mad for another books and stories free download online pdf in Gujarati

મેડ ફોર અનધર...

બે પત્રો .....

ટિંગ...ટોંગ.....ટિંગ...ટોંગ......

કોલબેલ રણકે છે.

સાગર હાથમાં રહેલ સમચારપત્રને એક બાજુ મુકીને બારણુ ઉઘાડે છે.

સાહેબ આપના પત્રો ' કહિ ટપાલી બે પત્ર સાગરના હાથમાં મુકિ જતો રહે છે. સાગર પળભર પત્રને અને પછી ટપાલીને જતો જોઇ રહી ફરી પત્ર કોના હસે તેમ વિચારતો એક પત્ર ફોડીને ખોલતા-ખોલતા સોફાપર અવીને બેસી જાય છે ને પત્ર વાંચે છે. પત્રના અક્ષર ને કાગળ જોતાં ફરી એનો એ જ પત્ર બબડતા પત્રવાંચવો શરુ કરે છે.

'સાગર'

ખુશી મજામા...? સદાય ખુશ રહે એજ અપેક્ષા . પરંતુ હું ખુશ નથી .

આ પત્ર મારી પ્રતિક્ષાની કસોટી કરતો ત્રીજો ને કદાચ અંતિમ પત્ર છે. કારણ હવે વધુ સમય હું તારિ કે તારા પ્રત્યુત્તરની પ્રતિક્ષા કરિ શકુ તેમ નથી . આ પત્ર તારા હાથમાં આવશે તે પહેલાં જ કદાચ ......ખેર ઇશ્વરની જે ઇચ્છા હશે તે જ થસે. છતાં જતાં જતાં વિદાય ક્ષણે અંતિમ મુલાકાત ( એકપક્ષી ) તો માણી જ લઉ છું .

તને કદાચ મારા પત્રો લાગણીના એક વેવલાવેડા જ લાગતાં હશે તે જાણુ છું પરંતુ શું કરું ? જ્યારે જ્યારે એકલી પડુ છું ત્યારે તારા ને મારા જીવનના વિચારોમા ચડી પત્ર લખું છું, ને હ્રદયની વેદના આંગળી વાટે પેનમા શાહી સાથે ભળી જઇ શબ્દોમાં અંકિત થઇ જ જાય છે. તેની ખબર જ નથી રહેતી. પરંતુ તેની તને તો ક્યાં કશી જ પડી છે. તને તો બસ જે નથી મળવાનું તેની જ ઝંખના રહે છે, ને જે મળવા દોડે છે તેનાથી તૂ દૂર જ ભાગે છે, ને તેથી જ સદા તું દુ:ખી રહી તારા સુખની ઝંખના કરનારને પણ દુ:ખી બનાવે છો.

તારી સાથે વિતાવેલ કોલેજ કાળના એ રંગીન દિવસો સાથે રહેવું સાથે સાથે હોટેલ-સીનેમા બધેજ ફરવું એ બધું એવુ ને એવુ આજે પણ મને યાદ છે જેને હું પ્રેમ માની બેઠી હતી, ને મારા પ્રાણ તારા પર પાથરી બેઠી હતી. પરંતુ તુ..? તે તો મને એ માત્ર મૈત્રી જ હતી, ને હોય શકે એમ ગણી લિધુ અને કહી દીધું કે બની શકેતો મિત્ર જ બની રહેજે અથવા ભુલી જજે પણ શા માટે ? મારે તને આ પ્રશ્ન જ ફરિ ફરી ને પુછવો છે.

શું આપણી વચ્ચે એ મૈત્રી સંબંધ જ હતો ? તેથી વિશેષ કશું નહિ ? સાગર મૈત્રી તો સરિતા-સરિતા વચ્ચે હોય. ક્યાય સાગર અને સરીતા વચ્ચે જોય છે ? સરીતાને તો સાગર સાથે વર્ષોથી જે સંબંધ ચાલતો આવ્યો છે તે જ હોય શકે બીજો નહીં. સરીતા તો સાગરમા જ ભળી જઇ તેમાં જ પોતાનું અસ્તિત્વ મીટાવી દેવામાં પોતાનુ સૌભાગ્ય સમજે છે. પછી સાગર ભલે ગમે તેવો ખારો ને પોતે ગમે તેટલી મીઠી કેમ ન હોય. સાગર કદિ કોય સરિતાને ધુત્કારતો નથી. હા, કેટલીક સરિતામા સાગર સુધી પહોચવા જેટલા નીર નથી હોતા. તેનામા તેટલો પ્રેમ કે હિમ્મત ન હોય તો પણ તે સમાજે બનાવેલ તળાવ કે ખાબોચીયામા તો બંધાય રહી તેને ગંધાય જવાનુ ન ઇચ્છતા, અધવચ્ચે જ સુકાય જઇ કુવારી નદી તરિકે જ જિવન પુરુ કરવામા ગૌરવ સમજે છે, ને હું પણ તે મને ધિક્કારી છે તેમ ન કહેતા મારામાં જ તારિ સુધી પહોંચવાની ધીરજ, હિમ્મત નથી રહી. તેમ માની માતા પિતાએ નક્કી કરેલ મુરતીયા સાથે લગ્ન કરી મારું જીવન રુંધી નાખવાને બદલે અધવચ્ચે જ સુકાય જવા માંગુ છુ. સુકાય જતાં પહેલા એક આખરી પત્ર -મુલાકાત લઇ લઉ છું .

