવિક પ્રક્રૃતિ એવી છે કે જે કાર્ય તેના જીવનક્રમ માં હોતા નથી અથવા જેનાથી તે પરિચિત નથી તેવા કર્તવ્ય થી તે થાક અનુભવે છે અહીં સુધી કે રોજ ના ગણ્યા ગાઠ્યા કામો માં પણ કોઈ કામ આકસ્મિક જરૂરિયાત ને લીધે વધી જાય તો તે કર્તવ્ય એક વેઠ સ્વરુપે જ કરે છે .

આજ નિયમ ઉપાસના ની બાબત માં લાગું પડે છે. આથી ઉપાસના ને જીવનક્રમ થી જુદા કોઈ ખાસ કર્તવ્ય ની જેમ નહીં પણ પણ જીવનમાં એક અભિન્ન અંશ ની જેમ કરવી જોઇએ. ઉપાસના જયારે મનુષ્ય ના જીવનમાં એક આવશ્યક અંગ બની જાય છે. તો તેની પૂર્તિ કરવામાંતેવી જ તૃપ્તિ થાય છે. જેવી બીજી જરૂરિયાત ની પૂર્તિ માં જીવનનો અંગ બનેલી ઉપાસના જયાં સુધી પુરી ન કરીએ તયાં સુધી હદયમાં તે જ રીતે તરફરાટ રહે છે. જેમ કોઈ પ્રિય વસ્તુ કે માનવી ના મિલનમા .

ઉપાસના ને આપણા જીવનક્રમ થી ભિન્ન ન ગણવી જોઈએ આમ કરવાથી જુદાં પણા ના ભાવ મન માં ઉત્પન્ન થાય છે અને બધો સમય આજ વિચાર માં વેડફાય જાય છે. જેવી રીતે કોઈ અરુચિ પૂર્ણ નિરાનદતા રહે છે. તે મોડે સુધી માનવી ઉપાસના ના માર્ગ પર ચાલી શકતો નથી અને જો ખેચ તાણ કરીને ચલાવી ને પૂર્ણ પણ પરાણે કરે તો કોઇ મોટા ફળની કે અપેક્ષિત ફળ ની પ્રાપ્તિ થતી નથી.

ઉપાસના માં ત્યારે પણ આનંદ આવતો નથી જયારે મનુષ્ય પોતાના સ્વાર્થ ને સાધવા ને માટે એક ઉપાય તરીકે જીવનમાં ઉપાસના કરે છે. ઉપાસના માં આવુ કરવાથી માત્ર ને માત્ર લોભને બળ મળે છે અને ઇષ્ટદેવ ની સમીપ્તા પ્રાપ્ત થવાને બદલે લોભ ને બળ મળે છે. અને કલ્યાણકારી ઉપાસના પ્રતિકુળ દિશામાં ફળીભૂત થવા લાગે છે. મનુષ્ય જયારે પોતાના માં દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ નો ખજાનો ભરી રાખે છે ત્યારે તે પોતાના માટે જ હાનિકારક બની જાય છે.

આ રીતે થી ભ્રમિત થયેલો ઉપાસક પોતાની સકામતા ને કારણે જયારે દુઃખ, દરિદ્રતા ના શિકાર બની જાય છે ત્યારે ઉપાસના અથવા ઈષ્ટદેવ ને દોષ આપીને આ ધારણા બનાવી લે છે કે વધુ પૂજા-પાઠ કરવાવાળો દુઃખ, દરિદ્રતા અને દિનતા નો ભાગી બનતો જાય છે આવી માન્યતા ભૂલ ભરેલી અને મહા પાપ ને આમંત્રણ આપે છે.

જે ઉપાસક ના જીવનમાં દીન, દુખી, દરિદ્રતા તથા હિનતા દેખાય છે તેના વિશે નિ:સંકોચ સમજી લેવું જોઇએ કેએની ઉપાસના માં લોભ નો ભાર વધુ છે. એની લોભી ઉપાસના એ જ આ દશા માં મોકલ્યો છે. અન્યથા ઉપાસના ના ફળ છે તેજસ્વીતા, ઓજસ્વીતા, સબળતા, સંપન્નતા વગેરે જેવા દિવ્ય ગુણ છે.

સકામ ઉપાસક ની ઉપાસના નિ: સાર થઇને ધણા સમય સુધી ચાલી શકતી નથી. તે દિવસે-દિવસે સાધના ને કામનાઓ ની કસોટી પર ચકાસતો રહે છે અને જયારે તેની કામનાઓ ફળીભૂત થતી દેખાતી નથી. તો તે ધીમે ધીમે ઉપાસના થી કંટાળીને શીધ્ર જ નિરર્થક કાર્ય સમજી ને તેનાથી વિરકત થઈ જાય છે. કામનાઓ ના કારણે ઉપાસના થી વિરકત થયેલો દંભી ઉપાસક મૃત્યુ થી ભયભીત અને જીવન થી નિરાશ થઈ અને ત્રાસપૂર્ણ જીવન જીવે છે.

ઉપાસના માં ઈષ્ટદેવ ની ફેર બદલ નો અર્થ છે કે તમે તેની ગરિમાને કંઇ મહત્વ ન આપતાં દૈવી-શક્તિ ઓની સાથે રમકડાં ઓની જેમ રમો છો.તેમનુ મહત્વ તમારી રુચિ પર નિર્ભર છે સાથે જ ઇષ્ટ ની ફેરબદલી થી આ ભાવ પણ માનવી ના સહજ ભાવે પ્રગટ થયા વીના રહેતો નથી તમે કોઇ એક દૈવિક વિભૂતિ ને કોઈ બીજા થી ઓછી અથવા વધુ સમજો છો.

આમ,નિષ્કામ ભાવ ,સ્વાર્થ રહિત ભાવ થી કોઈ પણ એક ઈષ્ટ માં સર્વશ્ચર ની સતા નો વિશ્ચાસ રાખી ને એક જ સમય અને એક વિધિ, એક મત થી જીવનનો અભિન્ન અંગ સમજીને સંયમ અને સામાન્યતા પૂર્વક નિયમિત ઉપાસના કરવી એજ ખરેખર ઉપાસના છે. જે પૂર્ણ જીવન ચાલે છે જો માનવી ને પૂર્ણતા તરફ લઈ જઇને ઈશ્વર સાથે સંગમ કરાવે છે.

|જય માં દેવી સરસ્વતી|