પ્રભુને એક પત્ર. yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રભુને એક પત્ર.

તારિખ 09/04/2017

(પ્રભુ મહાવિર ને જન્મદિન પર એક પત્ર. )

પ્રિય...મિત્ર....કેમ છો....?

મજામા...? હું પણ....છું જ.

મિત્ર.સૌ પ્રથમ તો જન્મદિવસની ખુબ ખુબ શુભૈચ્છા. આજે હું બહુજ ખુશ છુ અને તુ પણ હોઇશ જ એમ માનુ છું .

મિત્રમારી ખુશીનુ કારણ આજે તારો ' જન્મદિવસ' છે. જાણું છુ કે તુ તો જન્મ-મરણથી 'પર' છે. તને તેનો કશો જ ફરક ન પડે પણ મને તો પડે ને..?

કારણ હું તો હજુ એમા બંધાયેલ છુ. તેથી મ્રુત્યુ નો શોક પણ મનાવુ અને જન્મણની ખુશી પણ. તેથી જ હું આજે બહુજ ખુશ છુ. મારા પરમ મિત્રના જન્મદિનથી અને ઓફકોર્સ તું ખુશ હોઇસજ મારી ખુશીથી.

હું આ પત્ર તને પ્રથમવાર લખી રહ્યો છું.મને પત્ર લખવાની ટેવ નથી. કારણ અમે મિત્રો તો ' વ્હોટ્સઅપ' અને એફ.બી. પર જ મળી લઇયે છીએ અથવા ફોન કે SMS થી જ વાત કરિલઇયે છીએ.તેથી પત્ર લખવાની આદત જ નથી રહિ.તો પત્ર મા રહેલ ભુલચૂક સુધારિને વાંચી લેજે.

ઘણા સમય પહેલાં આપણે વિખુટા પડિ ગયાં છીયે જાણું છુ. તુ તારા કર્મથી મોક્ષ ધામ પહોંચી ગયો અને હું મારા કર્મોથી જન્મ-મરણ ના ફેરામા ફરતો રહ્યો છુ. પરંતુ મિત્ર આપણે અંદરથી તો એક જ છીયેને. લગભગ બધા ધર્મમા આત્મા અને પરમાત્મા એકજ છે. જિવ અને શીવ બન્ને એકજ છે. વગેરે...વગેરે...દરશાવેલ જ છે ને. ભલેને આપણે દુર-દુર હોઇયે. ને અલગ અલગ દેખાઇયે અંતે તો આપણે એક જ છીયે. મને મારા મિત્રો પુછે છે કે હું તને મિત્ર કેમ માનુ છુ ? શુ તે કયારેય એને જોયો છે.? તુ ક્યારેય તેને મળ્યો છે..? હું જવાબ આપુ છુ કે એ મિત્ર છે એટલે જ તો હમેંશા મારી સાથે છે. હું એને જોવ છુ. માતાના પ્રેમમા. હું એને મહેસુસ કરું છુ પિતાની સંભાળમા. હું તેને જોવ છુ, ગુરુ ભગવંતના આચરણમા. હું એને મહેસુસ કરી શકુ છુ. સર્વત્ર જયાં જયાં ગરીબ નિસહાયના અશ્રુ લુછવા લમ્બાયેલ દરેક હાથમા. તુ તો સર્વત્ર છે. હું તને બધેજ જોઇ શકુ છુ. અને રહિ મળવાની વાત તો મારે તને રુબરુ મળવાની જરુર જ નથી જણાતી કારણ તુ તો હમૈશા મારી સાથે જ તો છો. મારી અન્દર જ છો.આપણે અલગ જ ક્યા પડ્યા છીયે તો તને રુબરુ મારે મળવુ પડે.માત્ર શારિરીક રીતે દુનિયાની નઝરમા આપણે અલગ છીયે. હોય શકીયે બાકી તુ અને હુ એક જ છીયે અને સાથે જ છીયે એવુ હુ હમૈશા માનુ છુ. તુ પણ એવુ માને છો ને....?

મિત્ર હુ તો તને હમૈશા મારી સાથેજ જોવ છુ પણ મિત્ર તુ મને ત્યાંથી જોઇ શકે છો..? મને મહેસુસ કરિ શકે છો..? જો હા...તો બરાબર. બાકી કોઇ તકલીફ હોય તો જણાવજે. હુ મારાથી બનતા બઘાજ પ્રયત્ન કરીશ. આખરે તુ મારો ખાસ મિત્ર છે. તારા માટે હુ બઘુજ કરવા હમેંશા તૈયાર છું [ઇટ્સ એ પાર્ટ ઓફ જોક્સ.]

ખેર, કેમ છો , સારું છે એ બધી ઓપચારિક્તા પુરિ થયી હવે ખરેખરમા જણાવ કે તુ ખુશ તો છો ને..? મારાથી - અમારાથી. સાંભળ્યું છે કે તને પણ અમારી જેમ ઘણી બધી ફરિયાદ છે માણસ તરફ ,જેમ કે સાંભળ્યુ છે કે તુ દરેક મ્નદિરોમા દેવળોમા બે હાથ જોડી સ્થિતપ્રગ્ન બનિ અમારુ જ ધ્યાન ધરે છે. કે ક્યારે અમો તારી પાસે આવિયે. ક્યારે તને મળીયે. કારણ તુ કહે છે કે તારે તો અમારી સાથે જ અમારી વચ્ચે જ રહેવું હતું .પણ અમે માણસોએ તને મોટા મોટા આરસ મહેલો જેવા મંદિરમાં બેસાડી દીધો ત્યાંજ તને ઘડી બે ઘડી મળવા આવિયે છિયે. ને મળીને પાછા ભુલી પણ જઇએ છીયે .પણ શું કરિયે ? અમને તારી જેમ બધામાથી મુક્તિ તો મળી નથી ને. તુ તો મોહ-માયા સર્વ ત્યાગી બધું છોડી મોક્ષમા પહોંચી ગયો.અને અમે રહ્યાં આ બધી જંજાળમા, અમારે તો ઘર છે. કુટુંબને સંસારની જવાબદારી છે. એ બધી જવાબદારી પુરિ કરવામા ને કરવામા અમને સમય જ નથી મળતો કે અમે તારી સાથે વધારે સમય વિતાવી સકિયે. એક વખત અમે આ બધી જ્ંજાળ માથી મુક્ત થઇ જયીયે પછી તારી આ ફરિયાદ પણ દુર થશે. દુર કરીશુ.એમ તો અમને માણસજાત ને તો તારા તરફ અસંખ્ય ફરિયાદ છે. જેમકે તને ખબર જ છે અમે શુ ઇચ્છીયે છીયે. અમારે શુ જોઇયે છે. એ બધી તને ખબર જ છે. કારણ તુ તો સર્વગ્ન છે. તને અમારે કશુ જણાવાની જરુર જ નથી. વળી અમારી તમામ ફરિયાદો તુ જાણતો હોવા છતા તુ તે દુર કરતો નથી. તુ તો સક્શમ છે.સર્વ શક્તિમાન છે. તો પછી અમારી તકલીફો દુર કેમ નથી કરતો.

ખેર. ફરિયાદ તો અરસપરસ ઘણી છે. ને રહેસે જાણુ છુ. પણ ફરિયાદ મા પણ ફરી ફરી ને તુ જ યાદ આવે છો એ પણ કઇ કમ છે ?

હવે મારે તને કોઇ જ ફરિયાદ નથી કરવિ ,ને તારી કોઈ પણ ફરિયાદ મારે નથી સાંભળવિ. મિત્ર હવે તો બધી જ ફરિયાદ નો નિકાલ કરવો છે. તે માટે આ પત્ર કે એક તરફી વાર્તાલાપ નહિ ચાલે. એ માટે આપણે રુબરુ મળવુજ પડશે.ખરુ ને...? તો બોલ મિત્ર ક્યા મળશુ ? ક્યારે મળીશુ..? તુ જ કહે.

મને લાગે છે કે મને મળવા તો તુ આ દોજખ જમિન પર આવિ રહ્યો .મારે જ તને મળવા ત્યાં આવવું પડશે.

કારણ મને હવે જલદિ મળી આ બધા પ્રશ્નો નુ સમાધાન લાવવુ છે. મારે જલદીથી જલદી તમામ ફરિયાદોનો નિકાલ કરવો છે. આમ પરસ્પર ગુપચુપ રહેવાથી કોઇ સમસ્યાનો ઉકેલ નહી આવે. હવે તો રુબરુ મળી ને આનો નિકાલ લાવવો જ રહ્યો.

મિત્ર આમ પણ હવે મારથી તારો આ વિરહ નથી સહેવાતો.તારી જુદાઇ હવે મને બહુ તકલીફ આપે છે. વહેલી તકે મને તુ ત્યાં બોલાવી લે તારિ પાસે. મારે તારી પાસે કેમ પહોચવુ તેનુ મને માર્ગદર્શન આપ. હુ ત્યાં માટે એકદમજ અજાણ્યો છુ. તને મળવુ શી રીતે એ હવે તુ જ બતાવ. બને તો મને તારી પાસે સ્થાન આપજે.

``તુ મને ભગવાન એક વરદાન આપી દે `જયાં વસે છે તુ મને ત્યાં સ્થાન આપી દે`...એમ કહિ ને હુ તારી પાસે કશુજ માંગવા નથી માગતો કારણ ...માંગવુ એ મારી આદત નથી ને માંગ્યા વગરજ જે મળિ જાય એની મિત્ર કોય કિમત પણ નથી રહેતી .માટે હવે માંગીને નહિ પરંતુ મારે તારા બતાવેલા માર્ગ પર ચાલીને તારિ પાસે પહોચવુ છે. તુ માત્ર મને માર્ગ બતાવ. અને એ માર્ગ પર જ ચાલી શકુ તેવી પ્રેરણા આપતો રહેજે. મારે તારી પાસે આવવુ છે. બસ હુ એ માર્ગ પર જ ચાલતો રહુ. એ માર્ગથી કશે અલગ ભટકી ના જાવ તેનુ તુ ધ્યાન રાખજે. હુ જરૂર પહોંચીશ તારી પાસે જલદીમા જલદી. આ મારુ તને એક મિત્રએ ``મિત્રને આપેલુ પાકુ પ્રોમિસ છે.

અત્યારે તો અહીં જ અટકુ છુ. ઘણુ લખાય ગયુ. બાકી મારે જે કહેવુ છે ને તારે જે કહેવુ છે તે અલગ થોડુ છે.વધુ રુબરુમા જ ખરુ ને..? બહુ જલદી મળીશુ. ત્યાં સુધી....વરસોથી તારથી વિખુટૉ પડેલ તને સદા મળવા ઝંખતો તારો જ અંસ.

-` આકાશ. યશવંત શાહ.