સાગરમાં એકાદ સરિતા મળે કે ન મળે તેથી સાગર ને શું ? તેના અસ્તિત્વમા કશો જ ફરક નથી પડવાનો જાણું છું, ને તેથી જ તારામા આ સરિતા ભળી કે ના ભળી તેનુ દુ:ખ તને તો નહિ જ થાય તેમ માનુ છુ. હવે તો હુ અધવચ્ચે જ સુકાઇ જઇ વરાળના વાદળ બનિ ઉચે આકાશથી સાગરને તાકતી રહીશ. અને સંજોગો એવા સર્જાય કે તેમાજ વર્‍સી પડુ. જેથી આ જનમ મા તો તને ના મળી સકી પણ આવતા જનમ મા તો તુ અવશ્ય મળે એવુ હૂ ઇચ્છુ. હાલ તો અહિ જ અટકુ. વિશેષ તો શું કહુ ?

અલવિદા .....

તારિ જ.

સાગરમાં ભળવા ઇચ્છતી.

સાગરમાં ભળી ન શકનાર

કુ. સરિતા.

પત્ર વાંચી સાગરની આંખમાંથી ટપ ટપ કરતાં બે અશ્રુબિંદુ સરી પડે છે. ને હાથમાં રહેલ બીજો પત્ર ઉધાડે છે. પત્ર ના અક્ષર જોતા ફરી આંખોની ભિનાશમાં એક આશાની ચમક ચમકી જાય છે. એ પત્ર હતો જેની પોતાને ધણા સમયથી પ્રતિક્ષા હતી તે સોનલનો પત્ર હતો. પત્રમાથી એક લગ્ન કંકોત્રી ને સાથે એક ચીઠ્ઠી નીકળે છે. કઇંક આશ્ચર્યને આનંદમા કંકોત્રીને બાજુમાં મુકી ચીઠ્ઠીની ગડી ઉખેળી વાંચવા લાગે છે.

પ્રિય મિત્ર

સાગર.

આનંદ મા...? હશે જ. હું પણ છુ જ.

હું આજે બહુ જ ખુશ છું કારણ આજે મારા જીવન નો ધન્ય દિવસ નજીક આવી રહ્યો છે. જેની ખુશી મા તને પણ ભાગ લેવા આમંત્રણ પાઠવુ છું .

તારા ત્રણેય પત્રો મળયા.ઘણા લાગણીથી તરબોળ લખાયેલ હતા.તારા પત્રો ના પ્રત્યુત્તર ના આપ્યાં તેથી તુ દુ:ખી થયો હોઇશ તે જાણું છું .પરંતુ મિત્ર તારા એક પણ પત્ર નો જવાબ હુ આપી શકુ તેમ નથી .કારણ તુ મને 'ગલત' સમજી રહ્યો છે. હું તો તારી મિત્ર જ છું ને બનિ સકુ. તારા જીવનમા સ્થાન ન લઇ સકુ. કે મારા જીવનમાં તને મિત્રથી વિશેષ સ્થાન ન આપી શકુ.

તુ આપણા કોલેજ જીવનના એ બધા દિવસો મા કરેલી મૌજ મસ્તી ને પ્રેમ ગણી બેઠો ? ત્યાં જ તારિ ભુલ થાય છે મિત્ર. એ બધાં મા તો તને મિત્ર સમજી મે તને માત્ર કંપની આપેલ. મને તારા તરફ હમદર્દી છે મિત્ર તરીકે.એથી વિશેષ કશુ નહી .કારણ તુ એક સારો કલાકાર છે.બાકી તારિ ને મારી વચ્ચે તુ જે વિચારે છે એવુ હોય જ શી રીતે ? ક્યાં તુ એક સાધારણ સામાન્ય વ્યક્તિ અને ક્યાં હું એક શ્રીમંત શેઠ બિહારીલાલની કરોડોની વારસદાર પુત્રી. તારા ને મારા વચ્ચે પ્રેમ સંબંધ ઉદભવી જ શી રીતે સકે.?

મે તો તને આજ સુધી માત્ર મિત્ર જ માનેલ ને માનુ છું, ને તેથીજ મિત્ર દાવે મારા લગ્નના દિવસે ખુશીમા ભાગીદાર થવા આમંત્રણ પાઠવુ છું .શક્ય હોય તો મિત્ર બની શુભેચ્છા દેવા જરૂર આવજે અથવા ભુલી જજે.

વિશેષ તો શું લખુ..?...આવજે.

તારિ મિત્ર

સોનલ.

પત્ર વાંચી પત્ર નો હેતુ ને કંકોત્રીનો સંદર્ભ સમજાતા જ પોતાના આજ સુધીના સોનલ સાથે જીવવાના સુંદર સ્વપ્નો ની ઇમારત કડડભુસ થતી જોઇ તેની આંખે અંધાર છવાઇ જાય છે.

Maid For Another....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED