ઈશ્વર ઉપાસના - ભાગ-2 Ashvin M Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર ઉપાસના - ભાગ-2

ગણેશ સ્તુતિ

ૐ નારદ ઉવાચ પ્રણયામ શિરસાદેવમ ગૌરીપૂત્રમ વીનાયકમ|

ભક્તવાસમ સમરે ત્રિત્યુ આયુ કારમાથૅ સિધ્ધયે|

પ્રથમ વક્રતુંડચ એક દંત દ્રિતિયકં

તૃતિયમ કૃષ્ણપિજ્ઞાક્ષ ગજવક્રતુમ ચતૃથ્કમ

લબોદરંમ પંચમંચ ષષ્ઠ વિકટ મેવચ્

સપ્તમ્ વિધ્ન્ રાજમ્ ચ ધુમ્રવ્રણમ્ તથાષ્ટમ્

નવમ્ ભાલચંદ્ગમ્ ચ દશમન્તુ વિનાયકમ્

એકાદશમ્ ગણપતિમ્ દ્ગાદ્દશ તુ ગજાનમ્

દ્દાદ્ગશ શૈતાની નામાની ત્રિસંધ્યંમ્ પઢનરમ્

નચ વિધ્નંમ્ ભયં તસ્ય સવૅ સિધ્ધિ કરપરમ્

ઉપાસના ભાગ 2

ઉપાસના એટલે કે પરમાત્મા ની નીકટતા.....

ઉપાસના માં કયારેક સાચો ઉપાસક દુખી તેમજ મુશ્કેલી ઓ માં હોતો નથી. તે માત્ર ને માત્ર ઈશ્વર ની નજીક ને નજીક જ જવા લાગે છે.

સાચો ઉપાસક જયારે સરોવર ની નજીક જાય તો તયાં પણ આત્મા શાંતિ અને શીતળતા અનુભવે છે. તેવી જ રીતે ફુલો થી ભરેલા બાગ અને ઉધાન માં જવાથી શરીર સુગંધિત અને પ્રફુલ્લિત બને છે. મનુષ્ય તડકામાં વૃક્ષ નીચે આતાપ -તાપ અનુભવતો નથી પરંતુ શીતળતા જ અનુભવે છે તેમ કયારેક પણ ઉપાસના કરવાથી માનવી દુખી નથી થતો પણ હંમેશા ને માટે પરમાત્મા ની શાંતિ મળે છે.

ઉપાસના ના પરિણામ સ્વરૂપ માનવી માં સંતોષ, વિશ્ચાસ, કરૂણા, દયા જેવા ભાવો નો વિકાસ થાય છે નહીં કે નિરાશા અને દુઃખ નો જન્મ. તેવીજ રીતે પ્રેમ, કરૂણા,આત્મીયતા, આનંદ ની સતત શ્રદ્ધાવાન ધારાઓ જ પરમાત્મા માં થી વહેતી રહે છે. અને તેના કારણે જ પશુ,પક્ષીઓ, વૃક્ષો ,માનવી વિગેરે નો પાલનકર્તા છે,એક ક્ષણ માટે પણ જો તે પરમાત્મા તેમની પ્રેમ, કરૂણતા ને રોકી લેતો આ સંસારમાં પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. આવા કરૂણાકારી પરમાત્મા ના સંસર્ગ માં આવી ને કોઇ પણ વ્યક્તિ દુખી બને આ તો ખૂબ જ અચરજ પમાડે તેવી વાત છે.

ઉપાસના ના પરિણામ સ્વરૂપ માનવી માં આત્મસંતોષ અને આત્મશાંતિ ની જ પ્રાપ્તિ થાય છે કયારેક પણ ક્ષણ ભંગુર વસ્તુઓ ની નહીં.ભૌતિક સુખ-સાહ્યબી અને પદાર્થ ને પામવા માટે તો માનવી એ પુરૂષાર્થ અને પરિશ્રમ જ કરવો પડે છે. અને આ આ પૃથ્વી પર સનાતન સત્ય છે. જે આ નિયમ ને ઓળંગે તેમણે ઊપાસના કરવા છતાં પણ દુખી જ બનવું પડશે. પરમાત્મા એ જયારે માનવી ને સાધનો, ઉપાયો, બુદ્ધિ, શક્તિ ની વ્યવસ્થા આપી છે ત્યારે માનવી શા માટે આ ભૌતિક સુખ અને સંપત્તિ માટે ઉપાસના કરવી?અને શા માટે ઉપાસના ના ફળસ્વરૂપ ભૌતિક સુખ ઇચ્છે છે?આ એક અનાધિકાર ચેષ્ટા છે.

જે માનવી ઉપાસના કરવા છતાં પણ દુખી છે તે સાચો ઉપાસક નથી. મંદિરમાં જવું આવા માનવી માટે સ્વાર્થીલૂ હોય છે. તેથી આવા માનવી ઓને ઉપાસના નો સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. જે ભક્તિ રસમાં તરબોળ બનેલા અને પ્રભુ ને બધું જ સર્મિપત કરી દેનારા માનવી ને જ સાચો આનંદ પ્રાપ્ત થાય છે. પ્રભુ ના ચરણોમાં પોતાની અંતરાત્મા ને સર્મિપત કરવાવાળા અને પ્રસાદ ની મીઠાઈ લેવાનાં ઉદેશ્ય થી ઉપસ્થિત માનવી માં જે તફાવત છે તેટલો જ તફાવત સાચા તથા સ્વાર્થી ઉપાસક માં હોય છે.

આથી તેમની પ્રાપ્તિ પણ પોત પોતાની ભાવના અને મનના સ્તર ને અનુસરીને જ હશે. એક ઉપાસના તેજ ફળ ઇચ્છે છે જે તેની સાથે છે અને બીજો તે ઇચ્છે છે જેની નિયતિ કોઈ બીજા સાધનો અને ઉપાયો થી છે. આવા અણસમજું અને નિયમ વિરોધી ઓની તરફ પરમાત્મા પણ વધુ ધ્યાન આપી શકતા નથી. આથી તે દુખી જ રહે છે.

ભૌતિક સુખ ના લોભી ઉપાસકો નુ દુખી થવું સહજ વાત છે. કારણ કે આવા માનવીઓ થોડીવાર પરમાત્મા નુ ચિંતન તથા પૂજા ઉપાસના કરી ને અકર્મા બની ને પ્રતીક્ષાકરે છે. કે હવે તેના ફળસ્વરૂપે તેના પર ધનદોલતરૂપી વાદળો વરસીને જાણે તે માટે ઉન્નતિ, વિકાસ, વૈભવ નો દરવાજો જાણે ખૂલી જશે અને તે બેસી ને મફતમાં જ ધનવાન થઈને સર્વ સુખ ને પામી લેશે. આ માત્ર ને માત્ર એક દિવાસ્વપ્ન જ સાબિત થશે.

જે વસ્તુઓ ની ઉપલબ્ધી ઓ પુરૂષાર્થ અને પરીશ્રમ ના બળે મળતી હોય છે તે બેઠા બેઠા કઇ રીતે મળી શકે છે?આજ અણસમજ ના કારણે માનવી સમાજ માં ઉપાસક હોવા છતાં પણ જીવનભર વિપન્ન અને દુખી બની ને રહી ગયો છે.

ઉપાસના કયારેક સ્વાર્થ ભાવ થી ન કરવી એ તો હંમેશાં પ્રેમ ભાવ થી જ કરવામાં આવે તો જ સફળ થશે. ઉપાસના પાછળ કયારેક પણ ક્ષણભંગુર વસ્તુઓ જેવી કે ધન -દોલત અને આર્થિક ઉન્નતિ નો ભાવ ન હોવા જોઇએ પરંતુ આત્મશાન્તિ અને આત્મસંતોષ નોજ ભાવ રાખવો જોઈએ. આજ તેને અનુરૂપ અને અનુકૂળ વાત છે એવા સાચાં અને અનુરૂપ ઉપાસક જયારે પરમાત્મા ની નિકટ આવે છે તયારે તેમાં પરમાત્મા ના ગુણો ની વૃદ્ધિ અને વિકાસ થાય છે અને પરમાત્મા ની બધી જ શ્રેષ્ઠતાઓ ઉદયન પામે છે. અને તેમાં થી પરનિન્દા ,દ્રેષ,ઈર્ષ્યા , લોભ ,લાલચ, ક્રોધ, મોહ વગેરે અદૈવી ગુણો દૂર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી તેનું મન નિર્વિકાર અને સ્થિત આનંદમય બની અને કણે કણમાં ઈશ્વર ની અનુભુતિ થવા લાગે છે.

પરમાત્મા ની ઉપાસના થી જે પ્રતિફળ નકકી અને ન્યાય સંગત છે તેની ઇચ્છા માનવી એ જરૂર રાખવી નહીં કે જળમાંથી આગ અને આગ માંથી જળ ની આશા રાખીએ. ઉપાસના થી માનવી માં વાસના નું શમન થાય છે જેથી અંતરાત્મા ને શાંતિ મળે છે. તૃષ્ણા નો તાપ નષ્ટ થઈ જાય છેજેથી શાંતિ અને સંતોષ ની પ્રાપ્તિ થાય છે અને આત્મા પ્રકાશમાન અને આનંદમય બની ને દિપી ઉઠે છે નહિ કે તેનાથી ધન દોલત ની પ્રાપ્તી .

ઉપાસના એ જીવન ની સર્વોપરિ બુદ્ધિ મતા છે પરંતુ તયારે જયારે નિર્લોભ અને નિર્વિકાર રૂપે ઉપાસના કરવા માં આવે ત્યારે. ધન-દોલત અને ભૌતિક સુખ શાંતિ એ માત્ર ને માત્ર પુરુષાર્થ અને મહેનત ના પ્રતિફળ સ્વરૂપ છે તેથી આત્મા ની પ્રસન્નતા માટે ઉપાસના અને ભૌતિક પદાર્થો માટે પુરૂષાર્થ એક માત્ર ઉપાય છે.

|અસ્તુ|

જય શ્રી કૃષ્ણ