જય શ્રી ગણેશાય નમ:
પ્રસ્તાવના
જ્યોતિષ શાસ્ત્ર એ અદ્ભુત અને અકળ તે મજ ગૂઢ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. જ્યોતિષ શાસ્ત્ર નો મુખ્ય ઉદ્દેશ માનવી ની આત્મશાન્તિ અને તે-મના જીવન માં આવતા કષ્ટો ના નિવારણ કરવામાં છે. સિંહ લગ્ન એટલે જાતક ની કુંભ રાશિ થી સા-તમા ભાવ માં સિંહ રાશિ આવે માટે તે ને સિંહ-લગ્ન માનવામાં આવે છે. જાતક ની જન્મ-કુંડળી માં ચંદ્ર રાશિ થી સા-તમા ભાવ ને લગ્ન માનવામાં આવે છે.
સિંહ લગ્ન નાઈ જાત-કો નીચે વર્ણી શકાય તેવાં લક્ષણો નીચે પ્રમાણે છે.
સિંહ લગ્ન ધરાવતા જાત-કો લાંબા હાથ ધરાવતા અને વિશાળ છાતી વાળા હોય છે. આવા જાત-કો નો વર્ણ પીળો અથવા કેસરી જેવો હોય છે. તથા પિત્ત અને વાયુ વિકાર થી મુશ્કેલી ઓ અનુભવ છે. આવા જાતકો ભાગ્યે જ વધુ ભોજન ગ્રહણ કરનારા જોવા મળે છે. પણ રજસ ગુણ ધરા-વતું ભોજન ખૂબ જ પ્રિય હોય છે. તેમના માં અહંકાર અને પ્રતાપી જેવા ગુણો સામાન્ય રીતે જોવા મળે છે.તેઓ તિક્ષ્ણ બુદ્ધિ વાળા અને ચાલાક હોય છે. તેઓ વિર. અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં કુશળ,તેજસ્વી, રજોગુણી, ઉગ્ર સ્વભાવના તેમજ ઘોડેસવારી ના શોખીન જોવા મળે છે. સિંહ લગ્ન નાં જાતકો ઉદાર, સાધુ સંતો ને માન આપનારા તેમજ વેદ આદિ વિધા ના જાણકાર હોય છે.
આવો જાતક જન્મ થી શરૂઆત ની અવસ્થામાં સુખી, મધ્યમ અવસ્થામાં દુ:ખી તથા અંતિમ અવસ્થામાં પૂર્ણ રૂપે સુખી જોવા મળે છે. એમના જીવનમાં ભાગ્ય નો ઉદય એકવીસ થી અઠ્ઠાવીસ માં વર્ષ ની વચ્ચે થાય છે.
સિંહ લગ્નના જાતકો ને આર્થિક સ્થિતિ માં બુધ ભાગ્ય બાબત માં મંગળ તથા શુક્ર ઘણાં જ શુભ તથા શ્રેષ્ઠ માનવામાં આવે છે. સિંહ લગ્ન ના જાતકો ને વ્યય ની બાબતમાં ચંદ્ર,વિધા તથા સંતાન ની બાબત માં ગુરૂ તથા સ્ત્રી, વ્યવસાય આદિ માટે શનિદેવ અવરોધ તેમજ ચિંતા ઉભી કરનાર અનેઅશુભ ફળ આપનાર ગ્રહો માનવામાં આવે છે. સિંહ લગ્ન નાં વિવિધ ભાવોમાં સૂર્ય દેવ નું ફળ
નીચે
૧.પ્રથમ ભાવમાં......
પ્રથમ ભાવને કેન્દ્ર તથા શરીર નું સ્થાન માનવામાં આવે છે. પ્રથમ સ્થાન માં સૂર્ય પોતાની જ રાશિ માં સ્વક્ષેત્રી છે. આવોજાતક શારિરીક શક્તિ, આત્મબળ,સ્વમાની, સૌંદર્ય અને ખૂબ જ સાહસી હોય છે. આવો જાતક લાંબા કદનો, વિશાળ છાતી ધરાવનાર અને મજબૂત હાથ ધરાવનાર હોય છે.
અહીં થી સૂર્ય સાતમી શત્રુ દ્રષ્ટિ થી શનિ મહારાજ ની કુંભ રાશિવાળા સાતમા ભાવને જુએ છે. એટલે જાતકને સ્ત્રી પક્ષે અસંતોષ પામે છે. વ્યવસાયમાં પણ અસહાય અને મુશ્કેલી ની ભાવના અનૂભવ કરે છે.
૨.દ્રિતિય ભાવ .....
બીજા ધન અને કુટુંબ ના ભાવ માં સૂર્ય દેવ એના મિત્ર બુધ ની કન્યા રાશિમાં હોવાથી જાતકને ધન અને કુટુંબ ની વૃદ્ધિ થાય છે; પરંતુ થોડો ઘણો બીજા પર આધાર રાખવો પડે છે.
અહીં થી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી ગુરૂ ની મીન રાશિં ને આઠમા ભાવમાં દેખે છે. તેથી આવા જાતકો ના આયુષ્ય માં વૃદ્ધિ થાય છે. આકસ્મિક લાભ થાય છે તથા સમાજમાં તેઓ પ્રતિષ્ઠા પણ પામે છે.
૩.તૃતીય ભાવ.....
તૃતીય ભાવને પરાક્રમ અને સહોદર ના ભાવ માનવામાં આવે છે. આ ભાવમાં સૂર્ય એના શત્રુ શુક્ર ની રાશિં માં રહ્યો છે. આવા જાતકો ભાઇ બહેન નું અલ્પ સુખ પ્રાપ્ત થાય છે તથા પરાક્રમમાં અસંતોષ અનુભવ કરે છે, છતાં જાતક હિંમતવાન તથા સાહસિક હોય છે.
અહીં થી સૂર્ય ગ્રહ સાતમી દ્રષ્ટિ દ્રારા મંગળ ની મેષ રાશિંમાં નવમા ભાવને જુએ છે, એટલે જાતક ની ભાગ્ય માં વૃદ્ધિ થાય છે તથા ધર્મ માં આસ્થાવાન બને છે.
૪.ચતૃથ ભાવ...
ચોથા ભાવને માતા, ભૂમિ, કેન્દ્ર તથા સુખ નો ભાવ માનવામાં આવે છે. આ ભાવ માં સૂર્ય એના મિત્ર મંગળ ની વૃશ્ચિક રાશિમાં હોવાથી જાતકને માતા, ભૂમિ, મકાન આદિ નું સુખ મળે છે તથા તેમનું શરીર પ્રફુલ્લિત તથા આનંદિત હોય છે.
અહીં થી સાતમી શત્રુ દ્રષ્ટિ થી સૂર્ય શુક્ર ની વૃષભ રાશિંમાં દેખે છે તેથી આવા જાતકને પિતાથી વૈમનસ્ય રહે છે. રાજ્ય તથા વ્યવસાય ના ક્ષેત્ર માં પણ ધણા જ પરીશ્રમ થી સફળતા મળે છે.
૫.પંચમ ભાવ...........
કુંડળીમાં પાંચમા ભાવને વિધા, ત્રિકોણ, સંતાન જેવી બાબતો નો વિચાર કરવામાં આવે છે. આ ભાવ માં સૂર્ય એના મિત્ર ગુરૂ ની ધન રાશિંમાં હોવાથી જાતકને સંતાન નું સુખ અને શ્રેષ્ઠ વિધા પ્રાપ્ત કરે છે. આવા જાતકો ઉગ્ર સ્વભાવ ના સ્વામી હોય છે,છતાં ઉત્તમ ચિંતક અને આત્મજ્ઞાની હોય છે.
અહીં થી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી બુધ ની મિથુન રાશિં માં અગિયારમા ભાવે દ્રષ્ટિ કરે છે તેથી જાતકને પોતાની બુદ્ધિ દ્રારા વિવિધ રસ્તા થી અર્થ, સંપત્તિ વગેરે ની વૃદ્ધિ થાય છે. આવા જાતકો તેજસ્વી સ્વભાવ અને અહંકારી હોય છે.
૬.ષષ્ઠ ભાવ.............
છઠ્ઠા ભાવ ને શત્રુ અને વ્યાધિ ના ભાવ તરીકે ઓળખાય છે, આ ભાવ માં સૂર્ય એના શત્રુ શનિદેવ ની મકર રાશિમાં રહેલા હોવાથી આવા જાતકો સંકટોની પરવાહ કર્યા વગર સાહસ થી શત્રુ ઓ પર વિજય મેળવે છે. આવા જાતકો સાધારણ શારીરિક સુંદરતા ધરાવે છે અને અનેક મુશ્કેલી ઓ દ્રારા પીડા પામે છે. આવા જાતકો સામાન્ય રીતે પરોપજીવી હોય છે.
અહીંથી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ દ્રારા કર્ક રાશિ ને જોતાં હોવાથી જાતકને ખર્ચો વધુ થાય છે; પરંતુ બહાર ના સંપર્કો થી લાભ થાય છે.
૭.સપ્તમ ભાવ........
સાતમા ભાવ ને કેન્દ્ર, સ્ત્રી, વ્યવસાય ના ભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવ માં સૂર્ય એના શત્રુ શનિદેવ ની કુંભ રાશિમાં હોવાથી જાતકને સ્ત્રી તરફથી અભાવ અને અસંતોષ રહે છે. સાંસારિક ભોગોમાં તેઓ અત્યંત આસક્ત હોય છે, વ્યવસાય માં પણ સખત પરિશ્રમથી આવા જાતકો ને સફળતા મળે છે.
અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ થી પોતાની સિંહ રાશિમાં પ્રથમ ભાવને જૂએ છે. આવા જાતકો શારીરિક રીતે શક્તિ વાળા, પ્રભાવી અને સ્વાભિમાન વાળા હોય છે.આવા જાતકો ઉચ્ચ પદ ના અધિકારી બને છે.
૮.અષ્ટમ ભાવ....
આઠમા ભાવ પરથી વ્યક્તિ નું આયુષ્ય અને પુરાતત્ત્વ ના ભાવમાં સૂર્ય એના મિત્ર ગુરૂ ની મીન રાશિમાં હોવાથી જાતકનુ આયુષ્ય મધ્યમ હોય છે. અનેક મુશ્કેલી પછી અર્થલાભ થાય છે.
અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ થી બુધ ની કન્યા રાશિ ને બીજા ભાવને જૂએ છે, એટલે સખત પરિશ્રમ પછી ધન અને કુટુંબ નો લાભ મળે છે. આવા જાતકો ક્રોધી અને ઉગ્ર હોય છે.
૯.નવમ્ ભાવ.......
નવમા ભાવને ત્રિકોણ, ભાગ્ય, ધર્મ ના ભાવમાં સૂર્ય એના મિત્ર મંગળ ની મેષ રાશિ માં ઉચ્ચ નો હોવાથી આવા જાતકો ને ભાગ્ય ની પ્રબળતા અને ભાગ્યશાળી બનાવે છે, ઉપરાંત ધર્મ માં રુચિ પણ ધરાવે છે. આવા જાતક નુ શરીર સ્થુળ, ઈશ્વર માં માનનારા હોય છે.
અહીં થી સૂર્ય સાતમી નીચ દ્રષ્ટિ થી એના શત્રુ શુક્ર ની તુલા રાશિમાં હોવાથી આવા જાતકો ભાઇ-બહેન પ્રત્યે અણગમો પામે છે, પરાક્રમ માં બેપરવાહ અને નાનાં મોટાં કામ કરી જીવન ચલાવે છે.
૧૦.દશમ ભાવ.......
દસમાં ભાવને કેન્દ્ર, રાજય,વ્યવસાય તથા પિતા નો વિચાર આ ભાવ દ્રારા થાય છે. આ ભાવમાં સૂર્ય એના શત્રુ શુક્ર ની વૃષભ રાશિમાં હોવાથી જાતકને પિતા તરફ થી વૈમનસ્ય, રાજ્ય તરફથી સામાન્ય માન અને વ્યવસાયમાં અત્યંત પરિશ્રમથી સફળતા મેળવે છે.
અહીં થી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી મંગળની વૃશ્ચિક રાશિને ચોથા ભાવને જૂએ છે. એટલે જાતકને માતા, ભૂમિ, મકાન આદિ નું સારું સુખ મળે છે.
૧૧.એકાદશ ભાવ.......
અગિયારમા ભાવને લાભ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવમાં સૂર્ય એના મિત્ર બુધ ની મિથુન રાશિમાં હોવાથી જાતકને શ્રેષ્ઠ સાધનો દ્રારા સંપત્તિ મેળવે છે. તેમજ શારીરિક શક્તિ દ્વારા ભાગ્ય ની વૃદ્ધિ થાય છે.
અહીં થી સૂર્ય સાતમી મિત્ર દ્રષ્ટિ થી ગુરૂ ગ્રહ ની મીન રાશિને જુએ છે તેથી જાતકને સંતાન તથા વિધાપ્રાપ્તી માં સુખ તથા સફળતા મળે છે. આવા જાતકો સ્વાર્થી, ક્રોધિત, ઉગ્ર સ્વભાવના તથા કઠોર વાણીવાળા હોય છે.
૧૨.દ્રાદશ ભાવ...........
બારમાં ભાવને વ્યય સ્થાન તરીકે ઓળખાય છે. આ ભાવમાં સૂર્ય એના મિત્ર ચંદ્ર ની કર્ક રાશિમાં હોવાથી જાતકો નું શરીર દુર્બળ હોય છે. તેઓ ખર્ચે પર અંકુશ લગાવનાર હોય છે અને બહારના સંપર્ક થી લાભ મળે છે,તથા પ્રવાસ ના શોખીન હોય છે.
અહીં થી સૂર્ય સાતમી દ્રષ્ટિ થી શનિદેવ ની મકર રાશિ ને જોતાં હોવાથી જાતકો શત્રુ પર અંકુશ રાખી અનેક સંકટોની વચ્ચે પણ વિજયી બને છે.
જય માં દેવી સરસ્વતી